ઈ-વીમો એટલે શું?
ઈ-વીમો એ ઇન્શ્યોરેન્સ વીમા સંગ્રહમાં ખોલાવવામાં આવેલ ડીમેટ ખાતાને સમકક્ષ વીમો ગણાય છે. તે આપની તમામ વીમા પૉલિસીઓને ઇલેક્ટ્રોનિક / ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જાળવી રાખવાની ભરોસેમંદ સુવિધા પૂરી પાડે છે. તે એકમાત્ર એવું પ્લેટફૉર્મ છે, જેની મદદથી આપ અત્યંત સુવિધાજનક રીતે વીમા પૉલિસીમાં ફેરાફાર કરી શકો છો. આપે ફક્ત એક ઈ-વીમા ખાતું ખોલાવવાનું રહે છે અને આ ખાતામાં આપની વીમા પૉલિસીઓને ટૅગ કરવાની રહે છે.
ઈ-વીમા ખાતું ફ્રી છે, તેને ખોલાવવું અને તેનું સંચાલન કરવું તદ્દન સરળ છે, તે ખૂબ જ સલામત અને ઓનલાઇન ઉપલબ્ધ છે. આપ તમામ વીમા કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી આપની તમામ જીવન વીમા પૉલિસીઓનું સંચાલન એક જ ઈ-વીમા ખાતા હેઠળ કરી શકો છો. તેના બદલામાં તે આપને રીયલ-ટાઇમમાં આપના વીમા પોર્ટફોલિયોને ટ્રેક કરવામાં અને જાળવવામાં મદદરૂપ થાય છે.
આપ ઈ-વીમા ખાતાની મદદથી દરેક ખરીદી માટે કેવાયસીના માપદંડો (જેમ કે, સરનામા અને ઓળખના પુરાવા)નું પાલન કરી શકો છો.
ઈ-વીમા ખાતાના લાભ શું છે?
- સલામતીઃ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ પૉલિસી સલામત કસ્ટડીમાં હોય તે સુનિશ્ચિત કરે છે, કારણે કે, ઈ-વીમા ખાતા સાથે કોઈ જોખમ કે નુકસાન સંકળાયેલું નથી.
- સુગમતાઃ તમામ વીમા પૉલિસીઓને એક જ ઈ-વીમા ખાતા હેઠળ ઇલેક્ટ્રોનિક રીતે ફાઇલ કરી શકાય છે. વીમા રીપોઝિટરી (વીમા સંગ્રહ)ના ઓનલાઇન પોર્ટલ પર લૉગઇન કરીને કોઇપણ સમયે વીમા પૉલિસીની નકલને ડાઉનલૉડ કરી શકાય છે તેમજ પૉલિસીની કોઇપણ વિગતોને કોઇપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે.
- સિંગલ પોઇન્ટ ઑફ સર્વિસઃ એક જ વિનંતી અલગ-અલગ વીમા કંપની દ્વારા જારી કરવામાં આવેલી પૉલિસીઓની આવશ્યકતાઓ પૂરી કરી શકે છે. આ પ્રકારની સેવા સંબંધિત વિનંતીને કોઇપણ ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી (વીમા સંગ્રહ)ના સેવા કેન્દ્રો ખાતે સોંપી શકાય છે. ઉદાહરણ તરીકે, ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી (વીમા સંગ્રહ)ને સરનામું બદલવા માટે કરવામાં આવેલી એક જ વિનંતી એકથી વધુ વીમા કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી પૉલિસીઓને અપડેટ કરી શકે છે. આપે આ પ્રકારની સેવા વિનંતી માટે દરેક વીમા કંપનીના કાર્યાલયોની વ્યક્તગિત રીતે મુલાકાત લેવાની જરૂર રહેતી નથી.
- સમય બચાવે છે અને પર્યાવરણને અનુરૂપ છેઃ આપ જ્યારે પણ નવી પૉલિસી લો ત્યારે દર વખતે કેવાયસીની વિગતો સોંપવાની રહેતી નથી. આપના તમામ ટ્રાન્ઝેક્શન પેપરલેસ હોવાથી આપ પર્યાવરણની જાળવણીમાં પણ યોગદાન આપો છો.
- ખાતાનું સ્ટેટમેન્ટઃ ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી (વીમા સંગ્રહ) વર્ષમાં ઓછામાં ઓછી એકવાર આપની તમામ પૉલિસીઓની વિગતો ધરાવતું ખાતાનું સ્ટેટમેન્ટ મોકલશે.
- સિંગલ વ્યૂઃ ઈ-વીમા ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં અધિકૃત વ્યક્તિને તમામ પૉલિસી એક જ દ્રશ્યમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.