ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ - યુલિપ

આપની તમામ ઇચ્છાઓ પૂરી કરો

આર્થિક જરૂરિયાતો સતત બદલાતી રહે છે. આથી, આપે વીમા અને રોકાણ એમ બંનેની જરૂરિયાતો પૂરી કરવા સતત વિકસતા જાય તેવી ઉપાયની જરૂર છે.

અમારા યુનિટ લિંક્ડ પ્લાન પર નજર નાંખો. હમણાં જ આયોજન કરવાનું શરૂ કરો!

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં યુનિટ લિંક્ડ પ્લાનને શા માટે પસંદ કરવા જોઇએ?

 • બેવડો ફાયદો

 • ઑટોમેટિક-ટ્રિગર-આધારિત રોકાણ વ્યૂહરચના

 • રોકાણ કરવાની સ્થિતિસ્થાપકતા

 • રોકાણના એકથી વધુ વિકલ્પો

ધ્યાનમાં લેવાની કેટલીક બાબતો

 • યોગ્ય પ્લાન પસંદ કરો

 • આપની જોખમ લેવાની ક્ષમતાને જાણો

 • ફંડના કાર્યદેખાવનો અભ્યાસ કરો

 • પૉલિસીને સમજો

ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ - યુલિપ


યુલિપ (યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન) એ રોકાણનું એક વિશિષ્ટ સાધન છે, જે એક જ ઉત્પાદનમાં સંપત્તિના સર્જન અને વીમાના હેતુનું સંયોજન કરે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ યુલિપ પૉલિસીમાં યુલિપ ઇન્શ્યોરેન્સ પ્લાન આપના જીવનને વીમાકવચ પૂરું પાડતો હોવાની આપને મનની શાંતિ પ્રાપ્ત થતી હોવાની સાથે સંપત્તિના સંચય કરવાનું એક સાધન પણ પ્રાપ્ત થાય છે. આપ આપની ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે નાણાં બચાવવા પર ધ્યાન કેન્દ્રીત કરો છો, ત્યારે યુલિપ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપની જરૂરિયાત મુજબ વળતર રળવાની દિશામાં કામ કરે છે.

રોકાણના અન્ય પ્લાનની સરખામણીએ યુલિપ પ્લાન આપને એક જ પૉલિસીમાં રોકાણ અને વીમાનું સંયોજન કરવાનો લાભ પૂરો પાડે છે. જ્યારે જીવનની નિશ્ચિત અનિશ્ચિતતાઓનો સામનો થાય ત્યારે યુલિપ ઇન્શ્યોરેન્સ પ્લાન કોઈપણ સંભવિત ઘટનામાં આપના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે તેની ખાતરી કરે છે.

યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન હેઠળ ચૂકવવામાં આવેલ પ્રીમિયમ આપની વીમા અને રોકાણની જરૂરિયાતોને એકસાથે પૂરી કરવા માટે વિસ્તારી દેવામાં આવે છે. જ્યારે યુલિપ પ્લાન ચાલું હોય ત્યારે આપના પ્રીમિયમનો એક હિસ્સો આપને જીવન વીમાકવચ પૂરું પાડવા યુલિપ ઇન્શ્યોરેન્સના ઘટક માટે ચૂકવવામાં આવે છે. જ્યારે બાકીની રકમને આપના લાંબાગાળાના નાણાકીય લક્ષ્યોને અનુરૂપ રહી ડેટ, ઇક્વિટી અથવા તો તે બંનેના સંયોજનમાં રોકવામાં આવે છે.

આપ જીવનના કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છો તેના પર આધાર રાખીને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ યુલિપ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રચવામાં આવેલ ભંડોળનો ઉપયોગ આપની નિવૃત્તિના ફન્ડિંગના લક્ષ્યો, આપના બાળકના શિક્ષણ માટે કે રીયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે કરી શકો છો. આપની નાણાકીય જરૂરિયાતો જે કંઇપણ હોય યુલિપ પ્લાનને આપને જે જોઇતું હોય તે મેળવવા માટે કસ્ટમાઇઝ કરી શકાય છે.

 

યુલિપ પૉલિસીના લાભ કયા છે?


યુલિપ એ ડાયનેમિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રૂમેન્ટ છે, જે રોકાણકારોને રોકાણ અને વીમાનો બેવડો લાભ પૂરો પાડે છે. યુલિપ પૉલિસીના અનેકવિધ લાભ છે, જે આપના રોકાણના પોર્ટફોલિયોને આધાર પૂરો પાડે છે. ભૂતકાળમાં જીવન વીમાને મુખ્યત્વે વીમા અથવા બાંયધરી તરીકે જોવામાં આવતો હતો પરંતુ રોકાણ તરીકે નહીં. આપના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જીવન વીમો મેળવવાનું અને યોગ્ય નાણાકીય સાધનોમાં રોકાણ કરીને આપના નાણાંને કામે લગાડવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુલિપ પ્લાનનો બેવડો લાભ આ બંને જરૂરિયાતોને પૂરી કરે છે અને આપને સ્થાયી નાણાકીય સુરક્ષાની નજીક લઈ આવે છે.

