ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રાઇડર્સ

આપની વિશિષ્ટ જરૂરિયાતો ને અનુરૂપ ઉપાયો

અમે સમજીએ છીએ કે, આપ એક વ્યક્તિ તરીકે આપની સુરક્ષા, નિવૃત્તિ, બચત અને સંપત્તિ સંબંધિત અલાયદી જરૂરિયાતો ધરાવો છો. અમારું લક્ષ્ય ઉત્પાદનોના સમુહ મારફતે આપને આ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થવાનો છે, જેથી કરીને આપ પોતાની શરતો પર જીવન જીવી શકો. જોખમ લેવાની આપની ક્ષમતા પર આધાર રાખી આપ યુનિટ-લિંક્ડથી માંડીને પરંપરાગત પ્લાનમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો.

અમારા વ્યક્તિગત પ્લાન પર નજર નાંખો. હમણાં જ આયોજન કરવાનું શરૂ કરો!

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ રાઇડર્સ પ્લાનને શા માટે પસંદ કરવો જોઇએ?

  • વધેલું જીવનવીમા કવચ

    ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડરને પસંદ કરો અને નજીવું પ્રીમિયમ ચૂકવી આપના જીવનવીમા કવચને વધારો

  • ભવિષ્યના પ્રીમિયમને માફ કરવું

    રાઇડર જીવનવીમાકૃત વ્યક્તિના મૃત્યુ થઈ જવા, અકસ્માતમાં સંપૂર્ણ કાયમી વિકલાંગતા આવી જવા કે ગંભીર બીમારી થવાના કિસ્સામાં આપની બેઝ પૉલિસીના ભવિષ્યના પ્રીમિયમને ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

  • કરબચતના લાભ

    સમયાંતરે સુધારવામાં આવતાં કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ કરબચતનો લાભ મેળવો

કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી

  • વધારાનું જીવનવીમા કવચ

  • પ્રીમિયમના વાજબી દરો

  • વીમાકવચના ત્રણ અલગ-અલગ વિકલ્પ

  • જરૂરિયાતના સમયમાં આપને સહાયરૂપ થવા આવરી લેવામાં આવેલી 10 ગંભીર બીમારીઓ

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

  • પ્લાનમાં મારે કેટલું જીવન વીમા કવચ ખરીદવું જોઈએ?

    લોન સહિતના તમામ દેવા ભરપાઈ કરી શકે અને જો તમે પરિવારના એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ હો તો તમારી આવક જેટલી રકમ આપી શકે એટલું જીવન વીમા કવચ હોવું જોઈએ. તમારી પોલિસીમાં વાર્ષિક આવક ઉમેરવાથી ફુગાવા સામે અસરકારક સલામતી મળી શકે છે. ભવિષ્યની જવાબદારીઓને ધ્યાનમાં રાખો- જેમ કે તમારા બાળકનું શિક્ષણ અને તમારા જીવનસાથીનું આરોગ્ય.

  • જીવનવીમો ખરીદવા પાછળ કેટલો ખર્ચ થાય છે?

    જીવનવીમો ખરીદવા પાછળ થતાં ખર્ચનો આધાર આપના દ્વારા લેવામાં આવતી પૉલિસીના પ્રકાર, વીમાકૃત રકમ, આપની વય અને આપની પૉલિસી જ્યારે પાકે ત્યારે આપના દ્વારા જે લાભ મેળવવાની અપેક્ષા રાખવામાં આવે તેની પર રહેલો છે.

  • જીવનવીમા પૉલિસીમાં રોકાણ કરવાના લાભ શું છે?

    • જીવનવીમા પૉલિસીમાં રોકાણ કરવાથી તે આપને એક ભંડોળની રચના કરવામાં મદદરૂપ થાય છે તથા તે આપને અને આપના પરિવારને આર્થિક સ્થિરતા બક્ષે છે.
    • જીવનવીમા પૉલિસી મારફતે આપ આવકવેરાના પ્રવર્તમાન કાયદાની કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ કરબચતના લાભ મેળવી શકો છો.