નમન ગુપ્તા - હેડ - બ્રાન્ચ ઓપ્સ., પર્સિસટેન્સી અને ફાઇનાન્શિયલ ઓપ્સ.

નમન ગુપ્તા

હેડ - બ્રાન્ચ ઓપ્સ., પર્સિસટેન્સી અને ફાઇનાન્શિયલ ઓપ્સ.

નમન ગુપ્તા હાલમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં બ્રાન્ચ ઓપ્સ, પર્સિસટેન્સી અને ફાઇનાન્શિયલ ઓપ્સ.ના હેડ છે.

તેઓ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના સ્થાપક સભ્ય છે અને કંપનીના ઓપરેશન્સ અને સર્વિસ વિભાગની સ્થાપના કરવામાં અને તેની કામગીરીઓને વ્યાખ્યાયિત કરવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાનું ઝુનૂન ધરાવતા શ્રી નમન કંપનીની દરેક કામગીરીમાં #CustomerFirst philosophyની નીતિને લાગુ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

શ્રી નમને ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં એક બિઝનેસ એનાલીસ્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારબાદ, તેમણે નવા બિઝનેસ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ શરૂ કર્યું હતું. તેમને કસ્ટમર સર્વિસ અને ચેનલ સર્વિસિઝના હેડ બનાવવામાં આવ્યાં હતા. આ સમયગાળા દરમિયાન કંપનીને પ્રતિષ્ઠિત ઇન્ડસ્ટ્રી ફૉરમો તરફથી માન્યતા પ્રાપ્ત થઈ તથા કંપનીને કસ્ટમર સર્વિસ પ્રોવાઇડર ઑફ ધી યર 2019, કસ્ટમર એક્સિલેન્સ ઇન ઇન્શ્યોરેન્સ સેક્ટર તથા બેસ્ટ યુઝ ઑફ ટેકનોલોજી ઇન એ કોન્ટેક્ટ સેન્ટર જેવા વિવિધ ખિતાબો પણ હાંસલ થયાં.

તેમના બહોળા અનુભવોમાં સ્ટોક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (SHCIL), ICICI પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની અને રિલાયન્સ રીટેઇલ લિ.માં આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. અહીં તેમણે અનેકવિધ શાખાઓને સફળતાપૂર્વક સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત, સમયાંતરે વિવિધ શાખાઓની કામગીરીને ખંતપૂર્વક સંભાળી પણ છે.

તેઓ એકંદર વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસની ખાતરી કરવા માટે તેમની ટીમના સભ્યોનું સશક્તિકરણ કરવામાં અને તેમને માર્ગદર્શન આપવામાં વિશ્વાસ ધરાવે છે. શ્રી નમન કૉમર્સ ગ્રેજ્યુએટ છે અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ, હૈદરાબાદમાંથી ફાઇનાન્સ અને માર્કેટિંગમાં સ્પેશિયલાઇઝેશન ધરાવવાની સાથે મેનેજમેન્ટ સ્ટડીઝમાં ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે.

અમેય પ્રમોદ પાટિલ - કન્ટ્રી હેડ - ક્રેડિટ લાઇફ અને એજન્સી

અમેય પ્રમોદ પાટિલ

કન્ટ્રી હેડ - ક્રેડિટ લાઇફ અને એજન્સી

અમેય પ્રમોદ પાટિલ એ ક્રેડિટ લાઇફ અને એજન્સીના કન્ટ્રી હેડ છે. વર્ષ 2009માં ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાવાના સમયથી જ સ્થાપક સભ્ય રહેલા શ્રી અમેય વેચાણના વિવિધ કાર્યક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં કાર્યસાધક રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના નેતૃત્વ હેઠળ, જીસીએલ ચેનલે સમગ્ર ભારતમાં વધારાના માર્કેટોમાં પ્રવેશ મેળવવા ઉપરાંત, 300%ની તીવ્ર વૃદ્ધિ પ્રાપ્ત કરી છે, જેના પરિણામે આ ચેનલ કંપની માટે સૌથી વધુ વીએનબી માર્જિન ધરાવતી ચેનલ બની ગઈ છે. વર્ષ 2021માં કન્ટ્રી હેડ બનતા પહેલાં તેઓ ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જીસીએલ ચેનલના નેશનલ હેડ હતા તથા તેના પણ પહેલાં તેઓ બેંકેશ્યોરન્સ વેસ્ટ ઝોન ચેનલના નેશનલ હેડ હતા.

