ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોંગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન

જાદુનો સંચાર કરો આપના જીવનમાં

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોંગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન એ એક સુવ્યવસ્થિત રીતે કરવામાં આવતી બચતનું ત્રુટિરહિત એકીકરણ છે, જે બાંયધરીપૂર્વકની નિયમિત આવક, પ્રીમિયમ અને જીવનવીમા કવચ પરત કરવા જેવા અનેકવિધ લાભ પૂરાં પાડી આપને અને આપના પ્રિયજનોને શ્રેષ્ઠતા પ્રદાન કરે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોંગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન ખરીદવા માટેના કારણો

  • ટૂંકાગાળા માટે ચૂકવણી કરો અને લાંબાગાળાના લાભનો આનંદ માણોs

  • આપના નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવામાં આપને સહાયરૂપ થવા બાંયધરીપૂર્વકની આવક

  • આવકના નિશ્ચિત વિકલ્પની સાથે આપની જીવનશૈલીની જરૂરિયાતોને પ્રોત્સાહન આપો. નિશ્ચિત 20 વર્ષ માટે બાંધયરીપૂર્વકની આવક મેળવો.

  • સમગ્ર જીવન દરમિયાન આવકનો વિકલ્પ - 99 વર્ષની વય સુધી બાંધયરીપૂર્વકની આવક મેળવો

  • આવકના લાભનો સમયગાળો પૂરો થયાં બાદ ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમને પરત મેળવો

  • આપ જો એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો પણ સંપૂર્ણ જીવનવીમા કવચનો લાભ મેળવવાનું ચાલુ રાખો (આપે પ્રથમ બે વર્ષના પ્રીમિયમ સંપૂર્ણપણે ચૂકવી દીધા હોય તે પછી લાગુ થાય છે)

  • વધારાના લાભ માટે રાઇડર્સ ઉમેરવાનો વિકલ્પ

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ તથા પ્રાપ્ત કરવામાં આવેલા લાભ પર કરબચતના લાભ ઉપલબ્ધ થઈ શકે છે

પાત્રતાના માપદંડો કયા છે?

  • નિશ્ચિત આવકના વિકલ્પ માટે પ્રવેશ વખતે વયમર્યાદા 8 વર્ષથી 29 વર્ષ છે અને સમગ્ર જીવન દરમિયાન આવકના વિકલ્પ માટે 30 વર્ષથી 60 વર્ષ છે

  • 10 વર્ષની નિશ્ચિત પૉલિસી મુદત માટે 5/6/7 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવો

  • નિશ્ચિત આવકના વિકલ્પ માટે આવકના લાભનો સમયગાળો 20 વર્ષ નિશ્ચિત કરવામાં આવ્યો છે અને સમગ્ર જીવન દરમિયાન આવકના વિકલ્પ માટે 99 વર્ષ સુધી આવક પ્રાપ્ત થાય છે

  • લઘુત્તમ મૂળભૂત વીમાકૃત રકમ રૂ. 2,40,000 છે અને મહત્તમ વીમાકૃત રકમ પર કોઈ મર્યાદા નથી

  • લઘુત્તમ પ્રીમિયમ વાર્ષિક રૂ. 24,000, અર્ધવાર્ષિક રૂ. 12,286, ત્રિમાસિક રૂ. 6,216 અને માસિક રૂ. 2,088 છે, જ્યારે મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી

  • વીમાકૃત રકમના ગુણકની સારણી જોવા માટે અહીં ક્લિક કરો

ઉત્પાદન માર્ગદર્શિકા

Download Brochure File

ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન્સ શું છે?


એક સમય એવો હતો કે, જ્યારે એક વ્યક્તિની આવક ઘર ચલાવવા માટે પૂરતી હતી અને આર્થિક સ્થિરતા આટલી દુર્લભ બાબત નહોતી. આજે તો જાણે આર્થિક સ્થિરતા મેળવવી એ એક મહત્વાકાંક્ષી લક્ષ્ય બની ગયું છે. આર્થિક સ્થિરતાનું સર્જન કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વીમાકંપનીઓ ગેરેન્ટીડ સેવિંગ્સ પ્લાન પૂરાં પાડી રહી છે.

ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાનની રચના જોખમ લેવાથી દૂર રહેવા માંગતા રોકાણકારો માટે કરવામાં આવી છે. પરંપરાગત વીમા પ્લાનના લાભની સાથે ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન પાકતી મુદતના લાભ પૂરાં પાડે છે અને આપની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપના માટે આવકનો પ્રવાહ સર્જે છે.

ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં આપને પૉલિસીની મુદત માટે જીવન વીમાકવચ પૂરું પાડવામાં આવે છે. કેટલાક પ્લાનમાં આપ મર્યાદિત સમય માટે પ્રીમિયમ ચૂકવી શકો છો. પ્રીમિયમની ચૂકવણી કરવાની આપની મુદત પૂરી થઈ જાય તે પછી આપને નિયમિત આવકની ચૂકવણી મળવાનું શરૂ થાય છે. અન્ય કેટલાક પ્લાનમાં આપે પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન પ્રીમિયમ ચૂકવવાનું રહે છે અને આપને મળતી ચૂકવણીઓ આપને પાકતી મુદતના લાભ તરીકે પૉલિસીની મુદત પૂરી થયાં પછી માસિક / ત્રિમાસિક / વાર્ષિક ધોરણે પ્રાપ્ત થાય છે.

એક નોન-લિંક્ડ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન પર માર્કેટના ચઢાવ-ઉતારનો પ્રભાવ પડતો નથી. આમ, આપ એ બાબતે નિશ્ચિંત રહી શકો છો કે, આપના બહુમૂલ્ય રોકાણ પર ઇક્વિટી માર્કેટના ચઢાવ-ઉતારને કારણે ક્યારેય કોઈ જોખમ તોળાશે નહીં.

આપ આજે કેટલું કમાઈ રહ્યાં છો તેને ધ્યાનમાં રાખ્યાં વગર આવકનો બીજો પ્રવાહ હંમેશા મદદરૂપ થતો હોય છે. એક ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાન જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી અને અચાનક આવતાં ખર્ચાઓની ચૂકવણી કેવી રીતે કરવી, તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે, આગામી વર્ષો માટે આપના પરિવારની આર્થિક સ્થિરતા માટે જોગવાઈ થઈ ગયાંની ખાતરી આપીને આપને નિરાંતનો શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે. એક સારા ગેરેન્ટીડ ઇન્કમ પ્લાનના અદભૂત લાભને માણો, જેમ કે - બાંયધરીપૂર્વકની નિયમિત આવક, પ્રીમિયમ પરત મળવું, પૉલિસીની મુદત દરમિયાન જીવન વીમાકવચ અને દરેક ડગલે સ્થિતિસ્થાપકતા.

ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન કોણે ખરીદવો જોઇએ?


આપ જ્યારે ‘ગેરેન્ટી’ શબ્દ સાંભળો છો ત્યારે તે ભરોસાની લાગણી જન્માવે છે. આપને કેટલું મળશે, ક્યારે મળશે અને કયા સમયગાળા માટે મળશે, તે આપ સ્પષ્ટપણે જાણતા હો છો. આ બાંયધરી આપની નાણાકીય સુરક્ષા અને વૃદ્ધાવસ્થામાં આર્થિક સ્વતંત્રતા અંગે આપને ચિંતામુક્ત કરી આપના જીવનનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે.

શું એવી કોઈ વ્યક્તિ હશે જે જ્યારે જરૂર પડે ત્યારે આવકનો પ્રવાહ મેળવવા ન માંગે? જે કોઇપણ પોતાનું ભંડોળ ઊભું કરવા માંગે છે, કાર્યક્ષમ રીતે બચત કરવા માંગે છે અને પોતાના પાછલા વર્ષોમાં સ્થિર રીતે ચૂકવણી મેળવવા માંગે છે, તેમણે ગેરેન્ટીડ ઇન્કમ ઇન્શ્યોરેન્સ પ્લાન મેળવવો જોઇએ

