ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાનમાં પ્રીમિયમની ચૂકવણી એક જ વારમાં કરવાની હોય છે, તે એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત ઇમિજિયેટ એન્યુઇટી પૉલિસી છે. પસંદ કરવામાં આવ્યાં મુજબ, માસિક / ત્રિમાસિક / અર્ધ-વાર્ષિક / વાર્ષિક ધોરણે નિયમિત આવક મેળવવા માટે આ પ્લાનમાં આપને બે વિકલ્પ પૂરાં પાડવામાં આવે છે. આ પૉલિસીની રચના આપના નિવૃત્તિના વર્ષોની નાણાકીય સુખાકારીની ખાતરી કરવા માટે થઈ છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન ખરીદવાના કારણો

  • આજીવન આવક મેળવવાની ખાતરી મેળવો, નિવૃત્ત થયાં પછી પણ

  • આપની જરૂરિયાત મુજબ એન્યુઇટીના બે વિકલ્પમાંથી એકને પસંદ કરો-
    i. લાઇફ એન્યુઇટી પ્લાન 100% ખરીદકિંમત પરત કરે છે
    ii. 100% ખરીદકિંમત પરત કરનાર જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યુઇટી ફૉર લાઇફ

  • કોઈ કમનસીબ ઘટનાના કિસ્સામાં આપના પ્રિયજનોનું રક્ષણ કરવાની સાથે-સાથે આજીવન નિયમિત આવક મેળવવા માટે લાઇફ એન્યુઇટી રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઇઝનો વિકલ્પ પસંદ કરો.

  • આપની ગેરહાજરીમાં પણ આપના જીવનસાથીને નિયમિત આવક પૂરી પાડીને ટેકારૂપ થવા માટે જોઇન્ટ લાઇફ એન્યુઇટી રીટર્ન ઑફ પર્ચેઝ પ્રાઇઝનો વિકલ્પ પસંદ કરો.

  • ગંભીર બીમારીઓ સામે સુરક્ષા મેળવો! અગાઉથી વ્યાખ્યાયિત થયેલી ગંભીર બીમારીઓનું નિદાન થવાના કિસ્સામાં આપે જો પૉલિસી સરેન્ડર કરાવવી પડે તો ખરીદકિંમતની 95%રકમ મેળવો (પૉલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના પછી જ લાગુ થાય છે)

  • આપની પસંદગી મુજબ આપના નિવૃત્તિના વર્ષો દરમિયાન નિયમિત માસિક / ત્રિમાસિક / અર્ધ-વાર્ષિક / વાર્ષિક આવક મેળવો

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદા મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કર સંબંધિત લાભ મેળવો.

  • ઇન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ પેન્શન પ્લાન એન્યુઈટી દરો માટે અહીં ક્લિકરો

પાત્રતાના માપદંડો કયા છે?

  • આ પૉલિસી માટે અરજી કરવાની લઘુત્તમ વયમર્યાદા 40 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 80 વર્ષ અને 70 વર્ષ (POSP-LI અને CPSC-SPV ચેનલો મારફતે ખરીદવામાં આવેલી પૉલિસીઓ માટે) છે.

  • આ પ્લાનમાં લઘુત્તમ પ્રીમિયમ (ખરીદકિંમત) રૂ. 1,00,000 છે અને મહત્તમ પ્રીમિયમની કોઈ મર્યાદા નથી.

  • એન્યુઇટીની લઘુત્તમ રકમ માસિક રૂ. 1,000, ત્રિમાસિક રૂ. 3000, અર્ધવાર્ષિક રૂ. 6000 અને વાર્ષિક રૂ. 12,000 છે, જેમાં એન્યુઇટીની મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી.

