ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ સુપરએન્યુએશન પેન્શન પ્લાન
આપને આગલું પગલું લેવામાં થાય સહાયક. યોગ્યતા ધરાવતા લોકોને મનની શાંતિ આપે

ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ સુપરએન્યુએશન પ્લાન આપના સભ્યની નોકરી ચાલુ હોય તે દરમિયાન પેન્શન જેવા નિવૃત્તિ સંબંધિત લાભ માટે અલગ તારવેલા નાણાંનું રોકાણ કરવામાં મદદરૂપ થાય છે. આ રકમને આપના સભ્યની નિવૃત્તિ વખતે અથવા તો નોકરીમાંથી વહેલા મુક્ત થઈ જવાના કે મૃત્યુ થવાના કિસ્સામાં ચૂકવવામાં આવે છે.
ખરીદવા માટેના કારણો ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ સુપરએન્યુએશન પ્લાન
આપના રોકાણ પર ઓછામાં ઓછું વાર્ષિક 0.5%નું બાંયધરીપૂર્વકનું વળતર મેળવો.
કંપનીના કાર્યદેખાવ પર આધાર રાખી નાણાકીય વર્ષના અંતે બૉનસના સ્વરૂપે બાંયધરીપૂર્વકના લઘુત્તમ વળતરથી પણ વધુ કોઈ વધારાનું વળતર જાહેર કરવામાં આવશે.
આપ આપના સભ્ય વતી યોગદાનની સમગ્ર રકમ ચૂકવી શકો છો અથવા તો, આપ અને આપના સભ્ય બંને ભેગા મળીને તેની ચૂકવણી કરી શકો છો.
આપનું યોગદાન ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 36 (1) (IV) હેઠળ કપાતપાત્ર વ્યાવસાયિક ખર્ચ છે.
વધુમાં, પેન્શન ફંડ વતી આપને પ્રાપ્ત થયેલી કોઇપણ આવકને ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 10 (25) (iii)હેઠળ કરમાંથી મુક્તિ અપાય છે.
સભ્ય દ્વારા સુપરએન્યુએશન માટે આપવામાં આવેલ કોઇપણ યોગદાન ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80 (સી) હેઠળ કપાત માટે હકદાર ગણાશે.
શું છે પાત્રતાના માપદંડો?
પ્રવેશ વખતે લઘુત્તમ અને મહત્તમ વયમર્યાદા અનુક્રમે 18 વર્ષ અને 70 વર્ષ છે.
સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવા માટે કોઈ લઘુત્તમ વયમર્યાદા લાગુ નથી. સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવા માટે મહત્તમ વયમર્યાદા 71 વર્ષ છે.
આવરી શકાય તેવા ગ્રૂપનું લઘુત્તમ કદ 10 છે. તો ગ્રૂપના મહત્તમ કદની કોઈ મર્યાદા નથી.
વાર્ષિક લઘુત્તમ યોગદાન (પ્રારંભિક) રૂ. 50,000/- હોવું જોઇએ. મહત્તમ યોગદાન કે ફંડના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.