Overview

ઈ-વીમા સંબંધિત એફએક્યૂ (વારંવાર પૂછવામાં આવતાં પ્રશ્નો)

  • શું છે ઇઆઇએ ?

    શું છે ઇઆઇએ ?

    ઇઆઇએ એટલે ‘ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ’ (ઈ-વીમા ખાતું) અથવા ‘ઇલેક્ટ્રોનિક ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ’ (ઇલેક્ટ્રોનિક-વીમા ખાતું). જેમ શૅર, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી સિક્યુરિટીઓના પ્રમાણપત્રોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તૈયાર કરી વ્યક્તિના ડીમેટ ખાતામાં જમા કરાવી શકાય છે તેમ વ્યક્તિ પોતાની વીમા પૉલિસીઓને ઇલેક્ટ્રોનિક રીતે જાળવી શકે છે અને તેને વીમા રીપોઝિટરીઓમાં ખોલાવવામાં આવેલા પોતાના ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ (ઇઆઈએ)માં જમા કરાવી શકે છે.

  • મારે શા માટે ખોલાવવું જોઇએ ઇઆઇએ (ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ)?

    મારે શા માટે ખોલાવવું જોઇએ ઇઆઇએ (ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ)?

    આપે ઇઆઇએ ખોલાવવું જોઇએ કારણ કે, તે આપની વીમા પૉલિસીઓને ઇલેક્ટ્રોનિક રીતે સંગ્રહિત કરવાનો એક સરળ, સલામત અને પેપરલેસ માર્ગ છે. ઇઆઇએ હોવાનો લાભ એ છે કે, આપ જ્યારે પણ વીમા પૉલિસી ખરીદો છો ત્યારે દર વખતે આપે કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી આપને એક વિશિષ્ટ ઇઆઇએ ખાતા નંબર પૂરો પાડે છે, જેના હેઠળ જીવન, સ્વાસ્થ્ય, મોટર અને ગ્રૂપ વીમાકવચો સહિતની આપની તમામ પૉલિસીઓ સંગ્રહિત થઈ જશે.

  • ચાર્જિસ શું હોય છે ઇઆઇએ ખોલાવવાના?

    ચાર્જિસ શું હોય છે ઇઆઇએ ખોલાવવાના?

    ઇઆઇએ ખોલાવવું એ તદ્દન નિઃશૂલ્ક છે. આપે ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી સાથે સંકળાયેલ કોઇપણ વ્યક્તિને કંઇપણ ચૂકવવાનું રહેતું નથી.

  • શું એક વ્યક્તિ / પૉલિસીધારક એકથી વધુ ખોલાવી શકે ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ (ઈ-વીમા ખાતું) ?

    શું એક વ્યક્તિ / પૉલિસીધારક એકથી વધુ ખોલાવી શકે ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ (ઈ-વીમા ખાતું) ?

    ના. એક વ્યક્તિ / પૉલિસીધારક કોઈ એક વીમા રીપોઝિટરીમાં ફક્ત એક જ ઇઆઇએ ખોલાવી શકે. આપ અલગ-અલગ વીમા રીપોઝિટરીઓમાં એકથી વધુ ઇઆઈએ ખોલાવી શકો નહીં. એકવાર ઇઆઇએ ખોલાવ્યાં બાદ આપની વિગતોને કેન્દ્રિય રીતે તમામ આઇઆર (વીમા રીપોઝિટરીઓ)ને મોકલી આપવામાં આવે છે.

  • શું હોય છે ઇઆઇએ અરજીપત્રક?

    શું હોય છે ઇઆઇએ અરજીપત્રક?

    ઇઆઇએ અરજીપત્રક એટલે ઇન્શ્યોરેન્સ રીપોઝિટરીમાં ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટ ખોલાવવા માટે આપના, પૉલિસીધારક દ્વારા કરવામાં આવેલી અરજી. આ પ્રકારનું પત્રક (ફૉર્મ) વીમાકંપની કે કોઇપણ ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી પાસે ઉપલબ્ધ હોય છે.

  • એક ખોલાવવા માટેની મૂળભૂત આવશ્યકતાઓ કઈ છે ઇઆઇએ એકાઉન્ટ?

    એક ખોલાવવા માટેની મૂળભૂત આવશ્યકતાઓ કઈ છે ઇઆઇએ એકાઉન્ટ?

    આપે આપના ફોટો આઇડી, પાન / આધાર કાર્ડ અને સરનામાના પુરાવાની નકલોની સાથે ઇઆઇએ ફૉર્મને સંપૂર્ણપણે ભરીને વીમાકંપની અથવા તો ઇન્શ્યોરેન્સ રીપોઝિટરની શાખાએ જમા કરાવવાનું રહે છે.

  • તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધાં બાદ એક ઇઆઇએ ખાતું ખુલતાં કેટલાં દિવસ લાગે છે?

    તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધાં બાદ એક ઇઆઇએ ખાતું ખુલતાં કેટલાં દિવસ લાગે છે?

    આપનું ઇઆઇએ ખાતું 7 કાર્યદિવસની અંદર (મહત્તમ) ખુલી જશે અને આપને આપના નોંધણી પામેલા મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઇડી પર રીપોઝિટરી પાસેથી પુષ્ટીનો એસએમએસ અને ઈ-મેઇલ પ્રાપ્ત થઈ જશે. આ ઉપરાંત ઇઆઇએ બ્રોશર, લૉગઇન આઇડી અને પાસવર્ડ (જો ઓનલાઇન સેટ કરવામાં ન આવ્યો હોય તો) ધરાવતી વેલકમ કિટને આપના સંદેશાવ્યવહારના સરનામે કુરિયર મારફતે મોકલી આપવામાં આવશે. આપ આ વિગતોનો ઉપયોગ કરીને આપના ઈ-ઇન્શ્યોરેન્સ ખાતાને સક્રિય કરી શકો છો.

  • શું હું ઇઆઇએ ખાતું ખોલાવી શકું પૉલિસી વગર જ?

    શું હું ઇઆઇએ ખાતું ખોલાવી શકું પૉલિસી વગર જ?

    હા, આપ વીમા પૉલિસી વગર પણ ઇઆઇએ ખાતું ખોલાવી શકો છો.

  • કોણ હોય છે અધિકૃત પ્રતિનિધિ?

    કોણ હોય છે અધિકૃત પ્રતિનિધિ?

    અધિકૃત પ્રતિનિધિ એ ઇઆઇએ ખોલાવતી વખતે આપના (પૉલિસીધારક) દ્વારા નિમવામાં આવેલી વ્યક્તિ હોય છે. આ વ્યક્તિ આપના દુર્ભાગ્યપૂર્ણ નિધન કે અક્ષમતાના કિસ્સામાં આપના વતી ઇઆઇએ ખાતાનું સંચાલન કરશે. તેઓ મૃત્યુના માન્ય પુરાવાઓની સાથે આપના મૃત્યુ અંગે ઇન્શ્યોરેન્સ રીપોઝિટરીને જાણ કરશે અને જો કોઈ ક્લેઇમ હોય તો તેનું સમાધાન થઈ ગયા બાદ આપનું ખાતું બંધ કરવા માટે વિનંતી કરશે.

  • મને કેવી વિગતો જોવા મળે છે મારા ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટમાં ?

    મને કેવી વિગતો જોવા મળે છે મારા ઈ-ઇન્શ્યોરેન્સ એકાઉન્ટમાં ?

    ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી આપને એક વિશિષ્ટ ખાતા નંબર પૂરો પાડશે. તે આપની તમામ પ્રકારની પૉલિસીઓનો સમાવેશ કરશે, જેમ કે, જીવન, સ્વાસ્થ્ય, મોટર અને ગ્રૂપ વીમાકવચો. રીપોઝિટરી દ્વારા જાળવવામાં આવતાં ડેટામાં આપે ભૂતકાળમાં કરેલા ક્લેઇમ તથા આપના દ્વારા ઉલ્લેખિત લાભાર્થીઓ, મુખત્યારો અને નોમીનીઓના નામનો સમાવેશ થાય છે.

  • એકંદર લાભ શું થાય છે પૉલિસીધારક અને વીમાકંપનીને ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી ના?

    એકંદર લાભ શું થાય છે પૉલિસીધારક અને વીમાકંપનીને ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી ના?

    ઇઆઇએ ખાતું ખોલાવવું એ સૌથી લાભદાયી નિવડતું પગલું છે, જે કાર્યક્ષમતા અને વધુ સારી ગ્રાહકસેવા સુનિશ્ચિત કરે છે. આવી રીપોઝિટરી આપની તમામ પૉલિસીઓને એક જ ખાતા હેઠળ આવરી લેતી હોવાથી કોઈ પણ કટોકટીની સ્થિતિ સર્જાવાના કિસ્સામાં આપના નોમીની ખૂબ જ સરળતાથી આ તમામ પૉલિસી સુધી પહોંચી શકે છે. આ પ્રકારનું આંતરમાળખું અમલી હોવાથી વીમાકંપનીઓ ખૂબ જ સરળતાથી આપનું પ્રમાણીકરણ કરી શકે છે તેમજ આપની વીમાયોગ્યતાને ચકાસી શકે છે. આપ ખૂબ જ સરળતાથી અને ઝડપથી પૉલિસીને ઓનલાઇન ખરીદી શકો છો.