ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ હોસ્પિકૅર (માઇક્રોઇન્શ્યોરેન્સ) પ્લાન

આપનું સ્વાસ્થ્ય એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ હોસ્પિકૅર (માઇક્રોઇન્શ્યોરેન્સ) પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ગ્રૂપ માઇક્રો હેલ્થ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે હોસ્પિટલમાં દાખલ થવા પર અથવા તો કોવિડ-19 (કોરોનાવાઇરસ)નું નિદાન થવા પર નિયત લાભ પૂરો પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ હોસ્પિકૅર (માઇક્રોઇન્શ્યોરેન્સ) પ્લાન ખરીદવા માટેના કારણો

  • આપના સભ્યો/ગ્રાહકો/કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ થવા પર કે કોવિડ-19 (કોરોનાવાઇરસ)નું નિદાન થવા પર આર્થિક સહાય પૂરી પાડે છે

  • વીમાકવચ પરવડે તેવા પ્રીમિયમે ઉપલબ્ધ થાય છે

  • કોવિડ-19 (કોરોનાવાઇરસ)નું નિદાન થવા પર અને સરકાર માન્ય હોસ્પિટલો કે સેન્ટરોમાં ક્વૉરેન્ટાઇન થવાના કિસ્સામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે

  • હોસ્પિટલમાં દાખલ થવાના સતત વધી રહેલા ખર્ચા સામે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે

  • વાસ્તવમાં કેટલો ખર્ચ થયો તેને ધ્યાને લીધા વગર વીમાકૃત રકમના પસંદ કરવામાં આવેલા વિકલ્પ મુજબ નિયત લાભ પૂરાં પાડે છે

  • કર સંબંધિત લાગુ થતાં કાયદા મુજબ કરબચતના લાભ પણ પૂરાં પાડે છે

પાત્રતાના માપદંડો કયા છે?

  • પ્રવેશની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ (છેલ્લો જન્મદિવસ) છે

  • પ્રવેશની મહત્તમ વયમર્યાદા 70 વર્ષ (છેલ્લો જન્મદિવસ) છે

  • પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા 71 વર્ષ (છેલ્લો જન્મદિવસ) છે

  • આવરી શકાય તેવા ગ્રૂપનું લઘુત્તમ કદ 7 સભ્યનું છે અને ગ્રૂપના મહત્તમ કદની કોઈ મર્યાદા નથી

  • કોવિડ-19નું નિદાન થવા પર હોસ્પિટલાઇઝેશનનો રોકડમાં મળતો લાભ અથવા નિયત લાભ ચૂકવણી દીઠ લઘુત્તમ રૂ. 500 અને મહત્તમ રૂ. 10,000 છે

  • લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 1,000 અને મહત્તમ વીમાકૃત રકમ રૂ. 1,20,000 છે

  • આ પૉલિસીને 12 મહિનાના નિયત સમયગાળા માટે ખરીદી શકાય છે

  • પ્રીમિયમને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક ધોરણે ચૂકવવાની સ્થિતિસ્થાપકતા

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

Product Brochure

Product Brochure File