જીવન વીમો એટલે શું?
જીવનવીમા પોલિસી મૂળભૂતરૂપે જીવનવીમા પ્રદાતા અને પોલિસી ધારક વચ્ચે સહી થયેલો એક કરાર છે.
સંપત્તિના રોકાણની ફાળવણી એ સંપત્તિના વિવિધ વર્ગોમાં રોકાણ સંબંધિત કોઇપણ જોખમને વહેંચી દેવાની વિવિધ રોકાણ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવાની પ્રક્રિયા છે. સંપત્તિનું રોકાણ શેમાં કરવામાં આવ્યું છે, તેના પર આધાર રાખીને સંપત્તિની ફાળવણીની વ્યૂહરચનાઓને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે, જેમાં ઇક્વિટી એસેટ એલોકેશન, ડેટ એસેટ એલોકેશન અથવા ફિક્સ્ડ ઇન્કમ એલોકેશન તથા મની કે કૅશ એલોકેશનનો સમાવેશ થાય છે.
જ્યારે તમે એસેટ એલોકેશન કેલક્યુલેટરનો ઉપયોગ કરીને રોકાણની ફાળવણીની ગણતરી કરો છો ત્યારે તમારે કૉમોડિટીમાં રોકાણ, કલા સંબંધિત ખરીદીઓ અને રીયલ એસ્ટેટ જેવી વૈકલ્પિક સંપત્તિઓને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડે છે
એસેટ એલોકેશન કેલક્યુલેટરનો ઉપયોગ કરીને જ્યારે તમે સંપત્તિની ફાળવણીની ગણતરી કરો છો ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે, રોકાણ માટેની સંપત્તિના ફાળવણી કરવાનો કોઈ નિશ્ચિત માર્ગ નથી. નાણાકીય સલાહકારો તમારી વય, લક્ષ્યો અને જોખમ લેવાની તમારી ક્ષમતા સહિતના વિવિધ પરિબળો પર આધાર રાખી તમારા માટેની શ્રેષ્ઠ વ્યૂહરચના નક્કી કરવામાં મદદરૂપ થઈ શકે છે.
આ વ્યૂહરચનામાં તમારી વય પર આધાર રાખીને રોકાણ માટેની સંપત્તિની ફાળવણી કરવામાં આવે છે. આ વ્યૂહરચના દ્વારા સંપત્તિની ફાળવણીની ગણતરી કરવામાં રોકાણકારના આયુષ્યની સંભાવના પર આધાર રાખીને રોકાણ અંગેનો નિર્ણય લેવામાં આવે છે. આ વ્યૂહરચનામાં સ્ટોકની ફાળવણી 100 વર્ષમાંથી રોકાણકારની વયને બાદ કરવા પર આધારિત છે, જેના થકી મૂળભૂત મૂલ્ય મેળવવામાં આવે છે. આયુષ્યની ઊંચી સંભાવના એ રોકાણકારની ઇક્વિટીની વધુ જોખમી ગણતરીને સમાન છે. .
આ વ્યૂહરચના વળતરની લક્ષિત તારીખ પર આધારિત છે. આ વ્યૂહરચના દ્વારા સંપત્તિની ફાળવણીની ગણતરી કરવામાં રોકાણકારની જોખમ લેવાની ક્ષમતા, વય અને રોકાણના લક્ષ્યો એમ ત્રણ પરિબળોને ધ્યાનમાં રાખીને રોકાણકારના આરઓઆઈને મહત્તમ સ્તરે લઈ જવાનો સમાવેશ થાય છે.
સંપત્તિની ફાળવણીની પ્રચલિત હોય તેવી અન્ય વ્યૂહરચનાઓમાં સમાવિષ્ટ છેઃ
કોન્સ્ટન્ટ વેઇટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સંપત્તિની ફાળવણી
વ્યૂહાત્મક રોકાણ દ્વારા સંપત્તિની ફાળવણી
વીમાકૃત રોકાણ સંબંધિત સંપત્તિની ફાળવણી
ડાયનેમિક રોકાણ દ્વારા સંપત્તિની ફાળવણી
જીવનવીમા પોલિસી મૂળભૂતરૂપે જીવનવીમા પ્રદાતા અને પોલિસી ધારક વચ્ચે સહી થયેલો એક કરાર છે.
સંપત્તિની ફાળવણીની ગણતરી કરવાનો સૌથી સરળ રસ્તો ઇન્ડિયાફર્સ્ટ લાઇફના એસેટ એલોકેશન કેલક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. આ ટૂલને ખૂબ જ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે, જેની મદદથી તમે કુલ સંપત્તિની ગણતરી કરી શકો છો, તમારી પસંદગીની વ્યૂહરચના લાગુ કરી શકો છો અને તમારા માટે તદ્દન યોગ્ય હોય તેવા ફંડ્સ એસેટ એલોકેશન પર પહોંચી શકો છો.
તમે ઇક્વિટી એલોકેશન અથવા ડેટ ફંડ્સ એસેટ એલોકેશનમાં ભારે રોકાણ કરો તે પહેલાં સંપત્તિની ફાળવણીના આ અનુભવસિદ્ધ નિયમને ધ્યાનમાં રાખો, જે છે - જેમ-જેમ તમારી વય વધતી જાય, તેમ-તેમ જોખમ લેવાના પ્રમાણને ઘટાડવું જોઇએ. તમારી ઉંમર વધવાની સાથે ઇક્વિટીમાં તમારી ફાળવણીને ઘટાડવી જોઇએ. ઇક્વિટીમાં ફાળવણી એ ખૂબ પ્રચલિત વ્યૂહરચના છે, કારણ કે, તેની મદદથી તમે ઊંચું વળતર આપનારા ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરી શકો છો. 100 વર્ષમાંથી તમારી વર્તમાન વયને બાદ કરવી એ સંપત્તિની ફાળવણીનો અનુભવસિદ્ધ નિયમ છે. ઉદાહરણ તરીકે, 25 વર્ષના રોકાણકાર તેમના 75% નાણાં ઇક્વિટીમાં રોકી શકે છે, જ્યારે 35 વર્ષની વ્યક્તિએ તેના 65% નાણાં વધુ જોખમ ધરાવતી ઇક્વિટીઓમાં રોકવા જોઇએ.
સંપત્તિની ફાળવણીની એવી કોઈ એક વ્યૂહરચના નથી, જેને શ્રેષ્ઠ કહી શકાય. અનેકવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને સંપત્તિની ફાળવણીની વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે. તમારી વય, જોખમ લેવાની ક્ષમતા, આવક અને નાણાકીય લક્ષ્યો પર આધાર રાખીને જે-તે ક્ષણે તમારા માટે શ્રેષ્ઠ હોય તેવી સંપત્તિની ફાળવણીની વ્યૂહરચના પર પહોંચી શકાય છે. તમારી જરૂરિયાતો માટે રોકાણની શ્રેષ્ઠ સંપત્તિની ફાળવણીની વ્યૂહરચના જાણવા માટે એસેટ એલોકેશન કેલક્યુલેટરનો ઉપયોગ કરો.
જ્યારે તમે આકરી મહેનતથી કમાયેલા નાણાંનું રોકાણ કરો છો ત્યારે રોકાણના દરેક નિર્ણયની સાથે કેટલુંક જોખમ સંકળાયેલું હોય છે. વળતર સાથે સંકળાયેલા જોખમને શક્ય એટલું નહિવત્ કરવા માટે સંપત્તિની ફાળવણી મહત્વની છે. તમારી જરૂરિયાત માટે તદ્દન યોગ્ય હોય તેવા સંતુલિત નાણાકીય પોર્ટફોલિયોનું નિર્માણ કરવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફના એસેટ એલોકેશન કેલક્યુલેટરનો ઉપયોગ કરીને રોકાણની ફાળવણીની ગણતરી કરો.
તમારે તમારી સંપત્તિની ફાળવણી ખરેખર કેવી રીતે કરવી જોઇએ તે સમજવા માટે તમારી વય, જોખમ લેવાની ક્ષમતા, લક્ષ્યો અને સમયગાળા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને તમારી કુલ સંપત્તિની ગણતરી કરો. સંપત્તિના વિવિધ પ્રકારોમાં તમારા રોકાણને વહેંચી દેવા તથા માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતાર સામે તમારા નાણાંનું શક્ય એટલું રક્ષણ કરવા માટે એસેટ એલોકેશન કેલક્યુલેટર અથવા એસેટ એલોકેશન ટૂલનો ઉપયોગ કરો.
વાત જ્યારે સંપત્તિની ફાળવણી કરવાની આવે ત્યારે એવી ઘણી બધી વ્યૂહરચનાઓનો છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. તેમાં સ્ટોકમાં ફાળવણી, ઇક્વિટીમાં ફાળવણી, ડેટ ફંડ્સ એસેટમાં ફાળવણી, વ્યૂહાત્મક ફાળવણી વગેરેનો સમાવેશ થાય છે. સંપત્તિની ફાળવણી કરવાની વ્યૂહરચના ઘડવા માટે તમારે તમારી વય, રોકાણના લક્ષ્યો, સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતા જેવા પરિબળોને ધ્યાન પર લેવા જોઇએ. એક એસેટ એલોકેશન કેલક્યુલેટર તમને આ નિર્ણયોને ખૂબ જ ચતુરાઇપૂર્વક લેવામાં મદદરૂપ થઈ શકે છે.
સંપત્તિની ફાળવણીની એક લાક્ષણિક વ્યૂહરચના એ હોય છે, જેની મદદથી તમે તમારા રોકાણને વિભાજિત કરી શકો તથા તેને સંપત્તિના વિવિધ વર્ગોમાં વહેંચી શકો, જેથી કરીને માર્કેટ સાથે સંકળાયેલા જોખમને શક્ય એટલું ઘટાડી શકાય. એક ઇન્વેસ્ટમેન્ટ એલોકેશન કેલક્યુલેટર તમને રોકાણના લાક્ષણિક જોખમો સામે તમારું રક્ષણ કરનારા સંતુલિત મિશ્રણ પર પહોંચવામાં મદદરૂપ થઈ શકે છે.