Financially Speaking ft R M Vishakha, Guneet Monga and Sanya Malhotra
Episode #2

એપિસોડ 2 | ફાઇનૈન્શલી સ્પીકીંગ ft આર.એમ. વૈશાખા, ગુનિત મોંગા અને સાન્યા

આર એમ વિશાખા, ગુનીત મોંગા અને સાન્યા મલ્હોત્રા દ્વારા

|

15 - 04 - 2021

20:04

The Podcast link has been copied successfully !!

મનોરંજન ઉદ્યોગ એ હંમેશા એક આકર્ષકનું કેન્દ્ર રહ્યો છે, આપણી કલ્પનાને ઇજન પૂરું પાડે છે અને એની ખાતરી કરે છે કે, તમામ પ્રકારની અડચણો આવે તેમ છતાં અંત તો સુખમય જ હોય. મોટાભાગની ફિલ્મો અને જીવન પણ લગ્ન, બાળકો અને આખરે નિવૃત્તિ જેવી નિશ્ચિત ઘટનાઓને માણવા માટે હોવા છતાં જીવનમાં મોટાભાગના લોકો જીવનના આ સીમાચિહ્નો માટે આયોજન કરવાનું ચૂકી જતાં હોય છે.

આથી જ, રૂપેરી પડદે ભજવાતું જીવન અને વાસ્તવિક જીવનમાં જમીન આસમાનનો ફરક હોવા છતાં રૂપેરી પડતે આ જીવનને ભજવનારા અભિનેતાઓ કંઈ આપણાંથી અલગ નથી. મનોરંજન ઉદ્યોગના ઘણાં દિગ્ગજો સામાન્ય પરિવારમાંથી આવે છે અને આપણે જેટલું જાણીએ છીએ તેના કરતાં અનેક ગણી વધારે વખત તેઓ જીવનના અંધારિયા છેડે આવી ચૂક્યાં છે. આપણી જેમ જ, તેમણે પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક અલાયદું સ્થાન બનાવતાં પહેલાં ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો છે. આર્થિક રીતે સ્વતંત્ર બનવાની જરૂરિયાત જેટલી તેમના જીવનમાં મહત્વપૂર્ણ છે, એટલી જ આપણાં જીવનમાં પણ છે.

જોવી ગમે તેવી આ કાલ્પનિક ફિલ્મોમાં જે કંઇપણ દર્શાવ્યું હોય, પણ તેમાંથી મળતાં આશાના સંદેશને સૌ કોઈએ અપનાવવો જોઇએ. આપણે જીવનમાં કોઇના કોઈ તબક્કે ફિલ્મોમાંથી અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાંથી પ્રેરણા મેળવી છે. જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર કે મનોરંજન ઉદ્યોગની કોઈ જાણીતી હસ્તિ તેમના કામ મારફતે કે તેમના કાર્યક્ષેત્રની બહારથી નાણાકીય બાબત અંગે વાત કરે ત્યારે તે વધુ રસપ્રદ લાગે છે અને આ પ્રકારની નાનકડી વાત પણ આપણને માનવા જેવી લાગે છે.

આથી જ #FinanciallySpeakingના આ એપિસોડમાં અમારા એમડી અને સીઇઓ આર. એમ. વિશાખાએ #SanyaMalhotra અને #GuneetMongaને આમંત્રિત કર્યા છે, જેથી તેમની પાસેથી આર્થિક સ્વતંત્ર બનવાની તેમની યાત્રા અંગે તથા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે-સાથે નાણાકીય બાબતો સાથે તેમણે કેવી રીતે કામ પાર પાડ્યું, તેની જાણકારી મેળવી શકાય. આ પોડકાસ્ટમાં સાન્યા અને ગુનીતે નાણાંકીય બાબતોએ તેમના જીવનમાં કેવી મહત્વની ભૂમિકા ભજવી છે તથા તેમણે તેમના પહેલા પેચેક ક્યારે મેળવ્યાં હતાં તે અંગે વાત કરી હોવાથી આપણને ઘણીવાર હસવાનો મોકો મળશે. સૌથી મહત્વનું તો એ છે કે, તે આપણને સ્પષ્ટ કરશે કે દરેક વ્યક્તિએ જીવનમાં આર્થિક રીતે જાગૃત રહેવું એ કેટલું અગત્યનું છે, પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય વ્યક્તિ.

પોડકાસ્ટના લિસ્ટ પર પરત જવા માટે અહીં ક્લિક કરો