યુલિપ પ્લાનની ઘણી મૂલ્યવાન વિશેષતાઓ હોય છે ત્યારે અહીં યુલિપ પૉલિસીના આપે જાણવા જેવા સૌથી મહત્વપૂર્ણ લાભ જણાવવામાં આવ્યાં છેઃ

એક પ્લાન, યુલિપનો બેવડો લાભ

રોકાણનું ઘટક એ યુલિપ પ્લાનની સૌથી મહત્વપૂર્ણ વિશેષતાઓ પૈકીનું એક છે. આપના દ્વારા યુલિપમાં રોકાણ કરવામાં આવેલા નાણાંને માર્કેટ સાથે સંકળાયેલા કેટલાક નાણાકીય સાધનો તરફ વાળવામાં આવે છે, જેથી કરીને આપ આ પૉલિસીમાંથી યુલિપના મહત્તમ લાભ મેળવી શકો. સંપત્તિના સંચયનું સર્જન કરવાની સાથે જીવન વીમો મેળવવો એ યુલિપ પ્લાનનો વધુ એક મહત્વનો લાભ છે. યુલિપના લાભ તરીકે પૂરું પાડવામાં આવતું વ્યાપક જીવન વીમાકવચ આપને એ બાબતે મનની શાંતિ આપે છે કે, પૉલિસીની મુદત દરમિયાન આપના જીવન અને આપના પરિવારના ભવિષ્ય પર વીમાકવચનું છત્ર છે.

યુલિપના પાકતી મુદતના લાભ

યુલિપ પ્લાનમાં આપ એક વિશિષ્ટ નાણાકીય સાધન પ્રાપ્ત કરો છો, જે આપને યુલિપ પ્લાનના અનેક લાભ પૂરાં પાડે છે. જ્યારે પૉલિસીધારક તેમની પૉલિસીને ચાલું રાખવા માટે પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરી હોય છે ત્યારે જો તેઓ પૉલિસીની મુદત દરમિયાન જીવિત રહે છે, તો તેમને યુલિપના પાકતી મુદતના લાભ પ્રાપ્ત થાય છે. પાકતી મુદતે પૉલિસીધારકને લૉયાલ્ટી એડિશન્સ અને બોનસ (જો કોઈ જાહેર કરવામાં આવ્યું હોય તો)ની સાથે યુલિપ ફંડનું વર્તમાન મૂલ્ય પ્રાપ્ત થાય છે.

યુલિપના મૃત્યુ સંબંધિત લાભ

પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકનું અકાળે અવસાન થઈ જવાના કિસ્સામાં પૉલિસીમાં સૂચિબદ્ધ થયેલ નોમીની/લાભાર્થી યુલિપ પૉલિસીના મૃત્યુ સંબંધિત લાભ તરીકે અગાઉથી નિર્ધારિત કરેલ વીમાકૃત રકમ પ્રાપ્ત થાય છે. આપે પસંદ કરેલ યુલિપ પૉલિસીના લાભ પર આધાર રાખી આપ એ બાબતની ખાતરી કરી શકો છો કે, લાભાર્થીને યુલિપ પૉલિસીના લાભ તરીકે ફંડના વર્તમાન મૂલ્યની સાથે વીમાકૃત રકમ અથવા તો બેમાંથી જે રકમ વધારે હોય તે પ્રાપ્ત થાય.

બચતમાં નિયમિતતા

હવે જ્યારે સૌ કોઈ નિયમિત બચત કરવાના મહત્વને સમજે છે ત્યારે વાસ્તવિકતા એ છે કે, લોકો હમણાં નહીં પછી બચત કરીશું એમ વિચારીને આવશ્યક રકમને બચત કરવા તરફ વાળતા નથી. નાણાંની બચત કરવી એ ઘણું ખરું શક્ય છે ત્યારે નિયમિતતા અને સાતત્યતા એ લાંબાગાળે નાણાકીય સુરક્ષા અને સફળતાની ચાવી બની રહે છે. યુલિપ પૉલિસીના અનેકવિધ લાભ પૈકીનો એક લાભ એ છે કે, તે આપણને પ્રીમિયમની ચૂકવણી કરાવીને આપણામાં નિયમિત બચત કરવાની ટેવ કેળવે છે. આટલું કરીને આપ નિશ્ચિંત થઈ જઈ શકો છો અને યુલિપ પૉલિસીનો સંપત્તિના સર્જનનો લાભ મેળવી શકો છો.

ફંડ સ્વિચ કરવાનો યુલિપ પ્લાનનો ફાયદો

યુલિપ પ્લાનની વિશેષતાઓની મદદથી આપના નાણાકીય લક્ષ્યો અને જરૂરિયાતો પર આધાર રાખી વધુ સ્થિતિસ્થાપકતા અને કસ્ટમાઇઝેશન પ્રાપ્ત કરી શકાય છે. રોકાણની સ્થિતિસ્થાપકતા એ યુલિપ પૉલિસીના મુખ્ય લાભ પૈકીનો એક છે. ફંડને સ્વિચ કરવાના યુલિપ પ્લાનના ફાયદાની મદદથી આપ એ પસંદ કરી શકો છો કે આપના નાણાં કેવી રીતે ગતિ કરશે. એક યુલિપ પ્લાનમાં આપના પ્રીમિયમનો એક નોંધપાત્ર હિસ્સો રોકાણના હેતુ માટે અલગ કરવામાં આવે છે. આ નાણાંને ઓછું જોખમ ધરાવતા ડેટ ફંડ્સ, ઊંચું જોખમ ધરાવતા ઇક્વિટી ફંડ્સ અથવા આ બંનેનું મિશ્રણ ધરાવતા બેલેન્સ્ડ ફંડ્સ તરફ વાળી શકાય છે.

