ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન
મોજભર્યું જીવન જીવો, નિવૃત્તિ પછી પણ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાનની રચના આપને આજીવન નિયમિત આવક પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. તે આપને આપના નિવૃત્તિના વર્ષો દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાને પહોંચી વળવામાં અને ફુગાવાથી આગળ રહેવામાં મદદરૂપ થાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન ખરીદવાના કારણો
આપની જરૂરિયાત મુજબ, એન્યુઇટી (વાર્ષિકી)ના 12 અલગ-અલગ વિકલ્પોમાંથી પસંદગી કરી આજીવન નિયમિત આવક મેળવવાની બાંયધરી મેળવો
લાઇફ એન્યુઇટી, જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યુઇટી, ડીફર્ડ લાઇફ એન્યુઇટી, એસ્કેલેટિંગ લાઇફ એન્યુઇટી જેવા વિકલ્પોની મદદથી ખરીદકિંમત પરત મેળવવાની સુવિધા પ્રાપ્ત કરો અને આપના પ્રિયજનોને પ્રીમિયમની રકમ પરત મળતી હોવાથી આપના નોમીની(ઓ)ની સુરક્ષા કરો
એન્યુઇટી સર્ટેઇન વિકલ્પની મદદથી બાંયધરી મેળવો! કમનસીબ ઘટના અને તેના પછીના જીવનને લક્ષ્યમાં લીધા વગર અગાઉથી નક્કી કરેલા સમયગાળા માટે આપની એન્યુઇટી (વાર્ષિકી)ની રકમ પ્રાપ્ત કરો
ડીફર્ડ લાઇફ એન્યુઇટી વિકલ્પને પસંદ કરી આપની જરૂરિયાતોને અનુરૂપ આપની એન્યુઇટી (વાર્ષિકી)ના હપ્તાઓને પાછા ઠેલવો
જોઇન્ટ લાઇફ અથવા ફેમિલી ઇન્કમ જેવા વિકલ્પોની મદદથી આપની ગેરહાજરીમાં પણ આપના પ્રિયજનોને ટેકારૂપ થાઓ
એસ્કેલેટિંગ લાઇફ એન્યુઇટીનો વિકલ્પ પસંદ કરો અને એક સ્થિર દરે વધતી જતી એન્યુઇટી (વાર્ષિકી)ની રકમ મેળવો
આપને આપની રકમ ખરીદકિંમતના સ્વરૂપે પ્રાપ્ત થતી હોવાથી ગંભીર બીમારીઓ સામે સુરક્ષિત રહો અને તેનો ઉપયોગ આપના ઇલાજ માટે કરો
આપના નિવૃત્તિના વર્ષો દરમિયાન માસિક/ત્રિમાસિક/છમાસિક/વાર્ષિક ધોરણે નિયમિત આવક મેળવો
એન્યુઇટી (વાર્ષિકી)ના નમૂનાની રકમો જોવા માટે અહીં ક્લિક કરો
પાત્રતાના માપદંડો કયા છે?
આ પ્લાનમાં પ્રવેશની લઘુત્તમ વયમર્યાદા 40 વર્ષ* અને મહત્તમ વય 80 વર્ષ છે.
આ પ્લાનમાં લઘુત્તમ પ્રીમિયમ (ખરીદકિંમત) આઇએનઆર 1,00,000 છે અને મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી
એન્યુઇટીની લઘુત્તમ માસિક રકમ આઇએનઆર 1,000 અને વાર્ષિક 12,500 છે જ્યારે એન્યુઇટીની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન
વીમા તથા રોકાણની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન, આપ આજીવન નિયમિત આવક રળો તેની ખાતરી કરે છે. નિવૃત્તિનું આયોજન એ આપની વૃદ્ધાવસ્થા માટે ફક્ત નાણાં અલગથી મૂકી દેવાથી ઘણી વિશેષ બાબત છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો તેમની નિવૃત્તિ માટે બચત કરતાં હોય છે પરંતુ ઘણાં ઓછા લોકો પોતે અલગ રાખેલા નાણાકીય સ્રોતોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હોય છે. ભારતમાં નિવૃત્તિનું યોગ્ય રીતે આયોજન કરવા માટે આપને શ્રેષ્ઠ વિશેષતાઓ અને સ્થિતિસ્થાપકતા પૂરી પાડનારા પેન્શન પ્લાન અંગે સંશોધન કરવું જોઇએ.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન એ એક એન્યૂઇટી પેન્શન પ્લાન છે, જે આપને આપની ચોક્કસ જરૂરિયાતો માટે આપની રીટાયરમેન્ટ પૉલિસીને કસ્ટમાઇઝ કરવામાં મદદરૂપ થવા અનેકવિધ વિકલ્પોની વિશેષતા ધરાવે છે. આપે જ્યારે આપની નિવૃત્તિની આવક મેળવવાનું શરૂ કરવું હોય તેમજ ગંભીર બીમારીઓ સામે સંરક્ષણ પણ મેળવવું હોય ત્યારે આપ કયા પ્રકારની એન્યૂઇટી (વાર્ષિકી) મેળવવા માંગો છો તે પસંદ કરવાનું રહે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટી એન્યૂઇટી પ્લાનની મદદથી આજીવન આવક મેળવવાની ખાતરી મેળવી નિશ્ચિંત થઈ જાઓ.
આપના નિવૃત્તિના આયોજન માટે આપે શા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનનો ઉપયોગ કરવો જોઇએ?
ભારતમાં પેન્શન પ્લાન ખરીદવા પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય આપના નિવૃત્તિના દિવસો દરમિયાન નાણાંનો નિયમિત પ્રવાહ મેળવવાનો છે. આપ જ્યારે જીવનમાં વહેલીતકે નિવૃત્તિનું આયોજન શરૂ કરો છો ત્યારે ભવિષ્યમાં આપનું જીવન કેવું હશે તેની પર આપ વધુ સારું નિયંત્રણ હાંસલ કરો છો. નિવૃત્તિ સંબંધિત આયોજનના આપના ચોક્કસ લક્ષ્યો આપની વર્તમાન આવક, અપેક્ષિત જીવનધોરણ અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખીને બદલાય છે. જોકે, પ્રાથમિક હેતુ તો સમાન જ રહે છે, જે છે, આર્થિક સ્વાતંત્ર્ય, જ્યારે આપની વ્યાવસાયિક આવક બંધ થઈ જાય ત્યારે પણ.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનની મદદથી આપની નિવૃત્તિનું આયોજન કરવાથી આપને અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છેઃ
પેન્શનની તરત ચૂકવણી
ભારતમાં મોટાભાગના પેન્શન પ્લાનમાં આપે સમયાંતરે અનેક વર્ષો સુધી ચૂકવણી કરવાની રહે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનમાં પ્રીમિયમની ચૂકવણી એક જ વારમાં કરી તરત એન્યૂઇટીની ચૂકવણી શરૂ થતી હોવાથી (જો ડીફર્ડ એન્યૂઇટીનો વિકલ્પ પસંદ ન કરવામાં આવ્યો હોય તો), આપ આપના જીવનના પાછલા વર્ષોમાં એક મોટી રકમનું રોકાણ કરી શકો છો અને ત્યારબાદ તરત પેન્શનની ચૂકવણીઓ મેળવવાનું શરૂ કરી શકો છો.
મનની શાંતિ
મનુષ્યની આયોજનશક્તિ તેના ઘણાં જમા પાસાંઓ પૈકીની એક છે. આપણે કામની યાદી બનાવીએ છીએ, મીટિંગોનું આયોજન કરીએ છીએ અને લક્ષ્.નું ચેકલિસ્ટ તૈયાર કરીએ છીએ. એક સુઆયોજિત પ્લાન આશીર્વાદ સમાન હોય છે, જેની કૃપા સતત વરસતી જ રહે છે. તે આપને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને અગાઉથી પરખી લેવામાં મદદરૂપ થાય છે તેમજ તેમાં આપના ભવિષ્યનું ધ્યાન રાખવામાં આવતું હોવાથી તે આપને વર્તમાનમાં મનની શાંતિ પણ આપે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન આપને મનની શાંતિ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે એન્યૂઇટીના 12 અલગ-અલગ વિકલ્પ પૂરાં પાડે છે. ડીફર્ડ એન્યૂઇટી, એસ્કેલેટિંગ લાઇફ એન્યૂઇટી અને એન્યૂઇટી સર્ટેઇન જેવા એન્યૂઇટીના વિકલ્પોની મદદથી આપ ગંભીર બીમારીઓને કારણે આવનારા આર્થિક સંકટોથી પણ સુરક્ષિત રહી શકો છો.
આપના પ્રિયજનોને સુરક્ષિત રાખવા
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન એ એક પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે રોકાણના સાધન તરીકે અને આપને જીવન વીમાકવચ પૂરું પાડીને બેવડો હેતુ સર કરે છે. આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના આશ્રિતોને આપના રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં રહેલી વીમાકૃત રકમના સ્વરૂપે એકસામટી રકમ પ્રાપ્ત થાય છે (એન્યૂઇટીના વિકલ્પ પર આધાર રાખી). દરેક સંભાવ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખનાર ઇન્શ્યોર્ડ રીટાયરમેન્ટ પ્લાનની મદદથી આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત બનાવો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન હેઠળ એન્યૂઇટીના વિકલ્પો કયા છે?
ભારતમાં સામાન્ય રીતે લોકો 60 વર્ષની આસપાસ નિવૃત્તિ થાય છે. જોકે, નિવૃત્તિનું આયોજન ઘણું આગોતરું કરી લેવું જોઇએ, જેથી આપના જીવનનો આ સમયગાળો આપના જીવનના અન્ય સમયગાળા જેવો જ આરામદાયક પસાર થાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન એ એક પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાન છે, જે આપને આપના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ થાય છે.
નિવૃત્તિનું આયોજન કરતી વખતે આપને ભારતમાં અનેક પેન્શન પ્લાન જોવા મળશે, જે લાભ, બાકાત રાખવામાં આવતી બાબતો, વિશેષતાઓ કે પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત પર આધાર રાખી એકબીજાથી અલગ પડે છે. ભારતમાં સૌથી યોગ્ય રીટાયરમેન્ટ પૉલિસી શોધવી એ નિવૃત્તિના આયોજનનું એક મહત્વનું ઘટક છે. એક પેન્શન પ્લાન અથવા તો રીટાયરમેન્ટ પૉલિસી તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનમાં આપે આપના નિવૃત્તિના વર્ષોને સલામત બનાવનાર એક માતબર ભંડોળ ઊભું કરવા માટે એક જ વારમાં બધું જ યોગદાન આપવાનું રહે છે. અહીં એન્યૂઇટી (વાર્ષિકી)ના વિકલ્પો આપવામાં આવ્યાં છે, જેમાંથી આપે કોઈ એકને પસંદ કરવાનો રહે છેઃ
લાઇફ એન્યૂઇટી
આ વિકલ્પમાં એન્યૂઇટીની રકમ વાર્ષિકી પ્રાપ્ત કરનારી વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એરીયર્સમાં ચૂકવવામાં આવશે અને વાર્ષિકી મેળવનારી વ્યક્તિના મૃત્યુ બાદ તે બંધ થઈ જશે.
સંપૂર્ણ ખરીદકિંમત પરત કરવાની સાથે લાઇફ એન્યૂઇટી
વાર્ષિકી પ્રાપ્ત કરનારી વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમને એન્યૂઇટીની રકમ ચૂકવવાપાત્ર રહેશે અને તેમના મૃત્યુ બાદ તે બંધ થઈ જશે. વાર્ષિક મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થવા પર તેમના નોમીની(ઓ)/કાનૂની વારસદાર(રો)ને સંપૂર્ણ ખરીદકિંમત ચૂકવવાપાત્ર થઈ જશે.
જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યૂઇટી ફૉર લાઇફ
આ વિકલ્પમાં વાર્ષિક પ્રાપ્ત કરનારી પ્રાથમિક વ્યક્તિના નિધન પછી પણ તેમના જીવનસાથીને અથવા તો તેમના દ્વારા પસંદ કરવામાં આવેલ જોઇન્ટ લાઇફ એન્યૂઇટેન્ટને ચૂકવણીઓ મળવાનું ચાલું રહેશે. વાર્ષિક મેળવનારી બંને વ્યક્તિઓનું નિધન થયાં પછી જ વાર્ષિકીની ચૂકવણીઓ બંધ થશે.
સંપૂર્ણ ખરીદકિંમત પરત કરવાની સાથે જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યૂઇટી ફૉર લાઇફ
આ વિકલ્પમાં વાર્ષિક પ્રાપ્ત કરનારી પ્રાથમિક વ્યક્તિના નિધન પછી પણ તેમના જીવનસાથીને અથવા તો તેમના દ્વારા પસંદ કરવામાં આવેલ જોઇન્ટ લાઇફ એન્યૂઇટેન્ટને ચૂકવણીઓ મળવાનું ચાલું રહેશે. વાર્ષિક મેળવનારી બંને વ્યક્તિઓનું નિધન થયાં પછી જ વાર્ષિકીની ચૂકવણીઓ બંધ થશે. વાર્ષિક મેળવનારી બંને વ્યક્તિનું મૃત્યુ થવા પર તેમના નોમીની(ઓ)/કાનૂની વારસદાર(રો)ને સંપૂર્ણ ખરીદકિંમત ચૂકવવાપાત્ર થઈ જશે.
5,10,15 વર્ષના સમયગાળા અને ત્યારપછીના જીવન માટે એન્યૂઇટી સર્ટેઇન
એન્યૂઇટી (વાર્ષિક)ને વાર્ષિકી મેળવનારી વ્યક્તિ જીવિત રહે ત્યાં સુધી અથવા તો નિશ્ચિત સમયગાળો પૂરો થાય ત્યાં સુધી, બેમાંથી જે પછી આવતો હોય ત્યાં સુધી એરીયર્સમાં ચૂકવવાપાત્ર રહેશે. વાર્ષિકી મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થવા પર કે એક નિશ્ચિત સમયગાળો પૂરો થવા પર, બેમાંથી જ પછી આવતો હોય, ત્યારે એન્યૂઇટની ચૂકવણી બંધ થઈ જશે અને ત્યારબાદ કોઈ રકમ ચૂકવવાપાત્ર રહેશે નહીં. વાર્ષિકી મેળવનારી વ્યક્તિ પાસે 5, 10 અથવા 15 વર્ષનો ચોક્કસ સમયગાળો પસંદ કરવાનો વિકલ્પ રહે છે.
ડીફર્ડ લાઇફ એન્યૂઇટી
આપ એન્યૂઇટી (વાર્ષિકી)ના એક નિશ્ચિત દરે 5-10 વર્ષના ડીફર્મેન્ટ સમયગાળાને પસંદ કરી શકો છો. વાર્ષિક મેળવનારી વ્યક્તિના જીવનકાળ માટે ડીફર્મેન્ટનો સમયગાળો પૂરો થયાં બાદ એન્યૂઇટી (વાર્ષિકી)ની ચૂકવણી કરવામાં આવશે. આ ડીફર્મેન્ટના સમયગાળા દરમિયાન વાર્ષિકી મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થઈ જવાના કિસ્સામાં તેમના નોમીની(ઓ)/કાનૂની વારસદાર(રો)ને ખરીદકિંમતની 110% રકમ ચૂકવવાપાત્ર થઈ જશે.
ખરીદકિંમત પરત કરવાની સાથે ડીફર્ડ લાઇફ એન્યૂઇટી
ડીફર્ડ લાઇફ એન્યૂઇટીના વિકલ્પના તમામ લાભ ઉપરાંત, આ પ્રકારના પ્લાનમાં ડીફર્મેન્ટના સમયગાળા બાદ વાર્ષિકી મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થઈ જવાના કિસ્સામાં તેમના નોમીની(ઓ)/કાનૂની વારસદાર(રો)ને સંપૂર્ણ ખરીદકિંમત પરત કરી દેવામાં આવે છે.
ગંભીર બીમારીનું નિદાન થવા પર કે મૃત્ય થઈ જવા પર ખરીદકિંમત પરત કરી દેવાની સાથે લાઇફ એન્યૂઇટી
એન્યૂઇટીની ચૂકવણી કરવા માટે પસંદ કરવામાં આવેલ આવેલ ફ્રીક્વન્સી મુજબ, વાર્ષિકી મેળવનારી વ્યક્તિના જીવનકાળ માટે એન્યૂઇટી એરીયર્સમાં ચૂકવવામાં આવશે. વાર્ષિક મેળવનારી વ્યક્તિને વીમાકવચમાં આવરી લેવામાં આવેલ કોઇપણ ગંભીર બીમારી (અનુલગ્નક 1માં વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે)નું નિદાન થવા પર કે તેમનું મૃત્યુ થઈ જવા પર એન્યૂઇટીની ચૂકવણીઓ બંધ થઈ જશે તથા વાર્ષિકી મેળવનારી વ્યક્તિને અથવા તો વાર્ષિકી મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થઈ જવા પર તેમના નોમીની(ઓ)ને સંપૂર્ણ ખરીદકિંમત પરત ચૂકવવાપાત્ર થઈ જશે અને પૉલિસી બંધ થઈ જશે.
ખરીદકિંમત હિસ્સાઓમાં પરત કરવાની સાથે લાઇફ એન્યૂઇટી
આ વિકલ્પમાં એન્યૂઇટી (વાર્ષિકી) વાર્ષિકી મેળવનારી વ્યક્તિના જીવનકાળ માટે એરીયર્સમાં ચૂકવવાપાત્ર થશે. 10 વર્ષ પૂરાં થવા પર જો વાર્ષિકી મેળવનારી વ્યક્તિ જીવિત હોય તો, તેમને ખરીદકિંમતના 30% ચૂકવવામાં આવશે. 10 વર્ષ પછી વાર્ષિકી મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થઈ જવા પર વાર્ષિકીની ચૂકવણી બંધ થઈ જશે અને તેમના નોમીની(ઓ)/કાનૂની વારસદાર(રો)ને ખરીદકિંમતની 70% રકમ ચૂકવવામાં આવશે. વાર્ષિકી મેળવનારી વ્યક્તિનું 10 વર્ષની અંદર મૃત્યુ થઈ જવા પર વાર્ષિકીની ચૂકવણીઓ બંધ થઈ જશે અને વાર્ષિકી મેળવનારી વ્યક્તિના નોમીની(ઓ)/કાનૂની વારસદાર(રો)ને ખરીદકિંમતની સંપૂર્ણ રકમ ચૂકવવાપાત્ર થઈ જશે.
વધતી જતી લાઇફ એન્યૂઇટી
વાર્ષિકી મેળવનારી વ્યક્તિના જીવનકાળ માટે એરીયર્સમાં ચૂકવવામાં આવતી વાર્ષિકીમાં દર 3 વર્ષે પ્રારંભિક વાર્ષિકી પરના 5%ના સાદા વ્યાજે વધારો થશે.
ખરીદકિંમત પરત કરવાની સાથે વધતી જતી લાઇફ એન્યૂઇટી
વાર્ષિકી મેળવનારી વ્યક્તિના જીવનકાળ માટે એરીયર્સમાં ચૂકવવામાં આવતી વાર્ષિકીમાં દર 3 વર્ષે પ્રારંભિક વાર્ષિકી પરના 5%ના સાદા વ્યાજે વધારો થશે. વાર્ષિકી મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થઈ જવા પર વાર્ષિકીની ચૂકવણીઓ બંધ થઈ જશે અને વાર્ષિકી મેળવનારી વ્યક્તિના નોમીની(ઓ)/કાનૂની વારસદાર(રો)ને સંપૂર્ણ ખરીદકિંમત ચૂકવવાપાત્ર થઈ જશે.
એનપીએસ - કૌટુંબિક આવક
આ વિકલ્પ હેઠળ, એન્યૂઇટીનો લાભ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમનો અનુસાર ચૂકવવામાં આવશે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન આપને એક સામાન્ય રીટાયરમેન્ટ પેન્શન સ્કીમથી ઘણું વિશેષ આપે છે. તે આપને આર્થિક સુરક્ષા અને આપની વૃદ્ધાવસ્થામાં આર્થિક સ્વાતંત્ર્ય આપવાની સાથે-સાથે વાર્ષિકીના 12 અલગ-અલગ વિકલ્પો તથા કરકપાતનો લાભ પણ પૂરો પાડે છે.
શું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન આપના માટે યોગ્ય પ્લાન છે?
નિવૃત્તિના આયોજન માટે નક્કર આંકડાંઓ હોવા જોઇએ. તેમાં કોઈ અટકળબાજી કે ‘કળાકારીગરી’ ચાલતી નથી, આપના લાંબાગાળાના નિવૃત્તિના લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રભાવિત કરનારી વિવિધ બાબતોને ધ્યાન પર લેનાર વિજ્ઞાન જ આ માટે કામમાં આવે છે. આપની વર્તમાન આવક, અનુમાનિત ખર્ચાઓ, ફુગાવો અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાન પર લો. તેનાથી આપ એ જાણી શકશો કે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન આપની ટૂંકા અને લાંબાગાળાની જરૂરિયાતો પૂરી કરી શકશે કે કેમ. આ પેન્શન પ્લાનની સરખામણી આપના નિવૃત્તિના આયોજનના ચેકલિસ્ટ સાથે કરી જુઓ.
બાંયધરીપૂર્વકની આવક
ભારતમાં મોટાભાગના પેન્શન પ્લાન આપનો માસિક પગાર બંધ થઈ જાય તે પછી આપની આ આવકનું સ્થાન લઈ લે તે પ્રમાણે તૈયાર કરવામાં આવેલા છે. કોઈ એન્યૂઇટી ઇન્શ્યોરેન્સ પેન્શન પ્લાનને પસંદ કરવાનો અર્થ એ છે કે, જ્યાં સુધી આપની આ રીટાયરમેન્ટ પૉલિસી ચાલું છે, ત્યાં સુધી આપને જીવન વીમાકવચના લાભ પણ પ્રાપ્ત થાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન એ એક સિંગલ-પ્રીમિયમ ઇન્ડિવિડ્યૂઅલ એન્યૂઇટી પૉલિસી છે, જે આપને એન્યૂઇટી (વાર્ષિકી)ના 12 અલગ-અલગ વિકલ્પ પૂરાં પાડે છે. આ વિકલ્પોમાં ડીફર્ડ લાઇફ એન્યૂઇટી, ખરીદકિંમત પરત કરવાની સાથે ડીફર્ડ લાઇફ એન્યૂઇટી, એન્યૂઇટી સર્ટેઇન અને જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યૂઇટી ફોર લાઇફ. ગેરેન્ટીડ ઇન્કમ સ્ટ્રીમના દરેક પ્રકારના ફાયદા અને નુકસાનની સરખામણી કરો.
વેસ્ટિંગ એજ
પેન્શન પ્લાનમાં જ્યારે પૉલિસીધારક નિયમિત પેન્શન મેળવવાનું શરૂ કરે છે, તે વયને વેસ્ટિંગ એજ કહેવામાં આવે છે. સિંગલ-પ્રીમિયમ રીટાયરમેન્ટ પૉલિસી તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન છેલ્લાં જન્મદિવસે 40 વર્ષની લઘુત્તમ વય અથવા તો ખરીદકિંમત પરત કરવાની સાથે ડીફર્ડ લાઇફ એન્યૂઇટી તથા ડીફર્ડ લાઇફ એન્યૂઇટી વિકલ્પના કિસ્સામાં 45 વર્ષની લઘુત્તમ વયને સ્વીકારે છે. તો, પૉલિસી ખરીદવાના સમયે મહત્તમ વય 80 વર્ષ હોવી જોઇએ.
પ્લાનનું સરેન્ડર મૂલ્ય
પ્લાનની પાકતી મુદત પહેલાં પેન્શન પ્લાનને સરેન્ડર નહીં કરવા માટે ભલામણ કરવામાં આવે છે, કારણ કે, આમ કરવાથી આપ રીટાયરમેન્ટ પૉલિસીની સાથે સંકળાયેલા તમામ લાભ અનિવાર્યપણે ગુમાવી દો છો. આપે જો કોઈ કારણોસર પેન્શન પ્લાનને સરેન્ડર કરવો પડે તો આ કિસ્સામાં આપ પૉલિસીનું સરેન્ડર મૂલ્ય મેળવવા માટે હકદાર ગણાઓ છો (જો તેના માટેની સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી હોય તો). આ વિશેષતા ભારતમાં પેન્શન ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ દ્વારા પૂરો પાડવામાં આવતો લાભ છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનને સરેન્ડર કરવાથી તે આપને પૉલિસીના દસ્તાવેજમાં રેખાંકિત કરવામાં આવેલ એક બાંયધરીપૂર્વકનું સરેન્ડર મૂલ્ય (GSV) આપશે.
કર સંબંધિત લાભ
ભારતમાં મોટાભાગના પેન્શન પ્લાનને કરબચતનો લાભ આપતા રોકાણના સાધન તરીકે તૈયાર કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળ કેટલીક એવી કલમો છે, જેને અનુલક્ષીને આપ કરકપાતનો દાવો કરી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનમાં કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર અને પ્રાપ્ત થવા યોગ્ય લાભ પર કર સંબંધિત લાભ (જો કોઈ હોય તો) ઉપલબ્ધ થઈ શકે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન દ્વારા કયા લાભ પૂરાં પાડવામાં આવે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન એ એક વિશિષ્ટ પ્લાન છે, જેની રચના વિવિધ સામાજિક વર્ગમાંથી આવનારા લોકોની વિવિધ જરૂરિયાતોને સંતોષવા માટે કરવામાં આવી છે. આપ આપના પેન્શન પ્લાન પાસેથી શું અપેક્ષા રાખી રહ્યાં છો તેના પર આધાર રાખી એન્યૂઇટીના 12 વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરો. આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનનો યોગ્ય પ્રકાર પસંદ કરી શકો, તે માટે અહીં કેટલાક પરિબળો આપવામાં આવ્યાં છે, તેને આપે ધ્યાન પર લેવા જોઇએ.
પ્રીમિયમ/ખરીદકિંમત
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન એ એક જ વખત ચૂકવણી કરવાની પૉલિસી છે, જેની લઘુત્તમ ખરીદકિંમત રૂ. 1,00,000 છે. ભારતમાં પેન્શન પ્લાન લઘુત્તમ રોકાણ થ્રેશહોલ્ડ તેમજ રોકાણની મહત્તમ રકમની સાથે આવે છે.
નિવૃત્તિના લક્ષ્યોનું આયોજન કરવાથી તે આપને નિવૃત્તિ માટે જીવન વીમામાં આપે કેટલું રોકાણ કરવાની જરૂરિયાત છે, તે સમજવામાં મદદરૂપ થશે, જેથી આપ રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સના લાભને માણી શકો. આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન પેન્શન પ્લાન્સમાંથી કેટલી રકમ મેળવવા માંગો છો, તેના રીવર્સ એન્જિનીયરિંગ દ્વારા આપે કેટલું રોકાણ કરવું જોઇએ, તે પસંદ કરો.
જોખમો અને વળતરો
આપની જોખમ લેવાની ક્ષમતા આપના દ્વારા પસંદ કરવામાં આવેલ રોકાણના સાધનોને સૂચવે છે. આપની જોખમ લેવાની ક્ષમતા વધારે હોય તો, આપ ઇક્વિટી ફંડ્સ અને માર્કેટ સાથે સંકળાયેલા અન્ય સાધનોમાં રોકાણ કરી શકો છો, જે ઊંચું વળતર આપે છે. આપ જો ખાસ વધારે જોખમ લેવા માંગતા ન હો અને બાંયધરીપૂર્વકનું વળતર મેળવવા માંગતા હો તો, નોન-લિંક્ડ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનને પસંદ કરો.
આપને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનમાંથી બાંયધરીપૂર્વકની આવકની ખાતરી મેળવવાની સાથે-સાથે આપ તેને વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ફ્રીક્વન્સીમાં પણ મેળવી શકો છો.
વધારાના ફાયદા
એકવાર આપ જાણી લો કે આપે પસંદ કરેલ પેન્શન પ્લાન નિવૃત્તિ પછીની આવક માટેની આપની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે છે, તે પછી આ નિવૃત્તિ પૉલિસી આપને કયા વધારાના લાભ પૂરાં પાડે છે. તે અંગે જાણો. રીટાયરમેન્ટ માટેના જીવન વીમા અને કરકપાતથી માંડીને પસંદગીના એન્યૂઇટીના વિકલ્પો સુધી, વિવિધ પ્રકારના પેન્શન પ્લાનના ફાયદા અને નુકસાનની સરખામણી કરો.
આપના નિવૃત્તિના પ્લાનને પૂરક બનતી પૉલિસી
આપના નિવૃત્તિના આયોજનના લક્ષ્યો રોકાણના સાધનોના એક કોષની રચના કરશે, જે એકબીજાને પૂરક બની રહે છે. આપને જો એમ લાગે કે આપ આપના રોકાણમાં ખૂબ વધારે રૂઢિચુસ્ત છો કે આક્રામક છો, તો આપના વર્તમાન રોકાણને પૂરક બની રહે તેવા પેન્શન પ્લાનને પસંદ કરો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન ખરીદકિંમતને પરત કરવાનો વિકલ્પ તેમજ જોઇન્ટ લાઇફનો વિકલ્પ પૂરો પાડે છે, જેથી આપના નિધન પછી પણ આપના જીવનસાથીને વાર્ષિકીની ચૂકવણીઓ પ્રાપ્ત થતી રહે.
વાર્ષિકીની રકમને વધારવા માટેનો વિકલ્પ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન આપને આપની જરૂરિયાતો પર આધાર રાખી આપની વાર્ષિકીની ચૂકવણીઓને વધારવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે. આપે પ્લાન ખરીદતી વખતે પસંદ કરેલા વાર્ષિકીના સમાન વિકલ્પની મદદથી ટૉપ-અપના વિકલ્પ દ્વારા આમ કરી શકાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાનની વિશેષતાઓ કઈ છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ એન્યૂઇટી પ્લાન છે. નિવૃત્તિના આયોજનનું અને લોકો શા માટે પેન્શન પ્લાન ખરીદે છે, તેનું પ્રાથમિક લક્ષ્ય આપ નિવૃત્તિ થાઓ તે પછી પણ આપનો આવકનો પ્રવાહ ચાલું રહે તેની ખાતરી કરવાનો છે. આપની વ્યાવસાયિક આવક ધીમે-ધીમે કરીને ઓછી થાય છે અને આખરે બંધ થઈ જશે પરંતુ આપના રોજબરોજના ખર્ચાઓ બંધ થવાના નથી. આપના કરિયાણા અને દવાઓના ખર્ચા હજુ પણ ઊભા જ રહેશે અને આપે યુટિલિટી બિલો પણ હજુ ચૂકવવા પડશે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન આપને આજીવન નિયમિત આવક પૂરી પાડવાની ખાતરી આપે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટી એન્યૂઇટી પ્લાનની મુખ્ય વિશેષતાઓ
- આપને આપની જરૂરિયાત મુજબ એન્યૂઇટી (વાર્ષિકી)ના 12 અલગ-અલગ વિકલ્પ મળી રહેતા હોવાથી આજીવન નિયમિત આવકની ખાતરી પ્રાપ્ત થાય છે.
- લાઇફ એન્યૂઇટી, જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યૂઇટી, ડીફર્ડ લાઇફ એન્યૂઇટી, એસ્કેલેટિંગ લાઇફ એન્યૂઇટી વગેરે જેવા વિકલ્પોની મદદથી ખરીદકિંમતને પરત મેળવો અને આપના નોમીની(ઓ)ના ભવિષ્યને સુરક્ષિત બનાવો, કારણ કે, તેમને પ્રીમિયમની રકમ પરત મળે છે.
- એન્યૂઇટી સર્ટેઇન વિકલ્પ મારફતે બાંયધરી મેળવો. કમનસીબ ઘટના કે તેના પછીના જીવનને અનુલક્ષ્યા વગર અગાઉથી નક્કી થયેલા સમયગાળા માટે આપની વાર્ષિકીની રકમ પ્રાપ્ત કરો.
- આપ જો ડીફર્ડ લાઇફ એન્યૂઇટી વિકલ્પ પસંદ કરો છો તો, આપની જરૂરિયાતને અનુરૂપ આપના વાર્ષિકીના હપ્તાને પાછળથી મેળવો.
- જોઇન્ટ લાઇફ અથવા કૌટુંબિક આવક જેવા વિકલ્પોની મદદથી આપની ગેરહાજરીમાં પણ આપના પ્રિયજનોને સહાયરૂપ થાઓ.
- એસ્કેલેટિંગ લાઇફ એન્યૂઇટીનો વિકલ્પ પસંદ કરો અને સતત વધતા જતાં દરે વાર્ષિકની રકમ પ્રાપ્ત કરો.
- આપને ખરીદકિંમતના સ્વરૂપમાં રકમ પ્રાપ્ત થતી હોવાથી ગંભીર બીમારીઓ સામે સંરક્ષિત રહો અને તેનો ઉપયોગ આપની સારવાર માટે કરો.
- આપના નિવૃત્તિના વર્ષોમાં નિયમિતપણે માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક આવક મેળવો.
- ટૉપ-અપના વિકલ્પની મદદથી આપની વાર્ષિકીની રકમને વધારો.
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ, ચૂકવવામાં આવતાં પ્રીમિયમ અને મેળવવાપાત્ર થતાં લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યૂઇટી પ્લાન માટેના પાત્રતાના માપદંડો કયા છે?
- આ ઇન્ડિયાફર્સ્ટ ગેરેન્ટીડ રીટાયરમેન્ટ પ્લાનમાં પ્રવેશવાની લઘુત્તમ વય આપના છેલ્લાં જન્મદિવસના રોજ મુજબ 40 વર્ષ છે અને પ્રવેશની મહત્તમ વય 80 વર્ષ છે.
- આ ઇન્ડિયા ફર્સ્ટ પેન્શન પ્લાનમાં લઘુત્તમ પ્રીમિયમ (ખરીદકિંમત) રૂ. 1,00,000 છે અને મહત્તમ પ્રીમિયમની કોઈ મર્યાદા નથી.
- આ પેન્શન ઇન્શ્યોરેન્સ કવરેજ પ્લાનમાં વાર્ષિકીની લઘુત્તમ રકમ માસિક રૂ. 1,000 અને વાર્ષિક રૂ. 12,500 છે તથા વાર્ષિકીની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી.
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
પેન્શન પ્લાન એટલે શું?
પેન્શન પ્લાન જીવન વીમાકવચ અને રોકાણ એમ નિવૃત્તિના વીમાનો બેવડો લાભ પૂરો પાડે છે. તે તમને એક એવું ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જે તમારી નિવૃત્તિ દરમિયાન આર્થિક ટેકો પૂરો પાડશે. સામાન્ય રીતે, નિવૃત્ત થવા પર એક ઊચક રકમ તરીકે આંશિક રકમને ઉપાડી શકાય છે. જ્યારે બાકીની રકમ નિયમિત માસિક આવક કે એન્યૂઇટી (વાર્ષિકી) તરીકે ચૂકવવામાં આવે છે.
તમે તમારી પૉલિસીના વિકલ્પો અને વ્યક્તિગત પ્રાથમિકતાઓના આધારે ચૂકવણીની ફ્રીક્વન્સી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક રાખવી છે, તે પસંદ કરી શકો છો.
નિવૃત્તિની પૉલિસીમાં આવરી લેવામાં આવેલા સમયગાળા દરમિયાન પૉલિસીધારકનું અકાળે અવસાન થવા જેવી કમનસીબ ઘટનાના કિસ્સામાં લાભાર્થીને પેન્શન પ્લાન ખરીદતી વખતે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ વીમાકૃત રકમ પ્રાપ્ત થાય છે. પેન્શન પ્લાન તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવે છે અને તમારા નિવૃત્તિના વર્ષો દરમિયાન નિયમિત આવક મેળવવાનું શક્ય બનાવે છે. તે તમારા સુવર્ણ વર્ષો દરમિયાન આર્થિક સ્વાતંત્ર્ય ભોગવવાનું એક ઉત્તમ સાધન છે.
-
હું કયા પ્રકારના પેન્શન ઇન્શ્યોરેન્સના વિકલ્પ પસંદ કરી શકું છું?
રોકાણની પ્રકૃતિ પર આધાર રાખી પેન્શન ઇન્શ્યોરેન્સના પ્રકારોમાં ફક્ત બચત કરનારા પ્લાન અને રોકાણના સાધનો તરીકે ઉપયોગમાં લેવાતાં પ્લાનનો સમાવેશ થાય છે.
તમે એન્યૂઇટી પ્લાન પર આધાર રાખીને પણ પસંદગી કરી શકો છો. ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાનમાં તમે પ્રીમિયમ એક જ વારમાં ચૂકવી શકો છો અને તમારા બાકીના જીવન માટે તરત ચૂકવણીઓ મેળવવાનું શરૂ કરી શકો છો. તો ડીફર્ડ એન્યૂઇટી પ્લાનમાં તમે લાંબાગાળે એક ભંડોળ ઊભું કરી શકો છો અને તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ભવિષ્યની કોઈ તારીખથી ચૂકવણીઓ મેળવવાનું શરૂ કરી શકો છો.
જોઇન્ટ લાઇફ એન્યૂઇટી પ્લાન એ પેન્શન ઇન્શ્યોરેન્સ પ્લાન્સનો એક પ્રકાર છે, જેમાં પ્રાથમિક એન્યૂઇટેન્ટના મૃત્યુ બાદ પેન્શનની રકમ તેમના જીવનસાથી/પાર્ટનરને આજીવન મળતી રહે છે.
-
પેન્શન પ્લાન ખરીદવાનો યોગ્ય સમય કયો છે?
નિવૃત્તિ બાદ એક સલામત આર્થિક ભવિષ્યની ખાતરી કરવા માટે સૌ કોઇએ પોતાની નિવૃત્તિનું યોગ્ય રીતે આગોતરું આયોજન કરવાની જરૂર છે. આપ જ્યારે નિયમિત આવક રળી રહ્યાં હો ત્યારે આપને લાગે છે કે, નિવૃત્તિ અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, નિવૃત્તિનું આયોજન કરતી વખતે આપે આપની વર્તમાન સ્થિતિ, ભવિષ્યમાં આરામદાયક રીતે જીવવા માટે આપને કેટલા નાણાંની જરૂર પડશે તેનું અનુમાન, ફુગાવો અને વધી રહેલા આયુષ્યકાળ જેવા પરિબળોને ધ્યાન પર લેવા જોઇએ.
પેન્શન પ્લાન ખરીદવાનો શ્રેષ્ઠ સમય આપ જ્યારે યુવાન હો ત્યારે ગણાય છે. વહેલી શરૂઆત કરવાથી રીટાયરમેન્ટ ઇન્શ્યોરેન્સના ઘણાં લાભ મળી રહે છે અને તેનાથી તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો શક્ય એટલો વધારે લાભ મળે છે. તમારી પાસે થોડાં નાણાં હોય તો પણ વહેલીતકે શરૂઆત કરવી જ સૌથી લાભદાયી ગણાય છે. તેનો અર્થ જરાયે એ નથી કે, આપ આ તક ચૂકી ગયાં હો તો રીટાયરમેન્ટનું આયોજન શરૂ કરવું જ ન જોઇએ. તમે જે પણ પરિસ્થિતિમાં હો, તમારી પાસે જેટલા પણ નાણાં હોય, તેની સાથે શરૂઆત કરો. પેન્શન પ્લાન ખરીદવાનો બીજો શ્રેષ્ઠ સમય જ હમણાં જ છે.
-
રીટાયરમેન્ટ પૉલિસીના લાભ કયા છે?
તમારા દ્વારા પસંદ કરવામાં આવેલાં એન્યૂઇટી ઇન્શ્યોરેન્સ પેન્શન પ્લાન પર આધાર રાખી, તમને અનેકવિધ લાભ મળી શકે છેઃ
- નિવૃત્તિ બાદ આપની આર્થિક સ્વતંત્રતાની ખાતરી કરવા માટે બાંયધરીપૂર્વકની આવક.
- આપના અવસાનના કિસ્સામાં આપના જીવનસાથીને પેન્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવાનો મોકો
- મૃત્યુ સંબંધિત લાભ અથવા તો તમારા પરિવારને પ્રાપ્ત થતી વીમાકૃત રકમ
- પ્રીમિયમની ચૂકવણીની સ્થિતિસ્થાપક શરતો
- રાઇડર્સને ઉમેરવાની શક્યતાઓ
- પ્રવર્તમાન કર સંબંધિત કાયદાઓ હેઠળ કરકપાત અને અન્ય લાભ
-
ઇમિજિયેટ અને ડીફર્ડ એન્યૂઇટી પેન્શન પ્લાન વચ્ચે શું તફાવત છે?
ઇમિજિયેટ એન્યૂઇટી પ્લાન એ સિંગલ પ્રીમિયમ ઇન્શ્યોરેન્સ પ્લાનની સમાન જ છે. આપે રીટાયરમેન્ટ પેન્શન પ્લાનને શરૂ કરવા અને તરત માસિક ચૂકવણીઓ મેળવવા માટે પ્રીમિયમની ચૂકવણી એક જ વાર કરવાની રહે છે. ડીફર્ડ એન્યૂઇટી પેન્શન પ્લાનમાં આપે પ્રીમિયમની ચૂકવણી કરવા માટેની મુદતને પસંદ કરવાની રહે છે, જે દરમિયાન આપ ગેરેન્ટીડ પેન્શન પ્લાનમાં યોગદાન આપશો. આ પ્રકારના પેન્શન ગેરેન્ટીડ પ્લાન હેઠળ, આપ ભવિષ્યમાં કયા સમયથી ચૂકવણી મેળવવા માંગો છો, તેની શરૂ થવાની ભવિષ્યની તારીખને નક્કી કરી શકો છો.
-
શું હું એકથી વધારે પેન્શન પ્લાન ખરીદી શકું?
હા, આપ આપની જરૂરિયાત મુજબ ખાનગી વીમાકંપનીઓ પાસેથી અન્ય રીટાયરમેન્ટ પ્લાન પણ ખરીદી શકો છો. જોકે, તમે નેશનલ પેન્શન સ્કીમ જેવા સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવતાં એકથી વધુ પેન્શન પ્લાન ખરીદી શકતાં નથી.
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
ઉત્પાદન માર્ગદર્શિકા