ઇન્ડિયાફર્સ્ટ એમ્પ્લોઈ બેનીફિટ પ્લાન
આપને જીવનનો કોયડો ઉકેલવામાં મદદરૂપ થાય છે ઉજ્જવળ અને ખુશાલ ભાવિના સર્જન માટે

ઇન્ડિયાફર્સ્ટ એમ્પ્લોઈ બેનીફિટ પ્લાન ગ્રેટ્યૂઇટી અને રજાના ભોગવટા જેવી આપના કર્મચારીઓ પ્રત્યેની દેણદારીઓ માટે અલગ રાખેલા નાણાંને માર્કેટ સાથે જોડાયેલા રોકાણોમાં રોકવામાં આપને મદદ કરે છે. તે આપના કર્મચારીઓના પરિવારોનું જીવનની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ કરી તમામ કર્મચારીઓ માટે જીવનવીમા કવચ પૂરું પાડે છે.
ખરીદવાના કારણો ઇન્ડિયાફર્સ્ટ એમ્પ્લોઈ બેનીફિટ્સ પ્લાન
ગ્રેટ્યૂઇટી અને રજાના ભોગવટા જેવી આપના કર્મચારીઓ પ્રત્યેની આપની ભવિષ્યની દેણદારીઓનું વ્યવસ્થાપન એક પારદર્શક અને પૈસા વસૂલ પ્લાન મારફતે કરો
આ પ્લાન આપના કર્મચારીઓના પરિવારોનું જીવનની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ કરી તમામને રૂ. 1,000નું એકસમાન જીવનવીમા કવચ પૂરું પાડે છે.
સંપત્તિના વર્ગોમાં રહેલા ચાર ફંડોમાંથી કોઇને પસંદ કરીને આપના રોકાણના વળતરનું અનુકૂલન કરો.
આપનું યોગદાન કપાતપાત્ર વ્યાવસાયિક ખર્ચ છે.
કલમ 10 (10) હેઠળ સભ્યો માટે ગ્રેટ્યૂઇટીના લાભ રૂ. 20,00,000 સુધી કરમુક્ત છે.
ગ્રૂપ ઇન્શ્યોરેન્સ હેઠળ પ્રાપ્ત થતાં મૃત્યુ સંબંધિત લાભ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 10 (10ડી) હેઠળ કરમુક્ત છે.
કયા છે પાત્રતાના માપદંડો?
પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 70 વર્ષ છે.
સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવાની કોઈ લઘુત્તમ વયમર્યાદા નથી, જ્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવાની મહત્તમ વયમર્યાદા 71 વર્ષ છે.
આવરી શકાય તેવા ગ્રૂપનું લઘુત્તમ કદ 50 સભ્ય છે (મંજૂરીપ્રાપ્ત ગ્રેટ્યૂઇટી સ્કીમના કિસ્સામાં તે 10 સભ્ય છે). ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
લઘુત્તમ વાર્ષિક યોગદાન (પ્રારંભિક) રૂ. 50,000 હોવું જોઇએ. લઘુત્તમ વાર્ષિક યોગદાન, મહત્તમ યોગદાન અથવા ફંડના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.