આપે પસંદ કરેલા પ્લાનના યુલિપ પૉલિસીના લાભ પર આધાર રાખી આપ યુલિપનો મહત્તમ લાભ મેળવવા માટે ફંડ્સના આ પ્રકારો વચ્ચે સ્વિચ કરી શકો છો. આપ એક નાણાકીય વર્ષમાં કોઇપણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવ્યાં વગર એક નિશ્ચિત સંખ્યામાં ફેરફારો કરી શકો છો. આપ આપે પસંદ કરેલ પ્લાન ફ્રીમાં ફંડ્સ સ્વિચ કરવાની સુવિધા પૂરી પાડે છે કે નહીં તે જાણવા માટે પૉલિસીના દસ્તાવેજમાં જણાવવામાં આવેલ યુલિપના લાભનો સંદર્ભ લઈ શકો છો

પ્રીમિયમને પુનઃનિર્દેશિત કરવાના યુલિપ પ્લાનના લાભ

યુલિપના લાભ તરીકે પૂરી પાડવામાં આવતી રોકાણની વધુ એક સ્થિતિસ્થાપકતા એ પ્રીમિયમની નિશ્ચિત રકમને ક્યાં પુનઃનિર્દેશિત કરવી તેની ક્ષમતા છે. આપ આપનું પ્રીમિયમ કયા ફંડ તરફ પુનઃનિર્દેશિત કરવા માગો છો તે નિશ્ચિત કરવાની સાથે-સાથે આપ આપે પસંદ કરેલા પ્રત્યેક ફંડમાં જેટલી ફાળવણી કરવા માગો છો એટલા પ્રીમિયની ટકાવારીને પણ નિર્ધારિત કરી શકો છો.

આંશિક રીતે ઉપાડ કરવાનો યુલિપ પૉલિસીનો લાભ

દરેક યુલિપ પૉલિસી પાંચ વર્ષના સમય માટે લૉક-ઇનમાં રહે છે. આ લૉક-ઇનનો સમયગાળો તેની એક મર્યાદા લાગી શકે છે પરંતુ તે એક ચોક્કસ હેતુ માટે છે. રોકાણની શરૂઆત વખતે ફંડનું મૂલ્ય ઓછું હોય છે અને આપના ફંડના મૂલ્યમાં વધારો થવા માટે સમય લાગે છે. આ લૉક-ઇનનો સમયગાળો આપના યુલિપને વિકસવા માટે પૂરતો સમય પૂરો પાડે છે તથા તે આપને નોંધપાત્ર વળતર અને યુલિપના લાભ પૂરાં પાડે છે. લૉક-ઇનનો સમયગાળો પૂરો થયાં બાદ આપ ઇમર્જન્સીની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ફંડના મૂલ્યોમાંથી આંશિક રીતે ઉપાડ કરી શકો છો.

યુલિપ પ્લાનનો ટૉપ-અપનો લાભ

મોટાભાગના યુલિપ પ્લાન આપે પહેલેથી જ રોકેલા નાણાંમાં વધુ નાણાં ઉમેરવાના અવકાશની રચના કરે છે, આથી આપની પાસે જ્યારે પણ નાણાં હોય ત્યારે આપને વધારાના સિંગલ પ્રીમિયમને ચૂકવવાની મંજૂરી આપવામાં આવે છે.

યુલિપ પૉલિસીના માર્કેટ સાથે સંકળાયેલા લાભ

લાંબાગાળે માર્કેટ હંમેશા ઉપરની તરફ જ વધ્યું હોવાનું જોવા મળ્યું છે. યુલિપ પૉલિસીની મદદથી આપની પાસે આ ઉપરની તરફ વધેલા માર્કેટનો લાભ ઉઠાવવાની તક રહેલી છે. આપે આપના નાણાંનો એક હિસ્સો આપની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખી માર્કેટ સાથે સંકળાયેલ ડેટ કે ઇક્વિટી ફંડમાં રોકવાનો રહે છે.

યુલિપનો સંપત્તિમાં વધારો કરવાનો લાભ

દરેક વ્યક્તિ તેમણે કરેલા રોકાણમાંથી કંઇક વધારાનું વળતર મેળવવાની આશા રાખતા હોય છે. યુલિપના નિયમિત લાભ ઉપરાંત, યુલિપમાં રોકાણ આપે ફંડ બૂસ્ટર્સ અને લૉયાલ્ટી એડિશન્સના સ્વરૂપે સર્જેલ સંપત્તિમાં વધારો કરવાનો પણ મોકો પૂરો પાડે છે. આ ઉમેરણોને લાંબા સમય સુધી આપનું રોકાણ જાળવી રાખવાના રીવૉર્ડ તરીકે આપને આપવામાં આવે છે. પાકતી મુદતે કેટલાક યુલિપ પ્લાન વસૂલવામાં આવેલા મોર્ટાલિટીના ચાર્જિસ પણ પરત કરી દે છે.