આપના નાણાકીય પોર્ટફોલિયોમાં ગેરેન્ટીડ ઇન્કમ પ્લાનને ઉમેરવાનું પસંદ કરો, જોઃ

  • આપના માટે જીવનના ચઢાવ-ઉતારમાં નિશ્ચિતતા બહુમૂલ્ય હોય. જો આપ કોઇપણ પ્રકારના આશ્ચર્યો વગર અને આપના રોકાણ પર કોઇપણ પ્રકારના જોખમ વગર બાંયધરીપૂર્વકના લાભને માણવા માંગતા હોય.
  • આપ આવકના સ્થિર પ્રવાહની રચના કરવા માંગતો હો, જે આપને જ્યારે સૌથી વધુ જરૂરિયાત હોય ત્યારે આપની આવકને પૂરક બની રહે અથવા આપની આવકનું સ્થાન લઈ લે.
  • આપ પરંપરાગત વીમાકવચ મેળવવા માંગતા હો, જે આપનું નિધન થઈ જવાના કિસ્સામાં આપના પરિવારની નાણાકીય જરૂરિયાતની કાળજી લે.
  • આપ આધુનિક રોકાણના વિપુલ ફાયદાઓની સાથે પરંપરાગત વીમા પ્લાનના લાભ માણવા માંગતા હો, જેમ કે, જીવન વીમાકવચ + પૉલિસીની મુદતના અંતે સર્વાઇવલ / પાકતી મુદતના લાભ.
  • આપ આપના રોકાણના ભંડોળ પર કર સંબંધિત લાભ મેળવવા માંગતા હો.
  • આપ સ્થિતિસ્થાપકતા ઇચ્છતા હો અને આપની બચત યોજના આપના માટે કેવી રીતે કામ કરશે તેને કસ્ટમાઇઝ કરવા માંગતા હો.
  • આપ રોકાણનું એક સાવધ રહે તેવું સાધન ઇચ્છતા હો, જે માર્કેટના ફંડના મૂલ્યોના ચઢાવ-ઉતાર સાથે સંકળાયેલ ન હોય.

ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન શા માટે બચતનું એક આદર્શ સાધન છે?


મોટાભાગના લોકો લાંબાગાળાના નાણાકીય લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રીત કરતાં હોય છે. જોકે, આપની સારી સ્થિતિમાં આપના પડખે રહે તેવું ભંડોળ ઊભું કરવાને બદલે આપનું ધ્યાન આપના જીવનના પાછલા વર્ષોમાં આપને મદદરૂપ થાય તેવું ભંડોળ ઊભું કરવા પર હોવું જોઇએ. આપ ઘર ખરીદવા, આપના બાળકના શિક્ષણની ચૂકવણીઓ કરવા, આપના બાળકનું લગ્ન કરાવવા કે ઇમર્જન્સીની સ્થિતિ માટે નાણાં અલગ રાખવા માંગતા હોઈ શકો છો. આ તમામ મહત્વકાંક્ષાઓ આપના ખિસ્સા પર ભારણરૂપ બની જાય છે. તો આજે નાણાં રોકવાથી ભવિષ્યમાં જ્યારે આપને તેની સૌથી વધુ જરૂરિયાત હોય ત્યારે આપના બેંક ખાતામાં તે પાછા મળે તો કેવું? ગેરેન્ટી ઇન્કમ પ્લાન આપની આ જ મહત્વકાંક્ષાને પૂરી કરે છે.

પરંપરાગત વીમાકવચ, પાકતી મુદતના લાભ અને મૃત્યુ સંબંધિત લાભ (પૉલિસીધારકનું અકાળે અવસાન થઈ જવાના કિસ્સામાં) પૂરાં પાડતો એક ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન બાંયધરીપૂર્વકની કમાણીની વિશેષતા ધરાવે છે, જેને આપના દ્વારા પસંદ કરવામાં આવેલા નિશ્ચિત અંતરાલે આપને ચૂકવવામાં આવે છે.

ભારતમાં મોટાભાગના બચત પ્લાન આપને સારી રીતે વધારેલા ભંડોળની રચના કરવામાં મદદરૂપ થાય છે અને આ ભંડોળને એકસામટી રકમના સ્વરૂપે આપને પરત કરે છે. કેટલાક લોકોને આ ખૂબ જ સારી બાબત લાગી શકે છે પરંતુ વિચારવાની બાબત એ છે કે, આપ આપના બચત પ્લાનમાં ખરેખર શું મેળવવા માંગો છો? આપ જ્યારે એકસામટી રકમ મેળવો છો, ત્યારે તેનું વ્યવસ્થાપન કરવાનું પ્રાથમિકતા બની જાય છે, કારણ કે, આપે એ બાબતની ખાતરી કરવાની રહે છે કે, આ નાણાં લાંબા સમય સુધી આપની પાસે ટકે. ભારતમાં ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન્સ પૉલિસી પાક્યાં બાદ આપને સમયાંતરે બાંયધરીપૂર્વકની ચૂકવણી કરીને આપના માથેથી આયોજન કરવાનો ભાર દૂર કરી દે છે.

આથી, જો આપ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન ખરીદો છો, તો આપ નિશ્ચિત અંતરાલે બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ, જીવન વીમાકવચ અને નાણાકીય સ્થિરતા મેળવવાના હકદાર બની જાઓ છો, જેમાં જરાયે જોખમ નહીં ધરાવતા બચત વીમા પ્લાન પાસે રાખવામાં આવતી તમામ આશાઓ ફળીભૂત થાય છે.

ગેરેન્ટીડ ઇન્કમ સેવિંગ્સ પ્લાન ખરીદતા પહેલાં કયા પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ?


ગેરેન્ટીડ ઇન્કમ સેવિંગ્સ પ્લાન એ એક નોન-લિંક્ડ પરંપરાગત વીમા પૉલિસી છે, જે માર્કેટના કાર્યદેખાવ સાથે સંકળાયેલી નહીં હોવાથી કોઇપણ પ્રકારનું જોખમ ધરાવતી નથી. આ પ્રકારના પ્લાન સમયાંતરે ચૂકવણીઓના સ્વરૂપે વળતર આપે છે, જે બાંયધરીપૂર્વક ચૂકવવામાં આવે છે. આપ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન ખરીદો તે પહેલાં કેટલાક પરિબળો એવા છે, જેને ધ્યાનમાં રાખવા જોઇએઃ

આપ કેટલા પ્રમાણ વળતર પર જોખમ સહન કરી શકવાની ક્ષમતા ધરાવો છો?

સામાન્ય રીતે વળતરના જે સાધનો ઊંચું જોખમ ધરાવે છે, તે વળતર પણ ઊંચું આપે છે. જોકે, કેટલાક લોકો માટે જોખમકારક પરિબળ ખૂબ ઊંચું હોય છે. આક્રામક રોકાણકારો ઊંચું વળતર મેળવવાની આશાએ તેમના નાણાંને સ્ટોક અને માર્કેટ ફંડમાં રોકે છે. પરંતુ તેની પૂર્વશરત એ છે કે, સ્ટોકની કિંમતો અચાનક ઘટી જવાનું અને આપે કરેલા રોકાણ ગુમાવી દેવાનું જોખમ સહન કરવા આપ તૈયાર હોવા જોઇએ. જો કોઈ કારણોસર પાસું સીધું ન પડે તેવા કિસ્સામાં આપ આકરી મહેનતથી રળેલી કમાણીને ગુમાવવાની ક્ષમતા ધરાવતા હો તો જ આપે રોકાણના જોખમી સાધનોમાં રોકાણ કરવાનું વિચારવું જોઇએ.

આપ જો જોખમ લેવાની ખાસ ક્ષમતા ધરાવતા ન હો તો, આપની નજર પરંપરાગત વીમા બચત પ્લાન તરફ દોડાવો, જે ઓછું જોખમ ધરાવતા હોય અને બાંયધરીપૂર્વકનું વળતર આપતા હોય.

આપ આપની પૉલિસીની મુદત કેટલી રાખવા માંગો છો?

ગેરેન્ટીડ ઇન્કમ પ્લાનની મુદત અંગે વિચાર કરતી વખતે બે પાસાંને ધ્યાનમાં રાખવા જોઇએ - આપ પ્રીમિયમને ક્યાં સુધી ચૂકવવા માંગો છો અને આપ આપની પૉલિસીમાંથી સમયાંતરે કેટલા સમય સુધી ચૂકવણીઓ મેળવવા માંગો છો? ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન આપને પ્રીમિયમની ચૂકવણી કરવાની મર્યાદિત મુદત અને નિશ્ચિત મુદતમાંથી પસંદ કરવાની સ્થિતિસ્થાપકતા આપે છે, જે દરમિયાન આપને સમયાંતરે ચૂકવણીઓ પ્રાપ્ત થશે.

આપ આપના બાળક માટે એક નિશ્ચિત સમયે ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન શરૂ કરી શકો છો, જેથી જ્યારે તે કૉલેજ જતો થાય ત્યારે તેને સ્થિર માસિક આવક મળતી થઈ જાય. ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન એ આપની નિવૃત્તિના આયોજન માટેનું પણ એક અદભૂત સાધન છે, જેથી આપ જ્યારે નિવૃત્તિ થાઓ ત્યારે આપને સમયાંતરે બાંયધરીપૂર્વકની ચૂકવણીઓ પ્રાપ્ત થાય.

આપ કેવા પ્રકારની ચૂકવણીઓ મેળવા માંગો છો?

શું માસિક ચૂકવણીઓને બદલે એકસામટી મળતી રકમ આપની જરૂરિયાતોને પૂરી કરવા માટે અનુકૂળ છે? આપની ભવિષ્યની નાણાકીય જરૂરિયાતોને ધ્યાન પર લો અને એ નક્કી કરો કે આપને નાણાંનું ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થનારી અને પાકતી મુદતે નોંધપાત્ર રકમ ચૂકવનારી એન્ડોવમેન્ટ પૉલિસી આપની જરૂરિયાતોને અનુકૂળ છે કે નહીં. આમ, સમયાંતરે આજીવન ચૂકવણીઓ પૂરી પાડતી ગેરેન્ટીડ ઇન્કમ એન્ડોવમેન્ટ પૉલિસી આપને આકર્ષક લાગી શકે છે. ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન પસંદ કરતાં પહેલાં આપ કેવી રીતે આવકનું ઉપાર્જન કરવા માંગો છો, તે સમજી લો.

આપના રોકાણના નિર્ણયોને કઈ બાબતો પ્રભાવિત કરે છે?

કેટલાક પરિબળો એવા છે, જે દરેક રોકાણના નિર્ણયને પ્રભાવિત કરે છે અને આપ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન ખરીદો તે પહેલાં આપે તેના અંગે વિચારવું જોઇએ.

આપની વર્તમાન જીવનશૈલી માટે આપે કેટલો ખર્ચ કરવો પડે છે?

શું આપ ભવિષ્યમાં પણ આ જીવનશૈલી જાળવી રાખવા માંગો છો?

આપની આવક કેટલી છે અને તેમાંથી કેટલો ખર્ચ થાય છે?

શું કરબચત આપના માટે મહત્વપૂર્ણ છે?

શું આપ પરંપરાગત જીવન વીમાકવચની મનની શાંતિ ઇચ્છો છો?

આગામી દાયકામાં ફુગાવો આપની નાણાકીય સ્થિરતાને કેવી રીતે પ્રભાવિત કરશે?

આપના નિર્ણયોને પ્રભાવિત કરનારા આ તમામ પ્રશ્નોને ધ્યાન પર લો, તેના જવાબો મેળવો અને ત્યારબાદ એ નક્કી કરો કે કયા પ્રકારના પરંપરાગત વીમા પ્લાન આપની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ આવશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન કેવી રીતે કામ કરે છે?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, મર્યાદિત પ્રીમિયમનો, એન્ડોવમેન્ટ જીવન વીમા પ્લાન છે, જે આપની પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન જીવન વીમાકવચ તેમજ આવકનો ખાતરીપૂર્વકનો લાભ પૂરાં પાડીને આપને અને આપના પરિવારને જીવનના દરેક તબક્કામાં ટેકો પૂરો પાડે છે.

તો ચાલો જોઇએ કે, આપના માટે આ બાબતોનો અર્થ શું થાય છેઃ

નોન-લિંક્ડ

એક નોન-લિંક્ડ પૉલિસી તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન એ માર્કેટ ફંડના મૂલ્યો પર આધારિત નથી. માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતાર આપની પૉલિસીના લાભને પ્રભાવિત કરતો નહીં હોવાથી, દુઃખદ આશ્ચર્યોના ભય વગર આપના માટે બાંયધરીપૂર્વકનું વળતર મેળવવું શક્ય છે.

નોન-પાર્ટિસિપેટિંગ

નોન-પાર્ટિસિપેટિંગ પૉલિસી એટલે એવી પૉલિસી જે કોઇપણ પ્રકારનું ડિવિડન્ડ આપતી નથી, કારણ કે, તે કંપનીના નફામાં કોઈ હિસ્સો ધરાવતી નથી. પાર્ટિસિપેટિંગ પૉલિસીઓની સરખામણીએ નોન-પાર્ટિસિપેટિંગ પૉલિસીઓ વધુ સુરક્ષિત હોય છે, બાંયધરીપૂર્વકનું વળતર આપે છે અને તેના પ્રીમિયમના દરો પણ પ્રમાણમાં નીચા હોય છે.

મર્યાદિત પ્રીમિયમ

મર્યાદિત પ્રીમિયમ ધરાવતી પૉલિસી તરીકે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાનમાં આપ મર્યાદિત સમય માટે પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો અને પ્રીમિયમની ચૂકવણી પૂરી થઈ ગયાં બાદ આપ નિશ્ચિત સમયગાળા માટે ચૂકવણી પ્રાપ્ત કરી શકો છો. આ પ્લાનમાં આપને પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન પરંપરાગત વીમાના લાભ પ્રાપ્ત થાય છે તથા આપે નાણાકીય ચૂકવણીઓ અને લાભ મેળવવા માટે આપે પૉલિસી પૂરી થવાની રાહ પણ જોવી પડતી નથી.

તે કેવી રીતે કામ કરે છે?

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાનમાં આપની પૉલિસીની મુદત 10 વર્ષની હોય છે. આપ પ્રીમિયમની ચૂકવણીની 5, 6 અથવા 7 વર્ષની મર્યાદિત મુદત પસંદ કરી શકો છો. પ્લાનમાં પ્રવેશતી વખતે વીમાકૃત વ્યક્તિની વય પર આધાર રાખી આપ 20 વર્ષના આવકના નિશ્ચિત સમયગાળાની સાથે નિર્ધારિત આવકનો વિકલ્પ અથવા તો આપ 99 વર્ષના થાઓ ત્યાં સુધી બાંયધરીપૂર્વકની આવક મેળવવાની સાથે આજીવન આવકનો વિકલ્પ પ્રાપ્ત થઈ શકે છે. આપ પ્રીમિયમને માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક ધોરણે ચૂકવી શકો છો. આ ઉપરાંત, આપ આ પૉલિસીમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેવર ઑફ પ્રીમિયમ રાઇડર અને ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડરને ઉમેરી પણ શકો છો.

અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેથી આપ આ પૉલિસીને વધુ સારી રીતે સમજી શકોઃ

40 વર્ષની વયે શ્રીમાન શર્માજી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન ખરીદે છે. પ્લાનમાં પ્રવેશતી વખતે તેમને તેમની વય પર આધાર રાખી આજીવન આવકનો વિકલ્પ પ્રાપ્ત થાય છે. પ્રીમિયમની ચૂકવણીની મુદત 5 વર્ષ અને પૉલિસીની મુદત 10 વર્ષ માટે તેઓ રૂ. 1,00,000 (કર સિવાય)નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવે છે.

તેઓ પૉલિસીના અંતથી શરૂ કરી 99 વર્ષની વય સુધીના આવકના લાભના સમયગાળા દરમિયાન વાર્ષિક આવકના લાભનો વિકલ્પ પસંદ કરે છે, જે રૂ. 40,000 (વાર્ષિક પ્રીમિયમના 40%) હશે. આ ઉપરાંત, તેમને આવકના લાભના સમયગાળાના અંતે રૂ. 5,00,000ની એકસામટી રકમ (ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ પરત કરી દેવામાં આવે છે, રાઇડરના પ્રીમિયમ, મોડલ લૉડિંગ પરિબળ, લાગુ થતાં કર અને અંડરરાઇટિંગ, વધારાના પ્રીમિયમ (જો કોઈ હોય તો) સિવાય) પણ પ્રાપ્ત થશે.

પૉલિસીની મુદત દરમિયાન મૃત્યુ થઈ જવાના કિસ્સામાં તેમના પ્રિયજનોને મૃત્યુ થવા પર પ્રાપ્ત થતી વીમાકૃત રકમ પ્રાપ્ત થશે, જે રકમ આ કિસ્સામાં રૂ. 11,69,000 થશે. તેઓ/તેમના નોમીનીઓ આ મૃત્યુ સંબંધિત લાભને એકસામટી રકમ તરીકે અથવા તો 5, 10 કે 15 વર્ષના સમયગાળા દરમિયાન હપ્તાઓમાં મેળવવાનું પસંદ કરી શકે છે.

આવકના લાભના સમયગાળા દરમિયાન તેમનું મૃત્યુ થઈ જવાના કિસ્સામાં તેમના નોમીનીને આવકના લાભનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધી ભવિષ્યની આવકના લાભ મળવાનું ચાલું રહેશે. આવકના લાભનો સમયગાળો પૂરો થવા પર આ પૉલિસી હેઠળ ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ (અહીં ઉપર જણાવેલ બાકાતીઓની સાથે) નોમીનીને ચૂકવી દેવામાં આવશે. નોમીની આ ભવિષ્યના લાભ એકસામટી રકમ તરીકે મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?


  • 10 વર્ષની પૉલિસી માટે 5/6/7 વર્ષ માટે ચૂકવવાનું પસંદ કરી પ્રીમિયમની મર્યાદિત રીતે ચૂકવણી કરો. આ પ્રકારે આપ ટૂંકા સમય માટે ચૂકવણી કરી લાંબાગાળાનો લાભ માણો છો.
  • આપના નાણાકીય લક્ષ્યાંકોને હાંસલ કરવામાં આપને મદદરૂપ થનાર બાંયધરીપૂર્વકની આવક મેળવો.
  • નિશ્ચિત આવકના વિકલ્પની મદદથી આપની જીવનશૈલીની જરૂરિયાતોને પૂરી કરો, જેમાં આપને 20 વર્ષના નિશ્ચિત સમયગાળા માટે બાંયધરીપૂર્વકની આવક પ્રાપ્ત થાય છે અથવા તો આજીવન આવકનો વિકલ્પ પસંદ કરો, જેમાં આપને 99 વર્ષની વય સુધી બાંયધરીપૂર્વકની આવક ચૂકવવામાં આવે છે./li>
  • આવકના લાભનો સમયગાળો પૂરો થવા પર ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમને પરત મેળવો (અહીં ઉપર જણાવેલ બાકાતીઓની સાથે).
  • આ પ્લાનમાં જીવન વીમાકવચ ચાલું રાખવા સંબંધે પૂરાં પાડવામાં આવેલા લાભ મુજબ જો આપ એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ છો, તો પણ આપનું જીવન વીમાકવચ ચાલું રહેશે (આપ પહેલા બે વર્ષના પ્રીમિયમ સંપૂર્ણ ચૂકવી દો તે પછી જ લાગુ થાય છે).
  • મૃત્યુ સંબંધિત લાભને એકસામટી રકમ તરીકે અથવા તો 5, 10 કે 15 વર્ષ માટેની નિયમિત આવકની ચૂકવણી તરીકે મેળવવાની સ્થિતિસ્થાપકતા.
  • વધુ લાભ મેળવવા માટે વૈકલ્પિક ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડર અને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેવર ઑફ પ્રીમિયમ રાઇડરની મદદથી આપના પ્લાનને વિસ્તારો.
  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર અને પ્રાપ્ત થયેલા લાભ પર ઉપલબ્ધ થઈ શકનારા કર સંબંધિત લાભ મેળવો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન હેઠળ આવક સંબંધિત લાભના કયા વિકલ્પો છે?


પૉલિસી ખરીદતી વખતે આપની વય પર આધાર રાખી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન હેઠળ વીમાકૃત વ્યક્તિને આવક સંબંધિત લાભના બે અલગ-અલગ વિકલ્પ પૂરાં પાડવામાં આવે છેઃ

નિશ્ચિત આવકનો વિકલ્પ

પૉલિસી ખરીદતી વખતે વીમાકૃત વ્યક્તિની વય 8થી 29 વર્ષની વચ્ચે હોય તો, આપની પૉલિસીને નિશ્ચિત આવકનો વિકલ્પ લાગુ થાય છે. આ વિકલ્પ હેઠળ, પૉલિસીની મુદતના અંતથી શરૂ કરીને 20 વર્ષના આવકના નિશ્ચિત સમયગાળા માટે વાર્ષિક પ્રીમિયમની એક નિશ્ચિત ટકાવારીને નિયમિત આવક તરીકે ચૂકવવામાં આવે છે.

પ્રાપ્ત કરવામાં આવનારા આવકના લાભનો આધાર આપના દ્વારા પસંદ કરવામાં આવેલ પ્રીમિયમની ચૂકવણીની મુદત પર રહેલો છે. આવકનો લાભ એ ચૂકવવાપાત્ર થતાં વાર્ષિક પ્રીમિયમની એક ચોક્કસ ટકાવારી છે. પ્રીમિયમની ચૂકવણી કરવાની 5 વર્ષની મુદતના કિસ્સામાં આવકનો લાભ 45% થાય છે. તો પ્રીમિયમની ચૂકવણી કરવાની 6 વર્ષની અને 7 વર્ષની મુદત માટે આવકનો લાભ અનુક્રમે 50% અને 60% થાય છે.

આજીવન આવક મેળવવાનો વિકલ્પ

પૉલિસીમાં પ્રવેશતી વખતે વીમાકૃત વ્યક્તિની વય 30થી 60 વર્ષની વચ્ચે હોય તો, આપની પૉલિસીને આજીવન આવક મેળવવાનો વિકલ્પ લાગુ થાય છે. આ વિકલ્પ હેઠળ, પૉલિસીની મુદતના અંતથી શરૂ કરીને 99 વર્ષની વય સુધી નિયમિત આવકની ચૂકવણી તરીકે વાર્ષિક પ્રીમિયમની એક નિશ્ચિત ટકાવારી ચૂકવવામાં આવે છે.

આ કિસ્સામાં વાર્ષિક પ્રીમિયમની ટકાવારી તરીકે ચૂકવવાપાત્ર થતાં આવકના લાભનો આધાર પૉલિસીમાં પ્રવેશતી વખતે વીમાકૃત વ્યક્તિની વય કેટલી છે અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત કેટલી પસંદ કરવામાં આવી છે, તેના પર રહેલો છે.

પૉલિસીમાં પ્રવેશતી વખતે 30-45 વર્ષ વચ્ચેની વય ધરાવનારાઓ માટે પ્રીમિયમની ચૂકવણીની 5 વર્ષની મુદત માટે આવકનો લાભ 40% થાય છે, પ્રીમિયમની ચૂકવણીની 6 વર્ષની મુદત માટે 45% થાય છે અને પ્રીમિયમની ચૂકવણીની 7 વર્ષની મુદત માટે 55% થાય છે.

પૉલિસીમાં પ્રવેશતી વખતે 46-60 વર્ષ વચ્ચેની વય ધરાવનારાઓ માટે પ્રીમિયમની ચૂકવણીની 5 વર્ષની મુદત માટે આવકનો લાભ 35% થાય છે, પ્રીમિયમની ચૂકવણીની 6 વર્ષની મુદત માટે 40% થાય છે અને પ્રીમિયમની ચૂકવણીની 7 વર્ષની મુદત માટે 50% થાય છે.

આ પ્રકારના તમામ કિસ્સાઓમાં આવકના સમયગાળાના અંતે આ પૉલિસી હેઠળ ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ (અહીં ઉપર જણાવેલ બાકાતીઓની સાથે) આપને અથવા નોમીનીને પરત કરી દેવામાં આવશે અને આ પૉલિસી હેઠળના તમામ લાભ સમાપ્ત થઈ જશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોન્ગ ગેરેન્ટીડ ઇન્કમ પ્લાન ખરીદવા માટે પાત્રતાના માપદંડો કયા છે?


વીમાકૃત રકમના ગુણક કોષ્ટકને અહીં જુઓ.

  • નિશ્ચિત આવકના વિકલ્પ માટે અરજી કરવાની પ્રવેશ વય 8થી 20 વર્ષ છે અને આજીવન આવકના વિકલ્પ માટે 30થી 60 વર્ષ છે.
  • પૉલિસીની 10 વર્ષની નિશ્ચિત મુદત માટે પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત 5, 6 અથવા 7 વર્ષ છે.
  • નિશ્ચિત આવકના વિકલ્પ માટે આવકના લાભનો સમયગાળો 20 વર્ષનો તથા આજીવન આવકના વિકલ્પ માટે 99 વર્ષની વયનો નિર્ધારિત કરવામાં આવ્યો છે.
  • લઘુત્તમ મૂળ વીમાકૃત રકમ રૂ. 2,40,000 છે અને વીમાકૃત રકમ પર કોઈ મહત્તમ મર્યાદા નથી.
  • લઘુત્તમ પ્રીમિયમ વાર્ષિક રૂ. 24,000, અર્ધ-વાર્ષિક રૂ. 12,286, ત્રિમાસિક રૂ. 6,216 અને માસિક રૂ. 2,088 છે તથા પ્રીમિયમની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી.

વીમાકૃત રકમના ગુણક કોષ્ટકને અહીં જુઓ.

 

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK