આર. એમ. વિશાખા - એમડી અને સીઇઓ

આર. એમ. વિશાખા

એમડી અને સીઇઓ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના એમડી અને સીઇઓ આર. એમ. વિશાખા સ્ટાર્ટઅપ્સ, પુનર્ગઠન અને પુનર્રચના સહિતના પડકારજનક કામો પ્રત્યે પરિણામલક્ષી નેતૃત્વનો અભિગમ ધરાવવા માટે જાણીતા છે તથા તેઓ આ અગાઉ કંપની સાથે ચીફ બિઝનેસ ઑફિસર તરીકે સંકળાયેલા હતાં.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સાથે સંકળાતા પૂર્વે તેઓ કેનેરા, એચએસબીસી, ઓરિયેન્ટલ બેંક ઑફ કૉમર્સ, લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડમાં ડિરેક્ટર ઑફ સેલ્સ એન્ડ માર્કેટિંગ તરીકે જોડયેલા હતાં.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે સુશ્રી વિશાખા કાર્યાત્મક અને કંપનીના હેતુઓ વચ્ચે નિર્ણાયક સંતુલન જાળવવા તથા કર્મચારીઓ, મેનેજર, વિતરકોનું સંચાલન કરવા અને શૅરધારકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. કોઠાસૂઝથી કરવામાં આવતા અમલીકરણની મદદથી વ્યૂહાત્મક વિકાસ સાધવાની તેમની ક્ષમતાને પગલે તેમણે કારકિર્દીનું ઘડતર કરનારા અનેકવિધ સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રો તેમજ વિદેશી બેંકોમાં રીટેઇલ બેંકએશ્યોરેન્સનું પહેલવહેલું મોડલ લાવવાનો અને ગ્રૂપ ઇન્શ્યોરેન્સ બિઝનેસના નિર્માણ અને વિકાસનો શ્રેય તેમનાફાળે જાય છે.

ફોર્ચ્યુન મેગેઝિન, ફોર્બ્સ, બિઝનેસ વર્લ્ડ અને બિઝનેસ ટુડે જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનોએ સુશ્રી વિશાખાનો સમાવેશ ઉદ્યોગજગતના સમકાલીનોમાં કર્યો છે. તેમણે ભારતીય વીમા ક્ષેત્રમાં ત્રણ દાયકા લાંબી કારકિર્દી મારફતે હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવવા માટે ભારતની પ્રતિષ્ઠિત વૈધાનિક સંસ્થા આઇસીએઆઈ (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા) દ્વારા તેમને સીએ બિઝનેસ લીડર - વિમેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

બીએફએસઆઈ બિરાદરીના પીઢ સભ્ય અને વિચારવંત અગ્રણી સુશ્રી વિશાખા આઇસીએઆઈના બહેરિન અને દોહા ચેપ્ટર તથા જર્મનીમાં આયોજિત થયેલી ગ્લોબલ ઇન્શ્યોરેન્સ ફૉરમ જેવી ઑગસ્ટ ફૉરમોમાં હજુ પણ ભાગ લઈ રહ્યાં છે. તેમના વિચારો અને કૉર્પોરેટ ફિલસૂફી વિચારકો અને અગ્રણીઓની નવી પેઢીને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા પર લક્ષિત છે, જેણે સાર્વજનિક રીતે અને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે.

સુશ્રી વિશાખા કૉમર્સ ગ્રેજ્યુએટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ ઇન્શ્યોરેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ફેલૉ છે અને કમ્પ્યૂટર સિસ્ટમ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે.

ઋષભ ગાંધી - ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર

ઋષભ ગાંધી

ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર

એક એવા પરંપરાવાદી કે જેઓ રૂઢિઓ સામે પ્રશ્નો કરવામાં આનંદ અનુભવે છે તે ઋષભ ગાંધી ઇન્ડિયન બેંકિંગ અને વીમા ક્ષેત્રના અનુભવી છે.