યુલિપના કર સંબંધિત લાભ

ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ કર સંબંધિત સ્થિતિ પર આધાર રાખી આપ કર ચૂકવવામાંથી થોડી છુટછાટ અને ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી અને 10(10ડી) હેઠળ કર સંબંધિત લાભ પણ મેળવી શકો છો. યુલિપના આ લાભ આઇટી એક્ટ હેઠળની જોગવાઇઓને આધિન છે અને સમયાંતરે તેમાં સુધારો થઈ શકે છે.

 

યુલિપ પ્લાન કેવી રીતે કામ કરે છે?


વીમા બચત યોજનાઓ વીમા અને બચતનો બેવડો લાભ આપે છે. જોકે, બચત યોજનાઓમાંથી પ્રાપ્ત થતું વળતર સાધારણ હોય છે, કારણ કે, તે સામાન્ય રીતે બાંયધરીનું ઘટક ધરાવતી હોય છે અને જોખમ નહીં લેવા માગતા રોકાણકારો માટે તેની રચના કરવામાં આવી હોય છે. યુલિપ પ્લાનને પસંદ કરવાની પ્રત્યેક માર્ગદર્શિકા આપને જણાવશે કે યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન માર્કેટ સાથે સંકળાયેલ વળતર પૂરું પાડે છે. યુલિપ પ્લાન કેપિટલ માર્કેટમાં રોકાણ કરતાં હોવાથી આ પ્રકારના પ્લાન અન્ય નોન-લિંક્ડ પ્લાન કરતાં પ્રમાણમાં ઊંચું વળતર આપી શકે છે, ખાસ કરીને જો આપ લાંબા સમય સુધી પોતાનું રોકાણ જાળવી રાખો છો તો.

આપ જ્યારે યુલિપ પૉલિસીને ઓનલાઇન ખરીદો દો છો, ત્યારે વીમાકંપની આ પ્લાનની આવશ્યક વિગતોનો ઉલ્લેખ કરે છે. આ વિગતોમાં મૃત્યુ સંબંધિત લાભનો સમાવેશ થાય છે, જેને પૉલિસીના સમયગાળા દરમિયાન પૉલિસીધારકનું અકાળે અવસાન થઈ જવા પર આપના પ્લાનમાં સૂચિબદ્ધ થયેલા લાભાર્થીઓ મેળવવા માટે હકદાર ગણાય છે.

વીમાકૃત વ્યક્તિ પૉલિસીની મુદત દરમિયાન જીવિત રહે તો, આ કિસ્સામાં તેમને પાકતી મુદતના લાભ પ્રાપ્ત થાય છે. યુલિપમાં માર્કેટ સાથે સંકળાયેલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સના મિશ્રણમાં પ્રીમિયમની ચૂકવણીઓનું રોકાણ કરીને સર્જવામાં આવેલ ભંડોળ એ પાકતી મુદતનો લાભ છે. રોકાણકાર તરીકે, આપ આપના નાણાં શેમાં રોકવા માગો છો, તે પસંદ કરી શકો છો. જેમ કે, ઇક્વિટી ફંડ, ડેટ ફંડ કે આ બંનેના મિશ્રણ એવા બેલેન્સ્ડ ફંડમાં.

આપ જ્યારે યુલિપ પ્લાન ઓનલાઇન ખરીદો છો ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ જ, આપનો સંપર્ક વ્યાવસાયિક નિષ્ણાત ફંડ મેનેજર સાથે કરાવવામાં આવે છે, જેઓ માર્કેટ સાથે સંકળાયેલ વળતર મેળવવા માટે આપના યુલિપના તમામ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનું રોકાણ કરે છે. રોકાણ સંબંધિત આ નિર્ણયો સચોટ નાણાકીય સંશોધનોના આધારે લેવામાં આવે છે. એકવાર આપ ફંડ/ડ્સને પસંદ કરો તે પછી આપની પ્રીમિયમની રકમ અને અન્ય પ્રાથમિકતાઓ પર આધાર રાખી આપને તે ફંડમાં યુનિટ્સની ચોક્કસ સંખ્યા ફાળવવામાં આવે છે.

ઇન્વેસ્ટમેન્ટ ફંડના યુનિટ પર આધાર રાખી નેટ એસેટ વેલ્યૂ અથવા તો NAV પ્રાપ્ત થાય છે. વીમાકંપની દ્વારા દરરોજ આ NAVનું મૂલ્યાંકન અને જાહેર કરવામાં આવે છે. જ્યારે પૉલિસી પાકે, વીમાકંપની તરફથી ચૂકવણી મેળવવાની હોય અથવા તો આપના નાણાંને આંશિક રીતે ઉપાડવાની મંજૂરી આપવામાં આવે ત્યારે આ વર્તમાન NAVને નાણાકીય મૂલ્યમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

