ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન

આપના બાળકની
‘ઊંચી’ ઉડાનનો રનવે તૈયાર કરો

GET A QUOTE

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન આપના બાળકના સપનાંઓને સાકાર કરવા આવશ્યક નાણાં માટે બાંયધરીપૂર્વકની નિયમિત ચૂકવણી પૂરી પાડે છે. વ્યાપક નાણાકીય સુરક્ષાની મદદથી આપની ગેરહાજરીમાં પણ આપના બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ખરીદવાના કારણો

  • પ્રીમિયમની ચૂકવણી માફ કરવાની અંતર્નિહિત સુવિધા મારફતે આપના પ્રિયજનોના સપનાંઓને સુરક્ષાકવચ પૂરું પાડે છે

  • એકસામટી ચૂકવણી અથવા નિયમત આવક તરીકે મૃત્યુ સંબંધિત લાભને પસંદ કરવાનો ફાયદો મેળવો.

  • આપની જરૂરિયાતને અનુરૂપ પૉલીસીની મુદત / પ્રીમિયમની ચૂકવણીની શરતો અને ચૂકવણીની પદ્ધતિઓના વિકલ્પ.

  • આપની જરૂરિયાત પર આધાર રાખી પૉલિસીની મુદત દરમિયાન આપની વીમાકૃત રકમના 101%થી 125%ની બાંયધરીપૂર્વકની ચૂકવણી પૂરાં પાડનારા વિવિધ 8 વિકલ્પની વ્યાપક શ્રેણીમાંથી પસંદગી કરો.

  • બૉનસની સંચિત રકમ મારફતે આપના રોકાણની સલામત વૃદ્ધિ સુનિશ્ચિત કરો.

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવતા લાભ પર કરબચતના લાભ ઉપલબ્ધ થઈ શકે છે

પાત્રતાના માપદંડો કયા છે?

  • પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 21 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 45 વર્ષ છે

  • પ્રીમિયમની ચૂકવણીની મુદત 7થી 14 વર્ષ છે. પૉલિસીની લઘુત્તમ અને મહત્તમ મુદતનો આધાર પ્રીમિયમની ચૂકવણી કરવા માટે પસંદ કરવામાં આવેલી મુદત પર રહેલો છે

  • પ્રીમિયમની ચૂકવણીની 7થી 9 વર્ષની મુદત માટે લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 1,50,000 છે અને પ્રીમિયમની ચૂકવણીની 10થી 14 વર્ષની મુદત માટે રૂ. 2,00,000 છે. અંડરરાઇટિંગને આધિન મહત્તમ વીમાકૃત રકમની કોઈ મર્યાદા નથી.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન આપના સંતાનના ભવિષ્યને આરામદાયક અને આર્થિક રીતે સુરક્ષિત બનાવનારી એક પૉલિસી છે. સમયાંતરે ચૂકવણીના વિકલ્પની મદદથી આપ ચાઇલ્ડ પૉલિસીની પાકતી મુદતે વીમાકૃત રકમની ચોક્કસ ટકાવારી વત્તા ઉપાર્જિત કરવામાં આવેલ બોનસ (જો કોઈ હોય તો)ને પ્રાપ્ત કરવાની સાથે આપના બાળકના શાળા સંબંધિત નિશ્ચિત ખર્ચાઓ માટે ચૂકવણીઓ કરવા એન્ડોવમેન્ટ ચાઇલ્ડ પૉલિસીનો ઉપયોગ કરી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન આપને આપના સંતાનના સપના સાકાર કરવાથી એક ડગલું નજીક લઈ આવે છે. હાલમાં આપના બાળકની મર્યાદિત જરૂરિયાતો પૂરી કરવા માટે આપની આવક પૂરતી હોઈ શકે છે પરંતુ ભવિષ્યમાં આમ પણ હોય. આપના બાળકનો ફક્ત શિક્ષણનો ખર્ચો ભવિષ્યમાં દસ ગણો વધી જવાનું અનુમાન છે. વધુમાં, આપનું બાળક જો વિદેશમાં ઉચ્ચ ડિગ્રી મેળવવા માંગતું હોય કે પછી પાઇલટ, એન્જિનીયર કે ડૉક્ટર જેવા વ્યાવસાયિક પ્રમાણપત્રો મેળવવા માંગતું હોય તો, આપની આવક તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી સાબિત નહીં થાય. આપના બાળકના સપનાઓને સાકાર કરનાર ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન મેળવીને આપ તેની જરૂરિયાતો માટે નચિંત બની જઈ શકો છો.

