કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પરિવાર કર્મચારીઓ, એજન્ટો અને વિતરકોના પ્રયાસોને સમુદાયના વિકાસ કાર્યક્રમોમાં લગાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

સૂક્ષ્મ વીમા સાથે સમૂહ બજારને સહાય
વીમો સમૂહો સુધી પહોંચાડવા માટે ભારતમાં એવા નાણાકીય સમાવેશકતા મોડેલની જરૂર છે, જે ન્યાયી, પારદર્શક, ખર્ચ અસરકારક, નિયંત્રિત હોય અને મોજૂદ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈ શકે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યુરન્સમાં અમે આ ધ્યાનમાં રાખીને જ સમૂહ બજાર માટે વાજબી કિંમત, સરળ, વિસ્તૃત અને કાર્યક્ષમ સેવા સાથેનો વીમો આપવાના પ્રવાસ પર ભાર આપીએ છીએ. અમે વીમા ઉદ્યોગને એફોર્ડેબલ બનાવવા સાથે સમૂહ બજાર માટે પહોંચક્ષમ અને આકર્ષક બનાવવા પણ પ્રયત્નશીલ છીએ.

નાણાકીય સમાવેશક વીમો (પીએમજેજેબીવાય)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન અપાતી નાણાકીય સમાવેશકતા યોજનાઓમાં સક્રિય રીતે ભાગ લેતી વીમા કંપનીમાંથી એક છે. પીએમજેજેબીવાય બેન્ક ખાતું છે, જે રૂ. 330નું નિશ્ચિત પ્રીમિયમ અને રૂ. 2,00,000ના રક્ષણ સાથે સમૂહ મુદત બાંયધરી રક્ષણ સાથે લિંક ધરાવે છે. કંપની બેન્ક ભાગીદારો મારફત એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ યોજના ઓફર કરે છે, જે સંપૂર્ણ અખંડ અને ઓછા ખર્ચનું વિતરણ મોડેલ છે. લગભગ 25 લાખ લોકો જૂન 2015માં આરંભથી એક સંપૂર્ણ વર્ષમાં આ યોજના હેઠળ વીમિત હતા.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રામીણ સ્તરીય વેપાર સાહસિકો (વીએલઈ) મારફત તેની યોજનાઓના વિતરણ માટે કરાર કરીને સમાવેશક વિકાસને અપનાવવામાં ગર્વની લાગણી અનુભવે છે. આ વિતરણ પ્રક્રિયા બંને ભાગીદારોનાં ટેકનોલોજી પોર્ટલોના એકીકરણને લીધે એકદમ સરળ છે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ આ ગ્રામીણ સ્તરીય વેપાર સાહસિકોનો હાથ ઝાલે છે અને સામાજિક અને નાણાકીય વિકાસ સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સીએસસી ચળવળ મારફત ગ્રામીણ ભારતની કુશળતા નિખારે છે.

વીમો અંતરિયાળ વિસ્તારના ગ્રામીણ સમુદાયો સુધી પહોંચાડવો
ઈન્ડિયાફર્સ્ટ લાઈફની સૂક્ષ્મ અને સમૂહ બજાર વીમા વ્યૂહરચનાના ભાગરૂપે ઈન્ડિયાફર્સ્ટે ભારતના અંતરિયાળ ગ્રામીણ જિલ્લાઓમાં ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યુરન્સ પોલિસીઓનું વિતરણ કરવા માટે આઈએફએમઆર રુરલ ચેનલો સાથે જોડાણ કર્યું છે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ભારતમાં તામિલનાડુના પાંચ જિલ્લાઓમાં સેવા આપતાં ચાર કેન્દ્રોમાં ક્ષેત્રીય ગ્રામીણ ફાઈનાન્શિયલ સર્વિસીસ (કેજીએફએસ) મારફત જીવન વીમા પોલિસીઓ ઓફર કરશે.

અમારા કર્મચારીઓ તેમના સમુદાયોને કઈ રીતે મદદ કરે છે
તહેવારની મોસમમાં ભારતીય તરીકે અમે ભેટસોગાદો આપીને સ્મિત ફેલાવીએ છીએ. અમારી એનજીઓને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સંકુલોમાં સ્ટોલ્સ ગોઠવવાની વ્યવસ્થા કરી આપીને અમે અમારા કર્મચારીઓની ઉજવણી ઉત્તમ બને તેની ખાતરી રાખીએ છીએ.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફના કર્મચારીઓ પોતાને માટે અને પરિવાર માટે નમ્ર રીતે ભેટસોગાદો ખરીદી કરીને તેમના વહાલાજનમાં ખુશી ફેલાવવા સાથે જરૂરતમંદો અને વંચિતોના કલ્યાણ માટે કપડાં, બેગ, રમકડાં, પુસ્તકો, અખબારો વગેરેના સ્વરૂપમાં દાન પણ કરે છે

ઈન્ડિયાફર્સ્ટ લાઈફમાં સીએસઆર એકધાર્યું રોકાણ છે, સજે સૌને સાંકળે છે, જેને લીધે સંસ્થા સાથોસાથ કંપની સાથે સંકળાયેલા બધા માટે ગૌરવજનક બને છે. ધર્માદા ઘરથી શરૂ થાય છે એવી એક કહેવત છે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ આર્થિક લાભો હોય કે મદદનો હાથ આપવાની બાબત હોય, સમાજને ટેકો આપવા અને કશુંક પાછું આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.