આ ઇન્ડસ્ટ્રીમાં તેમણે અગાઉ મેળવેલા અનુભવોમાં રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરેન્સ અને આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરેન્સમાં તેમણે કરેલી કામગીરીનો સમાવેશ થાય છે.

એક પ્રભાવશાળી અગ્રણી તરીકે અમેય તેમની ટીમની પ્રત્યેક વ્યક્તિનું સશક્તિકરણ કરવામાં વિશ્વાસ ધરાવે છે. તે તેમને કામગીરીના કેન્દ્રમાં શ્રેષ્ઠ નિર્ણય લેનારી વ્યક્તિઓ માને છે.

અમેય ગોવા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિઝની ડિગ્રી, એલએલબી અને બેચલર ઑફ કૉમર્સની ડિગ્રી ધરાવે છે. વળી, તેમને કલ્ચરલ ચેમ્પિયન એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.

મુનિશ ભારદ્વાજ - કન્ટ્રી હેડ - રુરલ ચેનલ્સ અને ડાયરેક્ટ

મુનિશ ભારદ્વાજ

કન્ટ્રી હેડ - રુરલ ચેનલ્સ અને ડાયરેક્ટ

મુનિશ ભારદ્વાજ ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં રુરલ ચેનલ્સ અને ડાયરેક્ટના કન્ટ્રી હેડ છે. તેઓ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના આરઆરબી, વ્યૂહાત્મક જોડાણો, માઇક્રો અને ડાયરેક્ટની કામગીરીઓ સંભાળે છે અને તેમણે સમગ્ર ભારતના વિવિધ સ્થળોએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફની પ્રોડક્ટ્સની પહોંચને સફળતાપૂર્વક વિસ્તારી છે.

તેમને બહુવિધ ચેનલોમાં કંપનીની પહોંચને વધારવાની કામગીરી સોંપવામાં આવેલી છે અને બેંક ઑફ બરોડાની ખરાબ કાર્યદેખાવ કરતી શાખાઓમાં બિઝનેસના પર્ફોમન્સને સફળતાપૂર્વક સ્થાપિત કરવા અને વધારવાનો શ્રેય તેમને જાય છે. આથી વિશેષ, બેંકેશ્યોરેન્સ ચેનલના હેડ તરીકેના તેમના અગાઉના અનુભવને કારણે તેમના માટે દેશમાં દરેક જગ્યાએ ગ્રાહકો સુધી પહોંચવાનું શક્ય બન્યું છે. છેવાડાના માનવીને જીવન વીમો પ્રાપ્ત થાય તે હેતુને બર લાવવા માટે મુનિશ સતત પ્રયત્નશીલ છે.

ઇન્ડસ્ટ્રીના એક સફળ વ્યાવસાયિક મુનિશ, ફાર્મા ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે એચડીએફસી લાઇફ અને બજાજ આલિયાન્ઝ જેવી કંપનીઓમાં પણ કામ કરી ચૂક્યાં છે.

એક એમબીએ ગ્રેજ્યુએટ હોવા ઉપરાંત, મુનિશ યુનિવર્સિટી ઑફ રાજસ્થાનમાંથી ગણિતમાં બેચરલ ઑફ સાયેન્સની ડિગ્રી ધરાવે છે તથા તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયેન્ટિફિક રીસર્ચમાંથી કમ્પ્યૂટર સાયેન્સમાં ડિપ્લોમા પણ કરેલું છે. તેમણે વર્ષો સુધી વિવિધ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામો હાથ ધર્યા છે.

સમીર ગુપ્તા - ચીફ બિઝનેસ ઑફિસર

સમીર ગુપ્તા

ચીફ બિઝનેસ ઑફિસર

સમીર ગુપ્તા ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં ચીફ બિઝનેસ ઑફિસર છે. તેમની ભૂમિકામાં વેચાણ અને પ્રોડક્ટની વ્યૂહરચનાને અમલી બનાવવાનો સમાવેશ થાય છે, જે વ્યવસાયના મૂલ્યનું સર્જન કરવા પર અને નફાકારક વૃદ્ધિનું સંચાલન કરવા પર કેન્દ્રીત છે.