ઉત્પાદન માર્ગદર્શિકા

ઉત્પાદન માર્ગદર્શિકા ડાઉનલોડ કરો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન


આપ નિયમિત આવક રળવાનું શરૂ કરો ત્યારે આપનું પ્રથમ લક્ષ્ય વર્તમાન જરૂરિયાતોને પૂરી કરવાનું હોય છે. આપના દ્વારા કરવામાં આવતી કોઇપણ બચત આગામી કેટલાક વર્ષોના નાણાકીય લક્ષ્યો માટે નિર્ધારિત થયેલી હોય છે. આપની વય વધવાની સાથે નિવૃત્તિની સંભાવના અને વ્યાવસાયિક આવક બંધ થઈ જવાનો ભય આપના દિમાગમાં ઘૂમરાવા લાગે છે. નિવૃત્તિ એ વ્યક્તિના જીવનનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. જો યોગ્ય આયોજન કરવામાં ન આવે તો આપના નિવૃત્તિના વર્ષો સંઘર્ષપૂર્ણ બની જાય છે, કારણ કે, આપની આવક ભલે બંધ થઈ જાય પણ ખર્ચાઓ તો ચાલું જ રહે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન એ એક ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન છે, જેની રચના સીધીસાદી વિશેષતાઓ અને વિપુલ લાભ વડે કરવામાં આવી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન યોજનાની મદદથી આપના ભવિષ્યને નિર્ભીકપણે આલિંગો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન શું છે?


ભારતમાં ઘણી રીટાયરમેન્ટ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ છે, જે વિવિધ વિશેષતાઓ, લાભ, એન્યુઇટી (વાર્ષિકી)ના વિકલ્પો અને સ્થિતિસ્થાપક સુવિધાઓ પૂરી પાડે છે. ઇમિજિયેટ એન્યુઇટી પ્રોડેક્ટ્સની વિપુલતા આપને પસંદગી કરવામાં મૂંઝવણમાં મૂકી શકે છે. નિયમો અને શરતોનો ખડકલો હોવાને કારણે યોગ્ય પેન્શન પ્લાનની પસંદગી કરવી એ એક મૂંઝવી દેનારી પ્રક્રિયા બની જઈ શકે છે.

ભારતમાં વીમાકંપનીઓ દ્વારા પૂરાં પાડવામાં આવતાં વીમા ઉત્પાદનોમાં એકરૂપતા હોય તેની ખાતરી કરવા માટે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI)એ ‘સરલ’ પ્લાન્સ રજૂ કર્યા છે, જે દરેક વ્યક્તિ માટે સીધીસાદી વિશેષતાઓ અને સ્ટાન્ડર્ડ શરતો ધરાવે છે. સરલ જીવન બીમા રજૂ કર્યા બાદ IRDAIએ જીવન વીમાકંપનીઓને 1 એપ્રિલ, 2021થી શરૂ કરી સરલ પેન્શન પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરવા જણાવ્યું છે.

નિયામકીય સત્તા દ્વારા મંજૂર કરવામાં આવેલ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન યોજના એ ઇન્ડિયાફર્સ્ટનો સ્ટાન્ડર્ડ ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન છે. ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાન એ એક સિંગલ પ્રીમિયમ, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન છે. આ સરલ પેન્શન સ્કીમ એન્યુઇટી (વાર્ષિકી)ના બે અલગ-અલગ વિકલ્પ પૂરાં પાડે છે. આપના દ્વારા પસંદ કરવામાં આવેલ વિકલ્પ આપ સરલ પેન્શન યોજના હેઠળ કેવા પ્રકારની નિયમિત આવક પ્રાપ્ત કરશો તે નક્કી કરશે. એક હોલ લાઇફ પ્રોડક્ટ હોવાથી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરી પાડવામાં આવતી સરલ પેન્શન યોજના પૉલિસીધારકને આજીવન આવક પૂરી પાડવાની ખાતરી આપે છે. આ ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાનમાં પસંદ કરવામાં આવેલ એન્યુઇટી પર આધાર રાખી આપના જીવનસાથીને તેઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એન્યુઇટીની ચૂકવણી પણ પ્રાપ્ત થઈ શકે છે.

ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાન એ આજીવન માટે બાંયધરીપૂર્વકની નિયમિત આવક મેળવવાનો આપનો માર્ગ છે. ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન યોજનાની મદદથી આપની બીજી ઇનિંગ્સ માટે શ્રેષ્ઠ શરૂઆતનું આયોજન કરો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાનની મુખ્ય વિશેષતાઓ કઈ છે?


‘સરલ’ પ્લાન્સનો ઉદ્દેશ્ય પોતાનો વીમો ઉતારવાની અને આપના નિવૃત્તિનું આયોજન કરવાની પ્રક્રિયાને સરળ અને સીધીસાદી બનાવવાનો છે.

તો ચાલો, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન સાથે સંકળાયેલા નિશ્ચિત શબ્દોને સરળતાથી સમજીએઃ

નોન-લિંક્ડ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન યોજના એ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલ નથી અને આથી જ તેને નોન-લિંક્ડ સરલ પેન્શન પ્લાન કહેવામાં આવે છે. આ સરલ પેન્શન યોજના એ માર્કેટ સાથે જોડાયેલ નહીં હોવાથી તે માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારને આધિન નથી, જે પહેલીવાર રોકાણ કરનારી વ્યક્તિ કે જોખમ નહીં લેવા માંગતા રોકાણકાર માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

નોન-પાર્ટિસિપેટિંગ

એક નોન-પાર્ટિસિપેટિંગ પ્લાન નફા વગરના પ્લાન તરીકે પણ ઓળખાય છે. પાર્ટિસિપેટિંગ પ્લાનમાં જો વીમાકંપની કોઈ વધારાનું બોનસ જાહેર કરે તો તે પણ પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન યોજના જેવા નોન-પાર્ટિસિપેટિંગ પ્લાન આપને બાંયધરીપૂર્વકના લાભ આપે છે, જેના અંગે આપને પ્લાનની શરૂઆત વખતે જ જણાવી દેવામાં આવે છે.

ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન

‘એન્યુઇટી’ (વાર્ષિકી) શબ્દનો અર્થ દર વર્ષે કોઇપણ વ્યક્તિને ચૂકવવામાં આવતાં નાણાંની એક નિશ્ચિત રકમ એવો થાય છે. વાત જ્યારે વીમા ઉત્પાદનોની થતી હોય ત્યારે બે પ્રકારના એન્યુઇટી પ્લાન હોય છે - ડીફર્ડ અને ઇમિજિયેટ. ડીફર્ડ એન્યુઇટી પ્લાનમાં આપે પ્રીમિયમની ચૂકવણી પૉલિસીની મુદત દરમિયાન કરવાની રહે છે, જેથી કરીને આપને આપે પસંદ કરેલ સમયથી એન્યુઇટીની વાર્ષિક ચૂકવણી પ્રાપ્ત થવા લાગે. તેનો અર્થ એ થયો કે, આપ એન્યુઇટીની ચૂકવણીઓને પાછલી તારીખે મેળવવા માટે સ્થગિત કરી શકો છો.

તો બીજી તરફ, ઇમિજિયેટ એન્યુઇટી પ્લાનમાં પૉલિસીધારકે પ્રીમિયમની ચૂકવણી પૉલિસીની શરૂઆત વખતે એક જ વાર કરવાની રહે છે અને આપની એન્યુઇટીની ચૂકવણી તરત મળવાની શરૂ થઈ જાય છે. ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાન એ એક ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાન છે, જેમાં આપે એકસામટી રકમમાં પ્રીમિયમ કે ખરીદકિંમત ચૂકવવાની રહે છે અને ત્યારબાદ આપને એન્યુઇટીની ચૂકવણી તરત મળવા લાગે છે.

હોલ લાઇફ સરલ પેન્શન પ્લાન

મોટાભાગના વીમા પ્લાન પૉલિસીની નિશ્ચિત મુદત ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે, એક પ્યોર પ્રોટેક્શન ટર્મ પ્લાન નિશ્ચિત વર્ષો માટે સંરક્ષણ પૂરું પાડશે (ખાસ કરીને 40 વર્ષ સુધી). ધારો કે આપ પૉલિસીની મુદત દરમિયાન જીવિત રહો છો તો, આ ટર્મ પ્લાન આપને જીવિત રહેવા સંબંધિત કોઈ લાભની ચૂકવણી કરશે નહીં અને પૉલિસીની મુદત પૂરી થતાં જ આપનું જીવન વીમાકવચ પૂરું થઈ જશે. હોલ લાઇફ પ્લાનમાં પૉલિસીની મુદત આપ જ્યાં સુધી જીવો ત્યાં સુધી ચાલું રહે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન એ એક હોલ લાઇફ પ્રોડક્ટ છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન યોજનાની વિશેષતાઓ

બાંયધરીપૂર્વકની આવક

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન એ એક હોલ લાઇફ પ્રોડક્ટ હોવાથી આ સરલ પેન્શન યોજના આપને આપના નિવૃત્તિના વર્ષો પછી પણ આજીવન આવક પૂરી પાડવાની બાંયધરી આપે છે.

એન્યુઇટી (વાર્ષિકી)ના વિકલ્પો

ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાન હેઠળ આપ આપની અનુકૂળતા મુજબ એન્યુઇટી (વાર્ષિકી)ના બે વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો - 100% ખરીદકિંમત પરત મળવાની સાથે આજીવન એન્યુઇટી તથા 100% ખરીદકિંમત પરત મળવાની સાથે આજીવન માટે જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યુઇટી.

  • 100% ખરીદકિંમત પરત મળવાની સાથે આજીવન એન્યુઇટી એ એવા લોકો માટે એક ઉત્તમ સરલ પેન્શન સ્કીમ એન્યુઇટીનો વિકલ્પ છે, જેઓ પૉલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં પોતાના પ્રિયજનોના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે-સાથે આજીવન નિયમિત આવક મેળવવા માંગે છે.
  • 100% ખરીદકિંમત પરત મળવાની સાથે આજીવન માટે જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યુઇટી એ સરલ પેન્શન યોજનાનો એક વિકલ્પ છે, જે આપની ગેરહાજરીમાં આપના જીવનસાથીને તેઓ જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી નિયમિત આવક પૂરી પાડવાનું ચાલું રાખે છે.

ક્રિટિકલ ઇલનેસ સરલ પેન્શન પૉલિસી સરેન્ડર

ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાનમાં રહેલી આ વિશેષતાની મદદથી આપ સરલ પેન્શન પ્લાનને સરેન્ડર કરાવી શકો છો અને આપ જો ગંભીર બીમારીનું નિદાન થવા પર તેને સરેન્ડર કરો છો, તો આપને ખરીદકિંમતની 95% રકમ પ્રાપ્ત થાય છે. આ વિશેષતા પૉલિસી શરૂ થયાંની તારીખથી છ મહિના પછી જ લાગુ થાય છે.

એન્યુઇટીની સ્થિતિસ્થાપક ચૂકવણી

આ ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી પ્લાનને શરૂ કરવા માટે આપ એક જ વારમાં પ્રીમિયમની ચૂકવણી કરી દો તે પછી, આપની એન્યુઇટીની ચૂકવણી તાત્કાલિક અસરથી શરૂ થઈ જાય છે. આપની પાસે એન્યુઇટીનું આવર્તન પસંદ કરવાની સ્થિતિસ્થાપકતા રહેલી છે. આપ આપની પસંદગી મુજબ નિવૃત્તિના સમયગાળા દરમિયાન માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક ધોરણે નિયમિત આવક મેળવી શકો છો.

કર સંબંધિત લાભ

દેશમાં પ્રવર્તમાન કર સંબંધિત કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરવામાં આવેલા લાભ પર કર સંબંધિત લાભ ઉપલબ્ધ થઈ શકે છે.

 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન માટે પાત્રતાના માપદંડો કયા છે?


  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન યોજનામાં પ્રવેશતી વખતે લઘુત્તમ વયમર્યાદા 40 વર્ષની છે.
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન માટે અરજી કરવા માટે મહત્તમ વયમર્યાદા 80 વર્ષ છે અને POSP-LI તથા CPSC-SPV માધ્યમો મારફતે મેળવવામાં આવેલ પૉલિસીઓ માટે 70 વર્ષ છે.
  • આ પ્લાનમાં પ્રીમિયમની લઘુત્તમ રકમ અથવા તો એક જ વારમાં ચૂકવવાની ખરીદકિંમત રૂ. 1,00,000 છે, જ્યારે પ્રીમિયમની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી.
  • એન્યુઇટીની લઘુત્તમ રકમ માસિક રૂ. 1,000, ત્રિમાસિક રૂ. 3,000, અર્ધ-વાર્ષિક રૂ. 6,000 અને વાર્ષિક રૂ. 12,000 છે, જેમાં એન્યુઇટીની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાનની મેળવવાની જરૂરિયાત શું છે?


જીવનની યાત્રામાં જો કોઈ નિશ્ચિત બાબત હોય તો અનિશ્ચિતતા છે, જેની સામે આપણે આજીવન ઝઝૂમતા રહેવાનું છે. આપના તમામ સંસાધનો જ્યારે આજની જરૂરિયાતોને પૂરી કરવા માટે લાગેલા હોય ત્યારે દૂરના ભવિષ્ય અંગે વિચારવું અને આયોજન કરવું સરળ નથી. આપે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન ખરીદવો જોઇએ, તેના માટેના ઘણાં કારણો છેઃ

નિવૃત્તિનું આયોજન

લાંબા સમય સુધી પદ્ધતિસર અને શિસ્તબદ્ધ રીતે નાણાંની બચત કરવી એ શ્રેષ્ઠ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, મોટાભાગના લોકો તેમના જીવનમાં વહેલીતકે નિવૃત્તિનું આયોજન કરવાને પ્રાથમિકતા આપતા નથી. આપ જો વહેલીતકે આયોજન કરી શક્યાં ન હો તો પણ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાનની મદદથી આપ કોઇપણ સમયે અને આપની પાસે જેટલી પણ રકમ હોય તેની સાથે શરૂઆત કરી શકો છો

શરૂઆતમાં એક જ વારમાં એકસામટી રકમનું પ્રીમિયમ ચૂકવીને આપ આજીવન બાંયધરીપૂર્વકની આવક મેળવી શકો છો. જે લોકોને નિવૃત્તિ બાદ કોઈ પેન્શન મળવાનું નથી, તેઓ સરલ પેન્શન પ્લાનની મદદથી તેમના નિવૃત્તિના દિવસો માટે તેમની પોતાની આવકનો પ્રવાહ બનાવી શકે છે.

સલામત અને ઓછું જોખમ

માર્કેટ સાથે સંકળાયેલા ઉત્પાદનોમાં રોકાણ કરવાથી ઊંચું વળતર રળવાની તક પ્રાપ્ત થાય છે. જોકે, માર્કેટ સાથે સંકળાયેલા સાધનોમાં જોખમ પણ ઊંચું હોય છે, કારણ કે, માર્કેટમાં મંદી આવતાં આપનું રોકાણ પણ પ્રભાવિત થવાની શક્યતા હંમેશા રહેલી હોય છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાન એ એક સલામત અને ઓછું જોખમ ધરાવતી પ્રોડેક્ટ છે, જેઓ જોખમ લેવા માંગતા નથી, તેમના માટે તે પર્ફેક્ટ છે. એક સરળ અને સીધોસાદો પ્લાન હોવાથી આ સરલ પેન્શન યોજનાની મદદથી આપ જોખમથી મુક્ત માહોલમાં આપના નાણાંની બચત કરી શકો છો તેમજ તેમાંથી એન્યુઇટીની ચૂકવણીઓ પણ મેળવી શકો છો.

પૈસા વસૂલ પ્લાન

વાત જ્યારે મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવાની હોય ત્યારે જટિલ ઉકેલોની સરખામણીએ સૌથી સરળ વિકલ્પો વધુ સારી રીતે પ્રાથમિક હેતુને પાર પાડતા હોય છે. ઇન્ડિયાફર્સ્ટ ઇન્ડિવિડ્યૂઅલ ઇમિજિયેટ એન્યુઇટી સરલ પેન્શન સ્કીમ એ આ જ પ્રકારનો એક સરળ પેન્શન પ્લાનનો વિકલ્પ છે. આપ એન્યુઇટીના બે મૂળભૂત વિકલ્પોમાંથી એકની પસંદગી કરી શકો છો અને તે મૂળભૂત બાબતોને સારી રીતે આવરી લે છે.

જ્યારે પણ જરૂર પડે ત્યારે સરેન્ડર કરાવો

મોટાભાગની પૉલિસીઓ ચોક્કસ વર્ષો માટે લૉક ઇન થયેલી હોય છે અથવા તો તેને વહેલી સરેન્ડર કરાવવા પર આપે આપની બચતની નોંધપાત્ર રકમ ગુમાવી દેવી પડે છે. ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન યોજના હેઠળ પૉલિસીધારક પૉલિસી શરૂ થયાંના છ મહિના પછી કોઈ ગંભીર બીમારીનું નિદાન થવા પર કોઇપણ સમયે પોતાની પૉલિસીને સરેન્ડર કરી શકે છે.

ધારો કે, પૉલિસીધારક, તેમના જીવનસાથી કે તેમના સંતાનને પૉલિસીના દસ્તાવેજમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારીનું નિદાન થાય તો, પૉલિસી સરેન્ડર કરાવીને ખરીદકિંમતની 95% રકમ મેળવી શકાય છે.ધારો કે, પૉલિસીધારક, તેમના જીવનસાથી કે તેમના સંતાનને પૉલિસીના દસ્તાવેજમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારીનું નિદાન થાય તો, પૉલિસી સરેન્ડર કરાવીને ખરીદકિંમતની 95% રકમ મેળવી શકાય છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સરલ પેન્શન પ્લાનના લાભ કયા છે?


ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાન એ ખૂબ જ સરળ અને મૂલ્યવાન છે. લોકોની ચોક્કસ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે સરલ પેન્શન યોજનાને ખૂબ વધારે પડતી વિશેષતાઓ વગર સીધીસાદી રાખવામાં આવે છે. ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી વિશેષતાઓને કારણે તે કોઇપણ વ્યક્તિ માટે યોગ્ય છે.

જીવિત રહેવા સંબંધિત લાભ અને એન્યુઇટીના વિકલ્પો

ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાનમાં આપ આપની જરૂરિયાત મુજબ એન્યુઇટીના બે વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો. તેનો એન્યુઇટીનો દર યોગ્ય છે અને બેમાંથી કોઇપણ વિકલ્પ માટે આ પ્લાન ખરીદતી વખતે તે આજીવન આટલો જ રહેવાની બાંયધરી આપવામાં આવે છે.

100% ખરીદકિંમત પરત મળવાની (ROP) સાથે આજીવન એન્યુઇટી

એન્યુઇટી મેળવનારી વ્યક્તિ દ્વારા એન્યુઇટીની ચૂકવણીનું આવર્તન પસંદ કરવામાં આવ્યાં મુજબ, પૉલિસી શરૂ થયાં પછી તરત જ એન્યુઇટી મેળવનારી વ્યક્તિને આજીવન માટે એન્યુઇટી એરીયર્સમાં ચૂકવવાપાત્ર થઈ જશે. એન્યુઇટી મેળવનારી વ્યક્તિનું અવસાન થઈ જવાના કિસ્સામાં એન્યુઇટીની ચૂકવણીઓ બંધ થઈ જશે અને એન્યુઇટી મેળવનારી વ્યક્તિના નોમીનીને 100% ખરીદકિંમત ચૂકવવાપાત્ર થઈ જશે. મૃત્યુ સંબંધિત લાભ ચૂકવાઈ જતાં ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાન સમાપ્ત થઈ જશે.

