ઇએમઆઈ કેલક્યુલેટર

|
0
|
25L
|
50L
|
75L
|
100L
|
125L
|
150L
|
175L
|
200L
Yr Mo
5 Yrs 30 Yrs
%
|
5
|
25

   

19,968


   

2,792,223


   

2,000,000


   

4,792,223

આપના લૉનના ભારણને ઘટાડવા માટે હમણાં જ રોકાણ કરો

ઇએમઆઈ એટલે શું?

ઇએમઆઈ એ ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટનું ટૂંકાક્ષરી છે. ઇએમઆઈ એ નિશ્ચિત માસિક રકમ છે, જેને ઋણકર્તા કોઇપણ પ્રકારની લૉનની ચૂકવણી કરવા માટે બેંકને ચૂકવે છે. આપને ઘણાં કારણોસર લૉનની જરૂર પડી શકે છે. આપ રજાઓ ગાળવા જવાના ખર્ચાઓ કે ઇમર્જન્સીના ખર્ચાઓને પહોંચી વળવા પર્સનલ લૉન માટે, વ્હિલનો નવો સેટ ખરીદવા કાર લૉન માટે અથવા ઘર ખરીદવા લાંબાગાળાની લૉન માટે અરજી કરી શકો છો.
આપની જરૂરિયાત પર આધાર રાખીને આપ લૉન મેળવી શકો છો અને ઇએમઆઈ મારફતે આ રકમની પરત ચૂકવણી પણ કરી શકો છો. ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ્સ એ ધીરાણકર્તાને મુદ્દલ અને વ્યાજની પરત ચૂકવણી કરવાનો એક પદ્ધતિસરનો અને સાતત્યપૂર્ણ માર્ગ છે.

ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

ભારતમાં માસિક ઇએમઆઈ કેલક્યુલેટરમાં આપે લૉનની રકમ, લૉનની મુદત અને લૉન પરનો પસંદગીનો વ્યાજદર જેવી પ્રાથમિક વિગતો દાખલ કરવાની રહે છે. લૉન ઇએમઆઈ કેલક્યુલેટર આ વિગતોનો અને ઇએમઆઈ કેલક્યુલેશન ફોર્મ્યૂલાનો ઉપયોગ કરી ચૂકવવાપાત્ર કુલ વ્યાજને ગણતરીમાં લઈને આપે ચૂકવવાના રહેતા ઇએમઆઈની નિશ્ચિત રકમ આપે છે. તમામ પ્રકારની લૉન માટે ઇએમઆઈના ગણતરીનો ફોર્મ્યૂલા એકસમાન જ રહેતો હોવાથી આપે અલગ-અલગ પ્રકારના ઇએમઆઈ કેલક્યુલેટરોની જરૂર પડતી નથી. આપને હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરની જરૂર હોય કે પછી પર્સનલ લૉન કેલક્યુલેટર કે કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટરની જરૂર હોય, ભારતમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફનું ફ્રી મન્થલી ઇએમઆઈ કેલક્યુલેયર આપને તમામ ગણતરીઓ કરી આપશે.

ઇએમઆઈ કેલક્યુલેટરનું મહત્વ શું છે?

લૉન ઇએમઆઈ કેલક્યુલેટર એ આપ લૉન લો તે પહેલાં આપને સાચી વિગતો અને આંકડાં મેળવી આપવાનો એક સરળ રસ્તો છે.

તે આપને ઝડપી પરિણામો આપે છે

થોડી જ ક્ષણોમાં આપને ઇએમઆઈની રકમ, લૉન પર ચૂકવવાપાત્ર વ્યાજની કુલ રકમ તેમજ લૉનના અંતે આપના દ્વારા ચૂકવવાપાત્ર થતી કુલ રકમ (મુદ્દલની રકમ + વ્યાજ) અંગે જાણકારી મળી જશે.

ઇએમઆઈ પરવડે તેવા છે કે નહીં તે નક્કી કરવામાં આપને મદદરૂપ થાય છે

ઉપયોગમાં ખૂબ જ સરળ ઇએમઆઈ ઇન્ટરેસ્ટ કેલક્યુલેટરની મદદથી ઇએમઆઈ કેવી રીતે બદલાય છે, તે જોવા માટે તમે લૉનની મુદત અથવા તો આપની મુદ્દલની ઇચ્છિત રકમને બદલી શકો છો. ઇએમઆઈ એમાઉન્ટ કેલક્યુલેટર ઇએમઆઈ ફોર્મ્યુલા પર આધાર રાખી આપને કેટલી લૉન પરવડે તેવી છે, તેની જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે.

તે આપને લૉન મેળવવામાં અને નાણાકીય આયોજન કરવામાં મદદરૂપ થાય છે

ઇએમઆઈ ઇન્ટરેસ્ટ કેલક્યુલેટર એ એક ઇન્ટેલિજેન્ટ ટૂલ છે, જેનો ઉપયોગ આપ જ્યારે લૉન મેળવી રહ્યાં હો ત્યારે કરવાનો હોય છે. આપના ઇએમઆઈમાં કેટલો ફરક પડે છે, તે જોવા માટે આપ વ્યાજદર બદલી શકતાં હોવાથી આપ આપને સૌથી અનુકૂળ વિકલ્પ શોધવા એકથી વધુ બેંકોની લૉનની કિંમતોની સરખામણી કરી શકો છો. આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ હૉમ લૉન કેલક્યુલેટર તરીકે, પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર તરીકે કે પછી કાર લૉન કેલક્યુલેટર તરીકે કરતાં હો, ઇએમઆઈની ગણતરી કરવાનો ફોર્મ્યૂલા તો સરખો જ રહેવાનો છે, જે એ બાબતની ખાતરી કરે છે કે, આપને દર વખતે સચોટ આંકડાં પ્રાપ્ત થાય.

તેના કારણે ઇએમઆઈની ગણતરીના ફોર્મ્યૂલાને મેન્યૂઅલ રીતે કરવાની જરૂર રહેતી નથી

આપ લૉનની મુદતના પ્રારંભિક વર્ષો દરમિયાન વધુ વ્યાજ અને ઓછી મુદ્દલની ચૂકવણી કરો તેની ખાતરી કરવા માટે ઇએમઆઈની ગણતરી કરવાના ફોર્મ્યૂલાને ઘડી કાઢવામાં આવ્યો છે. આપ ઇએમઆઈ અને લૉનની પરત ચૂકવણી કરવાનું શરૂ કરો તેની સાથે જ આ સંતુલન ધીમે-ધીમે પલટાઈ જાય છે, જેથી કરીને ઇએમઆઈનો વધુ નોંધપાત્ર હિસ્સો મુદ્દલની ચૂકવણી કરવા તરફ વાળી શકાય.

ઇએમઆઈ કેલક્યુલેટરની મદદથી તમારે આ કોઇપણ બાબતને મેન્યૂઅલ રીતે કરવાની જરૂર રહેતી નથી - આપે ફક્ત આપને જોઇતી બાબત મેળવવા માટે ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાનું રહે છે. ઇએમઆઈ એમાઉન્ટ કેલક્યુલેટર અને ઇએમઆઈની ગણતરી કરવાનો ફોર્મ્યૂલા આપનું કામ કરી આપશે.

ઇએમઆઈ કેલક્યુલેટરો કેવી રીતે કામ કરે છે?

