શ્રી વિક્રમાદિત્યસિંહ ખિચી - ડિરેક્ટર

શ્રી વિક્રમાદિત્યસિંહ ખિચી

ડિરેક્ટર

શ્રી ખિચી બી.એસસી. અને એમબીએ (ફાઇનાન્સ અને માર્કેટિંગ)ની ડિગ્રી ધરાવે છે અને તેની સાથે તેમણે સીએઆઇઆઇબીમાંથી પ્રોફેશનલ ક્વોલિફિકેશન પ્રાપ્ત કરી છે તથા જીવનવીમામાં તેઓ એસોસિયેટ છે.

બેંક ઑફ બરોડામાં જોડાતા પહેલાં તેઓ દેના બેંકમાં ફીલ્ડ જનરલ મેનેજર (ગુજરાત ઓપરેશન્સ) તરીકે કામ કરી રહ્યાં હતા.

તેઓ ડિસેમ્બર 1985માં દેના બેંકમાં પ્રોબેશનરી ઑફિસર તરીકે જોડાયા હતા અને ધીમે-ધીમે બઢતી પામ્યાં હતાં તથા મે 2015માં તેમને ફીલ્ડ જનરલ મેનેજર (ગુજરાત ઓપરેશન્સ) તરીકે બઢતી પ્રાપ્ત થઈ હતી.

દેના બેંકમાં વિવિધ પદોએ સેવા પૂરી પાડવાના 33 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ફીલ્ડ સ્તરે સંચાલન કરવાના અને કન્ટ્રોલિંગ ઑફિસ ખાતે આયોજન/પૉલિસી રચવાના અનુભવોનું અનોખું ભાથું બાંધ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રીટેઇલ બેંકિંગ, માર્કેટિંગ (નવી પહેલ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ), મર્ચંટ બેંકિંગ, રીકવરી મેનેજમેન્ટ, ઓવરસીઝ બિઝનેસ સેન્ટર વગેરે જેવા મહત્વના વિભાગોમાં સમૃદ્ધ અનુભવો પ્રાપ્ત કર્યા હતા.

સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી, ગુજરાતના સંયોજક તરીકે પોતાની ફરજનું નિર્વહન કરતી વેળાએ તેમણે નેતૃત્વના ગુણોનું પ્રદર્શન કર્યું હતું તથા ગુજરાત સરકારની નાણાકીય સમાવેશનની વિવિધ પહેલનું અમલીકરણ કરવામાં તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, આરબીઆઈ અને વિવિધ બેંકો, વીમા કંપનીઓ અને વિવિધ સંગઠનોના ટોચના એક્ઝિક્યુટિવ્સ સાથે સહયોગ સાધીને કામ કર્યું છે.

શ્રી. એમ. નાગરાજુ - ડાયરેક્ટર

શ્રી. એમ. નાગરાજુ

ડાયરેક્ટર

શ્રી એમ. નાગરાજુએ 7 એપ્રિલ 2017ના રોજ જનરલ મેનેજર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને હાલમાં તેઓ હૈદારાબાદ ખાતે બેંકની હેડ ઓફિસમાં હ્યુમન રિસોર્સ, ટ્રેનિંગ અને સપોર્ટ સર્વિસની કામગીરીઓના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તેઓ પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની પદવી, આચાર્ય નાગાર્જૂન યુનિવર્સિટીમાંથી M.B.A. (HR) અને IIBFમાંથી CAIIBની પદવી ધરાવે છે. તેઓ જુલાઇ 1983માં બેંક સાથે જોડાયા હતા અને ફિલ્ડ તેમજ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ સ્તરે વિવિધ હોદ્દા પર સેવા આપ્યા પછી જનરલ મેનેજરના હોદ્દા સુધી તેમણે પ્રગતિ કરી છે. તેમણે બેંકના ચેન્નઇ ઝોનમાં ઝોનલ ઓફિસર તરીકે કામ કર્યું છે. તેમણે મુંબઇમાં બેંકની ટ્રેઝરીના હેડ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. તેમના અગાઉના કામકાજો દરમિયાન, તેમણે નાની શાખાથી માંડીને અત્યંત મોટી શાખાના હેડ તરીકે અને કોર્પોરેટ ક્રેડિટ, ફંડ રિસ્ક મેનેજમેન્ટ, વિજિલન્સ ડિપાર્ટમેન્ટ, બેંકની એપેક્સ કોલેજમાં ફેકલ્ટી અને EDના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સહિત વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.

