
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર આપને જીવન વીમાકવચ અને સંપત્તિ એકઠી કરવાની તક પૂરી પાડીને એક સ્થાયી વારસાનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે. રોકાણ કરવાની અનેક વ્યૂહરચનાઓ અને સ્થિતિસ્થાપક વિકલ્પોની મદદથી એક સુવ્યવસ્થિત અને વિશિષ્ટ પોર્ટફોલિયો તૈયાર કરો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન ખરીદવાના કારણો
આ યુલિપ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મારફતે માર્કેટ લિંક્ડ ફંડ વિકલ્પોમાં રોકાણ કરીને આપના નાણાંમાં અભિવૃદ્ધિ કરો
5 વર્ષ બાદ કોઇપણ સમયે વ્યવસ્થિત રીતે આંશિક ઉપાડ કરવાના વિકલ્પનો ઉપયોગ કરી અનેકવિધ જરૂરિયાતો સંતોષો
આપના નાણાંનો મહત્તમ લાભ ઉઠાવવા માટે અમર્યાદિત રીતે ફ્રી સ્વિચીઝ (ફેરફાર) મેળવો.
માર્કેટની સાથે વિકસવા માટે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખો અને વિશિષ્ટ પ્રકારના એડ ઑન લાભ - લૉયાલિટી લાભ, પ્રોફિટ બૂસ્ટર અને લૉયાલિટી સંબંધિત ફાયદાની મદદથી ફુગાવાને માત આપો.
વધતી જતી જરૂરિયાતોને સંતોષવામાં મદદરૂપ થવા ટૉપ-અપ પ્રીમિયમની ચૂકવણી કરવાની સ્થિતિસ્થાપકતા
કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવેલા લાભ પર કરબચતનો લાભ મેળવી શકાય છે
પાત્રતાના માપદંડો કયા છે?
પ્રીમિયમની ચૂકવણીની 5 વર્ષની મુદતના કિસ્સામાં પ્રવેશ વખતે લઘુત્તમ વય 5 વર્ષ જ્યારે મહત્તમ વય 55 વર્ષ હોવી જોઇએ. 10/15/20 વર્ષ માટે એક જ વખત ચૂકવવામાં આવતાં, નિયમિત રીતે ચૂકવવામાં આવતાં અને મર્યાદિત રીતે ચૂકવવામાં આવતાં પ્રીમિયમના કિસ્સામાં મહત્તમ વયમર્યાદા 65 વર્ષ છે.
પ્રીમિયમની ચૂકવણીની 5 વર્ષની મુદતના કિસ્સામાં પાકતી મુદતે લઘુત્તમ વય 18 વર્ષ જ્યારે પાકતી મુદતે મહત્તમ વય 70 વર્ષ હોવી જોઇએ. 10/15/20 વર્ષ માટે એક જ વખત ચૂકવવામાં આવતાં, નિયમિત રીતે ચૂકવવામાં આવતાં અને મર્યાદિત રીતે ચૂકવવામાં આવતાં પ્રીમિયમના કિસ્સામાં મહત્તમ વયમર્યાદા 90 વર્ષ છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ મેક્સિમાઇઝર પ્લાન
સૌ કોઇને જીવનમાં થોડું એક્સ્ટ્રા જોઇએ છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન દ્વારા અમે આપના માટે તદ્દન યોગ્ય યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન તૈયાર કર્યો છે - એક એવો યુલિપ પ્લાન, જે આપની તમામ મહેચ્છાઓ પૂરી કરે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન એ સંપત્તિનું સર્જન કરનારો પ્લાન છે, જેની રચના આપના પ્રિયજનો માટે શાશ્વત વારસાનું સર્જન કરવા થઈ છે. એક યુલિપ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાને કારણે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપની બે અત્યાવશ્યક જરૂરિયાતોને પૂરી કરે છે - જેમ કે, તે આપને જીવન વીમાકવચ પૂરું પાડે છે અને માર્કેટ સાથે સંકલાયેલ વૃદ્ધિમાંથી શ્રેષ્ઠ પરિણામો મેળવવા આપના નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન શું છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન એ એક યુનિટ-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ સેવિંગ્સ યુલિપ છે. આપના જેવી ઊંચી નેટ-વર્થ ધરાવતી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ સંપત્તિનું સર્જન કરનારો પ્લાન આપને આપની બચત પર શ્રેષ્ઠ વળતર મેળવવામાં તથા આગામી દાયકાઓ માટે સંપત્તિના સ્વરૂપે એક શાશ્વત વારસાનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે.
આપ આજે જે પ્રારબ્ધ અજમાવો છો અને આજે જે નિર્ણયો લો છો, તે આપના ભવિષ્ય અને આપના પ્રિયજનોના જીવનને પ્રભાવિત કરે છે. સંપત્તિનું સર્જન કરનારી પૉલિસી આજે સંપત્તિ એકઠી કરવાનું શરૂ કરવા આપના માટે એક મંચની રચના કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. આ વ્યાપક વેલ્થ પૉલિસી આપને માર્કેટ સાથે સંકળાયેલા વળતરનો લાભ મેળવવા સક્ષમ બનાવી આપ શાશ્વત વારસાનું સર્જન કરવાનું નાણાકીય લક્ષ્ય હાંસલ કરી શકો તેની ખાતરી કરે છે.
ખૂબ સારી રીતે કસ્ટમાઇઝ કરી શકાય તેવો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન ફંડના સાત અલગ-અલગ વિકલ્પો અને રોકાણની અનેકવિધ વ્યૂહરચના ધરાવે છે, જે આપના નાણાકીય પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. લાંબાગાળાના રોકાણના સાધન તરીકે બનાવવામાં આવેલ આ સંપત્તિનું સર્જન કરનારો પ્લાન આપને આ પૉલિસીમાં જળવાઈ રહેવા માટે યોગ્ય પ્રોત્સાહન આપે છે, જેથી કરીને આપ માર્કેટની સાથે આપની સંપત્તિને પણ વધતી જોઈ શકો.
આ વેલ્થ પૉલિસી આપને ફંડના વિવિધ વિકલ્પો તથા આપના વળતરને ઑપ્ટિમાઇઝ કરવા માટે ઓછું ખર્ચાળ માળખું પૂરું પાડે છે. એક વ્યાપક વીમા-કમ-બચત પ્લાન ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપની ગેરહાજરીમાં આપના પરિવારને જીવન વીમાકવચના સ્વરૂપે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે, જે યુલિપની સમગ્ર મુદત દરમિયાન ચાલું રહે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનની મુખ્ય વિશેષતાઓ શું છે?
માટે આકરી મહેનત કર્યા બાદ સુરક્ષા, જીવન વીમાકવચ, સ્થિતિસ્થાપકતા, નાણાકીય પોર્ટફોલિયોની વ્યૂહરચના અને ફંડ્સના વિવિધ વિકલ્પો એક જ પૉલિસીમાં મેળવવા માટે આપને રોકાણના એક નવીન પ્રકારના સાધનની જરૂર પડે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપની આ જ જરૂરિયાતને પૂરી કરે છે.
સંપત્તિનું સર્જન કરનારા આ પ્લાનની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છેઃ
વ્યાપક જીવન વીમાકવચ
આપનું જીવન અમૂલ્ય છે. હાલમાં અને ભવિષ્યમાં આપના પરિવારના સભ્યો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે આપની પર નિર્ભર છે. આ જવાબદારીઓ જીવન વીમાકવચને આપના નાણાકીય પોર્ટફોલિયોનો એક અનિવાર્ય હિસ્સો બનાવી દે છે. આપનું અકાળે અવસાન થઈ જવા જેવી કમનસીબ ઘટના ઘટવાના કિસ્સામાં આપની વીમા પૉલિસી દ્વારા કરવામાં આવતી મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણી આપના પરિવારના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં તથા તેમને વારસામાં મળેલ કોઇપણ આર્થિક જવાબદારીઓને ચૂકતે કરવામાં મદદરૂપ થશે.
કોઇપણ યુલિપ પ્લાન મુખ્ય બે વિશેષતાઓ પૂરી પાડે છે - જીવન વીમાકવચ અને માર્કેટ સાથે સંકળાયેલ વળતર. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપને વાર્ષિક પ્રીમિયમના 7 ગણાંને સમાન (પ્રીમિયમની ચૂકવણીના નિયમિત અને મર્યાદિત ચૂકવણીના વિકલ્પો માટે) અને લઘુત્તમ વીમાકૃત રકમ તરીકે એક પ્રીમિયમના 125% જેટલું જીવન વીમાકવચ પૂરું પાડે છે.
પૉલિસીની અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત પસંદ કરવાની સ્થિતિસ્થાપકતા
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનની મદદથી આપ આપના યુલિપ પ્લાનને આપની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો. આપના માટે યોગ્ય સંતુલનને શોધવા માટે પૉલિસીની એકથી વધુ મુદત અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત (5/10/15/20 વર્ષ, એક જ પ્રીમિયમ)માંથી કોઈ એકને પસંદ કરો. આપ એક જ વારમાં, નિયમિત અને મર્યાદિત ચૂકવણીના વિકલ્પ મારફતે આપના પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો. આપ આપની અનુકૂળતા મુજબ પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે વાર્ષિક રીતે કરી શકો છો.
ફંડને પસંદ કરવાના વિકલ્પો
આપ સૂચિત અને અસરકારક રીતે નિર્ણય લઈ શકો તે માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપને ઘણાં વિકલ્પો પૂરાં પાડે છે. આપની જરૂરિયાત મુજબ ફંડ્સના વિવિધ 7 વિકલ્પમાંથી પસંદગી કરવાની સ્થિતિસ્થાપકતા મેળવો. ફંડ્સના આ વિકલ્પોમાં ઇક્વિટી1, ડેટ1, બેલેન્સ્ડ1, વેલ્યૂ, ઇન્ડેક્સ ટ્રેકર, ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અને ઇક્વિટી એલિટ ઓપોર્ચ્યુનિટીઝનો સમાવેશ થાય છે. પ્રત્યેક ફંડ તેનો જોખમ-વળતરનો અલગ ગુણોત્તર ધરાવે છે અને આપ આપના નાણાંમાંથી શ્રેષ્ઠ વળતર મેળવવા આપને યોગ્ય જણાય તે રીતે આપના પ્રીમિયમની ફાળવણી કરી શકો છો.
રોકાણની અનેકવિધ વ્યૂહરચનાઓ
આપના વળતરને અનુકૂલિત બનાવવા માટે આપે ફંડના યોગ્ય વિકલ્પો પસંદ કરવા અને કારગર સાબિત થાય તેવી યોગ્ય વ્યૂહરચનામાં રોકાણ કરવું જરૂરી છે. આપના શાશ્વત વારસાનું સર્જન કરવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન રોકાણની વિવિધ વ્યૂહરચનાઓની વિશેષતાઓ ધરાવે છે. રોકાણની સાબિત થયેલી વ્યૂહરચનાઓમાંથી પસંદગી કરો, જેમ કે, ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી (ATBIS), ફંડ ટ્રાન્સફર સ્ટ્રેટેજી અને એજ-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી.
વિશિષ્ટ એડ-ઑન્સ
લાંબાગાળા સુધી આ વેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે જોડાયેલા રહેવાનું આપના માટે સંભવ બનાવવા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વિશિષ્ટ પ્રકારના એડ-ઑનના લાભ પૂરાં પાડે છે. આપની સંપત્તિ માર્કેટની સાથે વૃદ્ધિ પામતી હોવાથી લૉયાલ્ટી બેનિફિટ, લૉયાલ્ટી એડવાન્ટેજ અને પ્રોફિટ બૂસ્ટર્સની મદદથી વધુ કમાણી કરો.
મહત્તમ સ્તરે લઈ જનારી વિશેષતાઓ
આ વેલ્થ પૉલિસીની મદદથી ભારતમાં વેલ્થ ઇન્શ્યોરન્સમાં કરેલા આપના રોકાણમાંથી મહત્તમ લાભ મેળવવા માટે અમર્યાદિત ફ્રી સ્વિચિઝ અથવા આપના પ્રીમિયમને રી-ડાયરેક્ટ કરવાનો લાભ મેળવો.
ઓનલાઇન ખરીદી
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન એ એક ઓનલાઇન વેલ્થ પ્લાન છે, જેને આપની સુવિધા માટે થોડી જ ક્ષણોમાં ખરીદી શકાય છે. આ ઓનલાઇન વેલ્થ પ્લાનને આપની જરૂરિયાત મુજબ અનુકૂલિત બનાવો, ફંડના વિકલ્પને અથવા તો રોકાણની વ્યૂહરચનાને પસંદ કરો, ઓનલાઇન ચૂકવણી કરો અને આપના નાણાંને વૃદ્ધિ પામતાં જોવાનો લ્હાવો લો.
કર સંબંધિત લાભ
ભારતમાં પ્રવર્તમાન કર સંબંધિત કાયદા મુજબ આ વેલ્થ બિલ્ડર પ્લાન માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને તેમાંથી મેળવવામાં આવેલા લાભ પર કર સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપના માટે કેવી રીતે કામ કરે છે?
સંપત્તિનું સર્જન કરવું એ ગૂંચવણમાં મૂકવાની પ્રક્રિયા ન હોવી જોઇએ. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપને આધારભૂત છતાં સીધી-સરળ પસંદગીઓ પૂરી પાડે છે, જેથી કરીને આપ ઉત્તરોત્તર આપના સપનાંને સાકાર કરવાની નજીક પહોંચી શકો.
સ્ટેપ #1: આપના પ્રીમિયમને પસંદ કરો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનને આપની પ્રાથમિકતાઓ મુજબ અનુકૂલિત બનાવી શકાય છે. શરૂઆતમાં આપના વાર્ષિક પ્રીમિયમ, પૉલિસીની મુદત અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદતને પસંદ કરો. નિયમિત પ્રીમિયમ અને મર્યાદિત ચૂકવણીના પ્લાન હેઠળ લઘુત્તમ પ્રીમિયમ માસિક રૂ. 20,833, ત્રિમાસિક રૂ. 62,500, અર્ધ-વાર્ષિક રૂ. 1,25,000 અને વાર્ષિક રૂ. 2,50,000 નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પ્લાન હેઠળ એક જ વારમાં ચૂકવવામાં આવતું લઘુત્તમ પ્રીમિયમ રૂ. 5,00,000 છે. બૉર્ડ દ્વારા મંજૂરીપ્રાપ્ત અંડરરાઇટિંગની પ્રક્રિયાને આધિન પ્રીમિયમની કોઈ મહત્તમ મર્યાદા નથી.
સ્ટેપ #2: પૉલિસીની મુદત અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત પસંદ કરો
આપ આપની જરૂરિયાત પર આધાર રાખી આપની પૉલિસીની જનરલ મુદત અને પ્રીમિયમની ચૂકવણી કરવાની ચોક્કસ મુદત (5/10/15/20 વર્ષ અથવા એક જ વારમાં ચૂકવણી)ને પસંદ કરી શકો છો. સંપત્તિનું સર્જન કરનારો આ પ્લાન પૉલિસીના છેલ્લાં 5 વર્ષ પહેલાં કોઇપણ સમયે ટૉપ-અપ પ્રીમિયમને ચૂકવવાની સ્થિતિસ્થાપકતા આપતો હોવાથી આપ આ પ્લાનમાં આપના લાંબાગાળાના નાણાકીય લક્ષ્યોનો અનુરૂપ ફેરફાર કરવાનું ચાલું રાખી શકો છો.
સ્ટેપ #3: આપની ફંડ/રોકાણની વ્યૂહરચના પસંદ કરો
આપ આ સંપત્તિનું સર્જન કરનારી પૉલિસીમાં ઉપલબ્ધ 7 ફંડ્સમાંથી કોઇપણ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. વૈકલ્પિક રીતે, આપ રોકાણની વ્યૂહરચનાઓમાંથી એકને પસંદ કરી શકો છો. અહીં આપને પસંદ કરવા માટે ફંડ્સના વિકલ્પો આપવામાં આવ્યાં છેઃ
- ઇક્વિટી1 (80-100% ઇક્વિટી, 0-20% મની માર્કેટ) - ઊંચું જોખમ, ઊંચું વળતર
- ડેટ1 (70-100% ડેટ, 0-30% મની માર્કેટ) - મધ્યમ જોખમ-વળતર
- બેલેન્સ્ડ1 (50-70% ઇક્વિટી, 30-50% ડેટ, 0-20% મની માર્કેટ) - મધ્યમથી વધારે જોખમ પરંતુ ઇક્વિટી1ની સરખામણીએ વળતર મેળવવાની ઓછી ક્ષમતા.
- વેલ્યૂ (70-100% ઇક્વિટી, 0-30% મની માર્કેટ) - ઊંચા જોખમની સાથે વળતર રળવાની સર્વોચ્ચ ક્ષમતા.
- ઇન્ડેક્સ ટ્રેકર (90-100% ઇક્વિટી, 0-10% મની માર્કેટ) - ઊંચા જોખમની સાથે વળતર રળવાની સર્વોચ્ચ ક્ષમતા.
- ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ (0-80% ઇક્વિટી અને ડેટ 0-40% મની માર્કેટ) - ઊંચા જોખમની સાથે ઊંચું વળતર રળવાની ક્ષમતા.
- ઇક્વિટી એલિટ ઓપોર્ચ્યુનિટીઝ (60-100% ઇક્વિટી, 0-40% મની માર્કેટ) - ઊંચું જોખમ, ઊંચું વળતર.
વૈકલ્પિક રીતે, આપ રોકાણની એવી વ્યૂહરચના પણ પસંદ કરી શકો છો, જે આપના નાણાંનું રોકાણ ક્યાં કરવું તે જણાવશે.
- ATBIS (ઑટોમેટિક ટ્રિગર-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી)ની મદદથી તમે સ્થિર વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા તમારી કમાણી અથવા હકારાત્મક વળતરને ફંડના પ્રમાણમાં સલામત વિકલ્પમાં ટ્રાન્સફર કરવાનું પસંદ કરી આકરી મહેનતે કમાયેલા આપના નાણાંની આસપાસ એક સુરક્ષાકવચ બનાવી શકો છો.
- FTS (ફંડ ટ્રાન્સફર સ્ટ્રેટેજી)ની મદદથી એક સુવ્યવસ્થિત નાણાકીય પોર્ટફોલિયોનું સર્જન કરવા અને રૂપિયાની કિંમતની સરાસરીનો લાભ માણવા આપ આપના પ્રીમિયમને પદ્ધતિસર રીતે ઇક્વિટી અને ડેટ માર્કેટમાં મૂકી શકો છો.
- ABIS (એજ-બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી) આપને આપની વય મુજબ જોખમ લેવાની ક્ષમતાને એડજેસ્ટ કરવામાં તથા આપની બચત માટે સુસંતુલિત પોર્ટફોલિયોને જાળવવામાં મદદરૂપ થાય છે.
અહીં એ બાબત ધ્યાનમાં રાખો કે, આ વેલ્થ ઇન્શ્યોરેન્સ પ્લાનમાં એક સમયે ફક્ત એક જ વ્યૂહરચના અમલી બની શકે છે અને આપે રોકાણની વ્યૂહરચના અથવા ફંડના વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનને ખરીદવાના કારણો કયા છે?
આપ આપના નાણાકીય લક્ષ્યોને હાંસલ કરી શકો તે માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન આપને નાણાંનો સંચય કરવામાં અને આપના નાણાંની પદ્ધતિસર રીતે બચત કરવામાં મદદરૂપ થનારો એક આદર્શ પ્લાન છે. આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારની જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે તેની ખાતરીની સાથે માર્કેટ સાથે સંકળાયેલી વૃદ્ધિ અને એક્સક્લુસિવ એડ-ઑન બૂસ્ટર્સ મારફતે આપના વળતરને મહત્તમ સ્તરે લઈ જાઓ. સંપત્તિનું સર્જન કરનારી આ પૉલિસી આપને ઘણાં લાભ પૂરાં પાડે છે, જેમાંથી કેટલાકને અહીં જણાવવામાં આવ્યાં છેઃ
પાકતી મુદતે નોંધપાત્ર રકમ અને મૃત્યુ સંબંધિત લાભ
વેલ્થ પૉલિસીની મુદતના અંતે પૉલિસીધારકને પાકતી મુદતે જો કોઈ ટૉપ-અપ ફંડનું મૂલ્ય હોય તો તેની સાથે ફંડનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. પૉલિસીધારકના અવસાનની કમનસીબ ઘટનામાં નોમીની મૃત્યુની તારીખ સુધીમાં ફંડના ઊંચા મૂલ્યને સમકક્ષ મૃત્યુ સંબંધિત લાભ અથવા તો એકસામટી ચૂકવણીમાં કે 5 વર્ષમાં ફેલાયેલા માસિક હપ્તાઓમાં (સેટલમેન્ટના સમયગાળાનો વિકલ્પ) વીમાકૃત રકમ મેળવવાને હકદાર ગણાય છે.
વધારાના બૂસ્ટર્સ
યુલિપ વીમા પ્લાન એ લાંબાગાળના રોકાણનો ઉકેલ છે. તે માર્કેટ સાથે સંકળાયેલ હોવાથી રોકાણનો લાંબો સમયગાળો પૉલિસીધારક માટે સામાન્ય રીતે સારા વળતરમાં પરિણમે છે. પૉલિસી સંબંધિત તમામ લાભ ઉપરાંત ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન વધારાના બૂસ્ટર્સ અને લાભ પણ પૂરાં પાડે છે, જે આપના વૃદ્ધિ પામી રહેલા ભંડોળમાં ઔર વધારો કરે છે.
- સમગ્ર મુદત માટે વેલ્થ પૉલિસીની સાથે જળવાઈ રહેવાના રીવૉર્ડ તરીકે છઠ્ઠા વર્ષના અંતથી શરૂ કરી પૉલિસીના દરેક વર્ષના અંતે લૉયાલ્ટી બેનિફિટ રળવામાં આવે છે. આ લૉયાલ્ટી બેનિફિટ સમાન પૉલિસી વર્ષમાં ફંડના સરેરાશ મૂલ્ય (દૈનિક અને ટૉપ-અપ)ની એક ચોક્કસ ટકાવારી છે.f the average fund value (daily and top-up) in the same policy year.
- નિયમિત અને મર્યાદિત ચૂકવણીના પ્લાન માટે પૉલિસીના દસમા વર્ષના અંતથી શરૂ કરીને દર પાંચ વર્ષે પ્રોફિટ બૂસ્ટર લાગુ થાય છે.
- જે લોકો તમામ પ્રીમયિમ નિયમિતપણે ચૂકવે છે, તેમને લૉયાલ્ટી એડવાન્ટેજ પૂરો પાડવામાં આવે છે. આ લાભ સમાન પૉલિસી વર્ષમાં ફંડના સરેરાશ મૂલ્ય (દૈનિક અને ટૉપ-અપ)ની એક ચોક્કસ ટકાવારી છે. તે પૉલિસીના છઠ્ઠા વર્ષના અંતથી દર વર્ષે સંચિત થવાનું શરૂ થાય છે.
સર્વોચ્ચ સ્થિતિસ્થાપકતા
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનને એ વાતનો ગર્વ છે કે, તે આપની જરૂરિયાતોને પૂરી કરવા માટે બનાવવામાં આવેલી એક વેલ્થ પૉલિસી છે. આપનો પ્લાન આપના એકંદર નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવા માટે સંરેખિત હોય તેની ખાતરી કરવા આપને ઘણાં સ્થિતિસ્થાપક વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- ફ્રી સ્વિચિઝઃ એક કેલેન્ડર મહિનામાં આપ ઇચ્છો એટલી વખત આપના ફંડ્સને સ્વિચ કરી શકો છો. આ સ્વિચિઝ સંપૂર્ણપણે ફ્રી છે, તેનાથી વિશેષ શું જોઇએ?
- આંશિક અને પદ્ધતિસર આંશિક ઉપાડઃ કોઇપણ નાણાકીય કટોકટી આવી પડવાના કિસ્સામાં આપ પૉલિસીના પાંચ વર્ષ પૂરાં થયાં પછી આંશિક ઉપાડનો ઉપયોગ કરી આપના ભેગા થયેલા ફંડમાંથી નાણાં ઉપાડી શકો છો. પદ્ધતિસર આંશિક ઉપાડનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
- ટૉપ-અપ પ્રીમિયમઃ આપની જરૂરિયાતો અને સંપત્તિ વધવાની સાથે આપ આપની પૉલિસીમાં આપના પ્રીમિયમની ચૂકવણી કરતાં વધારે નાણાં ઉમેરવા ઇચ્છી શકો છો. ટૉપ-અપ આપની બચતમાં વધારો કરવાની સાથે-સાથે યુલિપ પ્લાનમાં આપની વીમાકૃત રકમને પણ વધારે છે.
ઓછું ખર્ચાળ માળખું
ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં પારદર્શકતા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન હેઠળના તમામ ચાર્જિસ સૂચિબદ્ધ થયેલા છે અને પૉલિસીધારકને તેના અંગે જાણ કરવામાં આવે છે. સંપત્તિનું સર્જન કરનારા આ પ્લાનને સુવ્યવસ્થિત બનાવવા અને ગ્રાહકો તેમના વળતરને મહત્તમ સ્તરે લઈ શકે તે માટેના માર્ગોની રચના કરવા માટે આ યુલિપ પ્લાન ઓછા ખર્ચાળ માળખાંની વિશેષતા ધરાવે છે. તેમાં પૉલિસીનો વહીવટ કરવાના, આંશિક ઉપાડના કે સ્વિચિંગ કરવાના કોઈ ચાર્જિસ વસૂલવામાં આવતાં નથી.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન માટેના પાત્રતાના માપદંડો કયા છે?
- પૉલિસીમાં પ્રવેશતી વખતે લઘુત્તમ વયમર્યાદા 5 વર્ષ અને પ્રીમિયમની ચૂકવણી કરવાની 5 વર્ષની મુદતના કિસ્સામાં મહત્તમ વયમર્યાદા 55 વર્ષ, 10/15/20 વર્ષ માટે પ્રીમિયમની એક જ, નિયમિત અને મર્યાદિત ચૂકવણીના કિસ્સામાં મહત્તમ વયમર્યાદા 65 હોવી જરૂરી છે.
- પાકતી મુદતે લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઇએ, જ્યારે પ્રીમિયમની ચૂકવણી કરવાની 5 વર્ષની મુદતના કિસ્સામાં પાકતી મુદતે મહત્તમ વય 70 વર્ષ જ્યારે 10/15/20 વર્ષ માટે પ્રીમિયમની એક જ વારમાં, નિયમિત અને મર્યાદિત ચૂકવણીના કિસ્સામાં મહત્તમ વય 90 વર્ષ હોવી જોઇએ.
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
અન્ય ઉત્પાદનો જેમાં આપને રસ પડી શકે છે
એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન માટે પ્રીમિયમની ચૂકવણી કેવી રીતે કરી શકાય?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન હેઠળ આપ એકવારમાં, મર્યાદિત રીતે અથવા તો નિયમિત રીતે પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો. એક જ વારમાં પ્રીમિયમની ચૂકવણી કરવાના વેલ્થ બિલ્ડર પ્લાનમાં પ્રીમિયમની ચૂકવણી ફક્ત એક જ વાર કરવાની રહે છે. પ્રીમિયમની નિયમિત અને મર્યાદિત ચૂકવણી કરવાના બંને પ્લાનમાં પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક ધોરણે કરી શકાય છે. આપ આપની જરૂરિયાત મુજબ, આપના વાર્ષિક પ્રીમિયમ, પૉલિસીની મુદત અને પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત પસંદ કરી શકો છો.
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન હેઠળ રોકાણની કઈ વ્યૂહરચનાઓ ઉપલબ્ધ છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન એ ખૂબ જ અનુકૂલિત કરી શકાય તેવો પ્લાન છે. આપ ફંડના 7 અલગ-અલગ વિકલ્પમાંથી પસંદગી કરી શકવાની સાથે-સાથે રોકાણની એકથી વધુ વ્યૂહરચનામાંથી પણ પસંદગી કરી શકો છો. સંપત્તિનું સર્જન કરનારી આ પૉલિસી હેઠળ હાલમાં રોકાણની ત્રણ અલગ-અલગ વ્યૂહરચનામાંથી આપ પસંદગી કરી શકો છો.
ATBIS-ઑટોમેટિક ટ્રિગર બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની મદદથી તમે માર્કેટના નુકસાનને શક્ય એટલું ઘટાડીને તેના લાભમાંથી મહત્તમ કમાણી કરી શકો છો. આપ જો ATBISને પસંદ કરો છો તો, આપના ફંડ્સ ઇક્વિટી1 ફંડમાં ટ્રાન્સફર થઈ જશે અને આપની કમાણી અગાઉથી સેટ કરવામાં આવેલ 10%ના ટ્રિગર પર આધાર રાખી ડેટ1 ફંડમાં જતી રહેશે.
FTS-ફંડ ટ્રાન્સફર સ્ટ્રેટેજીની મદદથી તમે રૂપિયાના સરેરાશ મૂલ્યનો લાભ માણી શકો છો, કારણ કે, પસંદ કરવામાં આવેલ ડેટ ફંડમાં રહેલા યુનિટ્સને દર મહિને પસંદ કરવામાં આવેલ ઇક્વિટી-ઓરિયેન્ટેડ ફંડમાં પદ્ધતિસર રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે.
ABIS-એજ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની મદદથી આપ આપના નાણાંને આપની વય મુજબ ઉપયોગી બનાવી શકો છો. કપાત બાદ આપના પ્રીમિયમને આપની વય પર આધાર રાખી ઇક્વિટ1 ફંડ, ડેટ1 ફંડ અને વેલ્યૂ ફંડમાં વહેંચી દેવામાં આવે છે. આપની વયનો તબક્કો બદલાવાની સાથે જ, ફંડની ફાળવણી પણ આપની જોખમ લેવાની ક્ષમતા મુજબ બદલાઈ જાય છે.
-
શું આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનમાં કોઈ લૉયાલ્ટી બેનિફિટ રળી શકો છો?
હા, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન પૉલિસીની મુદતના અંત સુધી પૉલિસીમાં જળવાઈ રહેતા પૉલિસીધારકોને ઘણાં વિશિષ્ટ લૉયાલ્ટી એડિશનો પૂરાં પાડે છે. લૉયાલ્ટી બેનિફિટ અને લૉયાલ્ટી એડવાન્ટેજ પૉલિસીનું છઠ્ઠું વર્ષ પૂરું થયાં પછીથી પૂરાં પાડવામાં આવે છે. સંપત્તિનું સર્જન કરનારા આ પ્લાન હેઠળ આપને પ્રોફિટ બૂસ્ટર પણ પ્રાપ્ત થઈ શકે છે, જે પૉલિસીનું દસમું વર્ષ પૂરું થવાથી શરૂ કરીને દર પાંચ વર્ષે લાગુ થશે. આ રકમ પૉલિસીના તરત અગાઉના બે વર્ષ દરમિયાનના ટૉપ-અપ ફંડના મૂલ્ય સહિત (જો કોઈ હોય તો) ફંડના દૈનિક મૂલ્યની સરેરાશની ટકાવારી હોય છે પરંતુ શરત એ છે કે, આપની પૉલિસીની મુદત 15 વર્ષ કે તેનાથી વધારે હોય.
-
સ્વિચિંગ શું છે અને મારે તેના માટે ચૂકવણી કરવી પડે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનમાં આપ ફંડના 7 વિકલ્પમાંથી પસંદગી કરી શકો છો. સ્વિચિંગ એ આપના કેટલાક અથવા તમામ યુનિટને એક ફંડમાંથી બીજા ફંડમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. વીમાકૃત વ્યક્તિ 18 વર્ષથી મોટી વયની હોય તો જ આમ કરવાની મંજૂરી આપવામાં આવે છે. સ્વિચિંગ કરવાની લઘુત્તમ રકમ રૂ. 5,000 છે.
આ વેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની મદદથી આપ એક કેલેન્ડર મહિનામાં અમર્યાદિત વખત સ્વિચ કરી શકો છો. આ સ્વિચિઝ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી.
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન હેઠળ પદ્ધતિસર આંશિક ઉપાડનો વિકલ્પ શું છે?
પદ્ધતિસર આંશિક ઉપાડનો વિકલ્પ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન હેઠળ પૂરાં પાડવામાં આવતાં સ્થિતિસ્થાપકતાના વિકલ્પો પૈકીનો એક છે. વીમાકૃત વ્યક્તિ 18 વર્ષથી મોટી વયની હોય તો, આપ પૉલિસીના 5 વર્ષ પૂરાં થયાં પછી આ વિકલ્પ પસંદ કરી શકો છો.
આ વિકલ્પ હેઠળ આપે ચૂકવણીની ટકાવારી પસંદ કરવાની રહે છે અને વ્યવહારિકતાની આ બે શરતોનું પાલન કરવાનું રહે છેઃ
(1) પદ્ધતિસર આંશિક ઉપાડની રકમ રૂ. 1000થી ઓછી ન હોવી જોઇએ તથા પૉલિસીના 5 વર્ષ પૂરાં થયાં પછી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક આવર્તને ફંડના મૂલ્યના વાર્ષિક 25%થી વધારે ન હોવી જોઇએ.
(2)પ્રીમિયમની નિયમિત/મર્યાદિત ચૂકવણી કરવાની પૉલિસીઓ માટે ફંડનું મૂલ્ય એક વાર્ષિક પ્રીમિયમના 110%થી નીચે જતું રહેવું જોઇએ નહીં તથા પદ્ધતિસર આંશિક ઉપાડની મુદત દરમિયાન એક જ વારમાં ચૂકવવામાં આવતાં પ્રીમિયમ માટે ફંડનું મૂલ્ય કોઇપણ સમયે રૂ. 1,00,000થી નીચે જતું રહેવું જોઇએ નહીં. પ્રીમિયમ નિયત તારીખોએ ચૂકવી દેવામાં આવે છે અને ફંડ 4%ના દરે વૃદ્ધિ પામતાં હોવાની શરતે આ સવલત પૂરી પાડવામાં આવે છે.
એકવાર પદ્ધતિસર આંશિક ઉપાડનો વિકલ્પ અમલમાં આવે છે, તે પછી વીમાકૃત રકમ આંશિક ઉપાડની પદ્ધતિ મુજબ ઘટી જાય છે.
-
આંશિક ઉપાડ/પદ્ધતિસર આંશિક ઉપાડનો મૃત્યુ સંબંધિત લાભ પર શું પ્રભાવ પડે છે?
વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં નોમીનીને મૃત્યુ સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે. આંશિક/પદ્ધતિસર આંશિક ઉપાડના કિસ્સામાં વીમાકૃત રકમ, વીમાકૃત વ્યક્તિના મૃત્યુની તારીખ પહેલાંનાં તરતના 24 મહિના દરમિયાન ફંડના મૂળભૂત મૂલ્યમાંથી (ટૉપ-અપ ફંડના મૂલ્યમાંથી નહીં) ઉપાડવામાં આવેલ નાણાંને સમકક્ષ રકમ ઘટી જશે.
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનમાં ટૉપ-અપ પ્રીમિયમ પર કોઈ મર્યાદા છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનનો ટૉપ-અપ પ્રીમિયમનો વિકલ્પ આપને પૉલિસીમાં ચૂકવવાપાત્ર થતાં પ્રીમિયમથી વધારે નાણાં ઉમેરવાની મંજૂરી આપે છે. આ રકમ પ્લાનમાં અને ટૉપ-અપની વીમાકૃત રકમમાં આપની બચતમાં વધારો કરે છે. આપના ચૂકવવાના બાકી તમામ પ્રીમિયમ ચૂકવાઈ ગયાં હોય તે શરતે આપ આપની પૉલિસીની મુદતના છેલ્લાં 5 વર્ષ પહેલાં કોઇપણ સમયે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ટૉપ-અપ પ્રીમિયમની લઘુત્તમ રકમ રૂ. 10,000 છે, જ્યારે મહત્તમ રકમને ટૉપ-અપની ચૂકવણી કરતી વખતે ચૂકવવામાં આવેલ કુલ નિયમિત/મર્યાદિત/સિંગલ પ્રીમિયમની રકમ જેટલી મર્યાદિત રાખવામાં આવી છે.
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર હેઠળ કયા ચાર્જિસ વસૂલવામાં આવે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન હેઠળ પૉલિસીધારક પાસેથી પ્રીમિયમની ફાળવણીના ચાર્જ, ફંડ મેનેજમેન્ટના ચાર્જ અને મોર્ટાલિટીના ચાર્જ વસૂલવામાં આવશે. આ પ્લાન હેઠળ પૉલિસીધારકે પૉલિસીનો વહીવટ કરવાનો ચાર્જ, આંશિક ઉપાડનો ચાર્જ કે સ્વિચિંગનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. આપ જો વેલ્થ પૉલિસીને બંધ કરાવવાનો નિર્ણય લો છો, તો પૉલિસીના વર્ષ પર આધાર રાખી પૉલિસીધારક પાસેથી પૉલિસીને બંધ કરાવવાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
-
જો હું પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરી દઉં તો શું થશે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન હેઠળ ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક મૉડ હેઠળ ચૂકવવામાં આવતાં તમામ પ્રીમિયમ માટે 30 દિવસનો છૂટનો સમયગાળો આપવામાં આવે છે. માસિક મૉડ હેઠળ આ સમયગાળો ઘટીને 15 દિવસનો થઈ જાય છે. આ સમયગાળો પ્રીમિયમની ચૂકવણીની પ્રત્યેક નિયત તારીખથી શરૂ થાય છે. છૂટના સમયગાળા દરમિયાન આપના ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનના તમામ લાભ ચાલું રહે છે.
લૉક-ઇન સમયગાળાની અંદર જો ચૂકવવાના બાકી પ્રીમિયમને છૂટનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધી ચૂકવવામાં ન આવે તો, વેલ્થ બિલ્ડર પૉલિસી બંધ થઈ જશે અને પૉલિસી બંધ કરવા માટે લાગુ થતાં ચાર્જિસને કાપ્યાં બાદ ફંડનું મૂલ્ય આપની બંધ થઈ ગયેલી પૉલિસીના ફંડમાં જમા કરાવી દેવામાં આવશે અને વીમાકવચ પણ પૂરું થઈ જશે.
લૉક-ઇનના સમયાગાળા બાદ જો ચૂકવવાના બાકી પ્રીમિયમને છૂટનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધી ચૂકવવામાં ન આવે તો, આ વેલ્થ પૉલિસીને ઘટી ગયેલી પેઇડ-અપ વીમાકૃત રકમની સાથે પેઇડ-અપ પૉલિસીમાં રૂપાંતરિત કરી દેવામાં આવશે. કપાત અને ચાર્જિસનો આધાર પૉલિસીને ફરીથી શરૂ કરવાના સમયગાળા દરમિયાન પૉલિસીના નિયમો અને શરતો પર છે.
-
હું મારા બંધ થઈ ગયેલા વેલ્થ બિલ્ડર પ્લાનને ફરીથી કેવી રીતે શરૂ કરી શકું?
લૉક-ઇનના સમયગાળાની અંદર અને તે પછી પૉલિસીને ફરીથી શરૂ કરવા માટે એક લેખિત વિનંતી મોકલવાની રહે છે. જ્યાં સુધી આ જરૂરિયાતો પૂરી કરવામાં આવે ત્યાં સુધી આપની પૉલિસીને બૉર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલ અંડરરાઇટિંગની પૉલિસી અનુસાર ઇન્ડિયાફર્સ્ટ લાઇફની મુનસફી મુજબ ફરી ચાલું કરવામાં આવી શકે છે. આપે કોઇપણ પ્રકારના વ્યાજ/મોડી ચૂકવણીની ફી સહિત ચૂકવવાના બાકી તમામ પ્રીમિયમ ચૂકતે કરી દીધેલા હોવા જોઇએ તથા સારા સ્વાસ્થ્યનું એકરારનામું સોંપેલું હોવું જોઇએ અને તબીબી તપાસ કરાવેલી હોવી જોઇએ (જો જરૂર જણાય તો, આપના પોતાના ખર્ચે)
-
શું હું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનને ખરીદ્યાં પછી તેની સમીક્ષા કરી શકું છું?
હા, જો આપ પૉલિસીના નિયમો અને શરતો સાથે સંમત ન હો તો, આપ પૉલિસીને પ્રાપ્ત થયાંની તારીખથી 15 દિવસની અંદર ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાનને પરત કરી શકો છો. ડિસ્ટન્સ માર્કેટિંગ કે ઇલેક્ટ્રોનિક મૉડ દ્વારા ખરીદવામાં આવેલ પૉલિસીઓ માટે ફ્રી-લૂકનો સમયગાળો 30 દિવસનો રહેશે.