ઇએમઆઈ કેલક્યુલેટરો એ ટૂલ્સ છે, જે ઇએમઆઈની ગણતરી કરવાના ઇનબિલ્ટ ફોર્મ્યૂલા પર કામ કરે છે. આ ઇએમઆઈ ફોર્મ્યૂલા છેઃ

ઇએમઆઈ = P X R X (1 + R)N/((1 + R)N - 1)

  • જેમાં,
  • P = લૉનની રકમ છે
  • R = વ્યાજદર છે
  • N = લૉનની મુદત મહિનાઓમાં છે

આપે ફક્ત ભારતમાં ઇએમઆઈ કેલક્યુલેટરમાં આ તમામ સરળ વિગતો દાખલ કરવાની રહે છે અને ઇએમઆઈની ગણતરી કરવાનો ફોર્મ્યૂલા આપનું કામ કરી આપશે. ઓનલાઇન ઇએમઆઈ એમાઉન્ટ કેલક્યુલેટર આપને ધીરાણકર્તા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ વ્યાજદરે નિશ્ચિત વર્ષો માટે લૉનની ચોક્કસ રકમનું ઋણ લેવા આપ જેની ચૂકવણી કરશો તે ઇએમઆઈની રકમને નિર્ધારિત કરવામાં મદદરૂપ થાય છે.

ઇએમઆઈ કેલક્યુલેટરોના પ્રકારો કયા છે?

આપને ચોક્કસ વિગતો આપવા માટે વિવિધ પ્રકારના ઇએમઆઈ કેલક્યુલેટરોને કસ્ટમાઇઝ કરવામાં આવ્યાં છે. ઇએમઆઈની ગણતરી કરવાનો એકંદર ફોર્મ્યૂલા કે ઇએમઆઈનો ફોર્મ્યૂલા એકસમાન જ રહેતો હોવા છતાં વિવિધ પ્રકારના ઇએમઆઈ કેલક્યુલેટરો લૉનની રકમની ટોચમર્યાદા અલગ-અલગ રીતે નિર્ધારિત કરી શકે છે.

  1. હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરઃ હૉમ લૉન કેલક્યુલેટરની મદદથી તમે તમારી હૉમ લૉનના ઇએમઆઈને નક્કી કરવા માટે આ ઇએમઆઈના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો.

  2. પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરઃ પર્સનલ લૉન એ જામીનગીરીથી મુક્ત લૉન હોય છે. આપને એ ચોક્કસપણે જાણ હોવી જોઇએ કે તમે પોતાને કેવી નાણાકીય સ્થિતિમાં મૂકી રહ્યાં છો. એક પર્સનલ લૉન કેલક્યુલેટર આપને એક સૂચિત નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે.

  3. કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટરઃ વાહન એ મોટાભાગના લોકો માટે આવશ્યક બાબત છે. એક કાર લૉન કેલક્યુલેટર આપને વાહન કુલ કેટલા રૂપિયામાં પડશે (મુદ્દલ અને વ્યાજ) તે જાણવામાં મદદરૂપ થાય છે.

  4. ફ્લોટિંગ અને ફ્લેટ ઇએમઆઈ વ્યાજદરનું કેલક્યુલેટરઃ આપે પસંદ કરેલ લૉન પર આધાર રાખી આપે કાં તો ફ્લોટિંગ વ્યાજદર કે ફિક્સ વ્યાજદર ચૂકવવાનો રહે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ઇએમઆઈ ઇન્ટરેસ્ટ રેટ કેલક્યુલેટરની મદદથી વ્યાજદરમાં ફેરફાર થવા પર તમારે વાસ્તવમાં કેટલી ચૂકવણી કરવાની બાકી રહે છે, તેના અંગે તમે સુમાહિતગાર રહો છો.

વારંવાર પૂછતાં પ્રશ્નો

1) કારના ઇએમઆઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

કાર લૉન એ જામીનગીરી ધરાવતી લૉન છે, જેને આપ વાહન ખરીદવા માટે નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી લઈ શકો છો. કાર લૉનની ઇએમઆઈની ગણતરીનો ફોર્મ્યૂલા વિવિધ પ્રકારના ઇએમઆઈની ગણતરી કરવામાં ઉપયોગમાં લેવાતા ફોર્મ્યૂલાને સમાન જ છે. ઇએમઆઈ = [P x r (1+r) n] / [(1+r) n-1], જેમાં P = મુદ્દલ/લૉનની રકમ, r = વ્યાજદર અને n = લૉનની મુદત મહિનાઓમાં છે. ઇએમઆઈનો ફોર્મ્યૂલા લાગુ કરવા અને આપે દર મહિને ધીરાણકર્તાને કેટલી રકમ ચૂકવવી પડશે તે નિર્ધારિત કરવા માટે કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરો.

2) આપના ઇએમઆઈ પર આંશિક ચૂકવણીનો શું પ્રભાવ પડે છે?

લૉન એ હાથવગું નાણાકીય સાધન હોવા છતાં મોટાભાગના લોકો વહેલીતકે ઋણમુક્ત થઈ જવા માંગતા હોય છે. જો ઋણમુક્ત થઈ જવું એ આપનું પ્રાથમિક લક્ષ્ય હોય તો, આપની પાસે લૉન પર આંશિક ચૂકવણી કરવાનો વિકલ્પ રહે છે. આપ આપની લૉનની આંશિક અથવા સંપૂર્ણ પૂર્વચૂકવણી કરી શકો છો. આપની લૉનની આંશિક પૂર્વચૂકવણી કરીને આપ ભવિષ્યમાં ચૂકવવાની થતી ઇએમઆઈના હપ્તાની રકમને ઘટાડી શકો છો. નોંધઃ બેંકો લૉન લીધા બાદ પૂર્વચૂકવણીનો દંડ વસૂલી શકે છે અથવા તો, વર્ષોની સંખ્યા નિશ્ચિત કરી શકે છે, જે દરમિયાન પૂર્વચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ અંગે આપની બેંક સાથે વાત કરો અને આપની લૉનની રકમની આંશિક પૂર્વચૂકવણી કર્યા બાદ આપના ઇએમઆઈમાં કેટલો ફેરફાર થશે તે સમજવા માટે કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરો.

3) આપ જો આપના ઇએમઆઈની ચૂકવણી કરવાનું ચૂકી જાઓ તો શું થશે?

મન્થલી ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે, દર મહિને લૉનની પરત ચૂકવણી કરવા આપને કેટલા નાણાંની જરૂર પડશે તેની જાણ આપને પહેલેથી જ થઈ જાય છે. ઇએમઆઈને ચૂકી જવો કે છોડી દેવો એ આપના નાણાકીય સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેનાથી આપનો ક્રેડિટ સ્કૉર પ્રભાવિત થઈ શકે છે અને આપની બેંક મોડી ચૂકવણી કરવાની નોંધપાત્ર ફી વસૂલી શકે છે. ઇએમઆઈ ન ભરવાથી ભવિષ્યમાં આપે ઇએમઆઈની ભારે રકમ ચૂકવવી પડી શકે છે. ભારતમાં ઇએમઆઈ કેલક્યુલેટરની મદદથી આપના નાણાંનું આયોજન કરો, જેથી કરીને આપ ચૂકવણીઓ કરવાનું ચૂકી જાઓ નહીં.

4) હું ઇએમઆઈ ક્યારે અને કેવી રીતે ચૂકવી શકું?

એકવાર લૉન આપી દેવામાં આવે તે પછી દર મહિનાની એક નિશ્ચિત તારીખે ઇએમઆઈ કે ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ્સ ચૂકવવાના રહે છે. મોટાભાગના કેસમાં ઇએમઆઈ આપના ખાતામાંથી આપમેળે કપાઈને ધીરાણ આપનારના ખાતામાં જમા થઈ જાય છે. ઇએમઆઈની ચૂકવણીઓને કવર કરવા માટે આપે પાછલી તારીખના ઘણાં બધાં ચેક આપવા પડી શકે છે. લૉન લેતાં પહેલાં આ ઇન્સ્ટોલમેન્ટની રકમ આપને પરવડે તેવી હોય તેની ખાતરી કરવા માટે આ મન્થલી ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરો.

5) આપની લૉનની મુદત દરમિયાન વ્યાજદરમાં વધારો કે ઘટાડો થાય તો શું થાય છે?

