ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ માઇક્રો ઇન્શ્યોરેન્સ પ્લાન

આપના સમગ્ર ગ્રૂપ માટે એક વ્યાપક વીમા યોજના અને તેમના પરિવારના સભ્યો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ માઇક્રો ઇન્શ્યોરેન્સ પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ગ્રૂપ માઇક્રો ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જેને આપ આપના ઋણકર્તા અથવા સભ્યો અને તેમના પ્રિયજનોને વ્યાપક સુરક્ષા પૂરી પાડવા માટે માસ્ટર પૉલિસીધારક તરીકે ખરીદી શકો છો. આ પૉલિસી આપના ઋણકર્તા/સભ્યો તેમના નાણાકીય લક્ષ્યાંકોનું વ્યવસ્થાપન કરી શકે અને તેમના તમામ સપના સાકાર કરી શકે તે પણ સુનિશ્ચિત કરશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ માઇક્રો ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદવા માટેના કારણો

  • મૃત્યુ, એટીપીડી, સીઆઈ જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના પ્રભાવ સામે આપના સભ્યો અને તેમના પરિવારનું રક્ષણ

  • આપની પાસે પસંદ કરવા માટે વિવિધ ચાર વિકલ્પ રહે છેઃ
    i.  જીવનવીમા કવચ
    ii. જીવનવીમા કવચ + આકસ્મિક સંપૂર્ણ કાયમી વિકલાંગતા
    iii. જીવનવીમા કવચ + ગંભીર બીમારી
    iv. જીવનવીમા કવચ + આકસ્મિક સંપૂર્ણ કાયમી વિકલાંગતા + ગંભીર બીમારી

  • લેવલ અથવા ઘટતા જતાં કવરના વિકલ્પ મારફતે રૂ. 2 લાખ સુધીની આપની લૉનને વીમાકવચ પ્રદાન કરો

  • ઓછામાં ઓછા એક મહિના અને વધુમાં વધુ 10 વર્ષ જેટલા વીમાકવચના સમયગાળાની સ્થિતિસ્થાપકતા મેળવો

  • ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર કોઈ જીએસટી નહીં

પાત્રતાના માપદંડો કયા છે?

  • પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 14 વર્ષ અને પ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા 69 વર્ષ છે

  • પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા 70 વર્ષ છે

  • ગ્રૂપ અને પૉલિસી પર આધાર રાખી પ્લાનમાં લઘુત્તમ મુદત 1 મહિનો અને મહત્તમ મુદત 120 મહિના છે.

  • પ્રીમિયમની ચૂકવણીની ઉપલબ્ધ મુદતોમાં એક જ વારમાં ચૂકવણી અથવા નિયમિત ચૂકવણી અથવા મર્યાદિત ચૂકવણીનો સમાવેશ થાય છે - પૉલિસીની મુદત 24 મહિનાથી ઓછી છે

  • વીમાકવચ જેમને પૂરું પાડવામાં આવે છે તેવા ગ્રૂપનું લઘુત્તમ કદ 5 સભ્યનું છે અને ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી

  • પ્લાનમાં લઘુત્તમ વીમાકૃત રકમ સભ્ય દિઠ રૂ. 1,000 છે. પ્લાનમાં મહત્તમ વીમાકૃત રકમ પૉલિસી દિઠ પ્રતિ સભ્ય રૂ. 2,00,000 છે.

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File