ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુએલ સુપરએન્યુએશન પ્લાન
સુપરએન્યુએશન પેન્શન પ્લાન આપના કર્મચારીઓની નાણાકીય સ્વતંત્રતાની ખાતરી કરે છે, તેમની નિવૃત્તિ પછી પણ. કર્મચારીઓ જ સાચા અર્થમાં સંસ્થાનું ઘડતર કરે છે, તેઓ જ દરેક ઉદ્યમના મન અને આત્મા છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુએલ સુપરએન્યુએશન પ્લાનની મદદથી નિયોક્તાઓ તેમના કર્મચારીઓ પ્રત્યેની તેમની જવાબદારીઓ પૂરી કરી શકે છે અને તેઓ જેના માટે પાત્ર છે, તેવા નિવૃત્તિના શ્રેણીમાં શ્રેષ્ઠ લાભ તેમને પૂરાં પાડી શકે છે. આ ગ્રૂપ યુનિટ લિંક્ડ પેન્શન પ્લાનની રચના આપના કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછી સુપરએન્યુએશનના લાભ ચૂકવવા માટે નાણાંનું એક ભંડોળ સર્જવા માટે કરવામાં આવી છે.
યુનિટ લિંક્ડ પેન્શન પ્લાન નિયોક્તા અને કર્મચારી એમ બંનેની જરૂરિયાતો પૂરી કરવા માટે થઈ છે. નિયોક્તાઓ સંતુષ્ટ કાર્યબળ પર ભરોસો મૂકી શકે છે, જેઓ કંપનીની પ્રગતિ માટે દિવસરાત આકરી મહેનત કરે છે. તેનાથી કર્મચારીઓને તેમની સંસ્થા પ્રત્યે વફાદાર રહેવાની પ્રેરણા મળે છે અને તેમને જ્યારે સૌથી વધુ જરૂરિયાત વર્તાય છે, ત્યારે સુપરએન્યુએશનનો લાભ પ્રાપ્ત થાય છે.
આપના અને આપના પ્રિયજનો માટે કોઇપણ પ્રકારની નાણાકીય સુરક્ષાની ખાતરી કર્યા વગર નિવૃત્તિની વયે પહોંચી જવું એ એક ચિંતાજનક બાબત બની જાય છે. ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની મદદથી આપ આ હેતુ માટે રચવામાં આવેલા નાણાંના ભંડોળમાંથી આપના કર્મચારીઓની જરૂરિયાતોને પૂરી કરનારા નિવૃત્તિના લાભ ચૂકવીને તેમના મનમાંથી આ ચિંતાને દૂર કરી શકો છો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુએલ સુપરએન્યુએશન પ્લાન શું છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન એ દર વર્ષે રીન્યૂ કરી શકાતો ગ્રૂપ યુનિટ-લિંક્ડ પેન્શન પ્લાન છે, જે કર્મચારીઓની નિવૃત્તિના લાભની જરૂરિયાતોને પૂરી કરે છે, જેમ કે, સુપરએન્યુએશનના લાભ. આ ગ્રૂપ યુનિટ લિંક્ડ પેન્શન પ્લાન હેઠળ નિયોક્તાઓને તેમના કર્મચારીઓની પેન્શનની જરૂરિયાતો માટે નાણાં પૂરાં પાડવા એક ભંડોળની રચના કરવાનો સ્થિતિસ્થાપક અને પરવડે તેવો માર્ગ પ્રાપ્ત થાય છે.
સુપરએન્યુએશન (નિવૃત્તિવેતન/પેન્શન)
‘સુપરએન્યુએટ’નો અર્થ કામ કરવા માટે અશક્ત થઈ જવાને કારણે અથવા તો અગાઉથી નિર્ધારિત વયે પહોંચી જવાને કારણે નિવૃત્ત થવું એવો થાય છે. કર્મચારીઓ તેમના માટે રોકાણ કરવા માટે પસંદ કરી શકે છે, તેવા પેન્શન પ્લાનથી અલગ સુપરએન્યુએશન પેન્શન પ્લાન એ એક કંપની પેન્શન પ્લાન છે, જેને નિયોક્તા તેમના કર્મચારીઓને સેવાના લાભ કે નિવૃત્તિના લાભ તરીકે પૂરાં પાડે છે. સુપરએન્યુએશનના લાભ નિયોક્તાઓ દ્વારા કંપનીના કર્મચારીઓની ઉન્નતિ માટે રચવામાં આવેલા ઓર્ગેનાઇઝેશન પેન્શન પ્લાન મારફતે પૂરાં પાડવામાં આવે છે.
લિંક્ડ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન એ એક માર્કેટ સાથે જોડાયેલ પ્લાન છે, જે સુપરએન્યુએશન (વયનિવૃત્તિ/પેન્શન)ના લાભ પૂરાં પાડે છે. એક યુનિટ-લિંક્ડ પ્લાન કેપિટલ માર્કેટમાં સંચિત ફંડ્સમાં રોકાણ કરે છે. આ ફંડ્સ પ્લાન પર આધાર રાખી ઇક્વિટી ઇન્સ્ટ્રૂમેન્ટ, ડેટ અથવા આ બંનેના સંયોજનમાં રોકવામાં આવેલા હોઈ શકે છે.
ગ્રૂપ પેન્શન પ્લાન
ગ્રૂપ પ્લાનમાં નિયોક્તા એ માસ્ટર પૉલિસીધારક હોય છે અને કર્મચારીઓ ગ્રૂપના સભ્યો અથવા પૉલિસીના લાભાર્થીઓ હોય છે. ગ્રૂપ પ્લાન તેના તમામ સભ્યોને સૌ કોઈને લાગુ પડનાર સ્ટાન્ડર્ડાઇઝ લાભ પૂરાં પાડે છે, કારણ કે, તેમને સૌને એક જ કરાર હેઠળ આવરી લેવામાં આવ્યાં હોય છે. ગ્રૂપ સુપરએન્યુએશન પેન્શન પ્લાનની મદદથી નિયોક્તા દર વર્ષે રીન્યૂ કરી શકાતા એક જ પ્લાન મારફતે તેમના તમામ કર્મચારીઓને સુપરએન્યુએશન (વયનિવૃત્તિ/પેન્શન)ના લાભ પૂરાં પાડે છે. નવા કર્મચારીઓને પણ જરૂરિયાત પ્રમાણે ગ્રૂપ પ્લાનમાં ઉમેરી શકાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન એ ફંડ-આધારિત ગ્રૂપ સુપરએન્યુએશન પ્રોડક્ટ છે. તે નિયોક્તા-કર્મચારીઓના ગ્રૂપ માટે સ્કીમના નિયમો મુજબ સુપરએન્યુએશનના લાભને આવરી લે છે. માસ્ટરપૉલિસીધારક નિયોક્તા અથવા નિયોક્તા દ્વારા રચવામાં આવેલ ટ્રસ્ટ હોય છે, જે સ્કીમના નિયમો મુજબ સુપરએન્યુએશનના લાભની જરૂરિયાતોને પૂરી કરવા માટે ફંડ્સનું વ્યવસ્થાપન કરે છે. એક ટ્રસ્ટી તરીકે આ સુપરએન્યુએશન પેન્શન પ્લાનની મદદથી આપ આપના રોકાણના વળતરને મહત્તમ સ્તરે લઈ જઈ શકો છો તથા પરવડે તે રીતે અને ચતુરાઇપૂર્વક આપના કર્મચારીઓ પ્રત્યેની આપની જવાબદારીઓને પૂરી કરી શકો છો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?
આપ એટલે કે માસ્ટર પૉલિસીધારક માટેઃ
- આપ આપના તમામ સભ્યોના નિવૃત્તિના લાભને આવરી લેવાનું પસંદ કરી શકો છો
- આપ આપના સભ્યો વતી સંપૂર્ણ યોગદાન ચૂકવવાનું પસંદ કરી શકો છો અથવા તો તે આપના અને આપના સભ્યો એમ બંને દ્વારા ચૂકવી શકાય છે
- આપ અલગ-અળગ એસેટ ક્લાસમાંથી 3 ફંડ વચ્ચે પસંદગી કરીને અથવા તો ત્રણમાંથી કોઇપણ એક રોકાણની વ્યૂહરચનાને પસંદ કરીને આપના રોકાણના વળતરને મહત્તમ સ્તરે લઈ જઈ શકો છો.