મજબૂત વ્યાવસાયિક કૌશલ્ય સાથે એક લીડર તરીકે તેમણે સફળતાપૂર્વક બેંકમાં સંખ્યાબંધ કામગીરીઓ નિભાવી છે.

શ્રી નરેન્દ્ર ઓસ્તાવાલ - ડિરેક્ટર

શ્રી નરેન્દ્ર ઓસ્તાવાલ

ડિરેક્ટર

શ્રી ઓસ્તાવાલ વર્ષ 2007માં વૉરબર્ગ પિનકસમાં જોડાયા હતા અને ત્યારથી તેઓ આ કંપની સાથે તેના ભારતીય એફિલિયેટ તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ આ કંપનીની ભારતમાં ચાલી રહેલી રોકાણ સલાહકાર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તથા ભારતમાં નાણાકીય સેવાઓ અને હેલ્થકૅર સેક્ટરમાં રહેલી તકોનું મૂલ્યાંકન કરે છે.

વૉરબર્ગ પિનકસમાં જોડાયા પૂર્વે શ્રી ઓસ્તાવાલ 3આઈ ઇન્ડિયા અને મેકિન્ઝી એન્ડ કંપની સાથે જોડાયેલા હતા.

તેઓ લૉરસ લેબ્સ લિમિટેડ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ, ડી. બી. પાવર એન્ડ ગ્રૂપ કંપનીઝ, કમ્પ્યૂટર એજ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રા. લિ., સ્ટર્લિંગ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ અને ફ્યુઝન માઇક્રોફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે.

શ્રી ઓસ્તાવાલ ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી અને ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી એમ.બી.એ.ની ડિગ્રી ધરાવે છે.

શ્રી રાધાકાંત માથુર - ડિરેક્ટર

શ્રી રાધાકાંત માથુર

ડિરેક્ટર

શ્રી રાધાકાંત માથુરએ જેએઆઇઆઇબીમાંથી પ્રોફેશનલ ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવાની સાથે એન્જિનિયરિંગ (એગ્રી)માં બેચલરની ડિગ્રી હાંસલ કરી છે.

શ્રી માથુર વર્ષ 1983માં બેંક ઑફ બરોડામાં જોડાયા હતા. તેમની શાનદાર કારકિર્દી દરમિયાન તેમણે ફીલ્ડ લેવલના અનેકવિધ મોરચે કામ કર્યું હતું અને જનરલ મેનેજરના સ્તર સુધી પહોંચ્યા હતા. તેમણે બેંક ઑફ બરોડા-યુકે ઓપરેશન્સમાં લંડન સ્થિત મુખ્ય ઑફિસનું પણ નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત તેઓ લંડન ગ્રૂપ કન્ટ્રોલ ઑફિસના ડેપ્યુ. ચીફ એક્ઝિક્યુટિવ, ગ્રામ્ય અને કૃષિ બેંકિંગ વિભાગ, ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ વિભાગ અને ડોમેસ્ટિક સબસિડરીઝ વિભાગના વડા જેવા મહત્વના પદોએ પણ કામ કરી ચૂક્યાં છે.

તેમના 36 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી માથુરે ઓપરેશન્સ તેમજ એડમિનિસ્ટ્રેશન એમ બંને ક્ષેત્રમાં સમૃદ્ધ અનુભવ પ્રાપ્ત કર્યો છે, જેમાં ક્રેડિટ, ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ (શિસ્ત સંબંધિત કાર્યવાહી), રીકવરી (વસૂલાત) અને ગ્રામ્ય બેંકિંગ જેવા ક્ષેત્રોમાં નીતિ ઘડવાનો સમાવેશ થાય છે.

