ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન

જ્યાં થાય યોગ્ય બચત, ત્યાં થાય જીવન સફળ

GET A QUOTE

ઇન્ડિયાફર્સ્ટ સરલ બચત વીમા પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ લાઇફ, મર્યાદિત પ્રીમિયમની બચત પૉલિસી છે. પૉલિસીની મુદત કરતાં ઓછા સમયગાળા માટે ચૂકવણી કરવા પર તમને બાંયધરીપૂર્વકના લાભ પૂરાં પાડવાની સાથે-સાથે તમારા પ્રિયજનોને જીવન વીમાકવચ મારફતે લાંબાગાળા સુધી સુરક્ષાકવચ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે આ પૉલિસીની રચના કરવામાં આવી છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન ખરીદવા માટેના કારણો

 • 12થી 15 વર્ષ સુધીના જીવન વીમાકવચ મારફતે તમારા પ્રિયજનો માટે લાંબાગાળાના સુરક્ષાકવચની રચના કરો

 • 5 કે 7 વર્ષ માટે જ ચૂકવણી કરો પરંતુ પૉલિસીના લાભ પૉલિસીની સંપૂર્ણ મુદત માટે મેળવો

 • વાર્ષિક બાંયધરીપૂર્વકના ઉમેરણોની મદદથી તમારી બચતમાં વધારો કરો

 • વીમાકૃત વ્યક્તિનું મૃત્યુ થઈ જવાની ઘટનામાં તમારા પ્રિયજનોને 5 વર્ષના સમયગાળા માટે એકસામટી રકમ અથવા આવકનો લાભ પૂરો પાડો.

 • ફક્ત પૉલિસીના પ્રથમ વર્ષ દરમિયાન જ આકસ્મિક રીતે મૃત્યુ થઈ જવાના કિસ્સામાં વધારાની વીમાકૃત રકમ મેળવો

 • મૃત્યુ થવા પર વીમાકૃત રકમના 10% જેટલું ફ્યુનરલ કવર (તાત્કાલિક આપવામાં આવતો લાભ, વધારાનો લાભ નહીં) મેળવો અથવા તો મૃત્યુની જાણ કરવા પર એડવાન્સમાં ચૂકવેલા રૂ. 25,000 (બેમાંથી જે રકમ ઓછી હોય તે) મેળવો.

 • વધુ લાભ મેળવવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેવર ઑફ પ્રીમિયમ રાઇડર ઉમેરો

 • મેડિકલ ટેસ્ટ કરવાની કોઈ હેરાનગતિ નહીં - ફક્ત તમારા આરોગ્યના જાહેરનામાની પુષ્ટી કરો

પાત્રતાના માપદંડો કયા છે?

 • અરજી કરવાની લઘુત્તમ વય પૉલિસીની મુદત અને મૃત્યુ સંબંધિત લાભ પર આધાર રાખી 3, 6 અને 46 વર્ષ છે. અરજી કરવાની મહત્તમ વય મૃત્યુ સંબંધિત લાભ પર આધાર રાખી 45 અને 50 વર્ષ છે.

 • પ્લાનના અંતે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય મૃત્યુ સંબંધિત લાભ પર આધાર રાખી 60 વર્ષ અને 65 વર્ષ છે.

 • લઘુત્તમ વીમાકૃત રકમઃ રૂ. 84,000. મહત્તમ વીમાકૃત રકમઃ રૂ. 5,00,000.

 • લઘુત્તમ પ્રીમિયમ વાર્ષિક રૂ. 12,000 છે. મહત્તમ પ્રીમિયમ રૂ. 50,000 છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન


તમારા પરિવારની સુરક્ષા અને સલામતી માટે એક સરળ અને અસરકારક ટૂલ રજૂ કરી રહ્યાં છીએ - ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન. જીવનમાં અનિશ્ચિતતા જ એક નિશ્ચિત બાબત છે. પરંતુ ઇન્ટેલિજેન્ટ સરલ બચત વીમા પ્લાનની મદદથી તમને જીવન વીમાકવચની મનની શાંતિ, પ્રીમિયમની મર્યાદિત ચૂકવણી અને બાંયધરીપૂર્વકના લાભ પ્રાપ્ત થાય છે. કોઈ કમનસીબ ઘટનામાં તમારા પરિવારની સુરક્ષા કરવા માટે રચવામાં આવેલ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન એ આર્થિક અનિશ્ચિતતાઓમાં તમારો તારણહાર છે.

