ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પાસેથી વીમા પૉલિસી લેવા માટે અરજી કરવા માંગતા નવા ગ્રાહકો ઇઆઇએ (ઈ-વીમા ખાતું) ખોલાવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેની પ્રક્રિયા નીચે મુજબ છેઃ

ઑફલાઇન (સહાયરૂપ થઈને કરવામાં આવતું વેચાણ)

પૉલિસીને ખરીદતી વખતે આપ જ્યારે વીમા પ્રસ્તાવનું પત્રક ભરી રહ્યાં હો ત્યારે ઇઆઇએ ખોલવાનો વિકલ્પ પસંદ કરો. આપે અહીં નીચે જણાવેલમાંથી કોઈ એક રીપોઝિટરી (વીમા સંગ્રહ)પસંદ કરવાની રહેશે.

 1. એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિ.
 2. સીઆઇઆરએલ સેન્ટ્રલ ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી લિ.
 3. કર્વી ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી લિ.
 4. સીએએમએસ રીપોઝિટરી એન્ડ સર્વિસિઝ લિ.

ઑનલાઇન

પૉલિસીને ઑનલાઇન ખરીદતી વખતે આપ જ્યારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફની વેબસાઇટ પર વીમા પ્રસ્તાવનું પત્રક ભરી રહ્યાં હો ત્યારે ઇઆઇએ ખોલવાનો વિકલ્પ પસંદ કરો. આપે અહીં નીચે જણાવેલમાંથી કોઈ એક રીપોઝિટરી પસંદ કરવાની રહેશે.

 1. એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિ.
 2. સીઆઇઆરએલ સેન્ટ્રલ ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી લિ.
 3. કર્વી ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી લિ.
 4. સીએએમએસ રીપોઝિટરી એન્ડ સર્વિસિઝ લિ.

ઇઆઇએ ખોલવા માટે આપનો પાન નંબર અથવા તો આપનો આધાર કાર્ડ નંબર, માન્ય ઈ-મેઇલ આઇડી અને સંપર્ક નંબર પૂરાં પાડવા ફરજિયાત છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આપની વિગતો અને દસ્તાવેજોને સંબંધિત રીપોઝિટરીને મોકલી આપશે. બદલામાં, રીપોઝિટરી ઇઆઇએ ખોલશે અને આપનો ઇઆઇએ નંબર, લૉગઇન આઇડી અને પાસવર્ડ ઈ-મેઇલ અને એસએમએસ મારફતે આપના નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર પર આપને મોકલી આપશે. આ રીપોઝિટરી આપના ઇઆઇએ નંબરને ઇન્ડિયાફર્સ્ટ લાઇફને પણ મોકલશે, જેથી કરીને આપના રેકોર્ડને અપડેટ કરી શકાય. પૉલિસી ઇશ્યૂ થયાં બાદ તે આપના ઇઆઇએમાં ઈ-ક્રેડિટ થઈ જશે.

આપની પાસે જો પહેલેથી જ ઇઆઇએ ખાતું હોય તો, પ્રસ્તાવનું પત્રક ભરતી વખતે કૃપા કરીને આપનો ઇઆઇએ ખાતા નંબર અને રીપોઝિટરીના નામનો ઉલ્લેખ કરો. રીપોઝિટરીમાંથી પ્રમાણીકરણ અને પુષ્ટી પ્રાપ્ત થઈ ગયા બાદ આપની પૉલિસીને આપના ઇઆઇએ ખાતા સાથે જોડી દેવામાં આવશે.

