ઇન્ડિયાફર્સ્ટ ન્યૂ કૉર્પોરેટ બેનીફિટ પ્લાન
પાયાની બાબતોથી આગળ વધી, તેમને ખરેખર લાભ આપવો

ન્યૂ કૉર્પોરેટ બેનીફિટ પ્લાનની મદદથી આપ ગ્રેટ્યૂઇટી ઉપરાંત રજાઓના ભોગવટા જેવા આપના સભ્યોના નિવૃત્તિના લાભ માટે અલગ તારવેલા આપના નાણાંનું રોકાણ કરી શકો છો.જેથી તેમને તેમના ચૂકવવાપાત્ર લાભ મળી શકે જ્યારે આપ ખાતરીપૂર્વકના વળતરની સાથે આપના મોટાભાગના નાણાં રળો છો.
ખરીદવાના કારણો ઇન્ડિયાફર્સ્ટ ન્યૂ કૉર્પોરેટ બેનીફિટ પ્લાન
પ્રયેક યોજના માટે અલગ પ્લાન - ગ્રેટ્યૂઇટી, રજાઓનો ભોગવટો વગેરે.
આપના રોકાણ પર ઓછામાં ઓછું વાર્ષિક 0.5%નું બાંયધરીપૂર્વકનું વળતર મેળવો.
પારદર્શક અને પૈસા વસૂલ પ્લાન મારફતે આપના સભ્યની જવાબદારીઓનું વ્યવસ્થાપન કરો
ગ્રેટ્યૂઇટી અને રજાના ભોગવટા પર જામીનગીરી અને સ્થિરતા પૂરાં પાડીને ખૂબ જ સરળતાથી વળતર કમાઓ
કંપનીના કાર્યદેખાવ પર આધાર રાખી દર વર્ષે જાહેર કરવામાં આવતું વધારાનું વળતર અને બૉનસ
મૃત્યુ થવા પર મળતાં લાભ (ગ્રૂપ વીમા હેઠળ) કલમ 10 (10ડી) હેઠળ કરમુક્ત છે, પરંતુ શરત એ છે કે છૂટ મેળવવા માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હોય
કલમ 10 (10) હેઠળ સભ્યો માટે ગ્રેટ્યૂઇટીના લાભ રૂ. 20,00,000 સુધી કરમુક્ત છે.
નિવૃત્તિ, રાજીનામા કે નોકરી વહેલી છોડી દેવા પર સભ્યને ઉપાર્જિત થયેલો રજાના ભોગવટાનો લાભ આપવામાં આવે છે (પૉલિસી મુજબ)
કયા છે પાત્રતાના માપદંડો?
પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 70 વર્ષ છે
સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવાની કોઈ લઘુત્તમ વયમર્યાદા નથી, જ્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવાની મહત્તમ વયમર્યાદા 71 વર્ષ છે
ગ્રૂપનું લઘુત્તમ કદ 50 સભ્ય છે (મંજૂરીપ્રાપ્ત ગ્રેટ્યૂઇટીના કિસ્સામાં તે 10 સભ્ય છે)
ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી
લઘુત્તમ વાર્ષિક યોગદાન રૂ. 50,000 હોવું જોઇએ અને મહત્તમ વાર્ષિક યોગદાન પર કોઈ મર્યાદા નથી
ફંડના કદની કોઈ મર્યાદા નથી
આ પ્લાન પ્રતિ વર્ષ સભ્ય દિઠ રૂ. 1ના જીવન વીમા પ્રીમિયમની સાથે ગ્રેટ્યૂઇટી અને રજાના ભોગવટા હેઠળ મૃત્યુ થવા પર મળતા લાભ તરીકે રૂ. 1000નું જીવનવીમા કવચ ધરાવે છે
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.