કૉમન સર્વિસ સેન્ટર પ્લાન

પ્રીમિયમના પરવડે તેવા દરો ધરાવતા અત્યંત સરળ પ્લાન

અત્યંત પરવડે તેવી કિંમતે સીએસસી પ્લાન કેવી રીતે આપના લક્ષ્યો હાંસલ કરવામાં અને આપના પરિવારની રક્ષા કરવામાં આપને મદદરૂપ થાય છે, તે જુઓ

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) પ્લાન શા માટે પસંદ કરવા જોઇએ?

  • ખૂબ જ સરળતાથી સમજાઈ જાય છે

    આ પ્લાનને એટલી સરળ રીતે તૈયાર કરવામાં આવ્યાં છે કે તેને સમજવા માટે ઓછામાં ઓછી મદદની જરૂર પડે છે

  • સ્પષ્ટપણે વ્યાખ્યાયિત લાભ

    પ્લાન ખરીદતા પહેલાં જ તેના લાભને જાણો અને સમજો, અમે આપના માટે તેને ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક વ્યાખ્યાયિત કર્યા છે

  • બેવડો લાભ

    વીમાકવચ અને બચતનો બેવડો લાભ એક જ પ્લાનમાં મેળવો

  • પ્લાન ખરીદવો તદ્દન સરળ

    આપની સુગમતાને ધ્યાનમાં રાખીને ખરીદીની પ્રક્રિયાને ઝડપી અને સ્વચાલિત બનાવવામાં આવી છે

  • કર સંબંધિત ફાયદા

    કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ, આપના દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમ અને મેળવવામાં આવતા લાભ પર કરબચતના લાભ મેળવો

કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • આપની જરૂરિયાત મુજબ યોગ્ય પ્લાન પસંદ કરો

  • આપને પ્રાપ્ત થતાં લાભને સમજો

  • યોગ્ય વીમાકવચ પસંદ કરો

Know More

આપની જરૂરિયાત મુજબ યોગ્ય પ્લાન પસંદ કરો

દરેક વ્યક્તિ અદ્વિતીય હોય છે અને આથી જ તેમની નાણાકીય આવશ્યકતાઓ પણ એટલી જ વિભિન્ન હોય છે. અમે આપને વીમા પ્લાન ક્યારે ખરીદવો, આપે આપની જરૂરિયાત મુજબ કેવી રીતે વિશેષ પસંદગી કરવી જોઇએ અને આપના નાણાકીય લક્ષ્યો શું હોવા જોઇએ તે સૂચવીએ છીએ. આ બાબત આપનું નાણાકીય આયોજન ઉત્તમ રીતે થયેલું હોવાનું સુનિશ્ચિત કરે છે.

આપને પ્રાપ્ત થતાં લાભને સમજો

આપનો પ્લાન જે લાભ પૂરાં પાડે છે, તે આપના દ્વારા પૉલિસી ખરીદવામાં આવતાં પહેલાં વ્યાખ્યાયિત થયેલાં હોય છે. જોકે, આપ પૉલિસી ખરીદવાનું નક્કી કરો તે પહેલાં જ આપ આપની પૉલિસીની વિશેષતાઓ અને લાભને સારી રીતે સમજી લો તે ખૂબ જ મહત્વનું છે.

યોગ્ય વીમાકવચ પસંદ કરો

આપ હંમેશા સૌથી વધુ પરવડે તેવા પ્લાનને ખરીદવા માટે ઉત્સુક હો છો પરંતુ અમે આપને આ અંગે નિર્ણય લેતી વખતે વિવિધ બાબતોને ધ્યાનમાં રાખવાની સલાહ આપીએ છીએ, જેમ કે - આપની આવક, આપ જે પ્લાનને ખરીદવા માંગો છો તે કેટલું જોખમ આવરી લે છે તેમજ આપના પ્રિયજનોના લક્ષ્યો. આ તમામ બાબતો એકઠી થઇને આપને કેવા પ્રકારના વીમાકવચની જરૂર છે તે નક્કી કરે છે અને આખરે આપના માટે ચીરસ્થાયી પ્લાનની રચના કરે છે.