એપિસોડ 1 | ફાઇનૈન્શલી સ્પીકીંગ ft આર.એમ. વૈશાખા અને મોનિકા હલન
Episode #1

આર એમ વિશાખા અને મોનિકા હલન દ્વારા

By R M Vishakha and Monika Halan

|

10 - 04 - 2021

31:26

The Podcast link has been copied successfully !!

કુટુંબનું ભરપોષણ કરનાર તરીકે પુરુષની ભૂમિકા આપણા દિમાગમાં એટલું ઊંડે ઘર કરી ગઈ છે કે, આપણાંમાંથી મોટાભાગના લોકો એમ માને છે કે પુરુષોએ જ નાણાકીય બાબતો સાથે કામ પાર પાડવું જોઇએ અને સ્ત્રીઓ તેમાં પડવું જોઇએ નહીં. સ્ત્રીઓને ઘણીવાર આશ્રિત તરીકે જોવામાં આવે છે અને જ્યારે પણ સ્ત્રીએ રૂઢિને તોડવાનો અને નાણાકીય ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે-ત્યારે તેમની નાણાકીય કાબેલિયત પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. સામાન્ય વાતચીતમાં પણ એમ ધારી લેવામાં આવે છે કે, સ્ત્રીઓ નાણાકીય બાબતોના મહત્વના પાસાંઓ સમજવા જેટલી વ્યવહારકુશળ નથી. ઘણાં એમ માને છે કે, જે સ્ત્રીઓ પોતાની નાણાકીય સ્વતંત્રતામાં રસ લઈ રહી છે, તેમના માટે આ જાણે કે એક શોખ અથવા પેશન છે, જેને તેઓ હાંસલ કરવા માંગે છે. તેઓ એ બાબતને સ્વીકારતા જ નથી કે, નાણાકીય રીતે સ્વતંત્ર બનવું એ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે, તે પછી પુરુષ હોય કે સ્ત્રી.

જીવનમાં એક સલામત સ્થળે પહોંચી જવા પાછળની દરરોજની મથામણ પર ઘણીવાર ધ્યાન જતું જ નથી અને સ્ત્રીઓ, પોતે નાણાકીય બાબતો સાથે કામ પાર પાડવામાં નિપુણ છે અથવા તો પુરુષો કરતાં પણ આ કામ વધુ સારી રીતે કરી શકે તેમ છે, તે સાબિત કરવાની આ મથામણનો દરરોજ સામનો કરતી હોય છે. સ્ત્રીઓ ખૂબ જ લાગણીશીલ હોવાની તેમની છાપને પડકારતી રહી છે અને વાત જ્યારે નાણાંની આવે ત્યારે તેઓ તાર્કિક રીતે વિચારી શકે છે, તે અવારનવાર સાબિત કરતી રહી છે.

વુધ એક વખત પોતાના વિશેની માન્યતાઓને તોડવા અને ફાઇનાન્સના વિશ્વમાં પોતાનો માર્ગ જાતે કંડારવા સમગ્ર વિશ્વની સ્ત્રીઓને પ્રેરિત કરવા માટે અમારા એમડી અને સીઇઓ આર. એમ. વિશાખાએ ‘લેટ્સ ટૉક મની’ના લેખિકા મોનિકા હાલાનને ફાઇનાન્સના વિશ્વ પરની એક મુક્ત ચર્ચામાં આમંત્રિત કર્યા હતા. આ પૉડકાસ્ટ મારફતે તેમનો ઉદ્દેશ્ય જે સ્ત્રીઓ પડકારો સામે લડત આપવામાં સંઘર્ષનો સામનો કરી રહી છે તેમને પ્રોત્સાહિત કરવાનો તથા નાણાકીય સ્વતંત્રતાને તેમના જીવનનું પ્રેરકબળ બનાવવાનો છે. આ સ્ત્રીઓએ તેમની વિકાસયાત્રા વિશે વાત કરી હોવાથી અને કથિત રીતે પુરુષોનું વર્ચસ્વ ધરાવતા ક્ષેત્રમાં દ્રઢતાપૂર્વક પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી રહેલી સ્ત્રીઓ અંગે તેમણે કેટલાક રસપ્રદ ખુલાસાઓ કર્યા હોવાથી આ પૉડકાસ્ટને અચૂક સાંભળશો.

પોડકાસ્ટના લિસ્ટ પર પરત ફરવા માટે અહીં ક્લિક કરો.