તેમની આ કામગીરીઓ ઉપરાંત, તેઓ મહત્વની વ્યાવસાયિક ભાગીદારીઓનું વ્યવસ્થાપન કરવાની તથા બેંકેશ્યોરન્સ અને વૈકલ્પિક ચેનલોમાં બિઝનેસના પૂર્વાનુમાનની ક્ષમતાની ખાતરી કરવા વેચાણના મજબૂત મોડલો વિકસાવવાની જવાબદારી પણ ધરાવે છે.

સ્થાપક સભ્યોમાંના એક તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાયા પછીથી તેમણે નફાકારક ભાગીદારીઓ કરવા અને તેને આગળ વધારવા ઉપરાંત વેચાણના કાર્યક્ષમ મેનેજમેન્ટ ટૂલ્સ વિકસાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

વીમાઉદ્યોગમાં તેઓ 23 વર્ષની વ્યાપક વ્યાવસાયિક કારકિર્દી ધરાવે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં જોડાયા પહેલાં તેઓ એચડીએફસી લાઇફ અને કેનેરા એચએસબીસી ઓબીસી લાઇફ ઇન્શ્યોરેન્સ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા હતા, જ્યાં તેમણે એજન્સી અને બેંકા ચેનલ્સ જેવા ક્ષેત્રોમાં સમૃદ્ધ અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

શ્રી સમીરે મોદીનગરમાં આવેલા સેન્ટર ફૉર મેનેજમેન્ટ ડેવલપમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કર્યું છે.

આશિષ વાલિયા - ચીફ માર્કેટિંગ ઑફિસર

આશિષ વાલિયા

ચીફ માર્કેટિંગ ઑફિસર

આશિષ વાલિયા ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ચીફ માર્કેટિંગ ઑફિસર છે. હાલમાં તેઓ કંપનીના માર્કેટિંગ, પીઆર, સોશિયલ મીડિયા, વેબસાઇટ, ગ્રાહકોના અનુભવ, ચેનલ માર્કેટિંગ અને ડિજિટલ વેચાણની કામગીરીઓ સંભાળે છે.

વર્ષ 2021માં સીએમઓ તરીકે નિમણૂક પામ્યાં પહેલાં શ્રી આશિષ ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં માર્કેટિંગ અને પીઆરના હેડ હતા, જેમાં તેમણે વિવિધ માધ્યમોમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફની બ્રાન્ડની ઉપસ્થિતિ વધારવાની વ્યૂહરચના ઘડવા અને આ વ્યૂહરચનાનું અમલીકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સક્ષમ પ્રવીણતાને કારણે ઇન્ડિયાફર્સ્ટ લાઇફને તેના નવીન અને પ્રભાવશાળી બ્રાન્ડ તથા માર્કેટિંગ કેમ્પેઇન માટે IAMAI, ACEF, બઝઇન કન્ટેન્ટ, સોશિયલ સમોસા જેવા વિવિધ પ્લેટફૉર્મ તરફથી માન્યતા પ્રાપ્ત થઈ શકી. આ ઉપરાંત કંપનીને એનડીટીવી પ્રાઇમ પ્રોફિટ પર ભારતની સૌથી પ્રશંસનીય બ્રાન્ડ 2019-20 તરીકેની માન્યતા પણ પ્રાપ્ત થઈ.

બે દાયકાથી પણ મોટી કારકિર્દી ધરાવતા શ્રી આશિષ AIMIA, આઈ-કોન્ટ્રાક્ટ, ટાટા ટેલિસર્વિસિઝ, અવિવા લાઇફ ઇન્શ્યોરેન્સ અને બિરલા સન લાઇફ ઇન્શ્યોરેન્સ જેવી કંપનીઓ માટે માર્કેટિંગની વ્યૂહરચના, લૉયાલ્ટી પ્રોગ્રામ અને વિતરણની વ્યૂહરચના ઘડવામાં કાર્યસાધક સાબિત થયાં છે.

એક અનુભવી ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ તરીકે તેમને ઇન્ડસ્ટ્રીની વિવિધ ફૉરમોનો હિસ્સો બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, નવી દિલ્હીમાંથી માર્કેટિંગ અને સિસ્ટમ્સમાં એમબીએની ડિગ્રી ધરાવે છે તથા S.I.E.S. મુંબઈમાંથી બેચલર ઑફ કૉમર્સની ડિગ્રી ધરાવે છે.