આપના સભ્યોઃ
- તેમની નિવૃત્તિને સુરક્ષિત બનાવવાની તક ઝડપી લો
- આ પૉલિસી હેઠળ ઉપલબ્ધ વિવિધ ફંડ્સ/રોકાણની વ્યૂહરચનાઓમાં રોકવામાં આવેલા નાણાંને વૃદ્ધિ પામતાં જુઓ
- આ પૉલિસીમાં રહેલા વ્યક્તિગત સભ્યના સ્તરના ખાતાઓના વિકલ્પની મદદથી તેમના રોકાણ પર નજર રાખો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન માટે પાત્રતાના માપદંડો કયા છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન માટે પાત્રતાના આવશ્યક માપદંડો અહીં નીચે મુજબઃ
- આ ગ્રૂપ યુનિટ લિંક્ડ પેન્શન પ્લાન હેઠળ પ્રવેશવાની લઘુત્તમ વયમર્યાદા છેલ્લાં જન્મદિવસે 18 વર્ષ છે.
- આ ગ્રૂપ સુપરએન્યુએશન પેન્શન પ્લાન હેઠળ પ્રવેશવાની મહત્તમ વયમર્યાદા છેલ્લાં જન્મદિવસે 70 વર્ષ છે.
- આ ગ્રૂપ સુપરએન્યુએશન પેન્શન પ્લાન હેઠળ તેમાંથી બહાર નીકળવાની મહત્તમ વયમર્યાદા આપના છેલ્લાં જન્મદિવસે 71 વર્ષ છે.
- આ પ્લાન માટે જો ફક્ત માસ્ટર પૉલિસીધારક દ્વારા ચૂકવણી કરવામાં આવી હોય તો તેની પ્રીમિયમની ચૂકવણીનો મૉડ વાર્ષિક હોય છે. પરંતુ જો જીવન વીમાકવચના પ્રીમિયમની ચૂકવણી માસ્ટર પૉલિસીધારક અને સભ્યો દ્વારા અલગથી કરવામાં આવી હોય તો, તેને વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક અથવા માસિક રીતે ચૂકવી શકાય છે.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન હેઠળ પ્રારંભિક લઘુત્તમ યોગદાન પૉલિસી દિઠ રૂ. 1,00,000 છે. તો મહત્તમ યોગદાન પર કોઈ મર્યાદા નથી.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન ફક્ત નિયોક્તા-કર્મચારીઓના ગ્રૂપને જ આવરી લે છે. તેના ગ્રૂપનું લઘુત્તમ કદ 10 સભ્યોનું છે અને ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
- આ સુપરએન્યુએશન પેન્શન પ્લાન હેઠળ માસ્ટર પૉલિસીધારક, સભ્ય અથવા તેઓ બંને યોગદાનકર્તા હોઈ શકે છે.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન હેઠળ પ્લાનની મુદત માસ્ટર પૉલિસીધારક દ્વારા દર વર્ષે રીન્યૂ કરવાના આધારે 1 વર્ષની છે.
- મૃત્યુ થવા પર વીમાકૃત રકમને સભ્ય દિઠ રૂ. 5,000 નિર્ધારિત કરવામાં આવી છે, જો પસંદ કરવામાં આવેલ હોય તો.
આપે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન શા માટે ખરીદવાની જરૂર છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુએલ સુપરએન્યુએશન પ્લાન આપને આપના સભ્યોની નોકરીની મુદત દરમિયાન તેમના પેન્શનના લાભ માટે બાજુ પર રાખેલા નાણાંને માર્કેટ સાથે સંકળાયેલ રોકાણોમાં રોકવામાં મદદરૂપ થાય છે. આ પ્લાનની મદદથી આપ હવે એ બાબતે ખાતરી રાખી શકો છો કે, આપના સભ્યો તેમના બાકીના જીવન માટે નાણાકીય સ્વંત્રતાને માણી શકશે.
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની મદદથી આપ આપના કર્મચારીઓ માટે ફંડ્સનું એક અલગ ભંડોળ સર્જી શકો છો.
- આપ નિવૃત્તિ વખતે કરવાની ચૂકવણીઓની રકમની સામે આપની કાર્યકારી મૂડીનું રક્ષણ કરી શકો છો.
- આપ આ પારદર્શક અને પૈસા વસૂલ પ્લાન મારફતે સુપરએન્યુએશન જેવા કર્મચારીઓને ભવિષ્યમાં ચૂકવવાના થતાં નિવૃત્તિના લાભનું વ્યવસ્થાપન કરી શકો છો.