આપ જો પહેલેથી જ પૉલિસીધારક હો અને આપ ઇઆઇએ ખાતું ખોલાવવા માંગતા હો તો, આપ અહીં નીચે જણાવેલા સ્ટેપ્સનું અનુસરણ કરીને આમ કરી શકો છોઃ

ટપાલ/કુરિયર

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આપની વિગતો અને દસ્તાવેજોને સંબંધિત રીપોઝિટરીને મોકલી આપશે. બદલામાં, રીપોઝિટરી ઇઆઇએ ખોલશે. આપનો ઇઆઇએ નંબર, લૉગઇન આઇડી અને પાસવર્ડ આપના નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર પર મોકલી આપવામાં આવશે. આ રીપોઝિટરી આપના ઇઆઇએ નંબરને ઇન્ડિયાફર્સ્ટ લાઇફને પણ મોકલશે, જેથી કરીને આપના રેકોર્ડને અપડેટ કરી શકાય. પૉલિસી ઇશ્યૂ થયાં બાદ તે આપના ઇઆઇએમાં ઈ-ક્રેડિટ થઈ જશે.

રૂબરૂમાં

 • ઇઆઇએ ખાતું ખોલાવવા માટે આપની નજીકમાં આવેલી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની શાખા ખાતે પધારો અથવા તો અહીં નીચે જણાવેલ રીપોઝિટરીની શાખાના કાર્યાલયની મુલાકાત લોઃ
 • ઇઆઇએ અરજીપત્રક મેળવવા માટેની વિનંતી.
 • ઇઆઇએ અરજીપત્રકને સંપૂર્ણપણે ભરો અને તેની પર સહી કરો.
 • તેને આપના પાન / આધાર કાર્ડ, સરનામાના પુરાવા (સરનામાના માન્ય પુરાવા માટે અનુલગ્નકનો સંદર્ભ લો)ની નકલો તથા પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટાની સાથે જમા કરાવો. ફોટાની સાઇઝઃ 35 X 45 મિમી (3.5 X 4.5 સેમી).
 • કૃપા કરીને આ દસ્તાવેજોને અહીં નીચે જણાવેલ અમારી કૉર્પોરેટ ઑફિસ ખાતે મોકલી આપોઃ
   

  સીએફઆર સપોર્ટ ટીમ,
  12મો અને 13મો માળ, નોર્થ [સી]વિંગ,
  ટાવર 4, નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,
  પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે, ગોરેગાંવ (પૂર્વ),
  મુંબઈ - 400063.

ઑનલાઇન - રીપોઝિટરીઓ મારફતે

ઇઆઇએ ખાતું ખોલાવવાની અરજી કરવા માટે આપ અહીં નીચે જણાવેલ રીપોઝિટરીમાંથી કોઇની પણ વેબસાઇટની મુલાકાત લઈ શકો છોઃ

 1. એનએસડીએલ ડેટાબેઝ મેનેજમેન્ટ લિ.
 2. સીઆઇઆરએલ સેન્ટ્રલ ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી લિ..
 3. કર્વી ઇન્શ્યોરેન્સ રીપોઝિટરી લિ..
 4. સીએએમએસ રીપોઝિટરી એન્ડ સર્વિસિઝ લિ.

ઇઆઇએ ખાતું ખોલાવવા માટે સરનામાના સ્વીકાર્ય પુરાવા માટેનું અનુલગ્નક.

આપ નીચેનામાંથી કોઇપણ દસ્તાવેજ જમા કરાવી શકો છો.

 • રેશન કાર્ડ
 • પાસપોર્ટ
 • આધાર કાર્ડ
 • મતદાર ઓળખ પત્રક
 • ડ્રાઇવિંગ લાઇસેન્સ
 • રાષ્ટ્રીયકૃત બેંકની પાસબૂકનું સ્ટેટમેન્ટ (6 મહિનાથી વધુ જૂનું નહીં)
 • પ્રમાણિત નકલો
  • વીજળીના બિલની પ્રમાણિત નકલો (6 મહિનાથી વધુ જૂની નહીં)
  • ઘરના ટેલિફોનનું બિલ (6 મહિનાથી વધુ જૂનું નહીં)
  • નોંધણી પામેલ ભાડાકરાર અને લાઇસેન્સ કરાર