રોકાણ-કમ-વીમા ચાઇલ્ડ પૉલિસી હોવાને કારણે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ખાસ કોઈ શ્રમ કર્યા વગર અને આપના બાળકને હતાશ કર્યા વગર ફુગાવા અને વધી રહેલી કિંમતો સામે લડત આપવામાં આપનો મિત્ર સાબિત થાય છે. ચાઇલ્ડ પ્લાન મેળવવો કોઈ વૈકલ્પિક નાણાકીય પસંદગી નથી; તે આપના બાળકના ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા કરવા માટેનું એક કર્તવ્ય છે. આપના બાળકો સપનાના વાવેતર કરતા હોય છે, આથી સપનાને પોષવાનું ખાતર આપે પૂરું પાડવું જોઇએ, જેથી તેમના સપના ફળીભૂત થઈ શકે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન આપના બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવનાર આધારશિલા છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન આપના જીવનના કયા મહત્વના લક્ષ્યોને પૂરાં કરવામાં મદદરૂપ થઈ શકે છે?


આપના સમગ્ર જીવનકાળ દરમિયાન આપના અને આપના બાળકના જીવનમાં અનેક સીમાચિહ્નો આવશે. આપની બચત અને અને આપના રોકાણોના વળતરો સીમાચિહ્નો માટે નાણાં પૂરાં પાડી શકવા જોઇએ. આપે આપના વ્યક્તિગત નાણાકીય આયોજનમાં આપના પ્રથમ ઘરના ડાઉન પેમેન્ટ માટે કેટલા નાણાંની જરૂર પડી શકે છે તથા આરામદાયક રીતે નિવૃત્ત થવા માટે આપે કેટલું ભંડોળ ઊભું કરવું પડી શકે છે, તેને ધ્યાન પર લેવું જોઇએ. તો વળી, આપના બાળકના સીમાચિહ્નો આપનાથી અલગ હોઈ શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન સીમાચિહ્નોને સરળતાથી હાંસલ કરવા માટે આપને સક્ષમ બનાવે છે.

શાળાની ફી અને શિક્ષણના ખર્ચા

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ચૂકવણીના 8 વિકલ્પ મારફતે પૉલિસીની મુદત દરમિયાન આપને બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ પૂરી પાડે છે. આપને જો વાર્ષિક ફી જેવી વાર્ષિક ચૂકવણીઓ કરવામાં મદદની જરૂર હોય તો, આપ પૉલિસીની મુદતના છેલ્લાં 7 વર્ષ માટે દર વર્ષે 5-11% જેટલા નાણાં પરત કરનારા ચૂકવણીના વિકલ્પને પસંદ કરી શકો છો તથા પાકતી મુદતના લાભ તરીકે બાકી બચેલી વીમાકૃત રકમ અને પૉલિસીના અંતે ઊપાર્જિત કરવામાં આવેલા બોનસ (જો કોઈ હોય તો)ની સાથે તેને રાઉન્ડ અપ કરી શકો છો.

એસોસિયેટેડ ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા (એસોચેમ)ના એક અભ્યાસ મુજબ, વર્ષ 2005થી 2015ના દાયકામાં ખાનગી શાળામાં બાળકને ભણાવવાના ખર્ચમાં 150%નો વધારો થયો છે. એક વાલી તરીકે આપે ઉચ્ચ શિક્ષણના નહીં પરંતુ શાળાના શિક્ષણના વધી રહેલા ખર્ચાઓને પણ ધ્યાન પર લેવાની જરૂર છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાંથી દર વર્ષે પ્રાપ્ત થતો નાણાંનો પ્રવાહ આપને ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થઈ શકે છે.

ઉચ્ચ શિક્ષણ

એક સમય એવો હતો જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય આયોજન ફક્ત એમના દ્વારા કરવામાં આવતું હતું, જેઓ પોતાના બાળકને વિદેશ ભણવા મોકલવા માંગતા હતા પરંતુ આજે આમ રહ્યું નથી. ભારતમાં પણ ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઝડપથી વધ્યો છે, જેના પરિણામે ચાઇલ્ડ હાયર એજ્યુકેશન પ્લાનની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારતમાં વિશેષજ્ઞ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોની ફી અતિશય હોય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન વાલીઓને તેમના બાળકના પેશનને પૂરાં કરવા માટે આર્થિક ટેકો પૂરો પાડે છે.

લગ્નના ખર્ચા

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ ચાઇલ્ડ પ્લાનની મદદથી આપ પીરિયોડિક મની બૅક (સમયાંતરે પરત મળતાં નાણાં) વગરના ચૂકવણીના વિકલ્પને પસંદ કરીને એક નોંધપાત્ર ભંડોળ ઊભું કરી શકો છો. પાકતી મુદતે આપને બાંયધરીપૂર્વકની કુલ ચૂકવણી પ્રાપ્ત થશે, જે વીમાકૃત રકમ અને બોનસ (જો જાહેર કરવામાં આવ્યું હોય તો)ના 125%ને સમકક્ષ છે.

પરંપરાગત રીતે માતા-પિતા બાળકના લગ્નનો પૂરેપૂરો નહીં તો પણ આંશિક ખર્ચો ઉઠાવે છે. આપનું સંતાન જો નાની વયે લગ્ન કરવાનું નક્કી કરે છે, તો આપની આર્થિક સહાય અનિવાર્ય બની જાય છે. આપનું સંતાન જો તેના લગ્નના ખર્ચા જાતે ઉઠાવવા માટે સક્ષમ હોય તો પણ આપ તમામ શક્ય મદદ કરવા ઇચ્છો છો. આપના સંતાનને જો લગ્ન માટે નાણાંની જરૂર હોય તો, આપ નવપરણિત યુગલને એકસામટી રકમ નવું ઘર ખરીદવા કે વર્લ્ડ ટુર માટે ભેટમાં પણ આપી શકો છો.

આપને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ ચાઇલ્ડ પ્લાનની શા માટે જરૂર છે?


 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન એક ઇન્વેસ્ટમેન્ટ-કમ-ઇન્શ્યોરેન્સ ટૂલ છે, જે આપના બાળકના આર્થિક ભવિષ્યનું આયોજન કરવામાં અને કેટલાક સીમાચિહ્નોને સરળતાથી હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. ચાઇલ્ડ પ્લાન વડે આપ એક નિર્ધારિત સમય માટે એક ભંડોળ ઊભું કરો છો. ભંડોળને સમયાંતરે થતી ચૂકવણીના સ્વરૂપે મેળવી શકાય છે, જેના પછી પાકતી મુદતના લાભ પ્રાપ્ત થાય છે અથવા તો ચાઇલ્ડ પ્લાનની મુદતના અંતે પાકતી એકસામટી રકમ મેળવી શકાય છે. તે એક ચાઇલ્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસી પણ હોવાથી તેના વીમાનું ઘટક વાતની ખાતરી કરે છે કે, પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં મૃત્યુ સંબંધિત લાભ પૂરાં પાડીને આપના બાળકની જરૂરિયાતોની કાળજી લેવામાં આવે.

અહીં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનની કેટલીક મહત્વની વિશેષતાઓ અને લાભ જણાવવામાં આવ્યાં છે, જે તેને આપના નાણાકીય પોર્ટફોલિયોમાં એક અત્યાવશ્યક ઉમેરણ બનાવે છે.

પ્રીમિયમની ચૂકવણી કરવામાંથી મુક્તિની પાત્રતા

વેવર ઑફ પ્રીમિયમ (WoP) (પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ)નો લાભ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનની એક અંતર્નિહિત વિશેષતા છે. રોકાણના અન્ય કોઈ વિકલ્પમાં જો પ્રીમિયમની ચૂકવણી બંધ થઈ જાય તો પ્લાન પણ બંધ થઈ જાય છે. પરંતુ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં વેવર ઑફ પ્રીમિયમ (WoP) લાભ બાબતની ખાતરી કરે છે કે, પૉલિસીધારકના મૃત્યુના કિસ્સામાં વીમાકંપની પોતે પ્રીમિયમની ચૂકવણી કરવાનું ચાલું રાખે. બાળકને મૃત્યુ સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે પરંતુ ભવિષ્યમાં ચૂકવવાના પ્રીમિયમને માફ કરી દેવામાં આવે છે અને તેમ છતાં બાળકને પાકતી મુદતની રકમ અને બોનસ (જો કોઈ હોય તો) તો મળે છે. એકવાર આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન શરૂ કરો તે પછી આપની ગેરહાજરીમાં પણ તેના લાભ ચાલું રહે છે.

ફુગાવા (મોંઘવારી) સામે સંઘર્ષ કરવા ઊંચું વળતર

મોટાભાગના પરંપરાગત વીમા અને બચત સાધનોની સરખામણીએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનને આપને વધુ સારું વળતર પૂરું પાડવા તૈયાર કરવામાં આવ્યો છે, જે ફુગાવાના પ્રભાવને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. સરકારી યોજનાઓ દર ત્રણ મહિને બદલાતો વ્યાજદર પૂરો પાડે છે અને તેમાં લૉક-ઇનનો સમયગાળો પણ હોય છે. જ્યારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન, જો આપ વ્યાજ અને પ્રવાહિતાના નુકસાનનું જોખમ લેવા માંગતા હો તો, વધુ સારો વિકલ્પ છે.

કરકપાતના લાભ

એક ચાઇલ્ડ પૉલિસી તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળ કરમુક્તિના ટોચના વર્ગમાં આવે છે. તેનો અર્થ થયો કે, આપને ઇન્કમ ટેક્સના પ્રવર્તમાન કાયદાઓ મુજબ, આપના દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર અને પૉલિસીની મુદત પૂરી થતાં પ્રાપ્ત થતાં પાકતી મુદતના લાભ પર કરકપાત પ્રાપ્ત થાય છે.

વીમાકવચ તરત શરૂ થાય છે

વાલી ગુમાવવાથી બાળકનું જીવન અનેક રીતે પીડાદાયક બની જાય છે. જો આગોતરી જોગવાઈ કરવામાં આવી હોય તો બાળકે આર્થિક સુરક્ષાના અભાવનો પણ સામનો કરવો પડી શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં પૉલિસીધારકનું મૃત્યુ થઈ જવા પર બાળકને એકસામટી રકમ તરીકે મૃત્યુ સંબંધિત લાભ તરત પ્રાપ્ત થઈ જાય છે. રકમ તત્ક્ષણના તાત્કાલિક ખર્ચાઓને પહોંચી વળવા માટે મદદરૂપ થાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન પૉલિસીધારકના અકાળે અવસાન પછી પણ ચાલું રહેતો હોવાથી બાળકનું ભવિષ્ય કોઇપણ પ્રકારની આકસ્મિક ઘટનામાં પણ સુરક્ષિત રહે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનની સ્થિતિસ્થાપકતા

આપના બાળકને ભવિષ્યમાં જ્યારે પણ નાણાંની સૌથી વધારે જરૂર પડે ત્યારે તેમને નાણાંનો પ્રવાહ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં પ્રીમિયમની ચૂકવણી કરવાની યોગ્ય મુદત પસંદ કરી શકો છો. ઉપરાંત, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ચૂકવવાના થતાં પ્રીમિયમની રકમ, પ્રીમિયમની ચૂકવણીના સમયગાળા અને પાકતી મુદતે નાણાં મેળવવાના મૉડના સંબંધમાં પણ સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં રાઇડર્સનું ઉમેરણ

આપ વૈકલ્પિક રાઇડરો અથવા રિસ્ક કવર્સમાંથી પસંદ કરી શકો છો, જે આકસ્મિક મૃત્યુ, કામયી વિકલાંગતા અને ગંભીર બીમારી આવી જવાના કિસ્સામાં લાભદાયી સાબિત થાય છે.

મારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ ચાઇલ્ડ પ્લાન શા માટે ખરીદવો જોઇએ?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ એન્ડોવમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જેની રચના આપના વહાલસોયા બાળકના સપના સાકાર થઈ શકે તે માટે આપનું નાણાકીય આયોજન કરવા કરવામાં આવી છે. પ્લાન આપને સમયાંતરે ચૂકવણીઓ કરીને આપના બાળકના શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે નાણાં પૂરાં પાડે છે તથા આપના અકાળે અવસાન કે આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાગતાં આવી જવાના કિસ્સામાં આપના બાળકના ભવિષ્યને સુરક્ષિત રાખે છે. બાંયધરીપૂર્વકની ચૂકવણીની સ્થિતિસ્થાપક વિશેષતા, બોનસનો સંચય (જો જાહેર કરવામાં આવે) અને જીવન વીમાના લાભને કારણે પ્રોડક્ટ આપના બાળકની નાણાકીય જરૂરિયાતોની કાળજી લેવા માટેનું ઉત્તમ મિશ્રણ રજૂ કરે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ ચાઇલ્ડ પ્લાનની મુખ્ય વિશેષતાઓ

  • પ્લાનમાં રહેલી પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ (WOP)ની વિશેષતાની મદદથી આપના બાળકના સપનાને રોળાઈ જતાં અટકાવો. વીમાકૃત વ્યક્તિના અવસાનના કિસ્સામાં અથવા તો વીમાકૃત વ્યક્તિને અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતા (ATPD) આવી જાય તો, ત્યારપછીથી ભવિષ્યના પ્રીમિયમને ચૂકવવાની જરૂરિયાત રહેતી નથી (જો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોય તો).
  • એકસામટી રકમની ચૂકવણી તરીકે અથવા તો નિયમિત આવક તરીકે મૃત્યુ સંબંધિત લાભને પસંદ કરવાનો ફાયદો મેળવો.
  • વીમાકવચની જરૂરિયાતના પ્રકારને પસંદ કરવાની સ્થિતિસ્થાપકતા, જેમ કે - આકસ્મિક મૃત્યુ કે અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતા (ATPD) કે પ્રીમિયમની વિવિધ રકમ માટે બંને લાભનું સંયોજન.
  • આપની જરૂરિયાતને અનુરૂપ પૉલિસીની મુદત/પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત અને ચૂકવણીના મૉડ્સના વિકલ્પો.
  • આપની જરૂરિયાતો પર આધાર રાખી પૉલિસીની મુદત દરમિયાન ચૂકવણીના 8 વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો, જે આપને વીમાકૃત રકમના 101%થી 125% સુધીની બાંયધરીપૂર્વકની ચૂકવણી કરે છે.
  • સંચિત થયેલા બોનસ મારફતે આપના રોકાણની વૃદ્ધિને સુરક્ષિત બનાવો.
  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત થયેલા લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે. પાકતી મુદતે ચૂકવણીના છેલ્લાં હપ્તાની સાથે ઉપાર્જિત થયેલા આપના તમામ સાદા બોનસ (જો જાહેર કરવામાં આવેલ હોય તો)ને મેળવો.
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનને આપની અનુકૂળતા મુજબ ઓનલાઇન ખરીદી શકાય છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ખરીદવાના પાત્રતાના માપદંડો કયા છે?


  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં પ્રવેશવાની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વર્ષ 45 વર્ષ છે.
  • પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 7થી 14 વર્ષની છે અને પૉલિસીની લઘુત્તમ અને મહત્તમ મુદતનો આધાર ચાઇલ્ડ પ્લાનમાં પસંદ કરવામાં આવેલી પ્રમીયમની ચૂકવણીની મુદત પર રહેશે.
  • ચાઇલ્ડ પ્લાનમાં પૉલિસીની લઘુત્તમ મુદત 15 વર્ષ છે અને પૉલિસીની મહત્તમ મુદત 25 વર્ષ છે. એટલે કે, જો આપે પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 7 વર્ષની પસંદ કરી હશે તો, પૉલિસીની લઘુત્તમ મુદત 15 વર્ષની હશે અને પૉલિસીની મહત્તમ મુદત 20 વર્ષ હશે.
  • 7થી 9 વર્ષની પ્રીમિયમની ચૂકવણીની મુદત માટે લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 1,50,000 છે અને 10થી 14 વર્ષની પ્રીમિયમની મુદત માટે વીમાકૃત રકમ રૂ. 2,00,000 છે. તો મહત્તમ વીમાકૃત રકમ પર અંડરરાઇટિંગને આધિન રહી કોઈ મર્યાદા નથી.

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન અન્ય પ્લાનથી કઈ રીતે અલગ પડે છે?

    ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનની મદદથી આપ પ્રકારે પૉલિસીની મુદત પસંદ કરી શકો છો, જે આપના બાળકને તેમની યોગ્ય વયે ડિવિડન્ટ્સની ચૂકવણી કરે છે, તે રોકાણનું જોખમોથી મુક્ત સાધન છે અને તે પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ (WoP)ના લાભ તથા ચૂકવણીના 8 સ્થિતિસ્થાપક વિકલ્પો જેવા વધારાના લાભ પણ પૂરાં પાડે છે.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન હેઠળ આપ ઓછામાં ઓછું કેટલું પ્રીમિયમ ચૂકવી શકો છો?

    ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં પૉલિસીધારકને તેમની પસંદગી પર આધાર રાખી માસિક/ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક રીતે પ્રીમિયમ ચૂકવવાની સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત થાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ખરીદવા માટે આપે દર મહિને રૂ. 1,349, દર  ત્રણ મહિને રૂ. 4,015, દર મહિને રૂ. 7,934 અને દર વર્ષે રૂ. 15,500નું લઘુત્તમ પ્રીમિયમ ચૂકવવાનું રહે છે.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં ચાઇલ્ડ લાઇફ કવરેજનો અર્થ શું થાય છે?

    ચાઇલ્ડ લાઇફ કવરેજનો અર્થ નથી કે પૉલિસીમાં બાળકનો જીવન વીમો ઉતારવામાં આવે છે. તેનો અર્થ પૉલિસીધારકને પૂરું પાડવામાં આવતું વીમાકવચ છે, જેઓ સામાન્ય રીતે બાળકના વાલી હોય છે. પ્રીમિયમની ચૂકવણી કરનારા વાલીને જીવન વીમાકવચ પૂરું પાડવામાં આવતું હોવાથી કોઈ કમનસીબ ઘટનામાં આપના બાળકની નાણાકીય જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે તેની આપ ખાતરી રાખી શકો છો.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન ક્યારે ખરીદવો જોઇએ?

    આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનને આપના બાળકનો જન્મ થવાની સાથે ખરીદી શકો છો. પ્લાનને શક્ય એટલી વહેલી તકે ખરીદવો જોઇએ. આપ પ્લાન જેટલો વહેલો ખરીદશો આપે એટલું ઓછું રોકાણ કરવું પડશે અને તેની સામે આપને એટલું વધારે વ્યાજ પ્રાપ્ત થશે. આપનું બાળક મોટું થઈ ગયું હોય તો પણ તેની પાછળ ખર્ચાઓ ચાલું રહેવાના છે, આથી તેમની કોઇપણ વયે ચાઇલ્ડ પ્લાન ખરીદવો યોગ્ય ગણાશે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં પૉલિસીધારકની વય 21થી 45ની વચ્ચે હોઈ શકે છે.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનની મુદત કેટલી છે?

    ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન એક પ્રીમિયમની મર્યાદિત ચૂકવણી કરવાની પૉલિસી છે, જે 15-25 વર્ષની વચ્ચે પૉલિસીની મુદત પસંદ કરવાનો વિકલ્પ આપે છે. પૉલિસીની 15થી 20 વર્ષની કુલ મુદતની સાથે પ્રીમિયમની ચૂકવણીની લઘુત્તમ મુદત 7 વર્ષ છે. સાથે , આપ 22-25 વર્ષની પૉલિસીની કુલ મુદતની સાથે 14 વર્ષ જેવા લાંબા સમય સુધી પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં રિસ્ક કવરના કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

    ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન જીવન વીમાકવચ ધરાવનારી વ્યક્તિના મૃત્યુ, આકસ્મિક મૃત્યુ અને આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવાના કિસ્સામાં જીવન વીમાકવચ પૂરું પાડે છે. પ્લાન હેઠળ અહીં નીચે જણાવેલ રિસ્ક કવરના વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં પ્રીમિયમની રકમ વિકલ્પોની પસંદગી પર આધાર રાખીને અલગ-અલગ હોય છે, જેમ કે - મૃત્યુ સંબંધિત વીમાકવચ, મૃત્યુ વત્તા આકસ્મિક મૃત્યુ સંબંધિત વીમાકવચ (ADB), મૃત્યુ વત્તા આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા (ATPD) તથા મૃત્યુ વત્તા ATPD (આકસ્મિક કાયમી સંપૂર્ણ વિકલાંગતા) વત્તા ADB (આકસ્મિક મૃત્યુ સંબંધિત વીમાકવચ) (વ્યાપક વીમાકવચ).

  • શું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન વીમાકૃત રકમ પર મોટી છુટ કે ડિસ્કાઉન્ટ આપે છે?

    હા, પૉલિસી દિઠ વીમાકૃત રકમ પર આધાર રાખી, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન છુટ/ડિસ્કાઉન્ટ પૂરાં પાડે છે. રૂ. 3-5 લાખની વીમાકૃત રકમ ધરાવતી પૉલિસી માટે પ્લાનમાં પ્રીમિયમના દરો પર 2.5%નું ડિસ્કાઉન્ટ મળે છે. રૂ. 1 કરોડ અને તેનાથી વધુની વીમાકૃત રકમ ધરાવતી પૉલિસી માટે પ્લાનમાં પ્રીમિયમના દરો પર 8.40% જેટલું માતબર ડિસ્કાઉન્ટ પૂરું પાડવામાં આવે છે.

  • શું હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનને સરેન્ડર કરી શકું?

    હા. સામાન્ય રીતે પૉલિસીને ક્યારેય સરેન્ડર નહીં કરવાની ભલામણ કરવામાં આવે છે પરંતુ કોઈ ઇમર્જન્સીની સ્થિતિ આવી પડવાના કિસ્સામાં આપ રોકડની જરૂરિયાત પૂરી કરવા પૉલિસીને સરેન્ડર કરી શકો છો. ચૂકવણીના મૂલ્યને પ્રાપ્ત કર્યા બાદ કોઇપણ સમયે રોકડમાં તરત ચૂકવણી મેળવવા માટે આપ પૉલિસીને સરેન્ડર કરી શકો છો. 2 વર્ષના સંપૂર્ણ પ્રીમિયમની ચૂકવણી કર્યા બાદ પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારક કોઇપણ સમયે પૉલિસીને સરેન્ડર કરે, તો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાન તેના સરેન્ડરનું મૂલ્ય ચૂકવે છે. સરેન્ડર કરવા પર ચૂકવવાપાત્ર થતી રકમ ગેરેન્ટીડ સરેન્ડર વેલ્યૂ (GSV) (સરેન્ડરના બાંયધરીપૂર્વકના મૂલ્ય) તથા સ્પેશિયલ સરેન્ડર વેલ્યૂ (SSV) (સરેન્ડરના વિશેષ મૂલ્ય)થી વધારે હશે.

  • શું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લિટલ ચેમ્પ પ્લાનમાં કોઈ ફ્રીલૂકનો સમયગાળો છે?

    હા, આપ ફ્રીલૂકના સમયગાળાની અંદર પૉલિસીને પરત કરી શકો છો. આપ જો પૉલિસીના કોઇપણ નિયમો અને શરતો સાથે સંમત હો તો આપની પાસે પૉલિસી મળ્યાંની તારીખથી 15 દિવસની અંદર પૉલિસીને પરત કરવાનો વિકલ્પ રહે છે. ડિસ્ટન્સ માર્કેટિંગ કે ઇલેક્ટ્રોનિક મૉડ મારફતે ખરીદવામાં આવેલી પૉલિસીઓ માટે ફ્રીલૂકનો સમયગાળો 30 દિવસનો રહેશે..

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK