એવી તમામ બાબતો જે આપ

જાણવા માંગો છો

 • એટલે શું જીવનવીમો?

  એટલે શું જીવનવીમો?

  જીવનવીમો એ વીમા પૉલિસીધારક અને વીમા કંપની વચ્ચેનો એક કરાર છે. આ કરાર મુજબ, વીમા કંપની વીમાકૃત વ્યક્તિ કે પૉલિસીધારકનું મૃત્યુ થઈ જવાના કિસ્સામાં લાભાર્થીને પ્રીમિયમના બદલામાં એક નિશ્ચિત રકમ ચૂકવવાનું વચન આપે છે. વીમાના પ્રકાર પર આધાર રાખી જીવલેણ બીમારી કે ગંભીર બીમારી જેવા અન્ય કિસ્સામાં પણ ચૂકવણી કરવામાં આવે છે. પૉલિસીધારક સામાન્ય રીતે નિયમિતપણે અથવા તો એક સામટી રકમ તરીકે પ્રીમિયમની ચૂકવણી કરે છે.

  વીમાને આપના ભવિષ્ય, આપની નિવૃત્તિ અને આપના સંતાનોના ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતો માટે અસરકારક રીતે આયોજન કરવાના સાધન તરીકે પણ જોવામાં આવે છે.

 • જીવનવીમાનો પ્લાન કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?

  જીવનવીમાનો પ્લાન કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?

  જીવનવીમો આપને નીચે મુજબ મદદરૂપ થઈ શકે છેઃ

  • આવક રળનારી વ્યક્તિ/વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં તે પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. વીમાકૃત વ્યક્તિના પરિવારને મૃત્યુ થવા પર મળતાં લાભ, તેમના ખર્ચાઓને પહોંચી વળવા તથા જીવનસ્તરને જાળવી રાખવા માટે ઉપયોગમાં લઈ શકાતી રકમ પ્રાપ્ત થાય છે.

  • તે આપને એક ભંડોળ પૂરું પાડે છે, જેની મદદથી આપ આપની નિવૃત્તિનું આર્થિક આયોજન કરી શકો છો.

  • તેની મદદથી આપ આપના પરિવાર માટે વધારાની સંપત્તિનું સર્જન કરી તેમના માટે વારસો છોડી જઈ શકો છો.

  • કેટલીક પૉલિસીઓની મદદથી આપ લાંબા સમય સુધી ચાલનારી કે જીવલેણ બીમારીના તબીબી ખર્ચા પણ ચૂકવી શકો છો.

  • ઇમર્જન્સી કે આપના સંતાનના લગ્ન, નવું ઘર ખરીદવું વગેરે જેવી સીમાચિહ્નરૂપ ઘટનાઓના કિસ્સામાં નાણાંને આંશિક રીતે ઉપાડી પણ શકાય છે.

 • મારે જીવનવીમાની જરૂર શા માટે છે?

  મારે જીવનવીમાની જરૂર શા માટે છે?

  આપને નીચે જણાવેલા કારણોસર જીવનવીમાની જરૂર છેઃ

  • વીમાકૃત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં બંધ થઈ ગયેલી આવકનું સ્થાન લેવામાં મદદરૂપ થવા.

  • કરબચતનો લાભ લેવા માટે.

  • આપના જીવનમાં સીમાચિહ્નરૂપ ઘટનાઓ માટે ચૂકવણીઓ કરવા.

  • આપના સંતાનના શિક્ષણનું આયોજન કરવામાં મદદરૂપ થવા

  • આપની નિવૃત્તિનું આયોજન કરવા

 • જીવનવીમા પ્લાન મેળવવાના ફાયદા કયા છે?

  જીવનવીમા પ્લાન મેળવવાના ફાયદા કયા છે?

  જીવનવીમો આપને અને આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. અહીં કેટલાક લાભ જણાવવામાં આવ્યાં છેઃ

  • જીવનવીમા કવચ પૂરું પાડે છે - અનિશ્ચિતતાઓથી ભરેલા આ વિશ્વમાં જીવનવીમો આપના પરિવારને આપની ગેરહાજરીમાં પણ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. તેની મદદથી આપનો પરિવાર આપે તેમને પૂરી પાડી હોત તેવી જ જીવનશૈલી જીવી શકે છે.