ફિક્સ-દરની લૉનમાં લૉનની સમગ્ર મુદત દરમિયાન વ્યાજદર ફિક્સ જ રહે છે. ફ્લોટિંગ દરની લૉનમાં લૉનની મુદત દરમિયાન આપનો વ્યાજદર વધ-ઘટ થઈ શકે છે, કારણ કે, તેમાં વ્યાજદર માર્કેટના દરો પર આધારિત હોય છે. મોટાભાગની બેંકો એ ખાતરી કરે છે કે, વ્યાજદરમાં ફેરફાર થવા છતાં આપના દ્વારા ચૂકવવામાં આવનાર ઇએમઆઈ એકસમાન જ જળવાઈ રહે. જ્યારે વ્યાજદરમાં વધારો થાય છે ત્યારે ઇએમઆઈનો ફોર્મ્યૂલા ઇએમઆઈનો વધારે નોંધપાત્ર હિસ્સો વ્યાજની ચૂકવણી માટે ફાળવે છે. જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે મોટી રકમ મુદ્દલની ચૂકવણી માટે ફાળવવામાં આવે છે.

6) હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાના ફાયદા કયા છે?

હૉમ લૉનનું કેલક્યુલેટર આપને લૉનની રકમ, ચૂકવવાનો થતો વ્યાજદર, કુલ ખરીદકિંમત, વ્યાજ અને દર મહિનાની પરત ચૂકવણી કે ઇએમઆઈની રકમને દર્શાવે છે. હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર આપના માટે ઇએમઆઈની ગણતરી કરવાના ફોર્મ્યૂલાને ઉપયોગમાં લેવો સરળ અને ઝડપી બનાવી દે છે. એકવાર આપ ઇએમઆઈની રકમ જાણી લો તે પછી પરત ચૂકવણીને આપના માટે અનુકૂળ બનાવવા આપ મુદતમાં ફેરફાર કરી શકો છો. હૉમ લૉનના કેલક્યુલેટરની મદદથી તમે ઇએમઆઈ ફોર્મ્યૂલાની સચોટ ગણતરી પર ભરોસો મૂકી શકો છો, જે આપના માટે અલગ-અલગ લૉનની સરખામણી કરવાનું અને આપના માટે શ્રેષ્ઠ હોય તેવી લૉનને પસંદ કરવાનું સરળ બનાવી દે છે. આપ જો આપની લૉનની આંશિક ચૂકવણી કરવાનો નિર્ણય લો છો તો, પૂર્વચૂકવણી આપની લૉનને કેવી રીતે પ્રભાવિત કરશે, તે હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર દર્શાવી શકે છે.

7) ઇએમઆઈ મારફતે મુદ્દલ અને ચૂકવવાના બાકી વ્યાજની ચૂકવણી કેવી રીતે કરવામાં આવે છે?

ઇએમઆઈ બે મુખ્ય ઘટક ધરાવે છે - મુદ્દલ અને વ્યાજ. લૉનની મુદત શરૂ થતી વખતે મોટાભાગના ઇએમઆઈને વ્યાજની રકમની ચૂકવણી કરવા તરફ વાળવામાં આવે છે, જ્યારે બાકી ઇએમઆઈનો ઉપયોગ મુદ્દલની રકમની ચૂકવણી કરવા માટે થાય છે. મુદત આગળ વધવાની સાથે આપના વધુને વધુ ઇએમઆઈને મુદ્દલની ચૂકવણી કરવા તરફ વાળવામાં આવે છે, જ્યાં સુધી આપની લૉનની પરત ચૂકવણી પૂરી ન થઈ જાય.

8) આપની હૉમ લૉન માટે થતી ઇએમઆઈની ચૂકવણી કેવી રીતે આપની કર સંબંધિત જવાબદારી ઘટાડી દે છે?

પોતાના ઘરના માલિક બનવું એ જાણે કે સપનું સાકાર થવા જેવું છે. જોકે, તે એક મૂડીગત ખર્ચ છે અને હૉમ લૉન એ આપ ઘર ખરીદી શકો તે માટે લીધેલું ઋણ છે. લોકો ઘર ખરીદી શકે તે માટે ભારત સરકારે ઘરના માલિકોને કરકપાત અને કરમાં છૂટછાટ આપવા માટે કેટલાક રસ્તાઓ વિચાર્યા છે. આપની કર સંબંધિત જવાબદારીઓ ઘટાડવા માટે હૉમ લૉન એ કલમ 80સી હેઠળ કરકપાત માટે પાત્ર ગણાય છે.

1) હૉમ લૉનના ઇએમઆઈના વ્યાજની ચૂકવણીને ભારતના આઇટી એક્ટની કલમ 24 હેઠળ ક્લેઇમ કરી શકાય છે.

2) તમે બાંધકામ પૂર્વેના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવેલ હૉમ લૉનના વ્યાજ પર કરકપાતનો ક્લેઇમ કરી શકો છો.

3) કલમ 80સી હેઠળ આપ મુદ્દલની પરત ચૂકવણી પર રૂ. 1.5 લાખ સુધી કરકપાતનો લાભ મેળવી શકો છો.

4) તમે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન પાછળ થતાં ખર્ચ માટે કલમ 80સીની કરકપાતનો ક્લેઇમ કરી શકો છો.

5) તમે કલમ 80ઈઈ (રૂ. 50,000 સુધી) અને કલમ 80ઈઈએ (રૂ. 1.5 લાખ સુધી) હેઠળ વધારાની કરકપાતનો ક્લેઇમ કરી શકો છો.

6) ઘરના સહ-માલિકો બંને તેમના વ્યક્તિગત આવકવેરા રીટર્નમાં આ કરકપાતનો ક્લેઇમ કરી શકે છે.

9) હૉમ લૉન પર ઇએમઆઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર ફિક્સ્ડ ઇએમઆઈ કેલક્યુલેશન ફોર્મ્યૂલાનો ઉપયોગ કરે છે, જેથી આપે દર મહિને ધીરાણકર્તાને કેટલા રૂપિયાની ચૂકવણી કરવાની રહે છે તે નક્કી થઈ શકે. પરત ચૂકવણીના સમયપત્રકની ગણતરી કરવા માટે હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરમાં મુદ્દલની રકમ કે લૉન તરીકે ઉછીની લીધેલી રકમ, લૉનની મુદત મહિનામાં અને માસિક વ્યાજદર જેવી વિગતો પૂરી પાડવાની રહે છે. હૉમ લૉનના ઇએમઆઈના બાકી નાણાંને નિર્ધારિત કરવા માટે તમે ઇએમઆઈની ગણતરી કરવાના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરી શકો છો. આ ગણતરી મેન્યૂઅલ રીતે કરવાથી ઘણો સમય વેડફાય છે અને તેમાં ભૂલ થવાની પણ શક્યતા રહેલી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફનું લૉન ઇએમઆઈ કેલક્યુલેટર આપને હૉમ લૉનના ઇએમઆઈની આપમેળે ગણતરી કરવાની કુશળતા આપે છે.

10) પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરના ફાયદા કયા છે?

પર્સનલ લૉન એ ભારતની સૌથી પ્રચલિત લૉન પ્રોડક્ટ્સ પૈકીની એક છે, કારણ કે, તે જામીનગીરીથી મુક્ત અને કૉલેટરલથી મુક્ત લૉન છે. પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરવાથી આપને ઘણાં ફાયદા થાય છેઃ

આપ એ વાતની ખાતરી કરી શકો છો કે, આપે ઇએમઆઈની જેટલી રકમ ચૂકવવાની બાંયધરી આપી છે, તેને સરળતાથી ચૂકવી શકો છો.

પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર આપને લૉનની વિવિધ રકમ, મુદત અને વ્યાજદર અજમાવી જોવામાં મદદરૂપ થાય છે, જેથી આ તમામ પરિબળો આપની પર્સનલ લૉનની ચૂકવણીને કેવી રીતે અસર કરે છે, તે આપ જાણી શકો.

થોડી જ ક્ષણોમાં સચોટ પરિણામ આપતાં પર્સનલ લૉન કેલક્યુલેટરની મદદથી ઇએમઆઈની ગણતરી કરી આપના સમય અને શ્રમની બચત કરો.

11) પર્સનલ લૉનના એમોર્ટાઇઝેશન (ઋણમુક્તિ)નું શિડ્યૂલ શું છે?

એમોર્ટાઇઝેશન એ ચૂકવણીનું શિડ્યૂલ પૂરું થાય અને લૉન સંપૂર્ણપણે ચૂકવાઈ જાય ત્યાં સુધી લૉનને નિશ્ચિત ચૂકવણીઓની શ્રૃંખલામાં વિભાજિત કરવાની એક પ્રક્રિયા છે. પર્સનલ લૉનનું એમોર્ટાઇઝેશન શિડ્યૂલ એ એક કોષ્ટક છે, જેમાં દર મહિને કેટલા ઇએમઆઈ ચૂકવવાના રહે છે તથા પ્રત્યેક ઇએમઆઈમાંથી કેટલી રકમ વ્યાજ અને મુદ્દલની પરત ચૂકવણી માટે ફાળવવામાં આવે છે, તેને સૂચિબદ્ધ કરવામાં આવેલ હોય છે. આપ જ્યારે પર્સનલ લૉનના ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરો છો ત્યારે આપને પર્સનલ લૉન એમોર્ટાઇઝેશનનું શિડ્યૂલ પ્રાપ્ત થાય છે, જેમાં સુનિશ્ચિત કરવામાં આવેલી ચૂકવણીઓ, મુદ્દલની પરત ચૂકવણી અને વ્યાજના ખર્ચાઓ સૂચિબદ્ધ કરવામાં આવેલા હોય છે.

12) આપની પર્સનલ લૉનના ઇએમઆઈને કેવી રીતે ઘટાડી શકાય?

તમે ઘણી બધી રીતે આપની પર્સનલ લૉનના ઇએમઆઈને ઘટાડી શકો છો.

તમે લૉનની મુદત વધારી શકો છો. પર્સનલ લૉનની મુદત ઇએમઆઈની રકમ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે, એટલે કે, લાંબી મુદત ઇએમઆઇની ચૂકવણીની રકમને ઘટાડી દે છે, કારણ કે, પરત ચૂકવણીનું શિડ્યૂલ વધારે લાંબા સમયગાળામાં ફેલાઈ જાય છે.

સ્ટેપ-ડાઉન ઇએમઆઈ પેમેન્ટ શિડ્યૂલને પસંદ કરો. આ પ્રકારના શિડ્યૂલમાં આપ પ્રારંભિક સમય દરમિયાન ઇએમઆઈની મોટી રકમ ચૂકવો છો.

તમે તમારા વર્તમાન ધીરાણકર્તા સાથે વાટાઘાટો કરીને અથવા તો આપને નીચો વ્યાજદર આપતા ધીરાણકર્તા પર તબદીલ થઇને આપના પર્સનલ લૉનના ઇએમઆઈ ઘટાડી શકો છો.

13) કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટરના ફાયદા કયા છે?

કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટર એ એક હાથવગું સાધન છે, જેની મદદથી તમે કાર માટે તમારે કુલ કેટલી ચૂકવણી કરવાની રહેશે, કેટલા સમય સુધી ચૂકવણી કરવાની રહેશે અને કયા દરે ચૂકવણી કરવાની રહેશે તે સમજી શકો છો. ઇએમઆઈના ફોર્મ્યૂલાની ગણતરીને ઝડપી, સરળ અને સિદ્ધ રીતે સચોટ બનાવવા માટે કાર લૉન કેલક્યુલેટરનો ઉપયોગ કરો. કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટર આપને આપના બજેટનું આયોજન કરવામાં અને આપની કાર લૉન માટે આપે ચૂકવવાની થતી વાસ્તવિક રકમને વર્ગીકૃત કરવામાં મદદરૂપ થાય છે.

14) શું લૉનની મુદત કાર લૉન માટેના મારા ઇએમઆઈને પ્રભાવિત કરે છે?

લૉનની મુદત અને ઇએમઆઈની રકમ એ એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં છે. આથી કાર લૉનની મુદત જેટલી લાંબી હશે, ઇએમઆઈની રકમ એટલી જ ઓછી હશે. તેનાથી વિપરિત, લૉનની મુદત જેટલી ટૂંકી હશે, ઇએમઆઈની રકમ એટલી જ વધારે હશે. અહીં એ નોંધવું જરૂરી છે કે, ઇએમઆઈ મુદ્દલ અને વ્યાજની ચૂકવણીઓ ધરાવે છે. લૉનનો સમયગાળો લાંબો હશે તો, આપે ઇએમઆઈના વ્યાજના ઘટક માટે ચૂકવવાની થતી રકમ વધી જશે. કાર લૉન ઇએમઆઈ કેલક્યુલેટર આપને આ વર્ગીકરણ આપે છે, જેથી કરીને તમે પોતાના માટે શ્રેષ્ઠ પસંદગી કરી શકો.

15) પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર કેવી રીતે લૉનની પસંદગી કરવામાં મદદરૂપ થઈ શકે છે?

પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટર વિવિધ ધીરાણકર્તાઓ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી લૉનની સરખામણી કરવામાં મદદરૂપ થાય છે. દરેક બેંક અલગ-અલગ વ્યાજદર વસૂલતી હોય છે અને ધીરાણ આપનારી સંસ્થા પર આધાર રાખી લૉનની મુદત પણ અલગ-અલગ હોય છે. આપના ઇએમઆઈ આઉટગોઇંગને નક્કી કરવા માટે પર્સનલ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરમાં આપે લૉનની રકમ, મુદત મહિનાઓમાં અને માસિક વ્યાજદર જેવી વિગતો દાખલ કરવાની રહે છે. પર્સનલ લૉન કેલક્યુલેટરની મદદથી આપને ઉપલબ્ધ લૉનના વિકલ્પોની સરખામણી કરીને તમે સૌથી પરવડે તેવા વ્યાજદર અને સૌથી અનુકૂળ આવે તેવા ઇએમઆઈની પરત ચૂકવણીના શિડ્યૂલને પસંદ કરી શકો છો.

16)શું કાર લૉનના ઇએમઆઈ ફિક્સ હોય છે કે ભવિષ્યમાં તેમાં કોઈ ફેરફાર થાય છે?

આપને જરૂરી લૉન અને આપને લૉન પૂરી પાડનાર ધીરાણકર્તા પર આધાર રાખીને આપની લૉનનો વ્યાજદર ફ્લોટિંગ અથવા ફિક્સ હોઈ શકે છે. સામાન્ય રીતે, ઑટો લૉનનો વ્યાજદર ફિક્સ હોય છે, જે કાર લૉનની સમગ્ર મુદત દરમિયાન એકસમાન જળવાઈ રહે છે. કેટલીક બેંકો અને નાણાકીય સંસ્થાઓ ફ્લોટિંગ વ્યાજદર પૂરો પાડે છે, જે માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારથી પ્રભાવિત થાય છે, જે મુદ્દલ અને વ્યાજની પરત ચૂકવણી માટે આપના ઇએમઆઈની કેટલી ફાળવણી થશે તેને પ્રભાવિત કરે છે. વ્યાજદર ફ્લોટિંગ હોય તો ફક્ત આપના ઇએમઆઈની ફાળવણીમાં જ ફેરફાર થશે, કાર લૉનની ઇએમઆઈની રકમ તો ફિક્સ જ રહે છે.