શ્રી ક્રિષ્ના અંગારા - સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી ક્રિષ્ના અંગારા

સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી અંગારા એસેન્ચર ઇન્ડિયા પ્રા. લિ. ખાતે સલાહકાર (કમ્યુનિકેશન્સ, મીડિયા અને ટેકનોલોજી) રહી ચૂક્યાં છે. તેમની નિમણૂક 16 ઑક્ટોબર, 2017થી લાગુ કરી મુંબઈ સ્થિત કેપીએમજીની સલાહાકર શાખામાં વરિષ્ઠ સલાહકાર તરીકે પણ કરવામાં આવી છે. આ અગાઉ તેઓ વોડાફોન ઇન્ડિયા સર્વિસિઝ પ્રા. લિ. અને વોડાફોન એસ્સાર લિ.માં ઓપરેશન્સના ડિરેક્ટર હતા. ત્યાં તેમણે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, માર્કેટિંગની પહેલ, કસ્ટમર રીલેશન, નેટવર્ક ડેવલપમેન્ટ, માનવ સંસાધન, પૂર્વાનુમાન અને નાણાકીય નફાકારકતા સહિત એકંદર વ્યવસાયનું સંચાલન કર્યું હતું.

ભૂતકાળમાં તેમણે બીપીએલ મોબાઇલ લિમિટેડ અને આરપીજી રિકોહ લિમિટેડના પ્રેસિડેન્ટ અને સીઇઓ તરીકે ફરજ બજાવી હતી. શ્રી અંગારા નાણાકીય અને સંચાલન સંબંધિત સફળતા, પ્રોડક્ટ અને માર્કેટિંગ સંબંધિત નવીનીકરણ, ખર્ચાઓનું વ્યવસ્થાપન અને ગ્રાહક સંતુષ્ટી જેવી બાબતો હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી નવા વ્યવસાયને લૉન્ચ કરવામાં તજજ્ઞતા ધરાવે છે.

શ્રી આલોક વાજપેયી - સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી આલોક વાજપેયી

સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી વાજપેયી અર્નસ્ટ એન્ડ વિની-લંડનમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા છે, હાલમાં તેઓ ભારતમાં ફિનટૅક પરના ડીઆઇટી (યુકે સરકાર)ના બાહ્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ ‘એવી એડવાઇઝરી’ના ચેરમેન અને ડિજિટલ ગોલ્ડ ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે, જે ઇન્વેન્ટ કેપિટલ અને ધી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ વચ્ચેનું સંયુક્ત ઉદ્યમ છે.

વર્ષ 2005માં શ્રી વાજપેયીએ ડૉવનય ડે એવીની સ્થાપના કરી હતી, જે ભારતમાં વ્યાપક નાણાકીય સેવાઓ પૂરી પાડનારી અગ્રણી ખેલાડી (પ્લેયર) છે અને તેઓ આ કંપનીના વાઇસ ચેરમેન હતા. તેમણે વર્ષ 2010ની કઠોર બિન-સ્પર્ધાત્મક કલમોની સાથે વર્ષ 2009માં આ વ્યવસાયને સફળતાપૂર્વક વેચી કાઢ્યો હતો.

પોતાની લાંબી કારકિર્દી દરમિયાન શ્રી વાજપેયીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ આચરણોને રજૂ અને લાગુ કરવા માટે નિયામકો સાથે નિકટતાપૂર્વક કામ કર્યું હતું તથા તેઓ સિક્યુરિટીઝ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) ખાતેની સિક્યુરિટીઝ માર્કેટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીવરેજિંગ એક્સપર્ટ ટાસ્ક ફૉર્સના સભ્ય અને એએમએફઆઈના બૉર્ડમાં ડિરેક્ટર જેવા જવાબદાર પદો પર આરૂઢ હતા. તેમણે વિવિધ કેપિટલ માર્કેટ સંબંધિત વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે સેબી, સ્ટોક એક્સચેન્જ અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે કામ કર્યું છે.

વર્ષ 2012થી શ્રી વાજપેયી વિવિધ પ્રકારની કંપનીઓમાં રોકાણકાર, સલાહકાર અને બૉર્ડ ડિરેક્ટર તરીકે સામેલ હોય તેવા એક સીરિયલ ઉદ્યોગસાહસિક અને સાહસ રોકાણકાર (આંત્રપ્રેન્યોર અને વેન્ચર ઇન્વેસ્ટર) તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

શ્રી અરુણ ચોગલે - સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી અરુણ ચોગલે

સ્વતંત્ર ડિરેક્ટર

ગ્રાહક અને માર્કેટિંગ કેન્દ્રી સબળ અભિગમ ધરાવનારા પીઢ એફએમસીજી વ્યાવસાયિક શ્રી ચોગલે કન્ઝ્યુમર અને રીટેઇલ ક્ષેત્રમાં તેમની પોતાની બ્રાન્ડ એડવાઇઝરી અને સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ પ્રેક્ટિસ ચલાવી રહ્યાં છે, જેઓ એસએમઈ, મોટી ભારતીય કંપનીઓ અને એમએનસીમાં ક્લાયેન્ટ્સ (ગ્રાહકો) ધરાવે છે.

તેમની કન્સલ્ટિંગ પ્રેક્ટિસ પહેલાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતમાં 30 વર્ષ લાંબી વૈવિધ્યસભર અને સફળ માર્કેટિંગ કારકિર્દી ધરાવતા હતા. તેમણે જનરલ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર માર્કિંગમાં વરિષ્ઠ નેતૃત્વના પદો પર કામ કર્યું છે, જેમના સાથી-જૂથોમાં બે સૌથી શ્રેષ્ઠ કંપનીઓ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ તથા બ્રિટીશ અમેરિકનનો સમાવેશ થાય છે.

હાલમાં તેઓ રીટેઇલ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં તજજ્ઞતા ધરાવતા સલાહકાર અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, જેઓ નીલસન અને અન્ય સંગઠનો જેવા ક્લાયેન્ટ્સ (ગ્રાહકો) ધરાવે છે.

શ્રી નટરાજન શ્રીનિવાસન - સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી નટરાજન શ્રીનિવાસન

સ્વતંત્ર ડિરેક્ટર

61 વર્ષીય એન. શ્રીનિવાસન એ કૉમર્સ ગ્રેજ્યુએટ છે અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયાના સભ્ય છે. તેઓ ફાઇનાન્સ, લીગલ, પ્રોજેક્ટ્સ અને જનરલ મેનેજમેન્ટ સંબંધિત કાર્યોના ક્ષેત્રોમાં કૉર્પોરેટ કામગીરીનો 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

ભેલ (બીએચઇએલ)ની સાથે કારકિર્દી શરૂ કરવાની સાથે છેલ્લાં 15 વર્ષથી તેઓ ચેન્નઈ સ્થિત ઔદ્યોગિક સમૂહ મુરુગપ્પા ગ્રૂપ સાથે સંકળાયેલા છે, જ્યાં તેઓ મુરુગપ્પા કોર્પોરેટ બોર્ડના સભ્ય/ડિરેક્ટર, મુરુગપ્પા ગ્રૂપના ગ્રૂપ ફાઇનાન્સ ડિરેક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસના લીડ ડિરેક્ટર (એનબીએફસી અને જનરલ ઇન્શ્યોરેન્સ બિઝનેસ), ચોલા મંડલમ્ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિ.ના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જેવા વરિષ્ઠ પદો ધરાવતા હતા.

આ ઉપરાંત તેમણે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઑફ ઇન્ડિયા લિ., ચોલામંડલમ્ એમએસ જનરલ ઇન્શ્યોરેન્સ લિ. અને ટીઆઈ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ લિ.ના બૉર્ડમાં પણ સેવા પૂરી પાડી છે. તેઓ નવેમ્બર 2018માં સેવાનિવૃત્ત થયા હતા.

