ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લિવિંગ બેનિફિટ્સ પ્લાન
આપ જેમની દિલથી કાળજી લો છો, તેમના માટે એક વ્યાપક હેલ્થકૅર

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લિવિંગ બેનિફિટ્સ પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ગ્રૂપ ફિક્સ્ડ બેનિફિટ હેલ્થ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે હોસ્પિટલમાં દાખલ થવા, ફ્રેક્ચર થવા, વિકલાંગતા આવી જવા કે કેન્સરનું નિદાન થવા, રોગાણુજનક બીમારી થવા, કોવિડ-19 કે સાર્સ-સીઓવી-2 પોઝિટિવ આવવા (અને કોઇપણ સરકાર માન્ય હોસ્પિટલ કે કેન્દ્રમાં ક્વૉરેન્ટાઇન થવા) પર માસ્ટર પૉલિસીધારક/સભ્ય દ્વારા પસંદ કરવામાં આવેલા વીમાકવચના વિકલ્પ(પો) મુજબ એકસામટી ચૂકવણી કરે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લિવિંગ બેનિફિટ્સ પ્લાનને ખરીદવા માટેના કારણો
કોવિડ-19 (કોરોનાવાઇરસ)નું નિદાન થવાના અને સરકાર માન્ય હોસ્પિટલ કે કેન્દ્રોમાં ક્વૉરેન્ટાઇન થવાના કિસ્સામાં નાણાકીય સુરક્ષા.
માસ્ટર પૉલિસીધારક / સભ્યને વીમાકવચના 6 વિકલ્પમાંથી પસંદગી કરવાની સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત થાય છે.
આપના ગ્રૂપને ખૂબ જ પરવડે તેવા પ્રીમિયમે આ વીમાકવચના લાભ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આપને આપની આરોગ્યસંભાળની જરૂરિયાતો મુજબ, એક કસ્ટમાઇઝ થયેલો આરોગ્ય વીમા પ્લાન પ્રાપ્ત થાય છે.
હોસ્પિટલમાં દાખલ થવાના વધતા જઈ રહેલા ખર્ચની સામે નાણાકીય સુરક્ષા પ્રાપ્ત કરો.
વાસ્તવમાં કેટલો ખર્ચ થયો તેને ધ્યાન પર લીધા વિના વીમાકૃત રકમના પસંદ કરવામાં આવેલા વિકલ્પ મુજબ નિશ્ચિત લાભ મેળવો.
કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ કર સંબંધિત લાભનો આનંદ માણો.
.
પાત્રતાના માપદંડો કયા છે?
પ્લાનમાં પ્રવેશતી વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ (છેલ્લાં જન્મદિવસે) હોવી જોઇએ
તો મહત્તમ વયમર્યાદા 65 વર્ષ (છેલ્લાં જન્મદિવસે) છે
પાકતી મુદતે મહત્તમ વય
a. કેન્સર વીમાકવચ અને કોરોનાવાઇરસ વીમાકવચના વિકલ્પો માટે - 66 વર્ષ (છેલ્લાં જન્મદિવસે)
b. વીમાકવચના અન્ય વિકલ્પો માટે - 80 વર્ષ (છેલ્લાં જન્મદિવસે)
જેમને વીમાકવચ આપી શકાય છે, તેવા ગ્રૂપનું લઘુત્તમ કદ 7 સભ્યનું છે અને ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
અહીં નીચેની બાબતોને આધિન બાળકોને પણ વીમાકવચ પૂરું પાડી શકાય છે (ફક્ત ડીએચસીબી વિકલ્પના કિસ્સામાં)
a. પ્લાનમાં પ્રવેશ વખતે લઘુત્તમ વય 91 દિવસની હોવી જોઇએ
b. પ્લાનમાં પ્રવેશ વખતે મહત્તમ વય 24 વર્ષ (છેલ્લાં જન્મદિવસે) હોવી જોઇએ
c. પાકતી મુદતે મહત્તમ વય 25 વર્ષ (છેલ્લાં જન્મદિવસે) હોવી જોઇએ.
હોસ્પિટલમાં દાખલ થવાનો દૈનિક રોકડ લાભ (ડીએચસીબી વિકલ્પના કિસ્સામાં) પ્રતિ દિન લઘુત્તમ રૂ. 1000 અને મહત્તમ રૂ. 10,000 ચૂકવવાપાત્ર છે.
કોવિડ-19 (કોરોનાવાઇરસ)નું નિદાન થવા પર ઉપલબ્ધ વીમાકવચ લઘુત્તમ રૂ. 25,000 અને મહત્તમ રૂ. 2,00,000 છે.
આ પૉલિસીને 12 મહિનાના નિશ્ચિત સમયગાળા માટે ખરીદી શકાય છે
માસ્ટર પૉલિસીધારક / સભ્ય માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકે છે.
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.