યુલિપ પ્લાન અને મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચે ઘણી સમાનતાઓ હોઈ શકે છે પરંતુ તે એક વીમા ઉત્પાદન પણ છે. યુલિપમાં કરવામાં આવેલ રોકાણ કેવો કાર્યદેખાવ કરે છે, તેને ધ્યાને લીધા વિના આપ જ્યારે યુલિપને ઓનલાઇન કે ઑફલાઇન ખરીદો છો ત્યારે મૃત્યુ સંબંધિત લાભ/વીમાકૃત રકમની બાંયધરી આપવામાં આવે છે. પૉલિસીની જોગવાઇઓને આધિન રહી આ મૃત્યુ સંબંધિત લાભ પૉલિસીમાં સૂચિબદ્ધ થયેલ નોમીને જે-તે સમયે ચૂકવવાપાત્ર થઈ જાય છે અને કોઇપણ કમનસીબ ઘટનામાં આપના પ્રિયજનોનું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત રહે તેની ખાતરી આપવામાં આવે છે.

 

શ્રેષ્ઠ યુલિપ પ્લાન કેવી રીતે પસંદ કરવો?


યુલિપ પ્લાનને પસંદ કરવાની આ ટૂંકી માર્ગદર્શિકામાં યુલિપ પ્લાન કેવી રીતે ખરીદવો તે અંગે સારી રીતે માહિતગાર થઇને અને પદ્ધતિસર રીતે જાણકારી મેળવો. આપ જ્યારે યુલિપ પ્લાનને ઓનલાઇન ખરીદવાનો નિર્ણય લો છો ત્યારે અહીં આપવામાં આવેલી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએઃ

સૌપ્રથમ આપના નાણાકીય લક્ષ્યોને ધ્યાન પર લો

યુલિપ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકાય છે, આથી આપના નાણાં ચોક્કસપણે શેમાં રોકાવા જોઇએ તે આપ પસંદ કરી શકો છો. આપ જ્યારે યુલિપ પ્લાનને ઓનલાઇન કે ઑફલાઇન ખરીદો છો ત્યારે આપની સમક્ષ ફંડ્સની યાદી રજૂ કરવામાં આવે છે, જે ડેટ, ઇક્વિટી કે આ બંનેના સંયોજનમાં આપના નાણાંનું રોકાણ કરે છે. યુલિપ પ્લાન પસંદ કરવાની કોઇપણ માર્ગદર્શિકામાં પ્રથમ ડગલું એ બાબતની ખાતરી કરવાનું છે કે, આપ આપના જીવનના લક્ષ્યાંકો અને નાણાકીય જરૂરિયાતો અંગે જાણતા હો, જેથી કરીને આપ આપની જરૂરિયાતોને અનુરૂપ ઓનલાઇન યુલિપ પ્લાન ખરીદી શકો.

ડેટ ફંડ્સ પ્રમાણમાં ઓછાં જોખમની સાથે માફકસરનું વળતર કમાવાનો મોકો આપે છે. તો બીજી તરફ ઇક્વિટી ફંડ્સ ઊંચું વળતર આપે છે પરંતુ તેમાં જોખમ પ્રમાણમાં વધારે હોય છે. આપ જોખમને વહેંચી દેવા માટે આ બંનેના સંતુલિત મિશ્રણને પણ પસંદ કરી શકો છો.

આપ જો આપના બાળકના ઉચ્ચ શિક્ષણની ફી જેવો લાંબાગાળાનો નાણાકીય લક્ષ્યાંક ધરાવતાં હો કે જેના માટે એક નોંધપાત્ર રકમ ખર્ચાવાની સંભાવના છે, તો ઇક્વિટીમાં ભારે ફાળવણી કરવી એ યોગ્ય ગણાશે. જો આપનું નાણાકીય લક્ષ્ય આપના નિવૃત્તિના લક્ષ્યોને પૂરાં કરવા માટે બચત કરવામાં આવેલા નાણાંના સંચિત મૂલ્યનું રક્ષણ કરવાનું હોય તો ડેટ-લક્ષી ફંડ્સમાં રોકાણ કરવનું વધારે યોગ્ય ગણાશે.

યુલિપમાં આપ કયા ફંડ્સમાં રોકાણ કરવું તેની પસંદગી કરી શકો છો. આપ આ પસંદગી આપના જીવનના લક્ષ્યાંકો અને જોખમ લેવાની ક્ષમતાના ઊંડાણપૂર્વકના મૂલ્યાંકન દ્વારા કરી શકો છો અથવા તો આપ યુલિપ પ્લાનને ઓનલાઇન ખરીદો કે પછી ફંડ્સને સ્વિચ કરો તે પહેલાં નિર્ણય લેવામાં મદદરૂપ થવા માટે નાણાકીય સલાહકાર સાથે વાત કરી શકો છો.

નોંધપાત્ર વીમાકવચ મેળવો

આપ જ્યારે યુલિપ પ્લાન ઓનલાઇન ખરીદી રહ્યાં હો ત્યારે રોકાણના ઘટક ઉપરાંત આપના દ્વારા પસંદ કરવામાં આવતું જીવન વીમાકવચ પણ અન્ય એક ખૂબ જ મહત્વનો લાભ છે. જીવન વીમાકવચ એ પૉલિસીની મુદત દરમિયાન કોઈ કમનસીબ ઘટના ઘટવાના કિસ્સામાં આપના પરિવારના સુરક્ષાકવચ તરીકે કામ કરે છે. જો યોગ્ય જીવન વીમાકવચ મેળવવામાં ન આવે તો યુલિપ દ્વારા પૂરાં પાડવામાં આવતાં લાભ વેડફાઈ જાય છે.

રોકાણનું ઘટક આપને આપનું સંપત્તિનું સર્જન કરવાના લક્ષ્યને પૂરું કરવા માટે મદદરૂપ થાય છે, તો વીમાનું ઘટક આપની ગેરહાજરીમાં પણ આપના પરિવારની જરૂરિયાતો પૂરી કરવાના આપના નાણાકીય લક્ષ્યો પૂરાં કરવાની ખાતરી કરે છે. આપ જ્યારે યુલિપ પ્લાન ઓનલાઇન ખરીદો છો ત્યારે આપના નાણાકીય હેતુ, આપના પરિવારની જીવનશૈલીને ધ્યાન પર લો અને ત્યારબાદ એવી વીમાકૃત રકમ પસંદ કરો, જે જરૂરિયાત પડવા પર આપના પરિવારજનોને ટેકારૂપ બની રહે.

રોકાણનો વિસ્તૃત સમયગાળો પસંદ કરો

યુલિપના પ્રાથમિક હેતુઓ પૈકીનો એક સંપત્તિનું સર્જન કરવાનો પણ છે. નોંધપાત્ર ભંડોળ સર્જવા માટે આપના વળતરને મહત્તમ સ્તરે લઈ જવા આપે ચક્રવૃદ્ધિની શક્તિને કામે લગાડવી પડે છે. લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવું એ આમ કરવાની ચાવી છે. આપ જ્યારે યુલિપ પ્લાન ઓનલાઇન ખરીદો છો ત્યારે 5 વર્ષના લૉક-ઇનના સમયગાળા અંગે આપને જાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે, પૉલિસીની જોગવાઇઓ પર આધાર રાખી 3 વર્ષ બાદ સરેન્ડરનું મૂલ્ય મેળવી શકાય છે અને 5 વર્ષ બાદ આ ભંડોળમાંથી આંશિક રીતે નાણાં ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. આપના અને આપના પરિવાર માટે સંપત્તિનું સર્જન કરવા માટે રોકાણનો લાંબો સમયગાળો પસંદ કરો.

વસૂલવામાં આવતાં ચાર્જિસને ધ્યાન પર લો

આપ આપની આંખો ખુલ્લી રાખીને આપના નાણાંનું રોકાણ કરો એ ખૂબ જ મહત્વનું છે, જેથી કરીને આપ યુલિપ પ્લાન ઓનલાઇન અથવા ઑફલાઇન ખરીદો ત્યારે આપને ચોક્કસ કેટલું વળતર પ્રાપ્ત થશે અને આપ કેટલું મેળવવા માટે હકદાર રહો છો, તે જાણી શકો. વીમાકંપનીઓ ફંડ મેનેજમેન્ટ ફી, મોર્ટાલિટીના ચાર્જિસ, સર્વિસ ચાર્જિસ, વહીવટી ફી, પ્રીમિયમની ફાળવણીના ચાર્જિસ, પૉલિસી બંધ કરાવી કે સરેન્ડર કરાવી દેવાના ચાર્જિસ વગેરે જેવા મથાળાઓ હેઠળ તમામ યુલિપ માટે કૉમન હોય તેવા ચોક્કસ ચાર્જિસ વસૂલતી હોય છે. કેટલીક વીમાકંપનીઓ આવા તમામ ચાર્જિસ વસૂલતી હોય છે, જ્યારે અન્ય કેટલીક વીમાકંપનીઓ કોઈ ચાર્જ વસૂલતી નથી. આપ જ્યારે યુલિપને ઓનલાઇન ખરીદી રહ્યાં હો ત્યારે આ બધાં જ ચાર્જિસને ધ્યાનમાં લીધા પછી જ સૂચિત નિર્ણય લો.

કરની ચૂકવણીમાંથી મુક્તિનો મહત્તમ લાભ મેળવો

આપ યુલિપ પ્લાન ઓનલાઇન કે ઑફલાઇન ખરીદો તે પહેલાં આપને ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની વિવિધ કલમો હેઠળ પ્રાપ્ત થતાં કર સંબંધિત લાભ અંગે વિચારણા કરો.

 

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના યુલિપ પ્લાનના વિકલ્પો કયા છે?


યુલિપના ફંડ્સ, અંતિમ-વપરાશ અને પૉલિસીધારકને પૂરાં પાડવામાં આવતાં મૃત્યુ સંબંધિત લાભના પ્રકારો પર આધાર રાખી વિવિધ પ્રકારના યુલિપ પ્લાનને વર્ગીકૃત કરવામાં આવે છે.

યુલિપ ફંડ પર આધાર રાખી યુલિપ પ્લાનના ત્રણ પ્રાથમિક પ્રકારો છેઃ

 • ઇક્વિટી-પૉલિસીધારકના પ્રીમિયમને ઇક્વિટી માર્કેટમાં ફંડ્સનું રોકાણ કરવા તરફ વાળવામાં આવે છે. આ પ્રકારના યુલિપ પ્લાન ઊંચું વળતર આપી શકે છે પરંતુ તે ઊંચું જોખમ પણ સાથે લાવે છે.
 • ડેટ-પૉલિસીધારકોના પ્રીમિયમને ડેટ માર્કેટમાં ફંડ્સનું રોકાણ કરવા તરફ વાળવામાં આવે છે. આ પ્રકારના યુલિપ પ્લાન ઓછુંથી મધ્યમ વળતર પૂરું પાડે છે અને તેના પર જોખમ પણ ઓછું તોળાયેલું રહે છે.
 • બેલેન્સ્ડ-પૉલિસીધારકના પ્રીમિયમને ઇક્વિટી અને ડેટ માર્કેટમાં રોકાણ કરનારા ફંડ્સની વચ્ચે સંતુલિત કરવામાં આવે છે. આ પ્રકારના યુલિપ પ્લાન્સ રોકાણકારના જોખમને ઘટાડી દે છે.

પૉલિસીધારકને પૂરાં પાડવામાં આવતાં મૃત્યુ સંબંધિત લાભ પર આધાર રાખી યુલિપ પૉલિસીઓના બે પ્રકાર છેઃ

 • પ્રકાર 1 - પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થવાના કિસ્સામાં આ પ્રકારના યુલિપ પ્લાન લાભાર્થીને વીમાકૃત રકમ અથવા તો યુલિપના ફંડનું મૂલ્ય, બેમાંથી જે વધારે હોય તે ચૂકવે છે.
 • પ્રકાર 2 - પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થવાના કિસ્સામાં આ પ્રકારના યુલિપ પ્લાન લાભાર્થીને વીમાકૃત રકમ વત્તા યુલિપના ફંડનું મૂલ્ય એમ બંને ચૂકવે છે.

પૉલિસીધારકના અંતિમ વપરાશ પર આધાર રાખીને વિવિધ પ્રકારના યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન ઉપલબ્ધ છે, જેમાં રીટાયરમેન્ટ યુલિપ, ચિલ્ડ્રન એજ્યુકેશન યુલિપ, વેલ્થ ક્રીએશન યુલિપ, આરોગ્ય-સંબંધિત યુલિપ, ગ્રૂપ યુલિપ વગેરેનો સમાવેશ થાય છે.

આપની નાણાકીય જરૂરિયાતો કોઇપણ હોય, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ વિવિધ પ્રકારની યુલિપ પૉલિસી પૂરી પાડે છે, જેને ખાસ કરીને આપના માટે કસ્ટમાઇઝ કરવામાં આવી હોય છે. આપની વયજૂથ, નાણાકીય લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાન પર લેતી વખતે વિવિધ પ્રકારના યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાનના લાભાલાભની સરખામણી કરો. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ આપને સ્થિતિસ્થાપક વિકલ્પોની એક આખી શ્રેણી પૂરી પાડે છેઃ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેલ્થ મેક્સિમાઇઝર પ્લાન

 • રોકાણ + વીમાઉત્પાદન
 • માર્કેટ સાથે સંકળાયેલા ફંડના વિકલ્પો
 • વિનામૂલ્યે અમર્યાદિત વખત સ્વિચ કરી શકાય છે
 • લાંબાગાળે સંપત્તિમાં વૃદ્ધિ કરે છે
 • પદ્ધતિસર રીતે આંશિક ઉપાડનો વિકલ્પ
 • પ્રીમિયમમાં ટૉપ-અપ કરવાની સુવિધા
 • કર સંબંધિત લાભ

ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન

 • રોકાણ + વીમાઉત્પાદન
 • ઑટોમેટિક ટ્રિગર આધારિત રોકાણ
 • સ્થિતિસ્થાપક પ્રીમિયમ
 • આંશિક ઉપાડની સુવિધા
 • કર સંબંધિત લાભ

ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન

 • રોકાણ + વીમાઉત્પાદન
 • માર્કેટ સાથે સંકળાયેલ ફંડના વિકલ્પો
 • સ્વિચિંગ અને રીડાયરેક્ટિંગ કરવાની સુવિધાઓ
 • લિક્વિડ ફંડ પર ટ્રાન્સફર થવાનો વિકલ્પ
 • કર સંબંધિત લાભ

FAQs

 • પરંપરાગત પ્લાન અને યુલિપ પૉલિસી વચ્ચે શું તફાવત છે?

  પરંપરાગત પ્લાનમાં ટર્મ પૉલિસીઓ, એન્ડોવમેન્ટ પ્લાન અને હોલ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓનો સમાવેશ થાય છે. પરંપરાગત બચત અને વીમા પ્લાનની રચના જોખમ નહીં લેવા માંગતા રોકાણકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તે ઓછા જોખમ અને પૉલિસીધારકના મૃત્યુ થઈ જવાના કિસ્સામાં અથવા પૉલિસીની પાકતી મુદતે નિશ્ચિત વળતરના લાભ પૂરાં પાડે છે.

  યુલિપ અથવા તો યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન્સ રોકાણ, વીમા અને માર્કેટ સાથે સંકળાયેલા વળતરનું સંયોજન પૂરું પાડે છે. યુલિપના ફંડનું મૂલ્ય કેપિટલ માર્કેટની સ્થિતિ પર આધારિત હોવાથી તે ઊંચું વળતર રળવાની ક્ષમતા ધરાવે છે. આપના પ્રીમિયમના નાણાંનું રોકાણ ઊંચા જોખમની સાથે ઊંચું વળતર આપતા ઇક્વિટી ફંડમાં, ઓછું જોખમ અને મધ્યમ વળતર આપતા ડેટ ફંડમાં કે આ બંનેના સંતુલન મિશ્રણમાં કરવું, તે આપ પસંદ કરી શકો છો.

 • શું યુલિપ એફડી કરતાં વધુ યોગ્ય છે?

  એફડી અથવા ફિક્સ્ડ ડીપોઝીટ એ બચતનું લોકપ્રિય સાધન છે, કારણ કે, તે બચત ખાતાની સરખામણીએ ઊંચો વ્યાજદર પૂરો પાડે છે. જોકે, એફડીના વ્યાજદરો ફુગાવાથી પ્રભાવિત થાય છે અને આરબીઆઈને જરૂરી લાગે તે પ્રમાણે તેમાં ઘટાડો પણ થઈ શકે છે. એફડી મુદતના અંતે નિશ્ચિત વળતર પૂરું પાડે છે.

  યુલિપ અથવા યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરેન્સ પ્લાન એ લાઇફ ઇન્શ્યોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે, જે આપને જીવન વીમાકવચ, સંપત્તિના સર્જન અને માર્કેટ સાથે સંકળાયેલ વળતર રળવાનો મોકો આપે છે. બોન્ડનો દર વધવાની સાથે યુલિપના ફંડનું મૂલ્ય પણ વધવાની સંભાવના રહે છે. એફડીની સરખામણીએ યુલિપ વધુ સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે, કારણ કે આપ આપની જરૂરિયાતો પર આધાર રાખીને આપના ફંડને ફાળવી શકો છો અને ડેટ પરથી ઇક્વિટી પર અને ઇક્વિટીથી ડેટ પર સ્વિચ પણ કરી શકો છો. યુલિપમાંથી પ્રાપ્ત થતાં વળતરનો આધાર માર્કેટની સ્થિતિ પર રહેલો છે.

  આપ જો આપના નાણાંની બચત કરવા માંગતા હો, આપના નાણાંને આપના માટે કામે લગાડવા માંગતા હો, ઊંચું વળતર મેળવવા માંગતા હો અને યુલિપના સમયગાળા દરમિયાન જીવન વીમાકવચ મેળવવા માંગતા હો તો યુલિપ એ આપના માટે વધુ યોગ્ય વિકલ્પ છે.

 • યુલિપમાં રોકાણ કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ?

  યુલિપ પૉલિસી ઘણાં સ્થિતિસ્થાપક કસ્ટમાઇઝેશનના વિકલ્પો ધરાવે છે. યુલિપમાં રોકાણ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેથી આપને આપના પ્લાનમાંથી શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય તેની ખાતરી કરી શકાયઃ

  • આપની સંપત્તિનું સર્જન કરવામાં ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિને કામે લગાડવા માટે શક્ય એટલી વહેલી શરૂઆત કરો.
  • સાતત્યપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરો.
  • આપને ઉપલબ્ધ ફંડના વિવિધ વિકલ્પો, સ્વિચિઝ અને ફંડનું રોકાણ કરવાની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો.
  • ફંડ કેવો કાર્યદેખાવ કરી રહ્યાં છે, તે જોવા માટે અને આપને યોગ્ય લાગે તેવા ફેરફારો કરવા માટે આપના યુલિપ પોર્ટફોલિયો પર નજર રાખો.
  • આપના યુલિપ ફંડને મજબૂત બનાવવા એક્સ્ટ્રા પ્રીમિયમને ઉમેરવા માટે ટૉપ-અપના વિકલ્પનો ઉપયોગ કરો
  • લાગુ થતાં કર સંબંધિત લાભનો ફાયદો ઉઠાવો.

 • યુલિપમાં લૉક-ઇનનો લઘુત્તમ સમયગાળો કેટલો હોય છે?

  યુલિપ એ લાંબાગાળાના રોકાણ માટે છે. તેની રચના લાંબાગાળે માર્કેટની ઉપર તરફની ગતિ પર મૂડીનું સર્જન કરવા માટે થઈ છે. આ પરિણામને શક્ય બનાવવા માટે યુલિપમાં લૉક-ઇનનો 5 વર્ષનો સમયગાળો હોય છે. જોકે, એક રોકાણકાર તરીકે ચક્રવૃદ્ધિ વ્યાજ, માર્કેટની હિલચાલ અને વીમાકંપની દ્વારા પૂરાં પાડવામાં આવતાં સંપત્તિના બૂસ્ટર્સનો ફાયદો ઉઠાવવા માટે આપનો ઉદ્દેશ્ય વધુ લાંબાગાળા સુધી (10-12 વર્ષ) પોતાનું રોકાણ જાળવી રાખવાનો હોવો જોઇએ.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY