ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લૉન પ્રોટેક્ટ પ્લાન
આપની લૉનની સુરક્ષાની સાથે-સાથે આપના પરિવારની પણ સુરક્ષા

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ લૉન પ્રોટેક્ટ પ્લાન એ એક ગ્રૂપ ક્રેડિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્રોડક્ટ છે, જે સંગઠનોને તેમના કર્મચારીઓને તેમના સપનાં સાકાર કરવા માટે નાણાંની સાથે સલામતી પ્રદાન કરી ઉન્નત મૂલ્યનો લાભ પૂરો પાડવા માટે સક્ષમ બનાવે છે. તે સંગઠનોને તેમણે લીધેલા ઋણ સામે સલામતી પૂરી પાડે છે તેમજ તેમના સભ્યોને અકસ્માત થવાને કે વીમાકવચ હેઠળ આવરી લેવામાં આવેલ કોઇપણ ગંભીર બીમારીનું નિદાન થવાને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવા જેવી કમનસીબ ઘટનાના કિસ્સામાં તેમના પરિવારના સપનાઓને સુરક્ષિત રાખવાનું સુનિશ્ચિત કરવા સક્ષમ બનાવે છે.
ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ગ્રૂપ લૉન પ્રોટેક્ટ પ્લાન ખરીદવા માટેના કારણો
આપની પાસે પસંદ કરવા માટે વિવિધ પાંચ વિકલ્પ છેઃ
I.જીવન વીમાકવચ
II.જીવન વીમાકવચ + અકસ્માતમાં સંપૂર્ણ કાયમી વિકલાંગતા (ત્વરિત)
III.જીવન વીમાકવચ + ગંભીર બીમારી (ત્વરિત)
IV.જીવન વીમાકવચ + અકસ્માતમાં મૃત્યુ
V.જીવન વીમાકવચ + કૌટુંબિક આવકઆપ આપની લૉનની પ્રારંભિક રકમના 120% સુધીનું વીમાકવચ મેળવી શકો છો
એક પૉલિસી હેઠળ 4 લોકોનું વીમાકવચ મેળવવાનો વિકલ્પ. (ફક્ત કૉ-શેરિંગના વિકલ્પ માટે લાગુ)
આપ આપના પ્રીમિયમની ચૂકવણીનો પ્રકાર નિયમિત (ફક્ત લેવલ કવરના વિકલ્પની સાથે ઉપલબ્ધ), મર્યાદિત અથવા એક જ વારમાં ચૂકવણીના વિકલ્પમાંથી પસંદ કરી શકો છો.
આપ લેવલ અથવા ઘટતાં જતાં વીમાકવચના વિકલ્પમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો
પાત્રતાના માપદંડો કયા છે?
અહીં નીચે જણાવેલ લાભ માટે પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 14 વર્ષ (છેલ્લો જન્મદિવસ) છેઃ
જીવન વીમાકવચ
જીવન વીમાકવચ + કૌટુંબિક આવકઅહીં નીચે જણાવેલ લાભ માટે પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ (છેલ્લો જન્મદિવસ) છેઃ
જીવન વીમાકવચ + અકસ્માતમાં સંપૂર્ણ કાયમી વિકલાંગતા (ત્વરિત)
જીવન વીમાકવચ + ગંભીર બીમારી (ત્વરિત)
જીવન વીમાકવચ + અકસ્માતમાં મૃત્યુપ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા 75 વર્ષ (છેલ્લો જન્મદિવસ) છે
પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા 76 વર્ષ છે.
વીમાકવચ હેઠળ આવરી લઈ શકાય એટલા ગ્રૂપનું લઘુત્તમ કદ 10 સભ્યનું છે અને ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 5,000 છે અને બીએયુપી પર આધાર રાખી મહત્તમ વીમાકૃત રકમ પર કોઈ મર્યાદા નથી.
પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત કેટલી પસંદ કરવામાં આવી છે, તેના પર આધાર રાખી આ પ્લાનમાં લઘુત્તમ મુદત 1 મહિનો છે અને મહત્તમ મુદત 30 વર્ષ છે. સભ્ય દિઠ વીમાકવચની મહત્તમ મુદત લૉનની મુદતથી ઓછી અથવા તેને સમાન હશે.
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.