છેલ્લે જીવિત વ્યક્તિનું મૃત્યુ થવા પર 100% ખરીદકિંમત પરત મળવાની (ROP) સાથે આજીવન માટે જોઇન્ટ લાઇફ સર્વાઇવર એન્યુઇટી

એન્યુઇટી મેળવનારી વ્યક્તિ દ્વારા એન્યુઇટીની ચૂકવણીનું આવર્તન પસંદ કરવામાં આવ્યાં મુજબ, પૉલિસી શરૂ થયાં પછી તરત જ એન્યુઇટી મેળવનારી વ્યક્તિને આજીવન માટે એન્યુઇટી એરીયર્સમાં ચૂકવવાપાત્ર થઈ જશે. એન્યુઇટી મેળવનારી કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થવા પર એન્યુઇટી મેળવનારી અન્ય વ્યક્તિ માટે એન્યુઇટીની ચૂકવણી ચાલું રહે છે અને એન્યુઇટી મેળવનારી છેલ્લે જીવિત વ્યક્તિને આજીવન માટે એરીયર્સમાં તે ચૂકવવાપાત્ર થઈ જશે. એન્યુઇટી મેળવનારી છેલ્લી જીવિત વ્યક્તિનું મૃત્યુ થવા પર એન્યુઇટીની ચૂકવણીઓ બંધ થઈ જશે અને એન્યુઇટી મેળવનારી વ્યક્તિના નોમીનીને 100% ખરીદકિંમત ચૂકવવાપાત્ર થઈ જશે. મૃત્યુ સંબંધિત લાભ ચૂકવી દેવા પર ઇન્ડિયાફર્સ્ટ સરલ પેન્શન પ્લાન સમાપ્ત થઈ જશે.

મૃત્યુ સંબંધિત લાભ

એન્યુઇટીના બંને વિકલ્પમાં એન્યુઇટી મેળવનારી વ્યક્તિનું મૃત્યુ થઈ જવા પર મૃત્યુ સંબંધિત લાભ ચૂકવવાપાત્ર થઈ જાય છે. ROP સરલ પેન્શન પ્લાનની સાથે આજીવન એન્યુઇટી હેઠળ એન્યુઇટીની ચૂકવણી બંધ થઈ જાય છે, 100% ROP ચૂકવવાપાત્ર થઈ જાય છે અને મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણી થઈ જવા પર પૉલિસી બંધ થઈ જાય છે.

જોકે, જોઇન્ટ લાઇફના વિકલ્પમાં એન્યુઇટી મેળવનારી એક વ્યક્તિનું મૃત્યુ થવા પર એન્યુઇટી મેળવનારી અન્ય વ્યક્તિને એન્યુઇટીની ચૂકવણી ચાલું થઈ જાય છે. એન્યુઇટી મેળવનારી છેલ્લી જીવિત વ્યક્તિનું પણ મૃત્યુ થઈ જવા પર એન્યુઇટીની ચૂકવણી બંધ થઈ જશે, 100% ROP ચૂકવવાપાત્ર થઈ જાય છે અને મૃત્યુ સંબંધિત લાભની ચૂકવણી થઈ જવા પર પૉલિસી બંધ થઈ જાય છે

લૉનની સુવિધા

પૉલિસી શરૂ થયાંનાં છ મહિના બાદ આપ કોઇપણ સમયે લૉન મેળવી શકો છો. જોઇન્ટ લાઇફ એન્યુઇટીના વિકલ્પ હેઠળ એન્યુઇટી મેળવનારી ગૌણ વ્યક્તિ એન્યુઇટી મેળવનારી પ્રાથમિક વ્યક્તિના મૃત્યુ પછી જ લૉન માટે અરજી કરી શકે છે.

કર સંબંધિત લાભ

આવકવેરાના પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત થવા યોગ્ય લાભ પર કર સંબંધિત લાભ ઉપલબ્ધ થઈ શકે છે. જોકે, તે સરકારના કર સંબંધિત કાયદાઓ મુજબ, સમયાંતરે બદલાવાને આધિન છે.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

Want more details on how this product may help you

LET OUR FINANCIAL PROFESSIONAL CALL YOU BACK

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK