ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન

સરળ, પ્રમાણિત અને અસરકારક

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના સરલ પ્લાનની રચના આપની ચોક્કસ નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેના લાભને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવ્યાં છે અને આપની સમજ માટે તેને સરળ બનાવવામાં આવ્યાં છે, જેથી કરીને આપ પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવતી વખતે સૂચિત નિર્ણય લઈ શકો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાનને શા માટે પસંદ કરવો જોઇએ

  • સમજવામાં ખૂબ જ સરળ

    આ પ્લાનની રચના એટલી સરળ રીતે કરવામાં આવી છે કે, જેને ઓછામાં ઓછી મદદથી સમજી શકાય છે

  • સ્પષ્ટપણે વ્યાખ્યાયિત લાભ

    આપ પ્લાન ખરીદો તે પહેલાં આપને પ્રાપ્ત થનારા લાભ અંગે જાણો અને તેને સમજો, કારણ કે અમે તેને આપના માટે ખૂબ જ સ્પષ્ટતાથી વ્યાખ્યાયિત કર્યા છે

  • સ્ટાન્ડર્ડાઇઝ કરેલ ઑફરિંગ

    સૂચિત નિર્ણય લેવો એ આપનો અધિકાર છે, સ્ટાન્ડર્ડાઇઝ ઑફરિંગ્સની સાથે આ નિર્ણયો સરળતાથી લો.

  • કર સંબંધિત લાભ

    કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કર સંબંધિત લાભ મેળવો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન માટે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક પરિબળો

  • આપ આપની જે નાણાકીય જરૂરિયાતને સુરક્ષિત કરવા માગો છો તેને પસંદ કરો

  • આપના જીવનના તબક્કા પર આધારિત પ્લાન

  • આપને પ્રાપ્ત થતાં વિવિધ લાભને સમજો

  • વિવિધ પ્લાન અને વિશેષતાઓના વિકલ્પોમાંથી પસંદ કરો

સરલ પ્લાન


વાત જ્યારે આપના પ્રાથમિક નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવાની અને આપના પરિવારનું ભવિષ્યની ચોક્કસ અનિશ્ચિતતાઓ સામે રક્ષણ કરવાની આવે ત્યારે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સ આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સ દ્વારા પૂરાં પાડવામાં આવતાં લાભની મદદથી આપના પરિવારની ભવિષ્યની સુખાકારી અંગે એક સૂચિત નિર્ણય લો. પ્રમાણિત કરવામાં આવેલા લાભ તથા સમજવામાં સરળ પૉલિસીની શરતોના ફાયદાને માણો.

વીમાકંપનીઓમાં એક પ્રમાણિત અને એકસમાન વીમા ઉત્પાદનો પૂરાં પાડવા માટે તૈયાર કરવામાં આવેલ IRDAI દ્વારા મંજૂરીપ્રાપ્ત સરલ પ્લાન્સની રચના આપની ચોક્કસ નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

  • ભવિષ્યમાં આપની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે આપની પાસે એક પેન્શન પ્લાન હોવો જોઇએ, જે આપની વ્યાવસાયિક આવક બંધ થયાં પછી પણ આપને સારી આર્થિક સ્થિતિમાં રાખે
  • આપનું અકાળે અવસાન થવાની કમનસીબ ઘટનામાં એક પ્યોર પ્રોટેક્શન ટર્મ પ્લાનના લાભ આપના પ્રિયજનોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.

સરલ સ્કીમ પ્લાન્સ પ્યોર પ્રોટેક્શન સરલ પૉલિસી અને પેન્શન પ્લાનની મદદથી આપની મૂળભૂત નાણાકીય અને વીમાની જરૂરિયાતોને આવરી લે છે

આપે સરલ પ્લાન્સ શા માટે પસંદ કરવા જોઇએ?


‘સરલ’ શબ્દનો અર્થ સરળ થાય છે. સરલ પ્લાન્સની રચના પણ સીધીસાદી રીતે સરળતાથી સમજી શકાય તે પ્રકારે કરવામાં આવી છે. આપ સરલ પ્લાનને કોઇપણ વીમા કંપની પાસેથી ખરીદો તેના લાભ એકસમાન સુવ્યવસ્થિત રહે છે અને પ્રાથમિક પ્રોડક્ટ એક સરખી જ જળવાઈ રહે છે.

સમજવામાં સરળ

માર્કેટ અસંખ્ય વીમા ઉત્પાદનોથી ઉભરાઈ રહ્યું છે ત્યારે આપની જરૂરિયાત મુજબ યોગ્ય વીમા ઉત્પાદનની પસંદગી કરવી એ એક પ્રક્રિયા બની ગઈ છે. આપે આ માટે થોડી જહેમત ઉઠાવવાની રહે છે, પ્રોડક્ટ અંગે સંશોધન કરવું પડે છે, પૉલિસીના દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચવા પડે છે, તમામ સમાવેશનો અને બાકાતીઓને ધ્યાન પર લેવી પડે છે અને ત્યારબાદ આપનો ટર્મ પ્લાન પસંદ કરવાનો રહે છે. આ એક વિગતવાર પ્રક્રિયા છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ પહેલીવાર કોઈ વીમા ઉત્પાદન ખરીદી રહ્યાં છે અને તેમાં રોકાણ કરવામાં નવા છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સ વીમાની શબ્દજાળથી આપને ભરમાવતા નથી. તેની રચના ખૂબ જ સરળતાથી કરવામાં આવી છે, તે અનેકવિધ વિશેષતાઓ ધરાવે છે અને ‘સરલ’ પ્લાન્સને ઓછામાં ઓછી મદદ અને મૂંઝવણની સાથે સમજી શકાય છે.

પ્રમાણિત લાભ

ભારત બહુપરિમાણીય સમાજનો દેશ છે. વિવિધ આવકજૂથો ધરાવતા લોકોના વ્યાપક વર્ગમાં સમાનતા જાળવવી અને પ્રમાણિત લાભ પૂરાં પાડવા એ કંઈ સરળ કામ નથી. આથી વિશેષ, ઘણાં લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને તેમની પાસે વીમા ઉત્પાદન ખરીદવા માટે જરૂરી આવકનો માન્ય પુરાવો પણ હોતો નથી. આ બાબત ખાસ કરીને સ્વરોજગારી ધરાવતા લોકો અથવા તો અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતાં લોકો, વાર્ષિક રૂ. 3-5 લાખ અથવા તેનાથી ઓછું કમાતા લોકો માટે ખૂબ જ સાચી છે.

સરલ પ્લાન્સ પ્રમાણિત કરેલા લાભ પૂરાં પાડે છે, જે આપની વય, જાતિ, જ્ઞાતિ, શૈક્ષણિક પ્રોફાઇલ કે આવકથી પ્રભાવિત થતાં નથી. પ્રમાણિત કરેલ અને પારદર્શક લાભ વડે મનની શાંતિ મેળવીને એક સૂચિત નિર્ણય લો.

સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવેલા લાભ

વીમા પૉલિસીઓને ખોટી રીતે વેચાતી અટકાવવા માટે સરલ પ્લાન્સમાં સૂચિબદ્ધ કરવામાં આવેલ લાભને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવેલ હોય છે અને તે સમજવામાં સરળ હોય છે. આ પારદર્શકતા સરલ પ્લાન્સની ખૂબ જ પસંદ પડતી વિશેષતા છે, કારણ કે તે અટકળબાજીને ઘટાડી દે છે. આપ ઇન્ડિયાફર્સ્ટ સરલ પ્લાન્સ ખરીદો તે પહેલાં આપને એ વાતની ખાતરી આપવામાં આવે છે કે, આપને તમામ માહિતી તથા સરલ સ્કીમના લાભ અને ફાયદા અંગે પૂરતી સમજણ પૂરી પાડવામાં આવશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સમાં આપને એવી મૂંઝવણ નહીં રહે કે, ‘તેમાં મારા માટે શું છે?’ સરલ પ્લાન્સમાં સૂચિબદ્ધ કરવામાં આવેલ લાભ અને જોગવાઇઓ શરૂઆતથી જ ખૂબ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે.

ઓછામાં ઓછા પ્રતિબંધો

એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા તો પેન્શન એન્યુઇટી પ્રોડક્ટ આપની સમક્ષ એક આવશ્યક નાણાકીય નિર્ણયને રજૂ કરે છે. જોકે, વીમાકંપનીઓ એક ચોક્કસ માપદંડ પણ ધરાવતી હોય છે, જેના આધારે આપની સમક્ષ પૉલિસી રજૂ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ માટે ટર્મ પ્લાનને અંડરરાઇટિંગ કરતાં પહેલાં વીમાકંપની જાતિ, વ્યવસાય, શૈક્ષણિક લાયકાત, રહેઠાણની જગ્યા, આવક વગેરે જેવા પરિબળો ધ્યાન પર લેતી હોય છે. મંજૂરી થયેલી પૉલિસીમાં પણ કેટલાક લોકોને એમ લાગે છે કે, તેમને વીમાકૃત રકમની જે આશા હતી તે તેમને મળી શકી નથી. આ પ્રકારના પ્રારંભિક અવરોધો આપની તરફેણમાં કામ કરતાં નથી.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સ તમામ ભારતીય નાગરિકો માટે છે અને આ માટે તેમના શૈક્ષણિક વર્ગ કે વ્યવસાયને ધ્યાન પર લેવામાં આવતાં નથી. ઓછામાં ઓછા પ્રતિબંધોની સાથે નાણાકીય સુરક્ષા મેળવો.

કર સંબંધિત લાભ

વીમા ઉત્પાદનો ખરીદવાના અનેકવિધ લાભ પૈકીનો એક લાભ એ છે કે, આપ તેને કર સંબંધિત લાભ અને બાકાતીઓ મેળવવા માટે ખરીદી શકો છો. આપ કોઈપણ સરલ પૉલિસી પસંદ કરો આપ સરલ સ્કીમ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર અને પૉલિસીની મુદતના અંતે આપને પ્રાપ્ત થતાં મૃત્યુ/પાકતી મુદતના લાભ પર કર સંબંધિત લાભ મેળવવા માટે હકદાર ગણાઓ છો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સ દેશમાં પ્રવર્તમાન આવરવેરાના કાયદા પર આધાર રાખી કર સંબંધિત લાભ પૂરાં પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સ

વીમા ઉત્પાદનો હંમેશા કાયદાની ભારેભરખમ ભાષા ધરાવતા હોય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં આ શબ્દજાળે વીમા ઉત્પાદનોને સમજવા ખૂબ જ મુશ્કેલ બનાવી દીધાં છે, જેના કારણે મોટાભાગના લોકો પોતે શેના માટે ચૂકવણી કરી રહ્યાં છે, તેના અંગે મૂંઝવણમાં મુકાઈ જતાં હોય છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ આ પ્રકારની શબ્દજાળને સરળ બનાવવામાં અને આપને તમામ સુસંગત માહિતી સરળતાથી સમજી શકાય તેવા ફોર્મેટમાં પૂરી પાડવામાં વિશ્વાસ રાખે છે. IRDAI દ્વારા મંજૂરીપ્રાપ્ત ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સે તેની આ પંરપરા જાળવી રાખી છે - સરલ પ્લાન્સ, સરલ લાભ.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન એ એક સિંગલ પ્રીમિયમ, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પૉલિસી છે. આ સરલ સ્કીમ એન્યુઇટી (વાર્ષિકી)ના બે સરળ વિકલ્પો હેઠળ પ્રમાણિત લાભ પૂરાં પાડે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ પ્યોર ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જેની રચના પરવડે તેવા દરોએ જીવન વીમો અને નાણાકીય સુરક્ષા પૂરાં પાડવા માટે થઈ છે. આ સરલ પૉલિસી આપને 40 વર્ષ સુધી આપના પ્રિયજનોની સલામતીની ખાતરી કરવામાં મદદરૂપ થાય છે.

સરલ પ્લાન્સ માટે કયા પરિબળોને ધ્યાન પર લેવા જોઇએ?


સરલ પ્લાન્સ નિયામક દ્વારા આદેશિત છે અને તે તમામ પૉલિસીધારકોને એકસમાન પ્રમાણિત લાભ પૂરાં પાડે છે. સરલ સ્કીમ સરલ પૉલિસીના ચોક્ક્સ નિયમો અને શરતો ધરાવે છે અને સરલ પ્લાનના પ્રાથમિક લાભ કોઇપણ વીમાકંપનીમાં એકસમાન જ રહે છે. સરલ પ્લાન્સમાં પ્રીમિયમના દરો, પૉલિસી મેળવવાની સુગમતા, વેચાણ પછીની સહાય, વીમાકંપનીની વિશ્વસનીયતા અને ક્લેઇમના સમાધાનના ગુણોત્તર જેવી બાબતો અલગ-અલગ હોય છે. આપ સરલ પ્લાન ખરીદો તે પહેલાં કેટલાક મહત્વના પરિબળો ધ્યાનમાં લેવા જોઇએઃ

આપ જેટલી નાણાકીય સુરક્ષા મેળવવા માંગતા હો તે પસંદ કરો

સૌપ્રથમ તો પોતાને એ પ્રશ્ન પૂછો કે, આપના નાણાકીય લક્ષ્યો શું છે. શું આપ જીવન વીમાકવચનો લાભ મેળવવાની સાથે-સાથે આપના પરિવારજનોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માંગો છો કે પછી નિવૃત્તિના વર્ષો માટે બચત કરવા માંગો છો? શું આપ એમ ઇચ્છો છો કે, આપના અવસાન પછી આપના જીવનસાથીને આવક પ્રાપ્ત થાય? આપના નાણાકીય લક્ષ્યોને સમજો અને આપ જેટલી નાણાકીય સુરક્ષા મેળવવા માંગતા હો તેને પસંદ કરો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સની મદદથી આપ પ્યોર પ્રોટેક્શન ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા વડે આપના જીવનને સુરક્ષિત બનાવવાનું પસંદ કરી શકો છો. આપ જો આપની નિવૃત્તિ બાદ આપની આવકનું સ્થાન લઈ લે તેવું પેન્શન ફંડ ઊભું કરવા માંગતા હો તો, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન આપના માટે સૌથી યોગ્ય છે.

આપના જીવનના તબક્કા પર આધારિત પ્લાન

ઘણીવાર આપનું નાણાકીય લક્ષ્ય આપ જીવનના જે તબક્કામાં હો તેને પ્રતિબિંબિત કરે છે. પરિવારના આવક રળનારા એક જવાબદાર વ્યક્તિ તરીકે આપ એમ વિચારી રાત્રે જાગી જતાં હો કે આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પ્રિયજનોનું શું થશે, તે એક સમજી શકાય તેવી બાબત છે. જો કોઈ આવી સ્થિતિ સર્જાય તો તેમનું નાણાકીય સમસ્યાઓની સામે રક્ષણ કરવું એ આપની જવાબદારી બની જાય છે. એક સરલ સ્કીમ ભવિષ્યમાં આપના પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડી આપની જીવન વીમાકવચની જરૂરિયાતને પૂરી કરે છે.

વય વધવાની સાથે આપ એમ વિચારવા લાગો છો કે, આપની આવક બંધ થયાં પછી આપની કાળજી કોણ લેશે? કોઇપણ વ્યક્તિ તેમના પ્રિયજનો પર ભારણ નાંખવા માંગતા નથી. સરલ સ્કીમ પેન્શન પ્લાનની મદદથી આપ આજથી જ આપની આવતીકાલને સુરક્ષિત બનાવવાનું શરૂ કરી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના સરલ પ્લાન્સમાંથી કોઈ એકને પસંદ કરતાં પહેલાં આપના જીવનના તબક્કાને ધ્યાન પર લો અને આપની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતને પૂરી કરતો હોય તેવો જ પ્લાન પસંદ કરો.

આપના લાભને સમજો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સમાં સરલ સ્કીમ પ્લાન્સ અને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સને પસંદ કરવાથી આપને પ્રાપ્ત થતાં લાભ અને ફાયદાઓને આપના માટે સ્પષ્ટપણે રેખાંકિત કરવામાં આવે છે. સરલ પૉલિસી દ્વારા પૂરાં પાડવામાં આવતાં લાભને સમજો, જેમ કે - પાકતી મુદત/મૃત્યુ સંબંધિત લાભ, પ્રીમિયમની ચૂકવણી કરવાની મુદત, જીવન વીમાકવચની જરૂરિયાતો, કર સંબંધિત લાભ, લૉનની સુવિધા વગેરે. એકવાર આપ જાણી લો કે આપને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સમાંથી શું પ્રાપ્ત થવાનું છે, તે પછી આપ મનની સંપૂર્ણ શાંતિની સાથે સૂચિત નિર્ણય લઈ શકો છો.

પ્લાનની વિવિધ વિશેષતાઓના વિકલ્પોમાંથી પસંદગી કરો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પ્લાન્સ સમજવામાં અને ઉપયોગમાં લેવામાં સરળ હોય તેવા લાભ અને વિશેષતાઓ પૂરાં પાડે છે. ઉદાહરણ તરીકે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ જીવન બીમા પ્લાન પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરનારાઓ માટે, મર્યાદિત પ્રીમિયમના સરલ પ્લાન્સ અને પ્રીમિયમની એક જ વારમાં ચૂકવણી કરનારાઓ માટે પ્રીમિયમની ચૂકવણીની બહુવિધ મુદત (PPT)ના વિકલ્પની વિશેષતા ધરાવે છે. પ્લાનની આવી વિશેષતાઓને પસંદ કરો, જેમ કે, PPT, પૉલિસીની મુદત, પ્રીમિયમની ચૂકવણીનું આવર્તન, વીમાકૃત રકમ, એન્યુઇટી (વાર્ષિકી)ના વિકલ્પો (સરલ પેન્શન પ્લાન્સ માટે) અને બીજી ઘણી. આપની સરલ પૉલિસી આપને પ્રમાણિત લાભ પૂરાં પાડે છે તે બાબતે આપ નિશ્ચિંત રહો, જોકે, સરલ પ્લાન આપની જરૂરિયાતને સંપૂર્ણપણે અનુકૂળ હોય તેની ખાતરી કરવા માટે આપ પ્લાનની વિશેષતાઓ અને વિકલ્પોને પસંદ કરી શકો છો.