- આપના સભ્યો આ પૉલિસી હેઠળ ઉપલબ્ધ ફંડ્સ/રોકાણની વિવિધ વ્યૂહરચનાઓમાં રોકાયેલા નાણાંને ખરેખર વૃદ્ધિ પામતાં જોઈ શકશે.
- આપ વિવિધ એસેટ ક્લાસના 3 ફંડ્સમાંથી પસંદગી કરીને અથવા તો રોકાણની 3 વ્યૂહરચનામાંથી કોઈ એકને પસંદ કરીને આપના રોકાણના વળતરનું અનુકૂલન કરી શકો છો.
- સભ્યો આ પૉલિસીમાં રહેલા સભ્યના સ્તરના વ્યક્તિગત ખાતાના વિકલ્પની મદદથી તેમના રોકાણને ટ્રેક કરી શકે છે.
- આપ આપના સભ્યો વતી સંપૂર્ણ યોગદાન ચૂકવવાનું પસંદ કરી શકો છો અથવા તો તે આપના અને આપના સભ્યો એમ બંને દ્વારા ચૂકવી શકાય છે. આપના દ્વારા આપવામાં આવેલ યોગદાન ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 36 (1) (IV) હેઠળ કપાતયોગ્ય વ્યાવસાયિક ખર્ચ છે. સુપરએન્યુએશન માટે સભ્ય(યો) દ્વારા આપવામાં આવેલ કોઇપણ યોગદાન ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80 (સી) હેઠળ કરરપાત માટે હકદાર ગણાશે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન ખરીદવાના લાભ કયા છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન હેઠળ નિયોક્તા અને કર્મચારી બંનેને લાભ થાય છે. કર્મચારી નિવૃત્ત થાય ત્યારે નિયોક્તા તેમના પ્રત્યેની કેટલીક દેણદારીઓ ધરાવે છે. આ ગ્રૂપ યુનિટ-લિંક્ડ પેન્શન પ્લાન હેઠળ કર્મચારીઓને સુપરએન્યુએશનના લાભ પૂરાં પાડીને કંપની તેમની જવાબદારીઓને નિભાવી શકે છે અને કર્મચારીઓને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડીને એક ડગલું આગળ પણ વધી શકે છે.
સુપએન્યુએશનના લાભ પૂરી પાડનારી યોજનાઓ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનમાં માસ્ટર પૉલિસીધારક પ્લાનમાંથી બહાર નીકળતી વખતે અથવા સભ્યની નિવૃત્તિ કે મૃત્યુ વખતે સંચિત થયેલા ફંડનો ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરે છે. તેમાં યોજનાના બે વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરી શકાય છે. જારી કરવામાં આવેલ યુનિટ લિંક્ડ પેન્શન પ્લાન દરેક યોજના માટે અલગ-અલગ છે.
ડીફાઇન્ડ કન્ટ્રીબ્યુશન સ્કીમમાં પ્રાપ્ત થતાં સુપરએન્યુએશનના લાભ
ડીફાઇન્ડ કન્ટ્રીબ્યુશન સ્કીમમાં સુપરએન્યુએશન પેન્શન પ્લાન માટે ચૂકવવાનું યોગદાન નિશ્ચિત અને અગાઉથી નિર્ધારિત કરેલું હોય છે. આ યોજના હેઠળ પ્રાપ્ત થતાં સુપરએન્યુએશનના લાભ માર્કેટની સ્થિતિ અને આપવામાં આવેલા યોગદાનની સાથે સીધો સહસંબંધ ધરાવે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની ડીફાઇન્ડ કન્ટ્રીબ્યુશન (ડીસી) સ્કીમ હેઠળ સભ્યો માટે વ્યક્તિગત ખાતા જાળવવામાં આવે છે. માસ્ટર પૉલિસીધારકો, કર્મચારીઓ/સભ્યો અથવા તેઓ બંને સ્કીમના નિયમો મુજબ યોગદાન આપી શકે છે. આ સ્કીમના નિયમોમાં સભ્યોને સુપરએન્યુએશનના લાભની રકમની ચૂકવણી અને લાભની ચૂકવણીના સમયનો ઉલ્લેખ કરવામાં આવે છે. લાભની ચૂકવણી સભ્ય/પૉલિસીધારકના સુપરએન્યુએશનના ફંડના સંબંધિત યુનિટ ફંડમાં ફંડની ઉપલબ્ધતાને આધિન રહી રોકવામાં આવેલા ફંડમાંથી કરવામાં આવશે.