અન્ય સરલ પ્લાનની જેમ જ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજના પણ સમજવામાં ખૂબ જ સરળ છે. તમને ઝડપી પ્રોસેસિંગનો લાભ મળે છે, કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવા પડતાં નથી અને તેની નોંધણીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ટૂંકા સમયગાળા માટે પ્રીમિયમ ચૂકવી તમારા પ્રિયજનોને લાંબાગાળાનું સુરક્ષાકવચ પૂરું પાડો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજના શું છે?


જો તમે ભારતમાં બચત વીમા પ્લાનને શોધી રહ્યાં હો તો, તમે વિકલ્પોમાં મૂંઝાઈ જશો. તમે સરળ વિકલ્પને પસંદ કરી શકો છો તેમજ આકર્ષક વધારાની વિશેષતાઓ ધરાવતા વ્યાપક પ્લાન પણ પસંદ કરી શકો છો. વીમા સેવાપ્રદાતા પર આધાર રાખીને તમે ઘણી બધી વિશેષતાઓ, લાભ, સુવિધાઓ અને પાકતી મુદતની ચૂકવણીના વિવિધ વિકલ્પો પસંદ કરી શકો છો, મેળવી શકો છો. જોકે, વાસ્તવમાં તમારી જરૂરિયાતોને પૂરી કરે તેવી પૉલિસી મેળવવાની ખાતરી કરવા તમારે તમામ વિગતો, નિયમો અને શરતો તથા તેમાં થતાં સમાવેશન અને બાકાતીઓને ચકાસવા પડે છે. આટલા બધાં વિકલ્પો અને જીણવટભરી વિગતોને કારણે મોટાભાગના લોકો સમજ્યાં વગર મૂંઝાઈ જાય છે.

જાન્યુઆરી 2021થી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI)એ માર્ગદર્શિકા જાહેર કરી છે અને સરલ પ્લાનના સ્વરૂપે લોકોને સહાય પૂરી પાડી છે. આ સરલ પૉલિસીઓ એવા લોકો માટે ઉત્તમ છે, જેઓ તેમની ગેરહાજરીમાં તેમના પરિવારજનોને સુરક્ષાકવચ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માંગતા હોય.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ, મર્યાદિત પ્રીમિયમની જીવન વીમા બચત પૉલિસી છે. આ સરલ બચત યોજના હેઠળ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન તમને જીવન વીમાકવચ અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મર્યાદિત મુદતનો લાભ પૂરો પાડે છે. કોઇપણ પ્રકારના પાકતી મુદતના કે સર્વાઇવલના લાભ વગરની પ્યોર પ્રોટેક્શન પૉલિસીથી અલગ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન એ એક બચત વીમા પ્લાન છે, જેની મદદથી તમે બાંયધરીપૂર્વકના ઉમેરણોના લાભને માણી શકો છો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનમાં તમે મર્યાદિત વર્ષો માટે પ્રીમિયમ ચૂકવો છો પરંતુ જીવન વીમાકવચ પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજના હેઠળ, તમે પ્રીમિયમની ચૂકવણી કરવા માટે પાંચથી સાત વર્ષ જેટલી ટૂંકી મુદત પસંદ કરી શકો છો, જોકે, તમને 12થી 15 વર્ષનું લાંબાગાળાનું જીવન વીમાકવચ પ્રાપ્ત થાય છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનની વિશેષતાઓ કઈ છે?


‘સરલ’ શબ્દનો અર્થ સરળ થાય છે. આ પ્રકારના વીમા પ્લાનની રચના જીવન વીમાના લાભ ભારતમાં સૌ કોઈ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે થઈ છે. ઉદાહરણ તરીકે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજનામાં તમે જીવન વીમાકવચ અને પદ્ધતિસરના રોકાણના લાભ ધરાવતા વીમા ઉત્પાદનો મેળવી શકો છો.

એક નોન-લિંક્ડ સરલ બચત વીમા યોજના તરીકે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજના મૂડી બજારના ચઢાવ-ઉતાર સાથે જોડાયેલ નથી. તેનો અર્થ એ થયો કે, માર્કેટની સ્થિતિ જેવી પણ હોય પૉલિસીની પાકતી મુદતે તમે એક બાંયધરીપૂર્વકની નિશ્ચિત રકમ મેળવવા માટે હકદાર ગણાઓ છો. અહીં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજનાની કેટલીક વિશેષતાઓ જણાવવામાં આવી છેઃ

 • પૉલિસીની સમગ્ર મુદત દરમિયાન ટકનારા જીવન વીમાકવચની મદદથી તમારા પરિવારના સભ્યો માટે લાંબાગાળાનું સુરક્ષાકવચ રચો - તમે પૉલિસીની મુદત 12થી 15 વર્ષની વચ્ચે પસંદ કરી શકો છો.
 • 5થી 7 વર્ષની મર્યાદિત મુદત માટે પ્રીમિયમ ચૂકવો અને પૉલિસીની સમગ્ર મુદતનો લાભ મેળવો.
 • વાર્ષિક બાંયધરીપૂર્વકના ઉમેરણોના લાભને માણો.
 • મૃત્યુ સંબંધિત નોંધપાત્ર લાભની મદદથી તમે તમારા પ્રિયજનોને વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં એકસામટી રકમનો અથવા તો 5 વર્ષના સમયાગાળામાં હિસ્સાઓમાં મળતી આવકનો લાભ પૂરો પાડી શકો છો.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજનાના પ્રથમ વર્ષમાં વીમાકૃત વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થઈ જવાના કિસ્સામાં તમારા પ્રિયજનો મૃત્યુ થવા પર મળતાં વધારાની વીમાકૃત રકમ મેળવવા હકદાર ગણાય છે.
 • જો તમે વેવર ઑફ પ્રીમિયમ રાઇડર પસંદ કરો છો તો, પૉલિસીધારક/વીમાકૃત વ્યક્તિના મૃત્યુ થઈ જવાના, અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જવાના કે પસંદ કરવામાં આવેલા રાઇડરના વિકલ્પ હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં મુજબની ગંભીર બીમારી થઈ જવાના કિસ્સામાં તમારી બેઝ પૉલિસીના ભવિષ્ય પ્રીમિયમ માફ થઈ જશે.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનમાં તમારે કોઈ મેડિકલ ટેસ્ટની ચિંતા કરવાની રહેતી નથી, કારણ કે, આ પ્લાન મેળવવા માટે તમારે ફક્ત આરોગ્યનું જાહેરનામું આપવાની રહે છે.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ, તમારા નોમીનીઓને વીમાકૃત વ્યક્તિના મૃત્યુ થવા પર વીમાકૃત રકમના 10% જેટલું ફ્યુનરલ (અંતિમવિધિ) કવર (ત્વરિત અને વધારાના લાભ નહીં) અથવા તો, વીમાકૃત વ્યક્તિના મૃત્યુની જાણકારી આપવા પર અગાઉથી ચૂકવવામાં આવેલા રૂ. 25,000 (બેમાંથી જે ઓછાં હોય) પ્રાપ્ત થશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજના માટેના પાત્રતાના માપદંડો કયા છે?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનને સરળ રાખવા માટે આ સરળ બચત યોજના પ્લાનને ખરીદતા પહેલાં સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલી માપદંડોની યાદી પૂરી થવી જોઇએ.

 • મૃત્યુ સંબંધિત 10x લાભ ધરાવતા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ, 12 વર્ષની પૉલિસીની મુદત માટે પ્રવેશતી વખતે લઘુત્તમ વય 6 વર્ષ અને 15 વર્ષની પૉલિસીની મુદત માટે લઘુત્તમ વય 3 વર્ષ હોવી જરૂરી છે.
 • મૃત્યુ સંબંધિત 7x લાભ ધરાવતા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ, 12થી 15 વર્ષની પૉલિસીની મુદત માટે પ્રવેશતી વખતે લઘુત્તમ વય 46 વર્ષ હોવી જરૂરી છે.
 • મૃત્યુ સંબંધિત 10x લાભ ધરાવતી આ સરલ બચત વીમા યોજનામાં પ્રવેશતી વખતે મહત્તમ વય 45 વર્ષ અને મૃત્યુ સંબંધિત 7x લાભ માટે 50 વર્ષ છે.
 • પાકતી મુદતે લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઇએ જ્યારે પાકતી મુદતે મહત્તમ વય 60 વર્ષ (મૃત્યુ સંબંધિત લાભ 10x) અથવા 65 વર્ષ (મૃત્યુ સંબંધિત લાભ 7x) હોવી જોઇએ.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ, મૃત્યુ થવા પર લઘુત્તમ વીમાકૃત રકમને રૂ. 84,000એ ફિક્સ કરવામાં આવી છે, જ્યારે મહત્તમ વીમાકૃત રકમ રૂ. 5,00,000 છે.
 • તમારી પ્રીમિયમની ચૂકવણીની ફ્રીક્વન્સી પર આધાર રાખીને તમારા દ્વારા ચૂકવવાનું થતું લઘુત્તમ પ્રીમિયમ વાર્ષિક રૂ. 12,000, અર્ધ-વાર્ષિક રૂ. 6,000, ત્રિમાસિક રૂ. 3,000 અને માસિક રૂ. 1,000 થવા જાય છે.
 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ તમારા દ્વારા ચૂકવવામાં આવતું મહત્તમ પ્રીમિયમ રૂ. 50,000 છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનના ફાયદા કયા છે?


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન એ એક સીધોસાદો પ્લાન છે, જે પૉલિસીધારક અને તેમના પ્રિયજનોને અનેકવિધ લાભ પૂરાં પાડે છે. અહીં ટૂંકમાં કેટલાક લાભ જણાવવામાં આવ્યાં છે, જેને તમે આ સરલ બચત વીમા પ્લાન ખરીદ્યાં બાદ મેળવવા માટે હકદાર ગણાઓ છોઃ

તમારા પ્રિયજનો માટે નાણાકીય સુરક્ષા

તમે નાનકડો બિઝનેસ ચલાવતા હો કે ઘરેથી કામ કરનારા ઉદ્યમી હો, તમારા પરિવારના સભ્યો અને પરિવારજનો માટે તમારા જીવનનું એક અંતર્નિહિત મૂલ્ય હોય છે. આર્થિક ચઢાવ-ઉતારના સમયમાં તમારું લક્ષ્ય તમારા પરિવારની નાણાકીય સુરક્ષાની ખાતરી કરવાનું હોય છે, પછી ભલે ગમે તે થાય. નાણાકીય જવાબદારીઓમાં વધારો અને અનિયમિત આવકની સ્થિતિમાં તમારા પરિવારના ભવિષ્યની સતત સુરક્ષા કરવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનમાં તમે ટૂંકાગાળા માટે ચૂકવણી કરો છો અને લાભને લાંબાગાળા સુધી માણો છો તથા પૉલિસીની સમગ્ર મુદત માટે તમારા પરિવારના ભવિષ્યની સતત સુરક્ષા કરી શકો છો.

મૃત્યુ સંબંધિત સ્થિતિસ્થાપક લાભ

જ્યાં સુધી પૉલિસી ચાલું હોય અથવા વીમાકૃત વ્યક્તિના મૃત્યુ વખતે તેના પ્રીમિયમની સંપૂર્ણપણે ચૂકવણી થયેલી હોય ત્યાં સુધી પૉલિસીધારકના નોમીનીઓને પૉલિસીમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલા મૃત્યુ સંબંધિત લાભ ચૂકવવામાં આવે છે. તેના પરિણામસ્વરૂપ, તમારા પરિવારને મૃત્યુ સમયે વીમાકૃત રકમથી વધુ રકમ (SAD) વત્તા સંચિત થયેલા બાંયધરીપૂર્વકના ઉમેરણો (મૃત્યુ સુધીમાં જો કોઈ સંચિત થયેલ હોય તો) કે મૃત્યુ સુધીમાં ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમના 105% પ્રાપ્ત થાય છે. પૉલિસીની મુદત દરમિયાન વીમાકૃત વ્યક્તિના મૃત્યુ થવા જેવી કમનસીબ ઘટનાના કિસ્સામાં તમારા નોમીનીને મૃત્યુ સંબંધિત લાભ એકસામટી રકમ તરીકે કે આગામી 5 વર્ષના સમય દરમિયાન માસિક આવક તરીકે ચૂકવવામાં આવે છે.

ફ્યુનરલ (અંતિમક્રિયા) કવર

મૃત્યુ થવા પર વીમાકૃત રકમના 10% અથવા રૂ. 25,000 (બેમાંથી જે રકમ ઓછી હોય) તે ચૂકવવામાં આવે છે, વીમાકૃત વ્યક્તિના મૃત્યુની જાણ કરવા પર વધારાના કે અગાઉથી ચૂકવવામાં આવેલા લાભ નહીં.

પાકતી મુદતના લાભ

જો પૉલિસી ચાલું હોય અને તેના માટેની ચૂકવણીઓ સંપૂર્ણપણે ચૂકવી દેવામાં આવી હોય તથા જો પૉલિસીની મુદતના અંતે તમે જીવિત રહો છો તો, પૉલિસીની મુદતના અંતે તમને પાકતી મુદતના લાભ તરીકે પાકતી મુદતની વીમાકૃત રકમ (SAM) વત્તા સંચિત થયેલા બાંયધરીપૂર્વકના ઉમેરણો ચૂકવવામાં આવે છે. પાકતી મુદતના લાભની ચૂકવણી થયાં બાદ પૉલિસી સમાપ્ત થઈ જશે અને ત્યારપછી વધુ કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં. પાકતી મુદતની વીમાકૃત રકમ (SAM)ને પૉલિસી પાકવા પર ચૂકવવાપાત્ર થતી બાંયધરીપૂર્વકની રકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે.

રાઇડરના લાભ

જો તમે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ ઇન્ડિયાફર્સ્ટ વેવર ઑફ પ્રીમિયમ રાઇડર પસંદ કરો છો તો, તમારો પરિવાર કોઈ કમનસીબ ઘટનામાં નિરંતર સહાય મેળવવા માટે હકદાર બની જાય છે, કારણ કે, જો પૉલિસીધારક/વીમાકૃત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, અકસ્માતમાં કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવી જાય કે તેમને ગંભીર બીમારી થઈ જાય તો, તેમના ભવિષ્યના તમામ પ્રીમિયમ માફ કરી દેવામાં આવશે.

લૉનનો લાભ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ, તમને લૉન લેવાની પણ સુવિધા આપવામાં આવે છે, જેને તમે કોઇપણ ઇમર્જન્સીની સ્થિતિમાં મેળવી શકો છો.

કર સંબંધિત લાભ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજનામાં તમે આવકવેરાના પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવેલા લાભ પર કર સંબંધિત લાભ મેળવી શકો છો.

ઉત્પાદન માર્ગદર્શિકા

DOWNLOAD BROCHURE FILE

FAQs

 • મારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન શા માટે ખરીદવો જોઇએ?

  ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન એ ખૂબ જ સરળ અને સીધોસાદો બચત વીમા પ્લાન છે. આ સરલ પ્લાનની રચના તમારા અકાળે અવસાનના કિસ્સામાં તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે કરવામાં આવી છે. પાકતી મુદતે અથવા જીવિત રહેવા પર આ સરલ બચત વીમા પ્લાન તમને બાંયધરીપૂર્વક બચત પૂરી પાડે છે, જે તમને તમારા પ્રિયજનો માટે તમે કલ્પેલા ભવિષ્યને સાકાર કરવામાં મદદરૂપ થાય છે.

 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજના હેઠળ હું કેટલી લૉન મેળવી શકું?

  ઇમર્જન્સી આવી પડે ત્યારે કપરાં સમયમાં આપણને ઉગારવા માટે નાણાં હાથવગા હોય તે જરૂરી બની જાય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનની મદદથી તમે પોતાને મદદરૂપ થવા લૉનની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. કોઇપણ સમયે તમે લૉન પેટે જેટલી રકમ મેળવી શકો છો, તેનો આધાર સરેન્ડર વેલ્યૂ પર રહેલો છે. તમે સંચિત થયેલી સરેન્ડર વેલ્યૂ (જો કોઈ હોય તો)ના 70% સુધીની લૉન મેળવી શકો છો. તમે ઓછામાં ઓછી રૂ. 1000ની લૉનની રકમ મેળવી શકો છો.

 • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાનને રીન્યૂ કરાવતી વખતે જો હું તેનું પ્રીમિયમ અગાઉથી ચૂકવી દઉં છું, તો શું મને કોઈ ડિસ્કાઉન્ટ મળશે?

  હા, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા પ્લાન હેઠળ જો તમે તેની પ્રીમિયમની નિયત તારીખના ઓછામાં ઓછા એકથી 12 મહિના પહેલાં પ્રીમિયમ ચૂકવી દો છો, તો તમને રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. જોકે, તેના માટેની શરત એ છે કે, આ સમયગાળો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ બચત વીમા યોજનાના પ્રીમિયમની નિયત તારીખના સમાન નાણાકીય વર્ષમાં જ આવતો હોય.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY