ગ્રૂપ પ્રોટેક્શન પ્લાન

યોગ્ય વિકલ્પ પસંદ કરો. મોટો તફાવત સર્જો!

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ દ્વારા પૂરાં પાડવામાં આવતાં કૉમ્પ્રિહેન્સિવ પ્રોટેક્શન કવરમાં રોકાણ કરીને આપના કર્મચારીઓ/ગ્રૂપના સભ્યો તેમજ તેમના પરિવારોનું રક્ષણ કરો.

રજૂ કરી રહ્યાં છીએ એવા ઉત્પાદનો જે આપના કર્મચારીઓ અને તેમના પ્રિયજનોની રક્ષા કરે છે.

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતા ગ્રૂપ પ્રોટેક્શન પ્લાનને શા માટે પસંદ કરવા જોઇએ?

 • લાભ પૂરાં પાડે છે

  કર્મચારી/સભ્યના અકાળે થતાં અવસાનના કિસ્સામાં વીમાકૃત વ્યક્તિના પરિવારને એકસામટી રકમનો લાભ પ્રાપ્ત થશે.

 • આપના હિતોની રક્ષા કરે છે

  આ પ્લાન વીમાકૃત કર્મચારી/સભ્યના અવસાનના કિસ્સામાં ડીફોલ્ટ સામે ધીરધાર સંસ્થાને સંરક્ષણ પૂરું પાડે છે.

 • કરબચતનો લાભ

  આવકવેરા સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, આપના દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમ અને મેળવવામાં આવેલા ફાયદાઓ પર કરબચતનો લાભ મેળવો

ધ્યાન પર લેવાના કેટલાક પરિબળો

 • .તમામ માટે વીમો

 • વીમા કંપનીના ટ્રેક રેકોર્ડ અંગે સંશોધન કરો

Know More

.તમામ માટે વીમો

ગ્રૂપ ઇન્શ્યોરેન્સ આપના તમામ સભ્યોને જીવનવીમા કવચ પૂરું પાડે છે અને આમ તેમની મૂળભૂત આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

વીમા કંપનીના ટ્રેક રેકોર્ડ અંગે સંશોધન કરો

ગ્રૂપ પ્રોડક્ટમાં રોકાણ કરતાં પહેલાં પૉલિસીના ફાયદાઓને તથા માર્કેટમાં ઉપલબ્ધ અન્ય વીમાકંપનીઓ સાથે જે-તે કંપનીના કાર્યદેખાવને ચકાસવો અને સરખાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)