ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ એડિશનલ બેનીફિટ રાઇડર
આપના વીમાકવચને વધારો, આપના પરિવારની સુરક્ષામાં વધારો કરો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ એડિશનલ બેનીફિટ રાઇડર પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ગ્રૂપ રાઇડર છે, જે એક વર્ષના રીન્યૂ થઈ શકતા ગ્રૂપ અને અન્ય લાંબાગાળાના ગ્રૂપ ઉત્પાદનો સાથે જોડાયેલ હોઈ શકે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ એડિશનલ બેનીફિટ રાઇડર ખરીદવા માટેના કારણો
લાભના 2 વિકલ્પોમાંથી પસંદ કરવાની સ્થિતિસ્થાપકતા
1. જીવનસાથીનું વીમાકવચ
2. ટર્મ રાઇડરપરવડે તેવી કિંમતે આપના વીમાકવચને વધારો
પસંદ કરવામાં આવેલા વિકલ્પના આધારે મૃત્યુ સામે સભ્યની/ સભ્ય અને જીવનસાથીની આર્થિક સુરક્ષા
પાત્રતાના માપદંડ શું છે?
પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે
પ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા એક વર્ષના રીન્યૂઅલ ગ્રૂપ માટે 64 વર્ષ તથા જીવનસાથીના વીમાકવચના વિકલ્પ હેઠળ એકથી વધુ વર્ષ માટે 58 વર્ષ છે
પ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા ટર્મ રાઇડરના વિકલ્પ હેઠળ એક વર્ષના રીન્યૂએબલ ગ્રૂપ માટે 64 વર્ષ છે
પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા હંમેશા બેઝ પ્લાનથી ઓછી અથવા તેને સમાન હશે.
લઘુત્તમ વીમાકૃત રકમ બેઝ પૉલિસી અથવા રૂ. 5000, બેમાંથી જે ઓછું હશે તે રહેશે.
મહત્તમ વીમાકૃત રકમ ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ ટર્મ લાઇફ પ્લાન સાથે જોડાયેલ રાઇડરમાં રૂ. 1 કરોડ તથા જીવનસાથીના વીમાકવચના વિકલ્પ હેઠળ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ ક્રેડિટ લાઇફ પ્લસ પ્લાન સાથે જોડાયેલ રાઇડરમાં રૂ. 2 કરોડ છે.
ટર્મ રાઇડર વિકલ્પ હેઠળ મહત્તમ વીમાકૃત રકમ બૉર્ડ દ્વારા માન્ય કરવામાં આવેલ અંડરરાઇટિંગ પૉલિસીને આધિન બેઝ લાઇફ કવર છે.
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.