  • જીવનના તબક્કાનું આયોજન - આપ સંતાનના શિક્ષણ અને લગ્ન જેવા આપના લક્ષ્યો અને આર્થિક સીમાચિહ્નોને હાંસલ કરી શકો છો. આપની નિવૃત્તિ માટે આયોજન કરો અને આગામી પેઢી માટે આપનો વારસો છોડી જાઓ.

  • લાંબાગાળાની બચત - જીવનવીમો એ લાંબાગાળાની બચતનું માધ્યમ છે, જે આપના આર્થિક લક્ષ્યો અને ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

 • જીવનવીમો કેવી રીતે કામ કરે છે?

  જીવનવીમો કેવી રીતે કામ કરે છે?

  પ્રથમ પગલું પૉલિસી ખરીદવાનું અને તેના પરિણામસ્વરૂપ, માસિક અથવા વાર્ષિક પ્રીમિયમને સમયસર ચૂકવવાનું છે. આપના મૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં વીમા કંપની આપના પરિવારને અથવા તો આપે લાભાર્થી તરીકે જેમનું નામ આપ્યું હોય તેમને અગાઉથી નિશ્ચિત થયેલી રકમ ચૂકવે છે. જે ક્ષણે જીવનવીમા પૉલિસી જારી કરવામાં આવે છે, તે વીમાકૃત રકમ જેટલી સંપત્તિનું સર્જન થાય છે. રોકાણના અન્ય સ્વરૂપોથી અલગ વીમો એ રોકાણનું એકમાત્ર એવું સ્વરૂપ છે, જે આપને કરાર થવાના સમયે વચન આપવામાં આવેલ રકમ આપને ચૂકવે છે.

 • મારે કેટલા જીવનવીમાની જરૂરિયાત છે તે હું કેવી રીતે નક્કી કરી શકું?

  મારે કેટલા જીવનવીમાની જરૂરિયાત છે તે હું કેવી રીતે નક્કી કરી શકું?

  દરેક વ્યક્તિની વીમાની જરૂરિયાત અલગ-અલગ હોય છે. તે એક વ્યક્તિગત જરૂરિયાત છે, આથી રકમ અંગે નિર્ણય લેતા પહેલા આપે આપના જીવનના લક્ષ્યો અને ફુગાવાના વર્તમાન દરો અંગે વિચારવું જોઇએ. ‘હ્યુમન લાઇફ વેલ્યૂ (મનુષ્યના જીવનનું મૂલ્ય)’ તરીકે ઓળખાતી વિભાવના કેટલો જીવનવીમો લેવો જોઇએ તે અંગેનો યોગ્ય અંદાજ આપે છે. તેની ગણતરી એક એવી રકમ તરીકે કરવામાં આવે છે, જેનું રોકાણ જો બાંધી મુદતની થાપણમાં કરવામાં આવે તો તે આપની વર્તમાન આવક જેટલી આવક પેદા કરશે. સામાન્ય નિયમ એવો છે કે, આપની વર્તમાન વાર્ષિક આવક કરતા 10-12 ગણી આવક એ આપની હ્યુમન લાઇફ વેલ્યૂ ગણાય છે. આથી, જરૂરી વીમાકવચ અંગે નિર્ણય લેવા માટે આપે આપની વર્તમાન આર્થિક પરિસ્થિતિ, આપની ભવિષ્યની મહત્વાકાંક્ષાઓ, વર્તમાન જવાબદારીઓ અને આપ આપના જીવનમાં કેટલું જોખમ ઘટાડવા માંગો છો, તે અંગે આપે સ્પષ્ટ રહેવાની જરૂર છે.

 • શું જીવનવીમો એ રોકાણ છે?

  શું જીવનવીમો એ રોકાણ છે?

  હા. જીવનવીમો એ વિવિધ આર્થિક સીમાચિહ્નોને પૂર્ણ કરવા માટે રોકાણ કરવા માટેનું એક સાધન છે. તે શિસ્તબદ્ધ બચત કરવાની આદત કેળવી આપને ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે એક ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થાય છે. તે આપને આપના બાળકના શિક્ષણ, ઘર ખરીદવા, નિવૃત્તિ જેવા આપના આર્થિક લક્ષ્યોને હાંસલ કરવામાં આપને મદદરૂપ થઈ શકે છે.

 • શું જીવનવીમો મારા રોકાણના પોર્ટફોલિયોનો હિસ્સો હોવો જોઇએ?

  શું જીવનવીમો મારા રોકાણના પોર્ટફોલિયોનો હિસ્સો હોવો જોઇએ?

  હા. એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો રોકાણનું જોખમ ઘટાડવામાં આપને મદદરૂપ થાય છે. વિવિધ નાણાકીય સાધનોમાં રોકાણ કરવા ઉપરાંત, જીવનવીમામાં પણ રોકાણ કરવું એ આર્થિક સુરક્ષા, આર્થિક લક્ષ્યો પૂરાં કરવા અને કર સંબંધિત આયોજન કરવાની દ્રષ્ટિએ મહત્વનું છે.

 • શું હોય છે ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન?

  શું હોય છે ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન?

  ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન ખૂબ જ સરળ અને પરવડે તેવા હોય છે અને તે ફક્ત જીવનવીમા કવચ પૂરું પાડે છે. એક વીમા કંપની વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં અગાઉથી નક્કી થયેલી એકસામટી રકમ લાભાર્થીને ચૂકવવાનું વચન આપે છે. પરંતુ જો વીમાકૃત વ્યક્તિ પૉલિસીની મુદત પૂર્ણ થવા સુધી જીવિત રહે તો તેમને કંઇપણ ચૂકવવાપાત્ર રહેતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ટર્મ પ્લાન હેઠળ સર્વાઇવલ (જીવિત રહેવાનો)નો કે બચતનો કોઈ લાભ મળતો નથી. જે લોકો ઓછા પ્રીમિયમે મોટી રકમનો વીમો ઉતરાવા માંગે છે તેમના માટે ટર્મ ઇન્શ્યોરેન્સ વ્યવહાર્ય વિકલ્પ છે.

 • શું હોય છે હૉલ લાઇફ પ્લાન?

  શું હોય છે હૉલ લાઇફ પ્લાન?

  હૉલ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન પૉલિસીના કરાર મુજબ નિયમિતપણે પ્રીમિયમ ચૂકવવામાં આવે તો, પૉલિસીધારકના સમગ્ર જીવન દરમિયાન ચાલુ રહેવાની બાંયધરી પૂરી પાડે છે. મૃત્યુ થવા પર મળતાં લાભ જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ફક્ત મૃત્યુ થવા પર જ ચૂકવવાપાત્ર છે. એક હૉલ લાઇફ પ્લાન પ્રીમિયમને સીમિત રીતે અથવા તો નિયમિતપણે ચૂકવવાનો પ્લાન હોઈ શકે છે.

 • શું હોય છે યુલિપ?

  શું હોય છે યુલિપ?

  યુલિપ એ યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાનનું ટૂંકાક્ષરી છે, જે પૉલિસીધારકને વીમાકવચ પૂરું પાડવાની સાથે-સાથે વીમા કંપની પાસે ઉપલબ્ધ વિવિધ ફંડમાં રોકાણ કરવા માટે રોકાણના વિકલ્પો પણ પૂરાં પાડે છે. ચૂકવવામાં આવેલ પ્રીમિયમનો એક હિસ્સો જીવનવીમા કવચ માટે વસૂલવામાં આવે છે. બાકીની રકમ કે જે રોકાણયોગ્ય હિસ્સા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ત્યારબાદ પૉલિસીધારકની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખી તેની/તેણીની પસંદગીના વિવિધ ફંડમાં રોકવામાં આવે છે. યુલિપમાં ફંડ્સ વિવિધ ડેટ અને ઇક્વિટી ઇન્સ્ટ્રૂમેન્ટનું સંયોજન હોય છે.

 • કેવી રીતે કરવો જીવનવીમાનો દાવો?

  કેવી રીતે કરવો જીવનવીમાનો દાવો?

  પ્લાન હેઠળ વીમાકૃત વ્યક્તિનું મૃત્યુ થઈ જવાના કિસ્સામાં નોમીની/લાભાર્થી/મુખત્યારએ વીમા પૉલિસીના લાભ મેળવવા માટે વીમા કંપનીમાં શક્ય એટલા વહેલા દાવાના દસ્તાવેજો જમા કરાવવાના રહે છે. સમગ્ર પ્રક્રિયા અંગે જાણવા માટે અહીંયા ક્લિક કરો

 • કેવી રીતે મદદરૂપ થઈ શકે છે સ્વાસ્થ્યવીમો?

  કેવી રીતે મદદરૂપ થઈ શકે છે સ્વાસ્થ્યવીમો?

  સ્વાસ્થ્યવીમાના પ્લાન સારવાર કરાવવા પર થતાં ખર્ચનું વળતર મેળવવામાં આપને મદદરૂપ થાય છે તથા આપને અને આપના પરિવારને સ્વાસ્થ્ય અને નાણાં એમ બંનેના સંદર્ભમાં સુરક્ષિત રાખે છે. તે માંદગી કે સર્જરી પાછળ થયેલા વાસ્તવિક તબીબી ખર્ચાની ચૂકવણી કરે છે. આ બાબત સ્વાસ્થ્યવીમાને આપના પરિવારની આર્થિક સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી દે છે.

 • જીવનવીમો કેવી રીતે મદદરૂપ થઈ શકે કરનું આયોજન કરવામાં?

  જીવનવીમો કેવી રીતે મદદરૂપ થઈ શકે કરનું આયોજન કરવામાં?

  કરબચત કરવાના અનેકવિધ માર્ગો હોવા છતાં, જીવનવીમો એ કરનું આયોજન કરવાનું સૌથી અસરકારક સાધન છે. જીવનવીમાના પ્લાનની મદદથી એક વ્યક્તિ કરબચત કરવાની સાથે-સાથે તેમના લાંબાગાળાના લક્ષ્યોને પણ હાંસલ કરવા પર પણ ધ્યાન આપે છે.

 • શું ફાયદા છે બાળકો માટેના જીવનવીમાના પ્લાનના?

  શું ફાયદા છે બાળકો માટેના જીવનવીમાના પ્લાનના?

  બાળકો માટેના વીમા પ્લાન એ રોકાણ સંબંધિત પ્લાન હોય છે, જે પ્રાથમિક રીતે અહીં નીચે જણાવેલા લાભ પૂરાં પાડે છેઃ

  • આપના બાળકના આર્થિક ભવિષ્યને સુરક્ષિત બનાવે છે

  • બાળકના ઉચ્ચ શિક્ષણ અને/અથવા લગ્ન માટેના નાણાંની વ્યવસ્થા કરે છે

 • જીવનવીમાને ઑનલાઇન ખરીદવો એ સલામતીભર્યું છે?

  જીવનવીમાને ઑનલાઇન ખરીદવો એ સલામતીભર્યું છે?

  હા. જીવનવીમાને ઑનલાઇન ખરીદવો એ સલામતીભર્યું, સુવિધાજનક અને ઝડપી છે. જો વેબસાઇટ સુરક્ષિત કનેક્શન ધરાવતી હોય તો વીમાનું કોઇપણ ઑનલાઇન ટ્રાન્ઝેક્શન સુરક્ષિત ગણાય છે. એડ્રેસ બારમાં વેબસાઇટના નામની આગળ https:// છે કે નહીં તે જોઇને તેની ચકાસણી થઈ શકે છે.

 • કયા અલગ-અલગ વર્ગો છે માર્કેટમાં ઉપલબ્ધ વીમાના?

  કયા અલગ-અલગ વર્ગો છે માર્કેટમાં ઉપલબ્ધ વીમાના?

  વીમાના પ્રાથમિક રીતે ત્રણ વર્ગ છે - જીવન વીમો, સ્વાસ્થ્ય વીમો અને જનરલ ઇન્શ્યોરેન્સ. જનરલ ઇન્શ્યોરેન્સ (નોન-લાઇફ)માં જીવનવીમા સાથે નહીં સંકળાયેલ તમામ વીમાનો સમાવેશ થાય છે, જેમ કે, મોટર વીમો અને લાયેબિલિટી ઇન્શ્યોરેન્સ. સ્વાસ્થ્ય વીમાના પ્લાન વીમાકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ તબીબી અને સર્જિકલ ખર્ચાઓની ચૂકવણી કરે છે.

 • ટર્મ ઇન્શ્યોરેન્સના વિવિધ પ્રકારો કયા-કયા છે?

  ટર્મ ઇન્શ્યોરેન્સના વિવિધ પ્રકારો કયા-કયા છે?

  ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન ચાર અલગ-અલગ પ્રકારના હોય છેઃ

  • પ્યોર ટર્મ પ્લાન - પ્લાનની મુદત દરમિયાન જો પૉલિસીધારકનું મૃત્યુ થઈ જાય તો નોમીનીને દાવાની રકમ પ્રાપ્ત થાય છે. જોકે, પાકતી મુદતે વીમાકૃત વ્યક્તિને કંઈ પણ ચૂકવવાપાત્ર રહેતું નથી.

  • ટર્મ વિથ રીટર્ન ઑફ પ્રીમિયમ પ્લાન - પ્લાનની મુદત પાકી જવાના કિસ્સામાં પૉલિસીધારકને પ્રીમિયમની રકમ પરત કરી દેવામાં આવે છે. પરંતુ જો પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થવાના કિસ્સામાં નોમીનીને ફક્ત વીમાકૃત રકમ જ ચૂકવવામાં આવે છે.

  • ઇન્ક્રિઝિંગ ટર્મ પ્લાન - આ પ્લાન હેઠળ, વીમાકૃત રકમ દર વર્ષે અગાઉથી નિર્ધારિત ટકાવારીએ વધે છે. પ્રીમિયમ ફુગાવા અથવા તો જીવનના તબક્કા (જેમ કે, લગ્ન, પ્રથમ સંતાનનો જન્મ વગેરે) પર આધાર રાખીને વધશે. ડીક્રિઝિંગ ટર્મ પ્લાન - આ પ્લાન હેઠળ વીમાકૃત રકમ દર વર્ષે અગાથી નિર્ધારિત ટકાવારીએ ઘટે છે. આ પ્રકારના પ્લાન સામાન્ય રીતે લૉન કવર માટે સારા ગણાય છે.

 • શું હોય છે એન્યુઇટી પ્લાન?

  શું હોય છે એન્યુઇટી પ્લાન?

  એન્યુટી પ્લાન કે જે નિવૃત્તિ અથવા તો પેન્શન પ્લાન તરીકે પ્રચલિત છે, તે આપને વૃદ્ધાવસ્થા દરમિયાન આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. જીવનયાપન પાછળ થતાં મોટા ખર્ચા, વધતો જઈ રહેલો ફુગાવો અને સ્વાસ્થયની કાળજી લેવા પાછળ વધી રહેલાં ખર્ચાને ધ્યાનમાં રાખીને આપ આપના એન્યુઇટી/રિટાયરમેન્ટ પ્લાનમાંથી પ્રાપ્ત થતી આવકની મદદથી આપ ગૌરવભેર જીવી શકો છો અને આપનું જીવનસ્તર જાળવી રાખી શકો છો.

 • બૉનસ એટલે શું?

  બૉનસ એટલે શું?

  બૉનસ એ પૉલિસીમાં કરવામાં આવેલો ઉમેરો છે, જે વીમા કંપની દ્વારા રળવામાં આવેલા નફામાંથી ચૂકવવામાં આવે છે. બૉનસ ફક્ત ભાગ લઈ રહેલી (અથવા તો, નફાની સાથે) પૉલિસીઓને જ ચૂકવવામાં આવે છે. બૉનસ કાં તો પ્રત્યાવર્તી (રીવર્ઝનરી) બૉનસ (સાદું અથવા ચક્રવૃદ્ધિ) અથવા તો અંતિમ (ટર્મિનલ) બૉનસ હોઈ શકે છે.

 • શું હોય છે જોઇન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ

  શું હોય છે જોઇન્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ

  જોઇન્ટ લાઇફ પૉલિસીઓની રચના યુગલો અથવા તો જીવનસાથીને આવરી લેવા માટે થઈ છે. બેમાંથી કોઈ એકના અવસાનના કિસ્સામાં જીવિત વ્યક્તિને વીમાકૃત રકમ ચૂકવવામાં આવે છે. આ પ્લાન એકથી વધુ લાભ ધરાવે છે અને બેમાંથી કોઈની ગેરહાજરીમાં સુરક્ષા પૂરી પાડે છે. તે એન્ડોવમેન્ટ અથવા તો ટર્મ પ્લાન હોઈ શકે છે.

 • ગ્રૂપ ઇન્શ્યોરેન્સ શું છે?

  ગ્રૂપ ઇન્શ્યોરેન્સ શું છે?

  ગ્રૂપ ઇન્શ્યોરેન્સ એ વીમાનો એક એવો પ્રકાર છે, જેમાં વ્યક્તિઓના એક જૂથને એક જ વીમા પૉલિસી દ્વારા આવરી લેવામાં આવે છે. તે સામાન્ય રીતે નિયોક્તા દ્વારા તેમના કર્મચારીઓના લાભ માટે ખરીદવામાં આવે છે. જોકે, ઉદાહરણ તરીકે અન્ય ગ્રૂપો જેવા કે એક ક્લબના સભ્યો પણ આવા ગ્રૂપ ઇન્શ્યોરેન્સ હેઠળ આવરી લેવામાં આવી શકે છે. માસ્ટર પૉલિસીધારકના નામે એક માસ્ટર પૉલિસી જારી કરવામાં આવે છે. સભ્યો ગ્રૂપમાં સામેલ થતાં અને બહાર નીકળતા હોવાથી ગ્રૂપ હંમેશા ડાયનેમિક (ગતિશીલ) જ રહેશે.

 • જીવનવીમા મારફતે હું કરબચતના કેવા લાભ મેળવી શકું?

  જીવનવીમા મારફતે હું કરબચતના કેવા લાભ મેળવી શકું?

  આપને પ્રાપ્ત થતાં કરબચતના લાભ આ મુજબ છેઃ

  • ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80સી અને 10 (10ડી) હેઠળ રૂ. 1,50,000 સુધીની ચૂકવવામાં આવેલી પ્રીમિયમની રકમ કલમ 80સીની જોગવાઈઓ મુજબ કપાતપાત્ર ગણાય છે. જીવનવીમા પૉલિસીમાંથી પ્રાપ્ત થતી આવકને ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 10 (10ડી) હેઠળ કરમુક્ત છે. આ લાભ આ કાયદાના નિયમો અને શરતોને આધિન છે.

 • મહિલાઓ માટેની કોઈ ચોક્કસ જીવનવીમા પૉલિસી છે?

  મહિલાઓ માટેની કોઈ ચોક્કસ જીવનવીમા પૉલિસી છે?

  હા, મહિલાઓ માટે ચોક્કસ વીમા પ્લાન તૈયાર કરવામાં આવ્યાં છે. આ પ્રકારના પ્લાન તેમને બચત કરવામાં તથા તેમના આશ્રિતોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. મહિલાઓ માટેના વીમા પ્લાન 3 પ્રકારની મહિલાઓ પર કેન્દ્રિત છેઃ

  • કામકાજી મહિલા

  • વ્યાજ, ભાડા, ડિવિડન્ડ વગેરે મારફતે આવક રળનારી મહિલાઓ

  • ગૃહિણીઓ અને વિધવાઓ

 • શું હોય છે બેંકએશ્યોરેન્સ

  શું હોય છે બેંકએશ્યોરેન્સ

  બેંકએશ્યોરેન્સ એ બેંક દ્વારા તેના ગ્રાહકોને વેચવામાં આવતી વીમા પૉલિસીઓ હોય છે. બેંકો વીમા કંપનીઓની સાથે જોડાઈને અથવા તો સહભાગીદારીમાં વીમા પૉલિસી વેચે છે.

 • ઉપલબ્ધ જીવનવીમા પ્લાનના વિવિધ પ્રકારો કયા-કયા છે?

  ઉપલબ્ધ જીવનવીમા પ્લાનના વિવિધ પ્રકારો કયા-કયા છે?

  અહીં નીચે જીવનવીમા પ્લાનના વિવિધ પ્રકારો જણાવવામાં આવ્યાં છેઃ

  • ટર્મ પ્લાન - તે જીવનવીમાનું સૌથી મૂળભૂત સ્વરૂપ છે, જે વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં લાભાર્થીને ચોક્કસ રકમ ચૂકવવાનું વચન આપે છે પરંતુ જો વીમાકૃત વ્યક્તિ પ્લાનની મુદત દરમિયાન સહિસલામત રહે તો કંઇપણ ચૂકવવાપાત્ર રહેતું નથી.

  • એન્ડોવમેન્ટ પ્લાન - મૃત્યુ થવાના કિસ્સામાં પ્રાપ્ત થતાં લાભ ઉપરાંત પાકતી મુદતના લાભ પણ પૂરાં પાડે છે.

  • હૉલ લાઇફ પ્લાન - વીમાકૃત વ્યક્તિને આજીવન આ વીમા હેઠળ આવરી લેવામાં આવે છે અને આવી વ્યક્તિનું જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે તેના લાભ ચૂકવવામાં આવે છે.

  • એન્યુઇટી પ્લાન - તે નિવૃત્તિના પ્લાન છે, જે નિવૃત્ત થવા પર એન્યુઇટી (સાલિયાણું) પૂરી પાડે છે.

 • શું હોય છે એન્ડોવમેન્ટ પ્લાન

  શું હોય છે એન્ડોવમેન્ટ પ્લાન

  એન્ડોવમેન્ટ પ્લાન એ ચોક્કસ મુદત બાદ એકસામટી રકમ ચૂકવવા માટે તૈયાર કરવામાં આવેલો જીવનવીમા કરાર છે, જે રકમને પાકતી મુદતે અથવા તો પૉલિસીધારકના અકાળ અવસાને ચૂકવવામાં આવી શકે છે. એન્ડોવમેન્ટ પ્લાન એક પ્રકાર ‘એન્ટિસિપેટેડ એન્ડોવમેન્ટ પ્લાન’ છે, જે લોકપ્રિય રીતે મની બૅક પ્લાન તરીકે ઓળખાય છે. તેમાં પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકને સમયાંતરે ચૂકવણી કરવામાં આવે છે. તો પાકતી મુદતે બાકી બચેલી વીમાકૃત રકમને ચૂકવવામાં આવે છે.

 • વિવિધ પ્રકારના એન્યુઇટી પ્લાન કયા છે?

  વિવિધ પ્રકારના એન્યુઇટી પ્લાન કયા છે?

  એન્યુઇટી પ્લાન બે પ્રકારના હોય છેઃ

  • ડીફર્ડ એન્યુઇટી પ્લાન - જેમાં એક વ્યક્તિ નિવૃત્તિ માટે એક ભંડોળ ભેગુ કરવા રોકાણ કરવાનું ચાલુ રાખે છે. આ તબક્કાને સંચયના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન - સંચયના તબક્કા દરમિયાન ભેગું થયેલું ભંડોળ ત્યારબાદ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાનમાં રોકવામાં આવે છે. તે પૉલિસીધારકને એન્યુઇટી (સાલિયાણું) કે પેન્શન પૂરું પાડે છે. આ એન્યુઇટી (સાલિયાણું) પૉલિસીધારક જીવે ત્યાં સુધી ચાલું રહે છે. કેટલાક પેન્શન પ્લાન જીવનસાથી માટે પણ એન્યુઇટી (સાલિયાણું) પૂરી પાડે છે.

 • વિવિધ પ્રકારના યુલિપ કયા-કયા છે?

  વિવિધ પ્રકારના યુલિપ કયા-કયા છે?

  યુલિપ બે પ્રકારના હોય છેઃ

  • ટાઇપ 1 યુલિપ - મૃત્યુ થવાના કિસ્સામાં ચૂકવવાપાત્ર થતો લાભ વીમાકૃત રકમ અથવા તો ફંડનું મૂલ્ય, બેમાંથી જે વધુ હોય તે હોય છે.

  • ટાઇપ 2 યુલિપ - મૃત્યુ થવાના કિસ્સામાં ચૂકવવાપાત્ર થતો લાભ વીમાકૃત રકમ વત્તા ફંડનું મૂલ્ય હોય છે.

 • શું હોય છે સ્વાસ્થ્ય વીમો?

  શું હોય છે સ્વાસ્થ્ય વીમો?

  સ્વાથ્ય વીમો એ વીમા પૉલિસીનો એક એવો પ્રકાર છે, જે તબીબી અને સર્જિકલ પ્રક્રિયાઓ પર થતાં ખર્ચની ચૂકવણી કરે છે. તે માંદગી કે ઇજા માટે થતાં ખર્ચના વળતર પેટે હોઈ શકે છે અથવા તો કોઈ માંદગી (જેમ કે, કેન્સર) માટે વળતરની એક સામટી રકમ હોઈ શકે છે. સ્વાસ્થ્ય વીમા પાછળ થતો ખર્ચ ચૂકવણી કરનારી વ્યક્તિ માટે કપાતપાત્ર છે અને તેમાંથી પ્રાપ્ત થતાં લાભ કરમુક્ત છે.

 • શા માટે કરવું જરૂરી છે મારે ટેક્સનું આયોજન

  શા માટે કરવું જરૂરી છે મારે ટેક્સનું આયોજન

  ટેક્સનું આયોજન કરવાથી બચતનું સર્જન થાય છે, જે વર્ષ માટે ચૂકવવાપાત્ર થતી રકમને ઘટાડવામાં આપને મદદરૂપ થાય છે. આપની ટેક્સની જવાબદારીઓનું આયોજન કરવાથી આપ રોકાણમાં વૃદ્ધિ કરવાનો લાભ મેળવી શકો છો અને આપના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકો છો.

 • બાળકો માટેના કોઈ જીવનવીમા પ્લાન હોય છે?

  બાળકો માટેના કોઈ જીવનવીમા પ્લાન હોય છે?

  હા, બાળકો માટે બે પ્રકારના જીવનવીમા પ્લાન છે - પરંપરાગત પ્લાન અને યુલિપ. તેમાં બાળક અથવા તો માતા-પિતાનો જીવનવીમો ઉતારવામાં આવી શકે છે.

  • બાળકનો જીવનવીમો ઉતારવામાં આવ્યો હોય તેવા પ્લાનમાં પ્રીમિયમ માતા-પિતા દ્વારા ચૂકવવામાં આવે છે. પૉલિસીની વિશેષતા પર આધાર રાખી માતા-પિતાના જીવન પર પ્રીમિયમ ચૂકવવાની માફીનો લાભ હોઈ શકે છે. બાળક પુખ્ત એટલે કે, 18 વર્ષની વયનો થઈ જાય તે પછી આ પ્લાન બાળકના નામનો થઈ જાય છે. માતા-પિતા વીમાકૃત વ્યક્તિ હોય તેવા પ્લાનમાં માતા-પિતા વીમાકૃત વ્યક્તિ અને પ્રીમિયમ ચૂકવનારી વ્યક્તિ બંને હોય છે. આ પ્રકારના પ્લાન માતા-પિતાના મૃત્યુ થવા પર ભવિષ્યના તમામ લાભને જાળવી રાખીને વીમાકૃત રકમ ચૂકવે છે. આ પ્લાન પૉલિસીની વિશેષતાઓ પર આધાર રાખી વીમાકૃત માતા-પિતાનું અવસાન થઈ જવા પર પ્રીમિયમ ચૂકવવામાં છુટનો લાભ પૂરો પાડી શકે છે.