ત્રણ વર્ષ સુધી કંપનીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગનુંસુકાન સંભાળ્યાં બાદ ઋષભ ગાંધી ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બન્યા હતા.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાતા પહેલાં તેઓ કેનેરા એચએસબીસી ઓબીસી લાઇફ ઇન્શ્યોરેન્સમાં ડિરેક્ટર - સેલ્સ હતા. શ્રી ઋષભએ અવિવા લાઇફ ઇન્શ્યોરેન્સ અને બિરલા સન લાઇફ ઇન્શ્યોરેન્સમાં પણ સેવા આપી છે. વીમાઉદ્યોગ અને તેના માર્કેટિંગની ગતિશીલતામાં ઊંડી સૂઝ ધરાવનાર શ્રી ઋષભએ સમગ્ર સંગઠનમાં શ્રેષ્ઠ કાર્યદેખાવ ધરાવતા પરિણામો પૂરાં પાડ્યાં છે. વેચાણ, વ્યવસાયના વિકાસ અને વિતરણની વ્યૂહરચનામાં તેમની કુશળતા તેમને, તેઓ જેટલી પણ બ્રાન્ડ સાથે સંકળાયેલા હતા તેના સફળ સેલ્સ મોડલની સ્થાપના કરવામાં નોંધપાત્ર યોગદાન આપવા તરફ દોરી ગઈ છે.

શ્રી ઋષભએ નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એનએમઆઇએમએસ)માંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

એ. કે. શ્રીધર - ડિરેક્ટર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર

એ. કે. શ્રીધર

ડિરેક્ટર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર

ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, મ્યચ્યુઅલ ફંડ્સ અને વીમાઉદ્યોગમાં બહોળો અનુભવ અને આંતરસૂઝ ધરાવતા નિપૂણ અનુભવી એ. કે. શ્રીધર ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને એએલએમના હેડ છે.

કંપનીમાં જોડાયા પહેલાં તેઓ સિંગાપુરની બહાર સ્થિત ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની યુટીઆઈ ઇન્ટરનેશનલ (સિંગાપુર) લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હતા. શ્રી શ્રીધરે 10 બિલિયન યુએસડીની એયુએમનું સંચાલન કરી યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર (સીઆઇઓ) તરીકે પણ સેવા આપી છે.

ભારતમાં તેમજ દક્ષિણ-પૂર્વ એશિયાના વિવિધ વ્યાવસાયિક ફૉરમ અને એકેડમિક વર્તુળોમાં નાણાકીય બજારો અંગેના પોતાના વિચારોની સક્રિય અભિવ્યક્તિ દ્વારા તેઓ ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સની આગામી પેઢી માટે એક વિચારવંત અગ્રણી તરીકે યોગદાન આપી રહ્યાં છે.

શ્રી શ્રીધર ફીઝિક્સમાં બેચલર્સની ડિગ્રી ધરાવે છે, તેમજ તેઓ માન્યતાપ્રાપ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. તેઓ એનએસઈ - આઇઆઇએસએલ ઇન્ડેક્સ પૉલિસી કમિટી તથા કેપિટલ માર્કેટ કમિટી ઑફ ધી ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ (આઇએમસી)ના સભ્ય પણ છે.

મોહિત રોચલાની - ડિરેક્ટર - આઇટી અને ઓપરેશન્સ

મોહિત રોચલાની

ડિરેક્ટર - આઇટી અને ઓપરેશન્સ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સના આઇટી અને ઓપરેશન્સના ડિરેક્ટર મોહિત રોચલાની કંપનીમાં સંચાલન સંબંધિત અનેકવિધ પાસાંઓ અને ડિજિટલ વિઘ્નોનું સુકાન સંભાળી રહ્યાં છે. કંપનીના સ્થાપક સભ્ય શ્રી મોહિતની બે દાયકા લાંબી વ્યાવસાયિક પ્રગતિ ધરાવતીકારકિર્દી કેટલીક ટોચની નાણાકીય સંસ્થાઓ ખાતે મુકામ કરી ચૂકી છે.

શ્રી મોહિતના નિયંત્રણ હેઠળ આવનારા ક્ષેત્રોમાં કંપનીની ગ્રાહકસેવા અને ઓપરેશન્સ યુનિટનું સંચાલન કરવાની સાથે વીમાના વ્યવસાયની સૌથી મહત્વ ગણાતી કામગીરીઓ પૈકીની એક એવી અંડરરાઇટિંગનો (જોખમનું મૂલ્યાંકન કરવું)સમાવેશ થાય છે. તેમના શિરે જનરેટ કરવામાં આવેલા બિઝનેસને જાળવી રાખવાની અને તેને સાતત્યપૂર્ણ રાખવાની જવાબદારી હોવાની સાથે તેઓ ગ્રાહકો અને વિતરકો સંબંધિત સંપૂર્ણ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યાં છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફની સંચાલન સંબંધિત પ્રક્રિયાને સ્થાપવાનો શ્રેય શ્રી મોહિતને ફાળે જાય છે અને ત્યારબાદ તેમણે આવકના ઉપાર્જનની અને બેંકએશ્યોરેન્સ ચેનલ મારફતે રીલેશનશિપ મેનજમેન્ટની ભૂમિકા સ્વીકારી હતી.

શ્રી મોહિત યુનિવર્સિટી ઑફ મુંબઈમાંથી માસ્ટર ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એમએમએસ) ઇન ફાઇનાન્સની ડિગ્રી તથા મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી બેચલર ઑફ ઇલેક્ટ્રોનિક્સ (બીઈ)ની ડિગ્રી ધરાવે છે.

કે. આર. વિશ્વનારાયણ - કંપની સેક્રેટરી અને હેડ - ગવર્નન્સ

કે. આર. વિશ્વનારાયણ

કંપની સેક્રેટરી અને હેડ - ગવર્નન્સ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના કંપની સેક્રેટરી અને હેડ - ગવર્નન્સ કે. આર. વિશ્વનારાયણ ફાઇનાન્સ, ટેક્સેશન, ફંડ એકાઉન્ટિંગ અને ઓપરેશન્સ, ભંડોળ ઊભું કરવું, વિલીનીકરણો અને અધિગ્રહણો, રોકાણકારને સહાયરૂપ થવું, ચિટનીસ અને અનુપાલન જેવા ક્ષેત્રોમાં વ્યાપક કુશળતા ધરાવે છે, જે કુશળતાને તેમણે કંપનીના વ્યૂહાત્મક રોડમેપને ઘડવામાં લગાવી દીધી છે. કંપનીની કાયદાકીય, ચિટનીસ, જોખમ, ઑડિટ અને અનુપાલન સંબંધિત કામગીરીઓ શ્રી વિશ્વનારાયણની જવાબદારીઓ હેઠળ આવે છે.

આ અગાઉ વિશ્વનારાયણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ડીએસપી મેરિલ લીન્ચ મ્યુચ્યુઅલ ફંડ અને બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડમાં ટોચના પદો ધરાવતા હતા. આ ઉપરાંત તેમણે જેપી મોર્ગન, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એલઆઇસી એચએફએલ સહિતની કંપની ખાતે ચોક્કસ ક્ષેત્ર સંબંધિત વેન્ચર ફંડ્સમાં પણ કામ કર્યું છે.

યુનિવર્સિટી ઑફ મુંબઈમાંથી કૉમર્સ ગ્રેજ્યુએટ થયેલા શ્રી વિશ્વનારાયણ એક માન્યતાપ્રાપ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે. અર્થતંત્રના વિકાસને આગળ વધારવા માટે મહત્વની ગણાતી નિપુણતાને વિકસાવવા પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કાઓમાં તેઓ મેરિલ લીન્ચ, પ્રિન્સટન અને જેપીમોર્ગન, ન્યૂ યોર્ક ખાતે વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત કરનારા જૂજ લોકો પૈકીના એક છે.

કેદાર પાતકી - ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર

કેદાર પાતકી

ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર

બે દાયકાથી વધુ લાંબી કારકિર્દી ધરાવતા કેદાર પાતકી વીમા ઉદ્યોગમાં જ્વલંત સિદ્ધિઓ ધરાવે છે. તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દીનો મોટાભાગનો હિસ્સો ભારતીય તેમજ વિદેશી માર્કેટોમાં ફાઇનાન્સ અને ઓપરેશન્સ જેવા ક્ષેત્રમાં વિતાવ્યો છે. તેઓ પ્લાનિંગ અને બજેટિંગ, વ્યૂહરચના તૈયાર કરવી, એકાઉન્ટિંગ, કર, મેનેજમેન્ટ, ઑફશોરિંગ અને વીમા જેવા વિષયોમાં સિદ્ધહસ્તતા ધરાવે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સમાં જોડાતા પહેલાં શ્રી કેદાર આઇડીબીઆઈ ફેડરલ લાઇફ ઇન્શ્યોરેન્સમાં સીએફઓ હતા તથા તેઓ ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યોરેન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરેન્સ, એક્ઝા, બજાજા આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરેન્સ અને એકઝો નોબલ ઇન્ડિયા જેવી અનેકવિધ કંપનીઓમાં સેવા આપી ચૂક્યાં છે, જ્યાં તેમણે મૂળભૂત નાણાકીય જવાબદારીઓ ઉપાડવાની સાથે-સાથે નિયામક રીપોર્ટિંગ, રોકાણકારો સાથેના સંબંધો તથા ઉદ્યોગજગતના સંગઠનો અને ફૉરમો સાથેના સંબંધોનું વ્યવસ્થાપન કર્યું હતું.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે શ્રી કેદારના શિરે એન્ડ-ટુ-એન્ડ ફાઇનાન્સ, પ્લાનિંગ અને બજેટિંગ, ટેક્સેશન અને સંગઠનોના રોકાણ સંબંધિત કામગીરી જેવી જવાબદારીઓ રહેલી છે.

તેઓ યુનિવર્સિટી ઑફ પૂણેમાંથી કૉમર્સ ગ્રેજ્યુએટ છે તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ)માંથી માન્યતાપ્રાપ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

સોનિયા નોતાની - ચીફ માર્કેટિંગ ઑફિસર

સોનિયા નોતાની

ચીફ માર્કેટિંગ ઑફિસર

ચીફ માર્કેટિંગ ઑફિસર સોનિયા નોતાની એ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના સ્થાપક સભ્ય છે, જેઓ બીએફએસઆઈ ક્ષેત્રમાં વ્યાપક તજજ્ઞતા ધરાવે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે તેમના એક દાયકા જેટલા કાર્યકાળમાં તેમણે અનેક કામગીરીઓ અને સ્તરોએ પૂર્ણ રીતે તૈયાર થયેલા પોર્ટફોલિયો સંભાળ્યાં છે. હાલમાં તેઓ કંપનીના માર્કેટિંગ, ઉત્પાદનો, ગ્રાહકોને પ્રાપ્ત થતાં અનુભવ, પીઆર, વ્યૂહાત્મક જોડાણ, ડાયરેક્ટ અને ડિજિટલ સેલ્સની કામગીરી સંભાળે છે.

તેમની કારકિર્દીનો પ્રારંભ આદિત્ય બિરલા ગ્રૂપ સાથે થયો હતો, જેના પછી તેમણે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સાથે જોડાતા પહેલાં સિટીબેંક, રિલાયન્સ અને કેપીએમજી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓને સેવા પૂરી પાડી હતી. ચીફ સ્ટ્રેટેજી ઑફિસર તરીકેની તેમની પ્રારંભિક પ્રોફાઇલમાં તેમણે ઉત્પાદનો, વ્યૂહરચના, વિશ્લેષણ, વ્યૂહાત્મક જોડાણ અને પીઆર જેવા પોર્ટફોલિયો સંભાળ્યાં હતાં.

હાલમાં જ સોનિયા નોતાનીએ અત્યંત પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન મેગેઝિનની ‘40 અંડર 40’ 2019ની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે વ્યવસાયજગતના સૌથી પ્રભાવશાળી યુવા લોકોને માન્યતા બક્ષે છે. વ્યવસાયજગતની સર્વોચ્ચ સંસ્થા એસોચેમએ પણ ‘વિમેન લીડર ઇન ઇન્શ્યોરેન્સ - સીએસઓ’ પુરસ્કાર વડે તેમણે ભારતીય જીવન વીમા ક્ષેત્રમાં આપેલા યોગદાનોને બિરદાવ્યાં છે. સુશ્રી સોનિયાએ એક મહત્વના જોખમ સામે સુરક્ષા પૂરી પાડનારા એક મહત્વના સાધન તરીકે જીવન વીમા અંગે જાગૃતિ પેદા કરવાની સાથે-સાથે સંવાદ-આધારિત ઇકોસિસ્ટમના ભાગ બનવા પેનલ ચર્ચાઓમાં ઉત્સાહપૂર્ણ ભાગ લેવા અને લેખો લખવા મારફતે તેમનું ‘સ્પષ્ટતાવાદી વલણ’ દાખવવાનું ચાલું રાખ્યું છે.

સેંટ ઝેવિયેર્સ કૉલેજ અને નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થિની સોનિયા અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક છે અને એમબીએની ડિગ્રી પણ ધરાવે છે.

પાઉલી દાસ - મુખ્ય અને નિમણૂક પામેલા એક્યૂએરી (વીમાનિષ્ણાત)

પાઉલી દાસ

મુખ્ય અને નિમણૂક પામેલા એક્યૂએરી (વીમાનિષ્ણાત)

પાઉલી એ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે નિમણૂક પામેલા એક્યૂએરી (વીમાનિષ્ણાત) છે. તેઓ વીમાના જોખમનું મૂલ્યાંકન કરવાની કામગીરી, નાણાકીય જોખમનું વિશ્લેષણ અને રીપોર્ટિંગ, નિયામકીય માળખું, અનુપાલનની આવશ્યકતાઓ અને નાણાકીય પ્રક્રિયાઓ અને કામગીરી અંગેની ઊંડી સમજણ, ભારત અને વિદેશમાં બેંકિંગ અને વીમા ક્ષેત્રોમાં રોકાણ અને વીમાના જોખમનું મૂલ્યાંકન કરવાની કામગીરીમાં તેમણે આપેલી સેવાની સિદ્ધહસ્તતાને દર્શાવે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાતા પૂર્વે તેઓ રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરેન્સ કું. લિ. ખાતે નિમણૂક પામેલા એક્યૂએરી (વીમાનિષ્ણાત) હતા. તેમણે એક્સાઇડ લાઇફ ખાતે મૂલ્યાંકન, વીમા જોખમના મૂલ્યાંકન અને રોકાણ એકમોની આગેવાની કરી છે તથા યુએસએમાં તેમના કાર્યકાળના ભાગરૂપે ડચીઝ બેંક અને ન્યૂ યોર્ક લાઇફ ઇન્ટરનેશનલ ખાતે પણ.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્ચૂઅરીઝ, ઇન્ડિયા પાસેથી અનેકવિધ સન્માન પ્રાપ્ત કરનારા પાઉલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્ચૂઅરીઝ, ઇન્ડિયાના ફેલૉ પણ છે તથા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ક્વૉન્ટિટેટિવ ઇકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે.

પ્રવીણ મેનન - ચીફ પીપલ ઑફિસર

પ્રવીણ મેનન

ચીફ પીપલ ઑફિસર

ચીફ પીપલ ઑફિસર પ્રવીણ મેનન ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે પ્રતીભાઓના સંચાલન, અનુગામીઓના આયોજન, પરિવર્તન અને કાર્યદેખાવનું આયોજન, તાલીમ અને વિકાસ, આંતરમાળખાં તથા વસૂલાત જેવી કામગીરીઓની જવાબદારી ધરાવે છે.

વર્ષ 2015માં જ્યારે તેઓ સંગઠનમાં જોડાયા ત્યારથી તેમના વ્યૂહાત્મક યોગદાને લોકોના સતત વિકસતા જતાં વ્યવહારોને સમાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.તેના મારફતે કૌશલ્યવર્ધન અને સાર્વત્રિક વિકાસ માટે સશક્ત અને કાર્યદેખાવ દ્વારા દોરવાયેલ ગ્રહણશીલ માહોલને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.

શ્રી પ્રવીણ તેમના ભૂતકાળના કાર્યકાળમાં એક્સિસ બેંક, એસી નીલસન, આઇડીબીઆઈ ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સ, સિટિબેંક અને એચએસબીસી જેવી સંસ્થાઓ સાથે કામ કરી ચૂક્યાં છે. આ સંગઠનોમાં વ્યાવસાયિક લક્ષ્યોને પૂરક બનવા માટેના તદ્દન ભિન્ન શ્રેષ્ઠ વ્યવહારો મારફતે કર્મચારીઓની કારકિર્દીની ઉત્ક્રાંતિને વેગ આપવાનો શ્રેય તેમના ફાળે જાય છે.

એક વિચારવંત અગ્રણી તરીકે શ્રી પ્રવીણ ભારતમાં પ્રતિષ્ઠિત ફૉરમો અને શિક્ષણસંસ્થાઓમાં જનસંચાલન પરના તથા વિકસતિ જતી આકાંક્ષી માંગોને અપનાવવા પરના તેમના દ્રષ્ટિકોણને સક્રિય રીતે રજૂ કરી રહ્યાં છે.

શ્રી પ્રવીણ,વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયેન્સિસના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તથા બિઝનેસ મેનેજમેન્ટ ડિગ્રી એમબીએ ઇન ફાઇનાન્સ અને એડવાન્સ્ડ હ્યુમન રીસોર્સિસમાં ડિગ્રી ધરાવે છે.

સુનંદા રૉય - કંટ્રી હેડ – બેંક ઑફ બરોડા

સુનંદા રૉય

કંટ્રી હેડ – બેંક ઑફ બરોડા

સુનંદા રૉય ઇન્ડિયાફર્સ્ટ લાઇફના બેંકએશ્યોરેન્સ સેલ્સના વડા છે, જેઓ એક સક્ષમ અને વધુ સારી અનુકૂલિત બેંકએશ્યોરેન્સ ચેનલ તૈયાર કરવાની જવાબદારી ધરાવે છે. આ પદ પર તેઓ ઇન્ડિયાફર્સ્ટ લાઇફની સહભાગી બેંકો (બેંક ઑફ બરોડા અને આંધ્રા બેંક)ની સમગ્ર ભારતમાં ફેલાયેલી શાખાઓ મારફતે વીમા વિતરણનું સુકાન સંભાળી રહ્યાં છે.

વ્યાપક વ્યૂહાત્મક અને વ્યાવસાયિક કુશળતા ધરાવતા મેનેજમેન્ટ વ્યાવસાયિક શ્રી સુનંદાએ મોદી ટેલસ્ટ્રા - એરટેલ, મેક્સ ન્યૂ યોર્ક લાઇફ, એચએસબીસી બેંક અને કેનેરા એચએસબીસી ઓબીસી લાઇફ ખાતે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન કેન્દ્રિત અમલીકરણ ધરાવતા દ્રષ્ટિકોણને પ્રદર્શિત કર્યું હતું. તેમણે સંગઠનની પ્રગતિનું સુકાન સ્ટાર્ટ-અપના તબક્કાથી માંડીને આવક, નફાકારકતા અને માર્કેટ શૅરમાં નોંધપાત્ર વિકાસ સાધવાના તબક્કા સુધી સંભાળ્યું છે.

શ્રી સુનંદા શ્રેણીમાં શ્રેષ્ઠ સેવા અને ડિજિટલાઇઝ કરવામાં આવેલો સેવા અનુભવ પૂરાં પાડવાના ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પ્રયાસની સાથે ભેગા મળીને વેચાણ અને વિતરણ, વ્યવસાયના વિકાસ, આવકમાં વધારો અને ચેનલ રીલેશનશિપનું નેતૃત્વ કરી રહ્યાં છે.

શ્રી સુનંદાએ સિંગાપુર સ્થિત એમેરિટસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જનરલ મેનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરી છે તથા યુનિવર્સિટી ઑફ કલકત્તામાંથી તેમણે બેચલર્સની ડિગ્રી મેળવી છે. તેઓ અમેરિકન એકેડમી ઑફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, સિંગાપુરમાંથી વેલ્થ મેનેજરનું પ્રમાણપત્ર અને ઇન્ડિયન સ્કુલ ઑફ બિઝનેસ, હૈદરાબાદમાંથી જનરલ મેનેજમેન્ટનું પ્રમાણપત્ર ધરાવે છે.

અંજના રાવ - ચીફ સ્ટ્રેટેજી ઓફિસર

અંજના રાવ

ચીફ સ્ટ્રેટેજી ઓફિસર

ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અંજના રાવ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે વ્યૂહાત્મક પહેલનું સુકાન સંભાળી રહ્યાં છે તથા કંપનીમાં સેન્ટર ઑફ એક્સીલેન્સનું સંચાલન કરી રહ્યાં છે. આ અગાઉ તેઓ સંગઠનમાં જ ચેન્જ મેનેજમેન્ટ વર્ટિકલનું નેતૃત્વ કરી રહ્યાં હતાં, પોતાની મૂલ્ય શ્રૃંખલાનું ડિજિટલાઇઝેશન કરવાના ઉદ્દેશ્યને પાર પાડવા કંપનીનું સંચાલન પણ તેમણે કર્યું છે, જેમાં અન્ય કેટલાક યોગદાનોની સાથે તેની એન્ડ-ટુ-એન્ડ વેચાણ પ્રક્રિયા ઓટોમેશનની કાયાપલટ કરવાનો તથા નવો વ્યવસાય અને અંડરરાઇટિંગની પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે.

લગભગ બે દાયકા જેટલી લાંબી કારકિર્દીમાં સુશ્રી અંજનાએ તેમના કૉર્પોરેટ જીવનનો એક મોટો હિસ્સો ભારતીય વીમા (જીવન અને જનરલ) ક્ષેત્રને સેવા પૂરી પાડવામાં ગાળ્યો છે. તેઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ચેન્જ મેનેજમેન્ટ તથા આઇટી અને પ્રોસેસનો લાભ ઉઠાવવા પર કેન્દ્રિત બિઝનેસ ટ્રાન્સફૉર્મેશન જેવી બાબતોમાં કુશળતા ધરાવે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાતા પહેલાં તેઓ અર્નેસ્ટ એન્ડ યંગ, ઓરેકલ ઇન્ડિયા, યુનિવર્સલ સોમ્પો, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરેન્સ અને આઇસીઆઇસીઆઈ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરેન્સ સાથે સંકળાયેલા હતાં, જ્યાં તેમણે સીએમએમઆઈ અમલીકરણ પ્રોજેક્ટનું સંચાલન કરવા ઉપરાંત આઇટી ટ્રાન્સફોર્મેશનના અનેક પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું હતું.

સુશ્રી અંજના યુનિવર્સિટી ઑફ રાયપુરમાંથી ગણિત મુખ્ય વિષય સાથે બેચલર ઑફ સાયેન્સની ડિગ્રી ધરાવે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ (પીએમપી) સુશ્રી અંજના, રાયપુર સ્થિત પંડિત રવિશંકર શુક્લા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થિની પણ છે, જ્યાંથી તેમણે તેમનું એમબીએ ઇન માર્કેટિંગ અને એચઆરનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

શુભાંકર સેનગુપ્તા - કંટ્રી હેડ – યુબીઆઈ, એજન્સી એન્ડ બિઝનેસ પાર્ટનરશીપ્સ

શુભાંકર સેનગુપ્તા

કંટ્રી હેડ – યુબીઆઈ, એજન્સી એન્ડ બિઝનેસ પાર્ટનરશીપ્સ

અલ્ટર્નેટ ચેનલના કન્ટ્રી હેડ શ્રી શુભાંકર સેનગુપ્તા પ્રાદેશિક ગ્રામીણ બેંકો, બ્રોકિંગ અને કૉર્પોરેટ એજન્સી, એજન્સી સાથેના જોડાણમાં ગ્રામ્ય અને માઇક્રો ચેનલ્સ અને ડાયરેક્ટ સેલ્સ ચેનલનો સમાવેશ કરતા ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પાર્ટનર્શિપ બિઝનેસની દેખરેખ રાખે છે. આમ, તેમની જવાબદારી વીમાના વ્યાપને કંપનીની મૂળ બેંકો, બેંક ઑફ બરોડા અને આંધ્રા બેંકથી આગળ વિસ્તારવાનો છે.

23 વર્ષની વ્યાવસાયિક કારકિર્દી ધરાવનારા આ ઘડાયેલા એક્ઝિક્યુટિવએ તેમની સેવાના 12 વર્ષ ભારતીય જીવન વીમાના ક્ષેત્રને સમર્પિત કર્યા છે. શ્રી શુભાંકરે અર્જિત કરેલ અનુભવ અને બહુમુખી વ્યવસ્યાયમાં પ્રાપ્ત કરેલી કદરદાની કેડબરી, એચએસબીસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને ટાટા એઆઇએ જેવા સંગઠનો સાથેના તેમના જોડાણનું પરિણામ છે.

વિતરણની નવી બિઝનેસ ચેનલની સ્થાપના અને સહયોગીઓ અને ભાગીદારોનું સૉર્સિંગનું નેતૃત્વ કરનારા શ્રી શુભાંકર વિવિધ સ્થળોએ અનુકૂળ આવે તેવી ચેનલોના મૂલ્યાંકન અને પસંદગીમાં તજજ્ઞતા ધરાવે છે.તેમને થર્ડ-પાર્ટી વિતરણ, આંતરિક ટીમો, બ્રોકિંગ, કૉર્પોરેટ એજન્સીઓ, ડાયરેક્ટ-સેલ્સની ટીમો, આરઆરબી અને એજન્સી સહિતની મલ્ટી-ચેનલોમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પદચિહ્નોને વિસ્તારવાની કામગીરી સોંપવામાં આવી છે. છેવાડાના માનવી સુધી જીવન વીમાને પહોંચાડવાના ઉદ્દેશ્યને પાર પાડવા તેઓ અનુકૂલિત કરેલા વિતરણ વિકલ્પોને શક્ય બનાવવા ગ્રામ્ય માર્કેટની ઊંડી સમજણ ધરાવે છે.

શ્રી શુભાંકર યુનિવર્સિટી ઑફ કલકત્તામાંથી કૉમર્સમાં બેચલર્સ ડિગ્રી ધરાવવા ઉપરાંત પશ્ચિમ બંગાળ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ વેલફેર એન્ડ બિઝનેસ મેનેજમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી પણ ધરાવે છે.