ભારત સરકારે તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લીઝિંગ ફાઇનાન્શિયલ સર્વિસિજ લિ.ના બૉર્ડમાં નિમ્યાં હતા અને તેમને અહીં નીચે જણાવવામાં આવેલ આઇએલએફએસ કંપનીઓના બૉર્ડમાં પણ સમાવવામાં આવ્યાં હતા, જેમ કે, આઇએલએફએસ ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિ., આઇએલએફએસ તામિલનાડુ પાવર કંપની લિ., તામિલનાડુ વૉટર ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ અને ન્યૂ તિરુપુર એરીયા ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.

આ સિવાય તેઓ ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના બૉર્ડમાં પણ એક સ્વતંત્ર ડિરેક્ટર છે.

સુશ્રી આર. એમ. વિશાખા - એમડી અને સીઇઓ

સુશ્રી આર. એમ. વિશાખા

એમડી અને સીઇઓ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના એમડી અને સીઇઓ આર. એમ. વિશાખા સ્ટાર્ટઅપ્સ, પુનર્ગઠન અને પુનર્રચના સહિતના પડકારજનક કામો પ્રત્યે પરિણામલક્ષી નેતૃત્વનો અભિગમ ધરાવવા માટે જાણીતા છે તથા તેઓ આ અગાઉ કંપની સાથે ચીફ બિઝનેસ ઑફિસર તરીકે સંકળાયેલા હતાં. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સાથે સંકળાતા પૂર્વે તેઓ કેનેરા, એચએસબીસી, ઓરિયેન્ટલ બેંક ઑફ કૉમર્સ, લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડમાં ડિરેક્ટર ઑફ સેલ્સ એન્ડ માર્કેટિંગ તરીકે જોડયેલા હતાં.

વિશાખા કાર્યાત્મક અને કંપનીના હેતુઓ વચ્ચે નિર્ણાયક સંતુલન જાળવવા તથા કર્મચારીઓ, મેનેજર, વિતરકોનું સંચાલન કરવા અને શૅરધારકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. કોઠાસૂઝથી કરવામાં આવતા અમલીકરણની મદદથી વ્યૂહાત્મક વિકાસ સાધવાની તેમની ક્ષમતાને પગલે તેમણે કારકિર્દીનું ઘડતર કરનારા અનેકવિધ સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રો તેમજ વિદેશી બેંકોમાં રીટેઇલ બેંકએશ્યોરેન્સનું પહેલવહેલું મોડલ લાવવાનો અને ગ્રૂપ ઇન્શ્યોરેન્સ બિઝનેસના નિર્માણ અને વિકાસનો શ્રેય તેમના ફાળે જાય છે.

ફોર્ચ્યુન મેગેઝિન, ફોર્બ્સ, બિઝનેસ વર્લ્ડ અને બિઝનેસ ટુડે જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનોએ વિશાખાનો સમાવેશ ઉદ્યોગજગતના સમકાલીનોમાં કર્યો છે. તેમણે ભારતીય વીમા ક્ષેત્રમાં ત્રણ દાયકા લાંબી કારકિર્દી મારફતે હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવવા માટે ભારતની પ્રતિષ્ઠિત વૈધાનિક સંસ્થા આઇસીએઆઈ (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા) દ્વારા તેમને સીએ બિઝનેસ લીડર - વિમેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

બીએફએસઆઈ બિરાદરીના પીઢ સભ્ય અને વિચારવંત અગ્રણી સુશ્રી વિશાખા આઇસીએઆઈના બહેરિન અને દોહા ચેપ્ટર તથા જર્મનીમાં આયોજિત થયેલી ગ્લોબલ ઇન્શ્યોરેન્સ ફૉરમ જેવી ઑગસ્ટ ફૉરમોમાં હજુ પણ ભાગ લઈ રહી છે. તેમના વિચારો અને કૉર્પોરેટ ફિલસૂફી વિચારકો અને અગ્રણીઓની નવી પેઢીને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા પર લક્ષિત છે, જેણે સાર્વજનિક રીતે અને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે.

સુશ્રી વિશાખા કૉમર્સ ગ્રેજ્યુએટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ ઇન્શ્યોરેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ફેલો છે અને કમ્પ્યૂટર સિસ્ટમ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે.