ટ્રેડિશનલ મની સેવિંગ્સ પ્લાન
આપનામાં રહેલી એક એવી આધુનિક વ્યક્તિ માટે જે પરંપરાઓનું સાચું મૂલ્ય સમજે છે!

આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે આપના સપનાંઓ સાકાર કરવાનું હવે શક્ય છે. જોખમથી દૂર રહેનારા લોકો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા આ પ્લાનની મદદથી આપની બચતયાત્રાનો પ્રારંભ કરો.
અમારા ટ્રેડિશનલ સેવિંગ્સ પ્લાન આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે આપના લક્ષ્યાંકો સુધી પહોંચવામાં આપને કેવી રીતે મદદરૂપ થાય છે તે જાણો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોંગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન
IndiaFirst Life's Guarantee of Life Dreams Plan
IndiaFirst Life Fortune Plus Plan
IndiaFirst Life Long Guaranteed Income Plan
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ મહાજીવન પ્લસ પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ કૅશ બૅક પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ મહાજીવન પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ સિમ્પલ બેનીફિટ પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સ્માર્ટ પ્લે પ્લાન
ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ગેરંટીડ બેનિફિટ પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન
ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરો પાડવામાં આવતો ટ્રેડિશનલ સેવિંગ્સ પ્લાનને શા માટે પસંદ કરવો જોઇએ?
-
લાંબાગાળે મૂલ્યસર્જન
પરંપરાગત પ્લાનમાં રોકાણ કરવાથી તે આપને એક ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થઈ આપને આપના જીવનના લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને ઇચ્છાઓને ફળીભૂત કરવામાં મદદરૂપ થાય છે.
-
આર્થિક સુરક્ષાનું સર્જન કરો
લાંબાગાળે એક મોટી રકમનું સર્જન કરવા માટે આપની બચતયાત્રાનો પ્રારંભ કરો. પરંપરાગત પ્લાનમાં રોકાણ કરવું એ સ્થિરતા અને સુરક્ષા એમ બંનેનું સર્જન કરવા માટેનું એક અદભૂત સાધન છે.
-
કર સંબંધિત લાભ
કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓની કલમ 80 સી અને કલમ 10 (10ડી) હેઠળ આપના દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પાકતી મુદતે તેમાંથી પ્રાપ્ત થતાં લાભ પર કરબચતનો લાભ મેળવો.
ધ્યાનમાં લેવાની કેટલીક બાબતો
આપના નાણાકીય લક્ષ્યો નિર્ધારિત કરો
યોગ્ય પ્લાન પસંદ કરો
આપના રોકાણની ક્ષિતિજને પસંદ કરો
આપના નાણાકીય લક્ષ્યો નિર્ધારિત કરો
જીવનનો પ્રત્યેક તબક્કો અલગ હોય છે અને આપની પ્રાથમિકતા સમયાંતરે બદલાતી રહે છે. આથી, આપના ટૂંકાગાળાના અને લાંબાગાળાના લક્ષ્યોને તથા તેને હાંસલ કરવામાં આપને કેટલો સમય લાગશે તેને સમજવા જરૂરી છે. તેના બદલામાં તે, આપે કેટલો વીમો ઉતરાવવો જોઇએ તેની રકમને સમજવામાં આપને મદદરૂપ થાય છે.
યોગ્ય પ્લાન પસંદ કરો
માર્કેટમાં ચોક્કસ જરૂરિયાતો મુજબના કેટલાક પરંપરાગત પ્લાન ઉપલબ્ધ છે. પ્રત્યેક પ્લાન આપના જીવનના વિવિધ પાસાંઓને સંતોષે છે. જીવનના તબક્કાને અનુરૂપ આવે તેવો પ્લાન પસંદ કરવો મહત્વનો છે, જે આપને લાંબાગાળે લાભ પૂરો પાડશે.
આપના રોકાણની ક્ષિતિજને પસંદ કરો
આપના લાંબાગાળાના લક્ષ્યાંકો અને નાણાકીય જરૂરિયાતો મુજબ આપના રોકાણની ક્ષિતિજને પસંદ કરવાથી તે આપને યોગ્ય પ્લાન પસંદ કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત રોકાણની ક્ષિતિજ દિમાગમાં રાખવાથી આપને જ્યારે આપના વીમાકવચની સૌથી વધુ જણાય ત્યારે તે ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરશે.
બચત પ્લાન શું છે?
એક યોગ્ય બચત પૉલિસી આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે આપના સપનાઓને સાકાર કરે છે, આપની ગેરહાજરીમાં પણ. બચત પ્લાન એ આર્થિક સુરક્ષા-કમ-રોકાણ પૉલિસી હોય છે, જેની રચના શિસ્તબદ્ધ રીતે અને સમયાંતરે બચત કરવામાં મદદરૂપ થવા માટે કરવામાં આવી હોય છે. આ પ્રકારની પૉલિસી એ બાબતની પણ ખાતરી કરે છે કે, પૉલિસીના સમયગાળા દરમિયાન આપને સ્થિર રીતે વળતર પ્રાપ્ત થતું રહે.
એક પરંપરાગત જીવન વીમા ઉત્પાદન તરીકે એક બચત પૉલિસી જીવન વીમાકવચ પણ પૂરું પાડે છે તથા અઢળક લાભ મેળવવા માટે તેમાં રાઇડર પણ ઉમેરી શકાય છે. બચત પ્લાનના પ્રકારોમાંથી પસંદગી કરતી વખતે આપ સ્પર્ધાત્મક વિશેષતાઓ ધરાવતો તથા મૃત્યુ સંબંધિત લાભ, ગંભીર બીમારીના રાઇડર અને લાયેબિલિટી કવર જેવા વૈકલ્પિક રાઇડરો ધરાવતો પ્લાન પસંદ કરો તેની ખાતરી કરો.
જે પૉલિસી બચતની સાથે જીવન વીમાકવચનું પણ સંયોજન કરે છે તે સૌથી શ્રેષ્ઠ પૉલિસી ગણાય છે, જે જોખમ નહીં લેવા માંગતા લોકો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ પ્લાનની સાથે આપની બચતની યાત્રા શરૂ કરવામાં આપને મદદરૂપ થવાનું એક માધ્યમ છે. ભારતમાં પરંપરાગત જીવન વીમા બચતના વિકલ્પો અહીં નીચે જણાવેલ કેટેગરીઓમાં આવે છેઃ
એન્ડોવમેન્ટ સેવિંગ પ્લાન
એક એન્ડોવમેન્ટ પ્લાન આપને જીવન વીમાકવચ પૂરું પાડવાની સાથે આપને એક નિશ્ચિત સમયગાળામાં નાણાંની બચત કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારના પ્લાનમાં જો વીમાકૃત વ્યક્તિ પ્લાનમાં કવર કરવામાં આવેલા સમયગાળા દરમિયાન જીવિત રહે છે, તો આપને પાકતી મુદતે એકસામટી રકમ પ્રાપ્ત થાય છે. જો આ સમયગાળા દરમિયાન પૉલિસીધારકનું અકાળે અવસાન થાય તો, નોમીની/લાભાર્થીઓને પૉલિસીમાં વીમાકૃત થયેલી રકમ પ્રાપ્ત થાય છે.
વીમાકંપની તેને થયેલા નફામાંથી એક હિસ્સો વળતરના સ્વરૂપે આપી રહી છે કે નહીં તેના પર આધાર રાખી એન્ડોવમેન્ટ પ્લાન બે અલગ-અલગ પ્રકારના હોઈ શકે છે. પ્રોફિટ એન્ડોવમેન્ટ પ્લાન આપના દ્વારા ચૂકવવામાં આવેલ પ્રીમિયમના રોકાણ દ્વારા કંપનીને થયેલા નફાનો એક હિસ્સો આપને ચૂકવે છે. આ પ્રકારના પ્લાન પ્રમાણમાં ઘણાં મોંઘા હોય છે, કારણ કે, આપને પ્લાનની મુદત દરમિયાન બૉનસ તરીકે ઊંચું વળતર પણ સંભવિતપણે પ્રાપ્ત થવાનું છે. પ્રોફિટ વગરના પ્લાનનું પ્રીમિયમ પ્રમાણમાં ઓછું હોય છે પરંતુ વીમાકંપની આપના દ્વારા જો કોઈ નાણાં રોકવામાં આવ્યાં હોય તો તેમાંથી રળવામાં આવેલ નફામાંથી એક હિસ્સો આપને આપતી નથી.
મની-બૅક સેવિંગ્સ પ્લાન
મની-બૅક પૉલિસીઓ એકંદરે એન્ડોવમેન્ટ પ્લાન જેવી જ હોય છે. તે બચતના પદ્ધતિસરના શિડ્યૂલની સાથે પરંપરાગત જીવન વીમાકવચ પૂરું પાડે છે. તે મુખ્યત્વે ચૂકવણીની પદ્ધતિના મામલે એન્ડોવમેન્ટ પ્લાનથી અલગ પડે છે.
થોડું બૉનસ અને પાકતી મુદતે એકસામટી રકમ પૂરી પાડવાને બદલે એક મની-બૅક પ્લાન સમયાંતરે દર થોડા વર્ષે ચૂકવણી કરે છે. જેમને ભવિષ્યમાં ચોક્કસ ખર્ચાઓ આવવાના છે, તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે, તેની મદદથી આપ સતત કેટલાક વર્ષ માટે બચત કરો છો અને તે આપને જરૂરિયાતના નિશ્ચિત સમયે જ આપના ફંડ્સ સુધીની પહોંચ પૂરી પાડે છે.
એન્ડોવમેન્ટ પૉલિસીમાં જો પૉલિસીધારક પ્લાનની પાકતી મુદત સુધી જીવિત રહે છે તો, આપને અગાઉથી કરવામાં આવેલી ચૂકવણીઓને બાદ કર્યા પછી બાકી રહેતી વીમાકૃત રકમ પ્રાપ્ત થશે. જોકે, મની-બૅક પૉલિસીમાં જો વીમાકૃત વ્યક્તિ પ્લાનના સમયગાળા દરમિયાન જીવિત ન રહે તો, લાભાર્થીઓને અગાઉ સમયાંતરે કરવામાં આવેલ ચૂકવણીઓ છતાં સંપૂર્ણ વીમાકૃત રકમ ચૂકવવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિસ્થાપક બચત પૉલિસીઓ વીમા-કમ-બચતનો વિકલ્પ પસંદ કરે છે, કારણ કે, તે લિક્વિડિટી, આર્થિક સુરક્ષા અને જીવન વીમાકવચ પૂરાં પાડે છે.
યુલિપ (યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન)
આપ જો માર્કેટ સાથે જોડાયેલા પરવડે તેવા અને બહુઉપયોગી રોકાણના વિકલ્પોને શોધી રહ્યાં હો તો, યુલિપ અથવા તો યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન આપના માટે શ્રેષ્ઠ ગણાશે. જીવન વીમાકવચ અને રોકાણ એમ બમણો લાભ પૂરો પાડનાર યુલિપને આપની જોખમ લેવાની ક્ષમતા મુજબ અનુરૂપ બનાવી શકાય છે.
બચત પ્લાનમાં રોકાણ કરવાના લાભ કયા છે?
બાંયધરીપૂર્વકની આવક એ પરંપરાગત વીમા બચત પૉલિસીઓ દ્વારા પૂરાં પાડવામાં આવતાં સૌથી આકર્ષક લાભ પૈકીનો એક છે. આપને પદ્ધતિસરની બચતની સાથે પાકતી મુદતે બાંયધરીપૂર્વકનું વળતર, માસિક આવકની ચૂકવણી તથા બૉનસ જેવા લાભ પ્રાપ્ત થાય છે.
એક યોગ્ય બચત પૉલિસીની મદદથી આપ સારી એવી જમાપૂંજી ઊભી કરી શકો છો, જે આપની આજની, આવતીકાલની અને આપની ગેરહાજરીમાં પણ આપની આર્થિક ચિંતાઓનો ખ્યાલ રાખશે.
વીમો અને બચત
બાંયધરીપૂર્વકના બચત પ્લાનમાં જીવન વીમાકવચને ઉમેરવાથી આપને આપની વર્તમાન આર્થિક સ્થિતિ અને આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાનું શ્રેષ્ટ સાધન પ્રાપ્ત થાય છે.
કોઇપણ પરિસ્થિતિમાં બાંયધરીપૂર્વકની બચત
એક પ્યોર પ્રોટેક્શન પ્લાન એ એક સમર્પિત જીવન વીમા ઉત્પાદન છે, જ્યારે એક પરંપરાગત વીમા બચત પ્લાનથી આ બમણો ઉદ્દેશ્ય પાર પડે છે. આપને જીવન વીમાકવચ પ્રાપ્ત થવાની સાથે-સાથે આપ આપે રોકેલા નાણાં પર પૉલિસીની પાકતી મુદતે બાંયધરીપૂર્વકનું વળતર મેળવવાનો ભરોસો પણ કરી શકો છો.
સ્થિતિસ્થાપક મુદત
એક બચત પૉલિસી એ એક સ્થિતિસ્થાપક વીમા અને રોકાણ ઉત્પાદન છે. આપે પસંદ કરેલા પ્લાન પર આધાર રાખી આપ ટૂંકાગાળા અથવા લાંબાગાળા માટેની આપની આર્થિક જરૂરિયાતોને સંતોષે તેવી પૉલિસીની મુદત પસંદ કરી શકો છો.
પ્રીમિયમની નિશ્ચિત મુદત
આપના દ્વારા પસંદ કરવામાં આવેલા પ્લાન પર આધાર રાખી આપ પ્રીમિયમની ચૂકવણીની નિશ્ચિત મુદત માટે સાઇન અપ કરી શકો છો. આ રીતે આપ એક નિશ્ચિત મુદત માટે નિશ્ચિત ચૂકવણી કરી શકો છો અને ત્યારબાદ, પૉલીસીની સમગ્ર મુદત દરમિયાન વીમાકંપની દ્વારા સમયાંતરે થતી ચૂકવણીનો આનંદ માણી શકો છો.
ઉમેરવામાં આવેલા રાઇડર્સ
પ્રીમિયમની ચૂકવણીમાંથી છુટ અને ગંભીર બીમારી સંબંધિત રાઇડર સહિતના એડવાન્સ્ડ રાઇડર જાણે કે, સોનામાં સુગંધ ભળવા જેવા સાબિત થાય છે, કારણ કે તે એક બચત પ્લાનને ખાસ આપના માટે તૈયાર કરે છે.
ચૂકવણીની પસંદગી
બચત પ્લાન એ આર્થિક આયોજનનું સાધન છે. આ પરંપરાગત વીમા પ્લાન આપની ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થાય છે, આપ નાણાંના પ્રવાહનો ક્યારે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકો છો તે નક્કી કરે છે તથા આપને સમયાંતરે ચૂકવણીઓ કરે છે, જેથી આપને તેની જ્યારે સૌથી વધુ જરૂરિયાત હોય ત્યારે તે પ્રાપ્ત થાય. આપ આપને પ્રાપ્ત થનારી ચૂકવણીઓને માસિક, વાર્ષિક અને મુદતી હપ્તાઓમાં મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
કર સંબંધિત લાભ
બાંયધરીપૂર્વકની આવકના પ્લાન કેટલાક કર સંબંધિત લાભ પણ પૂરાં પાડે છે, જે કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ ચૂકવણી કરવામાં આવેલ પ્રીમિયમ અને પ્રાપ્ત થયેલા લાભ પર પ્રાપ્ત થઈ શકે છે.
ઉમેરવામાં આવેલ બૉનસ
સાદા પ્રત્યાવર્તી બૉનસ (રીવર્ઝનરી બૉનસ)થી માંડીને ટર્મિનલ બૉનસ સુધી એક બાંયધરીપૂર્વકનો બચત પ્લાન આપને ઘણાં ઉમેરવામાં આવેલા લાભ પૂરાં પાડી શકે છે. આ અંગેની માહિતી આપની પૉલિસીના દસ્તાવેજમાં જોવા મળશે.
પૉલિસી લૉનનો વિકલ્પ
બચત પૉલિસી તેની સરેન્ડર વેલ્યૂ પર પહોંચી જાય તે પછી, આપ તેની સામે લૉન લઈ શકો છો. અન્ય લૉનની સરખામણીએ પૉલીસી લૉન વધુ સારો વ્યાજદર આપે છે. આપને જો ઇમર્જન્સીમાં નાણાંની જરૂર પડે તો, પૉલિસી લૉનનો વિકલ્પ આપને ટૂંક સમયમાં જ નાણાંની વ્યવસ્થા કરવામાં મદદરૂપ થઈ શકે છે.
સેવિંગ્સ પ્લાનમાં કોણે રોકાણ કરવું જોઇએ?
દરેક વ્યક્તિએ કપરાં સમય માટે બચત કરવાની ટેવ કેળવવી જ જોઇએ. આપ પરણિત હો કે અપરણિત, યુવાન હો કે વૃદ્ધ, થોડા નાણાં બાજુ પર મૂકવા ખૂબ જ જરૂરી છે. આપ નાણાંની બચત કેવી રીતે કરો છો તે સંપૂર્ણપણે આપની પર નિર્ભર છે, આપ તેને આપના બેંકમાં પડી રહેવા દઈ શકો છો અથવા તો તેને બચત પ્લાનમાં રોકી પણ શકો છો, જે આપના દ્વારા સંચિત કરવામાં આવી રહેલાં ભંડોળને જોખમમાં મૂક્યાં વગર આપના નાણાંનો ઉપયોગ કરે છે. આપની નાણાંકીય જરૂરિયાતો માટે સૌથી સમજદારીભર્યો વિકલ્પ પસંદ કરો.
પરંપરાગત જીવન વીમા બચત પ્લાન ખરીદવો એ આપના માટે સૌથી સારો વિકલ્પ ગણાશે, જો આપઃ
- નોંધપાત્ર નાણાં ભેગા કરવા માંગતાં હો, જે આપની ગેરહજારીમાં પણ આપના પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત રાખે.
- પાછળથી ઉપયોગમાં લેવા માટે નાણાંનું ભંડોળ ઊભું કરવા માંગતા હો.
- શિસ્તબદ્ધ અને સુઆયોજિત રીતે નાણાંની બચત કરવા માંગતા હો
- આપની બચતને નિયમિત આવકના રૂપે પાછી મેળવવા માંગતા હો
- એવું જીવન વીમાકવચ મેળવવા માંગતા હો, જે ફક્ત જીવન વીમાથી વિશેષ હોય
પોતાના માટે શ્રેષ્ઠ બચત પ્લાન કેવી રીતે પસંદ કરવો?
ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ બચત પ્લાનમાંથી પસંદગી કરવા માટે આપે સૌપ્રથમ તો આપની આર્થિક જરૂરિયાતો, આશાઓ અને જોખમ લેવાની ક્ષમતાને સમજી લેવી જોઇએ. આપ આપના માટે શ્રેષ્ઠ પરંપરાગત વીમા પ્લાનને પસંદ કરી શકો, તે માટેના સ્ટેપ્સ અહીં આપવામાં આવ્યાં છેઃ
આપના આર્થિક લક્ષ્યો નક્કી કરો
જીવનનો દરેક તબક્કો અલગ છે અને તે મુજબ આપની પ્રાથમિકતાઓ પણ સમયાંતરે બદલાતી રહે છે. આપના ટૂંકાગાળાના અને લાંબાગાળાના લક્ષ્યો અને તેને હાંસલ કરવા માટે આપને કેટલો સમય લાગશે તેને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આપની આજની, ટૂંકાગાળાની અને જીવનના પાછલા તબક્કાની આર્થિક જરૂરિયાતોનું ચેકલિસ્ટ બનાવો. ભવિષ્યમાં આપ જેટલા નાણાં મેળવવા માંગો છો તેના માટે આપે બચત પ્લાનમાં કેટલા નાણાં રોકવાની જરૂર છે, તેની ઊલટી પ્રક્રિયામાં તે આપને મદદરૂપ થશે.
પ્લાન, રાઇડર અને ફંડની યુટિલિટી સંબંધે પૂરેપૂરી જાણકારી મેળવીને પસંદગી કરો
આપ હાલમાં જીવનના જે તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છો અને આપ લાંબાગાળે ક્યાં પહોંચવાની આશા રાખો છો, તેને અનુરૂપ પરંપરાગત વીમા પ્લાન પસંદ કરવો મહત્વનું છે. આપ જે બચત પ્લાનને પસંદ કરી રહ્યાં છો, તેની શરતોને સમજો. બાકાત રાખવામાં આવેલી અને સમાવવામાં આવેલી તમામ બાબતોને જાણવા માટે દસ્તાવેજને ધ્યાનથી વાંચો, જેથી કરીને આપ સૂચિત નિર્ણય લઈ શકો.
સ્પર્ધાત્મક વિશેષતાઓને પસંદ કરો, જે આપની ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિસ્તરશે. આપના દ્વારા પસંદ કરવામાં આવેલ બચત પ્લાન ઇમર્જન્સીની સ્થિતિમાં આપને આપના નાણાં સુધીની પહોંચ પૂરી પાડવા સ્થિતિસ્થાપકતા પૂરી પાડે તેની ખાતરી કરો. પ્લાનમાં ફંડની સામે લૉન મેળવવાની સુવિધા છે કે નહીં તે ચકાસો. આ ઉપરાંત, યોગ્ય રાઇડરોને પસંદ કરીને આપના જીવન વીમાકવચને મહત્તમ સ્તરે લઈ જવા અંગે વિચારો.
આપના રોકાણના વ્યાપને પસંદ કરો
આપના લાંબાગાળાના લક્ષ્યો અને આપની નાણાકીય જરૂરિયાતો મુજબ આપના રોકાણના વ્યાપને નક્કી કરવાથી આપ યોગ્ય પ્લાનને પસંદ કરી શકો છો. આ ઉપરાંત રોકાણના વ્યાપને દિમાગમાં રાખવાથી આપનું વીમાકવચ આપને જ્યારે સૌથી વધારે જરૂરિયાત હોય ત્યારે ઉપલબ્ધ થાય તેની ખાતરી થઈ શકે છે.
આપને ઉપલબ્ધ પરંપરાગત વીમા પ્લાનની સમીક્ષા કરો અને આપના નાણાકીય પોર્ટફોલિયોનું વૈવિધ્યીકરણ કરો. આપ જો વધારે જોખમ લેવાની ક્ષમતા ધરાવતા હો તો, પરંપરાગત બચત પ્લાન તેમજ ઊંચું વળતર આપતા યુલિપને પણ સમાવીને આપના રોકાણને વૈવિધ્યસભર બનાવો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા કયા બચત પ્લાન પૂરાં પાડવામાં આવે છે?
આપની આર્થિક સુરક્ષા અને બચતની કોઇપણ જરૂરિયાત હોય, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પાસે તમામ ઉપાયો છે. ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં વિવિધ પ્રકારના પરંપરાગત જીવન વીમા બચત પ્લાન અંગે જાણકારી મેળવોઃ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ કૅશ બૅક પ્લાન
- નિયમિત અંતરાલે બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ
- પાકતી મુદતે બાંયધરીપૂર્વકની ચૂકવણી
- પ્રીમિયમની મર્યાદિત ચૂકવણીની સાથે લાંબાગાળાના રોકાણના લાભ
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા હેઠળ કરબચતના લાભ
ઇન્ડિયાફર્સ્ટ મહાજીવન પ્લાન
- પાર્ટિસિપેટિંગ, નોન-લિંક્ડ એન્ડોવમેન્ટ પ્લાન
- પાકતી મુદતે બાંયધરીપૂર્વકની રકમ
- જાહેર કરવામાં આવેલ કોઇપણ પ્રત્યાવર્તી બૉનસ (રીવર્ઝનરી બૉનસ) અને ટર્મિનલ બૉનસ
- રાઇડરના પ્રીમિયરની ચૂકવણીમાંથી છુટનો વિકલ્પ
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા હેઠળ કરબચતના લાભ
ઇન્ડિયાફર્સ્ટ સિમ્પલ બેનીફિટ પ્લાન
- પાકતી મુદતે બાંયધરીપૂર્વક રકમ + બૉનસ (જો કોઈ જાહેર કરવામાં આવે તો)
- સરેન્ડર વેલ્યૂના 90% સુધીની લૉન
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા હેઠળ કરબચતના લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ મન્થલી ઇન્કમ પ્લાન
- નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, મર્યાદિત પ્રીમિયમનો પ્લાન
- મુદત પૂરી થયાં બાદ બાંયધરીપૂર્વકની માસિક ચૂકવણી
- એક વર્ષનો વૈકલ્પિક અંતરાલ
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા હેઠળ કરબચતના લાભ
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ પે પ્લાન
- લિક્વિડિટી + જીવન વીમાકવચનું શ્રેષ્ઠ મિશ્રણ
- ચૂકવણીની ટૂંકી મુદત
- સર્વાઇવલના લાભ તરીકે એક વાર્ષિક પ્રીમિયમના 103% પરત મેળવો
- રાઇડરના પ્રીમિયમની ચૂકવણીમાંથી છુટ મેળવવાનો વિકલ્પ
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા હેઠળ કરબચતના લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન
- બાંયધરીપૂર્વકની નિયમિત આવક
- 20 વર્ષની નિશ્ચિત મુદત માટે બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ મેળવવા નિશ્ચિત આવકનો વિકલ્પ
- 99 વર્ષની વય સુધી બાંયધરીપૂર્વકની આવકનો વિકલ્પ
- ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ પરત મેળવો
- મહત્તમ લાભ મેળવવા માટે રાઇડરના વિકલ્પો
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા હેઠળ કરબચતના લાભ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ બેનીફિટ પ્લાન
- સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરેલા લાભ - આવક, પૉલિસીની મુદત, પ્રીમિયમની ચૂકવણીની મુદત
- આવકના લાભનો વિકલ્પ
- રાઇડરના પ્રીમિયમની ચૂકવણીમાંથી છુટ મેળવવાનો વિકલ્પ
- કર સંબંધિત પ્રવર્તમાન કાયદા હેઠળ કરબચતના લાભ
null
null
null
null
null
null
null
null
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
બચત પ્લાન મને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?
.કેટલાક લોકો નાણાંની બચત સુરક્ષાજાળ તરીકે કરતાં હોય છે, જ્યારે કેટલાક લોકો રોકાણ કરવા અને પોતાના નાણાંને વૃદ્ધિ પામતાં જોવા માટે કરતાં હોય છે. બજાર સાથે જોડાયેલા ફંડ્સમાં નાણાંના મૂલ્યમાં વધઘટ થવાની ચિંતા હંમેશા રહે છે. બચત પ્લાન એ જીવન વીમાકવચ અને રોકાણનો મધુર સંગમ છે. આ ઉપરાંત, આપ માર્કેટની અસ્થિરતા અંગે ચિંતા કર્યા વગર આપના મહત્વના લક્ષ્યો માટે બચત પણ કરી શકો છો, કારણ કે, પરંપરાગત જીવન વીમા પ્લાન બજાર સાથે જોડાયેલા હોતા નથી.
મોટાભાગના પ્લાન પૉલિસીની સામે લૉન તેમજ આંશિક રીતે નાણાં ઉપાડવાની સુવિધાઓ પણ પૂરી પાડે છે. પરંપરાગત બચત પ્લાન દ્વારા કરવામાં આવતી નિયમિત ચૂકવણી આપને જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે ફંડનો પ્રવાહ પૂરો પાડે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સેવિંગ્સ પ્લાનની સાથે આપ આપના નાણાંનું રોકાણ કરી તેને વૃદ્ધિ પામતાં જોઈ શકો છો તથા વ્યાપક જીવન વીમાકવચને પરિણામે મનની શાંતિનો આનંદ માણી શકો છો.
-
વીમા અને બચતનું મિશ્રણ કરવું યોગ્ય ગણાશે?
.એકવાર આપ આપના હાલના ખર્ચાઓની ચૂકવણીઓ કરી દો તે પછી જે નાણાં બચે છે, તેની બચત અને રોકાણ કરવામાં આવે છે. આ પ્રકારે આપ આપના પરિવારના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત રાખવાની આશા રાખી શકો છો. ફુગાવા અને વધતાં જઈ રહેલા ખર્ચાઓને ધ્યાનમાં રાખતાં આપ આપના પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરવા માટે પૂરતી બચત કરી રહ્યાં છો તેમ ખાતરીપૂર્વક કહી શકાય નહીં.
આપ આપના ભવિષ્યના લક્ષ્યોને હાંસલ કરવા માટે સક્રિય રીતે રોકાણ કરી શકો છો. જોકે, આપના અકાળે અવસાનના કિસ્સામાં આ ફંડ્સની સંભવિત ચૂકવણી કરી શકાય છે અથવા ઉપાડી શકાય છે, જેથી આપનો પરિવાર આ ક્ષણે તેમની જરૂરિયાતોને પૂરી કરી શકે.
અકાળે અવસાનના કિસ્સામાં શ્રેષ્ઠ રોકાણ પણ મદદરૂપ થતું નથી. આવા કિસ્સામાં વીમા અને રોકાણ/બચતનું મિશ્રણ ધરાવતો પરંપરાગત બચત પ્લાન ઉપયોગી સાબિત થાય છે, જેની મદદથી બચત કરવાની સાથે-સાથે આપને એ બાબતે મનની શાંતિ પણ મળશે કે, આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારની કાળજી લેવામાં આવશે.
-
પરંપરાગત બચત પ્લાનમાં કોણે રોકાણ કરવું જોઇએ?
.બચત પ્લાનમાં આપે નિશ્ચિત વર્ષો માટે સમયાંતરે અગાઉથી નક્કી કરેલી રકમનું રોકાણ કરવું પડે છે. જેઓ નિયમિત આવક ધરાવે છે અને જેમના ખર્ચાઓ આવી રહ્યાં છે, તેઓ ભારતમાં પરંપરાગત જીવન વીમા બચત પ્લાનમાં રોકાણ કરવું જોઇએ. જે લોકો લાંબાગાળાની જવાબદારીઓ ધરાવે છે, જેમ કે, બિઝનેસના માલિકો, વર્કિંગ પ્રોફેશનલ, વાલીઓ, સુરક્ષા ઝંખી રહેલા સ્વ-રોજગારી ધરાવતા લોકો તથા યુવાન પ્રોફેશનલોએ બચત પ્લાન અંગે વિચારવું જોઇએ.
પદ્ધતિસરનું શિડ્યૂલ આપને આર્થિક રીતે વધુ શિસ્તબદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે. જે લોકો જોખમ લેવા નથી માંગતા અને સલામત ઉત્પાદનોમાં રોકાણ કરીને નાણાંની બચત કરવા માંગે છે, તેમના તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે, પરંપરાગત જીવન વીમા બચત પ્લાન.
-
મારે દર મહિને કેટલા રૂપિયાની બચત કરવી જોઇએ?
.આ એક વ્યક્તિલક્ષી પ્રશ્ન છે ત્યારે નાણાંની બચત એ દર મહિનાનો ફરજિયાત નાણાંકીય લક્ષ્યાંક હોવો જોઇએ. આપ આપની કુલ માસિક આવકના ઓછામાં ઓછા 20% બચત માટે બાજુ પર રાખો એવી ભલામણ કરવામાં આવે છે. આપની વાર્ષિક આવકની અંદાજે 10 ગણી જમાપૂંજીનું લક્ષ્ય યોગ્ય ગણાશે.
-
બચત પ્લાન એ નિવૃત્તિનું આયોજન કરવા માટે સારો વિચાર છે?
.બચત પ્લાન ખરીદવો એ નિવૃત્તિનું સફળતાપૂર્વકનું આયોજન કરવા માટે તદ્દન યોગ્ય વિચાર છે. એક પરંપરાગત જીવન વીમા બચત પ્લાનમાં આપ આપના નાણાંનું થોડા સમય માટે રોકાણ કરીને આવનારા વર્ષો સુધી તેના લાભના મીઠાં ફળ ચાખી શકો છો. આ બાબત ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ મહત્વની બની જાય છે, જેઓ આર્થિક જવાબદારીઓ ધરાવે છે, વિધુર છે અથવા તો પોતાની નિવૃત્તિનું આયોજન કરી રહ્યાં છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન દ્વારા સમયાંતરે કરવામાં આવતી ચૂકવણીઓ અને માસિક આવકનો વિકલ્પ નિવૃત્તિ બાદ આપની આર્થિક સુરક્ષાની ખાતરી કરી શકે છે.
-
બચત પ્લાન શરૂ કરવા માટે કઈ વય યોગ્ય ગણાશે?
.વાત જ્યારે કોઈ નાણાકીય ઉત્પાદનમાં રોકાણ કરવાની આવે ત્યારે, આપ જેટલી વહેલીતકે તેની શરૂઆત કરો, તે એટલું જ લાભદાયી રહેશે. ચક્રવૃદ્ધિની શક્તિ એ ખાતરી કરે છે કે, આપના દ્વારા પૂરતા લાંબાગાળામાં રોકવામાં આવેલ નાનકડી રકમ પણ આપની અપેક્ષા કરતાં ઘણું વધારે વળતર આપે. વહેલીતકે રોકાણ શરૂ કરીને આપ આપના નાણાંને ચક્રવૃદ્ધિ વ્યાજ સંચિત કરવાનો પૂરતો સમય આપો છો. ભવિષ્યમાં આપની આર્થિક સુરક્ષાની દિશામાં આપવામાં આવેલ પ્રત્યેક નાનું યોગદાન મહત્વપૂર્ણ બની જાય છે - આથી આપની સ્થિતિ જે કોઇપણ હોય, આપની પાસે બચત કરવા માટે જે કંઇપણ હોય તેની સાથે શરૂઆત કરો.
-
શું બચત પ્લાન કરબચતના લાભ પૂરાં પાડે છે?
.પરંપરાગત વીમા પ્લાન અને બચત પ્લાન કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ, કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ આપના દ્વારા રોકાણ કરવામાં આવેલ પ્રીમિયમ પર તેમજ આપના દ્વારા લાભ તરીકે પ્રાપ્ત કરવામાં આવેલ વીમાકૃત રકમ પર કરબચતના લાભ પૂરાં પાડે છે.