મૃત્યુ સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની ડીસી સ્કીમ હેઠળ મૃત્યુ સંબંધિત લાભ વ્યક્તિગત સભ્યની પૉલિસીના યુનિટ ફંડના મૂલ્યને સમાન છે (સંબંધિત સભ્યના સુપરએન્યુએશન ફંડના સંબંધિત યુનિટ ફંડમાં ફંડની ઉપલબ્ધતાને આધિન). જો પસંદ કરવામાં આવેલ હોય તો, નોમીનીને સભ્ય દિઠ રૂ. 5,000નો વધારાનો લાભ ચૂકવવાપાત્ર છે. એકવાર મૃત્યુ સંબંધિત લાભ ચૂકવી દેવામાં આવે તે પછી સભ્યને ચૂકવવાપાત્ર તમામ લાભ પૂરાં થઈ જશે.
વેસ્ટિંગના લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની ડીસી સ્કીમ હેઠળ વેસ્ટિંગના લાભ વ્યક્તિગત સભ્યના પૉલિસીના યુનિટ ફંડના મૂલ્યને સમાન છે (સંબંધિત સભ્યના સુપરએન્યુએશન ફંડના સંબંધિત યુનિટ ફંડમાં ફંડની ઉપલબ્ધતાને આધિન). એકવાર વેસ્ટિંગ સંબંધિત લાભ ચૂકવી દેવામાં આવે તે પછી સભ્યને ચૂકવવાપાત્ર તમામ લાભ પૂરાં થઈ જશે.
યોજનામાંથી બહાર નીકળવા સંબંધિત લાભ
યોજનામાંથી બહાર નીકળતી વખતે (સેવાની સમાપ્તિ/વહેલી નિવૃત્તિ/રાજીનામું આપવું વગેરે) સભ્ય વ્યક્તિગત સભ્યની પૉલિસીના યુનિટ ફંડના મૂલ્યને સમાન રકમ મેળવવા માટે હકદાર ગણાય છે (સંબંધિત સભ્યના સુપરએન્યુએશન ફંડના સંબંધિત યુનિટ ફંડમાં ફંડની ઉપલબ્ધતાને આધિન). આ લાભની ચૂકવણી થઈ ગયાં પછી સભ્યને ચૂકવવાપાત્ર તમામ લાભ પૂરાં થઈ જશે આ યોજનાના નિયમ મુજબ, યોજનામાંથી બહાર નીકળવા સિવાય નાણાં ઉપાડવાની મંજૂરી આપવામાં આવતી નથી. યોજનામાંથી બહાર નીકળી જવાના કિસ્સામાં જો મૃત્યુ સંબંધિત કોઈ વધારાનું વીમાકવચ મેળવવામાં આવ્યું હોય તો તે તાત્કાલિક ધોરણે સમાપ્ત થઈ જશે.
લૉયાલ્ટી સંબંધિત લાભ
પૉલિસીનું પ્રત્યેક વર્ષ પૂરું થવા પર ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન પૉલિસીના વર્ષ દરમિયાન ફંડના સરેરાશ દૈનિક મૂલ્યની વાર્ષિક ટકાવારી તરીકે વાર્ષિક લૉયાલ્ટી બેનિફિટ (એલબી) ચૂકવે છે. આ એલબીનો આધાર રોકવામાં આવેલા ફંડ્સના કદ અને પ્રકાર પર રહેલો છે. ડીફાઇન્ડ કન્ટ્રીબ્યુશન સ્કીમ્સ માટે દૈનિક ફંડના સરેરાશ મૂલ્યની ગણતરી માસ્ટર પૉલિસીના સ્તરે કરવામાં આવે છે. વધારાના યુનિટ સભ્યના યુનિટ ફંડ્સમાં ભાગે પડતાં જમા કરાવી દેવામાં આવે છે.
ડીફાઇન્ડ બેનિફિટ સ્કીમના સુપરએન્યુએશનના લાભ
ડીફાઇન્ડ બેનિફિટ સ્કીમમાં સુપરએન્યુએશનના લાભ અગાઉથી નિર્ધારિત કરવામાં આવેલા અને નિશ્ચિત હોય છે, જેમાં આ સુપરએન્યુએશન પેન્શન પ્લાનમાં યોગદાન કોણે આપ્યું તે ધ્યાન પર લેવામાં આવતું નથી. લાભની આ રકમ અગાઉથી હયાત ફોર્મ્યુલા મારફતે નિર્ધારિત કરવામાં આવે છે, જેમાં કર્મચારીએ સંસ્થામાં કેટલા વર્ષ ગાળ્યાં છે, કઈ વયે કર્મચારીને ગ્રૂપ યુનિટ લિંક્ડ પેન્શન પ્લાનમાં પ્રવેશ આપવામાં આવ્યો છે, કર્મચારીનો પગાર વગેરે જેવા પરિબળોને ધ્યાન પર લેવામાં આવે છે. નિવૃત્તિના સમયે સભ્ય આ ફોર્મ્યુલામાંથી નિર્ધારિત કરવામાં આવેલી નિશ્ચિત રકમ મેળવવા માટે હકદાર રહે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની ડીફાઇન્ડ બેનિફિટ (ડીબી) સ્કીમ હેઠળ ફક્ત સુપરએન્યુએશનના ફંડને જ જાળવવામાં આવે છે અને વ્યક્તિ સભ્યના ખાતાઓને સમર્થન પૂરું પાડવામાં આવતું નથી. આ યોજનાના નિયમો મુજબ માસ્ટર પૉલિસીધારક સુપરએન્યુએશન પેન્શન પ્લાનમાં યોગદાન આપશે. આ યોજનાના નિયમોમાં સભ્યને ચૂકવવાની થતી લાભની રકમ અને લાભની રકમને ચૂકવવાના સમય અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે. લાભની ચૂકવણી સંબંધિત ગ્રૂપના પૉલિસીધારકના સુપરએન્યુએશનના ફંડના સંબંધિત યુનિટ ફંડમાં ફંડની ઉપલબ્ધતાને આધિન રહી રોકવામાં આવેલા ફંડમાંથી કરવામાં આવશે.
મૃત્યુ સંબંધિત લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની ડીબી સ્કીમ હેઠળ મૃત્યુ સંબંધિત લાભ માસ્ટર પૉલિસીધારક માટેના યોજનાના નિયમો મુજબ ચૂકવવાપાત્ર છે. આ ઉપરાંત નોમીની સભ્ય દિઠ રૂ. 5,000નો વધારાનો લાભ પણ મેળવવાને હકદાર છે, જો આ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોય તો.
વેસ્ટિંગના લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની ડીબી યોજના હેઠળ વેસ્ટિંગ સંબંધિત લાભ માસ્ટર પૉલિસીધારક માટેના યોજનાના નિયમો મુજબ ચૂકવવાપાત્ર છે (સંબંધિત ગ્રૂપના પૉલિસીધારકના સુપરએન્યુએશન ફંડના સંબંધિત યુનિટ ફંડમાં ફંડ્સની ઉપલબ્ધતાને આધિન).
યોજનામાંથી બહાર નીકળવા સંબંધિત લાભ
યોજનામાંથી બહાર નીકળતી વખતે (સેવાની સમાપ્તિ/વહેલી નિવૃત્તિ/રાજીનામું આપવું વગેરે) સભ્ય માસ્ટર પૉલિસીધારક માટેના યોજનાના નિયમો મુજબ પૉલિસી યુનિટ ફંડમાંથી એકસામટી રકમનો લાભ મેળવવાને હકદાર છે. (સંબંધિત ગ્રૂપના પૉલિસીધારકના સુપરએન્યુએશન ફંડના સંબંધિત યુનિટ ફંડમાં ફંડ્સની ઉપલબ્ધતાને આધિન). યોજનાના નિયમો મુજબ, યોજનામાંથી બહાર નીકળ્યાં સિવાય નાણાં ઉપાડવાની મંજૂરી આપવામાં આવતી નથી.
લૉયાલ્ટી સંબંધિત લાભ
પૉલિસીનું પ્રત્યેક વર્ષ પૂરું થવા પર ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન પૉલિસીના વર્ષ દરમિયાન ફંડના સરેરાશ દૈનિક મૂલ્યની વાર્ષિક ટકાવારી તરીકે વાર્ષિક લૉયાલ્ટી બેનિફિટ (એલબી) ચૂકવે છે. આ એલબીનો આધાર રોકવામાં આવેલા ફંડ્સના કદ અને પ્રકાર પર રહેલો છે.
ફંડના વિકલ્પો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાનની મદદથી આપ આપની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરેલી પૉલિસીમાંથી પ્રાપ્ત થતાં સુપરએન્યુએશન (નિવૃત્તિવેતન/પેન્શન)ના લાભ માણી શકો છો. યુનિટ-લિંક્ડ પૉલિસીમાં આપના વળતરની અપેક્ષા અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખી આપ આપના નાણાંને કયા ફંડમાં રોકવા માંગો છો, તે પસંદ કરવાનું રહે છે.
- ગ્રૂપ ગ્રોથ એડવાન્ટેજ ફંડ આપની 80-100% એસેટને ઇક્વિટમાં ફાળવે છે અને બાકીની 0-20% એસેટ મની માર્કેટમાં ફાળવે છે. આ સુપરએન્યુએશન પેન્શન પ્લાન ફંડ રોકાણના મધ્યમથી ઊંચા જોખમે મધ્યમથી લાંબાગાળે ઊંચું વળતર પૂરું પાડે છે.
- ગ્રૂપ સીક્યોર કેપિટલ ફંડ 70-100% એસેટ ડેટ સિક્યુરિટીઝ અને બૉન્ડ્સમાં ફાળવે છે અને બાકીની 0-30% એસેટ મની માર્કેટમાં ફાળવે છે. આ સુપરએન્યુએશન પેન્શન પ્લાન ફંડ રોકાણના મધ્યમ જોખમે મધ્યમથી લાંબાગાળે મધ્યમ વળતર પૂરું પાડે છે.
- ગ્રૂપ મની માર્કેટ ફંડ 0-20% એસેટ ડેટ સિક્યુરિટીઝ અને બૉન્ડ્સમાં ફાળવે છે અને બાકીની 80-100% એસેટ મની માર્કેટમાં ફાળવે છે. આ સુપરએન્યુએશન પેન્શન પ્લાન ફંડ રોકાણના ખૂબ જ ઓછા જોખમ અને ઊંચી લિક્વિડિટીએ ટૂંકાગાળે વ્યાજની આવક રળી આપે છે.
રોકાણની વ્યૂહરચનાના વિકલ્પો
આપના યોગદાનમાંથી આપને શક્ય એટલું શ્રેષ્ઠ વળતર પૂરું પાડવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન રોકાણની વ્યૂહરચનાના એકથી વધુ વિકલ્પો પૂરાં પાડે છે.
- પદ્ધતિસર રીતે ટ્રાન્સફર
- વય-આધારિત એસેટ ફાળવવાની વ્યૂહરચના (ફક્ત ડીસી યોજના માટે જ લાગુ પડે છે)
- ઓટોમેટિક ટ્રિગર-આધારિત રોકાણની વ્યૂહરચના
સ્વિચ કરવાનો વિકલ્પ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન હેઠળ આપ આપની બદલાતી જતી રોકાણની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપના કેટલાક અથવા તમામ યુનિટ્સને એક યુનિટ-લિંક્ડ ફંડમાંથી અન્યમાં ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રક્રિયા સ્વિચિંગ તરીકે ઓળખાય છે. માસ્ટર પૉલિસીધારક માટે સ્વિચિઝની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.
પ્રીમિયમને ફરીથી નિર્દિષ્ટ કરવાનો વિકલ્પ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ યુનિટ લિંક્ડ સુપરએન્યુએશન પ્લાન હેઠળ માસ્ટર પૉલિસીધારક તેમના ભવિષ્યના રોકાણને વિવિધ પ્રકારના ફંડ અથવા ફંડના સેટ તરફ ફરીથી નિર્દિષ્ટ કરવાનો વિકલ્પ ધરાવે છે. જોકે, પ્રીમિયમને ફરીથી નિર્દિષ્ટ કરવાના વિકલ્પ હેઠળ આપે ભૂતકાળમાં આપેલી યોગદાનની ફાળવણી બદલાતી નથી.
કર સંબંધિત લાભ
કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવા યોગ્ય લાભ પર કર સંબંધિત લાભ (જો કોઈ હોય તો) ઉપલબ્ધ થઈ શકે છે. કર સંબંધિત લાભ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 મુજબ સમયાંતરે બદલાવાને આધિન છે.