પ્રવેશ સમયે ન્યૂનતમ ઉંમર
- Answer
-
8 વર્ષ (નિશ્ચિત આવકના વિકલ્પ માટે) / 30 વર્ષ (સમગ્ર જીવન માટે આવકના વિકલ્પ માટે)
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
તમારા પ્લાનની કલ્પના કરો
8 વર્ષ (નિશ્ચિત આવકના વિકલ્પ માટે) / 30 વર્ષ (સમગ્ર જીવન માટે આવકના વિકલ્પ માટે)
50 વર્ષ (નિશ્ચિત આવકના વિકલ્પ માટે) / 60 વર્ષ (સમગ્ર જીવન માટે આવકના વિકલ્પ માટે)
18 વર્ષ (નિશ્ચિત આવકના વિકલ્પ માટે) / 40 વર્ષ (સમગ્ર જીવન માટે આવકના વિકલ્પ માટે)
60 વર્ષ (નિશ્ચિત આવકના વિકલ્પ માટે) / (70 વર્ષ માટે (સમગ્ર જીવન માટે આવકના વિકલ્પ માટે)
10 વર્ષ
5/6/7 વર્ષ
વાર્ષિક - ₹48,000, / અર્ધવાર્ષિક- રૂ. 24,571 / ત્રિમાસિક- રૂ. 12,432 / માસિક- રૂ. 4,176
કોઈ મર્યાદા નથી (બોર્ડ દ્વારા મંજૂર વીમા પોલિસીને આધીન)
₹4,80,000
કોઈ મર્યાદા નથી (બોર્ડ દ્વારા મંજૂર વીમા પોલિસીને આધીન)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લોંગ ગેરંટીડ ઈન્કમ પ્લાન એ જીવન વીમા કવરેજ સાથે પૈસા બચાવવાની શ્રેષ્ઠ રીત છે. તે નિયમિત આવકની ખાતરી આપે છે અને આમ, આ એક ઉત્તમ બચત યોજના છે. ઉપરાંત, તે આવકવેરા બચત યોજનાઓ માટે પાત્ર છે, જે વધારાના નાણાકીય લાભો પ્રદાન કરે છે. ઓનલાઈન ખરીદીની સુવિધા સાથે, તમારા નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવા અને તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તે એક સરળ અને સાદો ઉપાય છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન ઇન્કમ બેનિફિટના બે વિકલ્પો પ્રદાન કરે છે. નિશ્ચિત આવકનો વિકલ્પ અને સમગ્ર જીવન આવકનો વિકલ્પ. નિશ્ચિત આવકના વિકલ્પ હેઠળ, વાર્ષિક પ્રીમિયમની ટકાવારી (X%) 20 વર્ષ માટે આવક તરીકે ચૂકવવામાં આવે છે, જેમાં આવકના લાભની અવધિના અંતે પ્રીમિયમના વળતરની ટકાવારી (Y%) પ્રદાન કરવામાં આવે છે, જે પ્રીમિયમની ચૂકવણી પર પ્રાસંગિક હોઈ છે અને વીમાધારકના જીવિત રહેવા પર ચુકવવામાં આવે છે. સમગ્ર જીવન માટે આવકનો વિકલ્પ 99 વર્ષની ઉંમર સુધી વાર્ષિક પ્રીમિયમના X%ને આવક તરીકે, આવકના લાભના સમયગાળાના અંતે પ્રીમિયમના વળતરના Y% સાથે સુનિશ્ચિત કરે છે, જે પ્રીમિયમની ચૂકવણી અને વીમાધારકના જીવિત રહેવાને આધીન છે. આ વિકલ્પો વ્યક્તિઓને તેમના નાણાકીય હેતુઓ સાથે સંરેખિત કરવા માટે તેમના આવકના લાભોને અનુરૂપ બનાવવા માટે સુગમતા પ્રદાન કરે છે. વિગતવાર તપાસ કરવા માટે, કૃપા કરીને પ્લાન બ્રોશરનો સંદર્ભ લો.
હા, તમને આ પ્લાન હેઠળ લોનની સુવિધાનો લાભ મળી શકે છે.
તમે કોઈપણ સમયે કેટલી લોન મેળવી શકો છો તે સરેન્ડર વેલ્યુ પર આધારિત હોઈ છે. તમે ઉપલબ્ધ સરેન્ડર વેલ્યુના 90% સુધીની લોનની રકમ મેળવી શકો છો. લોનની ન્યૂનતમ રકમ 1,000 રૂપિયા હોવી જોઈએ. અમે વાર્ષિક 9%ના દરે વ્યાજ વસૂલ કરીશું જે આઇઆરડીએઆઈની પૂર્વ મંજૂરીને આધીન, સમય-સમય પર અમારા દ્વારા બદલી શકાય છે.
પૉલિસીની મુદતના અંતે લોનની બાકી રકમ, તેના પરના વ્યાજ સાથે, જો કોઈ હોય તો, ભવિષ્યની નિશ્ચિત આવકના વર્તમાન મૂલ્યમાંથી તેમજ ચૂકવવામાં આવેલા, વાર્ષિક 9%ના દરે ડિસ્કાઉન્ટેડ તમામ પ્રીમિયમના Y% અને બાકીની રકમમાંથી બાદ કરીને પ્રાપ્ત થતી રકમ, જો કોઈ હોય તો તરત જ ચૂકવવાપાત્ર થશે અને પોલિસી બંધ કરવામાં આવશે.
અમે નોમિની/અપોઈન્ટી/કાયદેસરના વારસદારોને મૃત્યુ લાભ અથવા જીવન વીમાધારકને પાકતી મુદતનો લાભ ચૂકવતા પહેલા વ્યાજ સહિત કોઈપણ અવેતન લોનની રકમ વસૂલ કરીશું. જ્યારે લોનની મુદ્દલ વ્યાજ સાથે પેઇડ-અપ પૉલિસી માટે સરેન્ડર વેલ્યુ કરતાં વધી જાય, ત્યારે પૉલિસી અમારા દ્વારા ફરજિયાતપણે સરેન્ડર કરવામાં આવશે અને વ્યાજ સાથેની લોનની બાકી રકમ સરેન્ડર વેલ્યુ અથવા પેઇડ-અપ લાભમાંથી વસૂલવામાં આવશે. ફરજિયાત સરેન્ડર અમલમાં હોઈ તેવી પોલિસીને લાગુ કરવા માટે લાગુ થશે નહીં.
અમે તમને ગ્રેસ પીરિયડ પ્રદાન કરીએ છીએ જે પ્રીમિયમની નિયત તારીખથી પ્રીમિયમની ચુકવણી માટે આપવામાં આવેલ સમય છે જે દરમિયાન પોલિસી રિસ્ક કવર સાથે અમલમાં હોવાનું માનવામાં આવે છે. આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક આવર્તન માટે 30 દિવસ અને પ્રીમિયમની નિયત તારીખથી માસિક આવર્તન માટે 15 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વીમાધારકના મૃત્યુના કિસ્સામાં, મૃત્યુની તારીખ સુધીના બાકી પ્રીમિયમો બાદ કર્યા પછી મૃત્યુ લાભ, નોમિની (ઓ)/અપોઈન્ટી/કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પોલિસી અમલમાં હોવાનું માનવામાં આવશે.
તમારી પોલિસીનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારી પોલિસી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કે, અમે સમજીએ છીએ કે અમુક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા માગી શકો છો. પ્રથમ 2 સંપૂર્ણ વર્ષના પ્રિમીયમ ચૂકવ્યા પછી પોલિસી સરેન્ડર વેલ્યુ પ્રાપ્ત કરશે.
સરેન્ડર સમયે ગેરંટીડ સરેન્ડર વેલ્યુ (GSV) અથવા સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ (SSV), બેમાંથી જે વધુ હોઈ તે ચૂકવવાપાત્ર રહેશે. GSV પરિબળો પોલિસીના સરેન્ડરના વર્ષ અને પોલિસીની મુદત પર આધારિત છે. GSV પરિબળો સરેન્ડરની તારીખ સુધી ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમ પર લાગુ થશે.
GSV = GSV પરિબળ પ્રીમિયમ x કુલ ચૂકવેલ પ્રીમિયમ માટે લાગુ પડતા કર અને વધારાનું પ્રીમિયમ અને રાઇડર પ્રીમિયમ, જો કોઈ હોય તો.
SSV = {(પૉલિસીની મુદત દરમિયાન ચૂકવવાપાત્ર પ્રીમિયમની કુલ સંખ્યા/ચુકવવાપાત્ર પ્રીમિયમની કુલ સંખ્યા) x (આવકના લાભનું વર્તમાન મૂલ્ય અને ચૂકવેલ તમામ પ્રીમિયમના Y%, જેના પર વાર્ષિક 9%ના દરે છૂટ આપવામાં આવે છે)} જેને સરેન્ડર સમયે પ્રવર્તમાન SSV પરિબળ સાથે ગુણા કરવામાં આવે છે. આઇઆરડીએઆઈની પૂર્વ મંજૂરીને આધીન SSV પરિબળ સમય સમય પર અમારા દ્વારા નક્કી કરવામાં આવશે.
નોંધ: GSV પરિબળો પરિશિષ્ટ I માં ઉલ્લેખિત છે.
હા, તમે ફ્રી લુક અવધિની અંદર તમારી પોલિસી પરત કરી શકો છો;
જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે સંમત ન હોવ તો, તો તમે પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર તેના કારણો દર્શાવીને અમને પોલિસી પરત કરી શકો છો. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ખરીદવામાં આવેલી પોલિસી માટે ફ્રીલુકની અવધિ 30 દિવસની હશે. પોલિસીના મૂળ દસ્તાવેજ સાથે તમારો પત્ર મળવા પર, અમે તમને કવર અને સ્ટેમ્પ ડ્યુટીના સમયગાળા માટે પ્રમાણસર રિસ્ક પ્રીમિયમ બાદ કરીને પ્રીમિયમ રિફંડ કરીશું.
શું તમે તમારી પોલિસી પરત કરો ત્યારે તમને કોઈ રિફંડ મળે છે?
i. પોલિસી અમલમાં હતી તે સમય માટે પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ, જો કોઈ હોય તો,
ii. ચુકવવામાં આવેલ કોઈપણ સ્ટેમ્પ ડ્યુટી
iii. તબીબી તપાસ પર કરવામાં આવેલ ખર્ચ, જો કોઈ હોય તો, બાદ કરવામાં આવશે
ડિસ્ટન્સ માર્કેટિંગમાં નીચેના માધ્યમો દ્વારા વિનંતી કરવાની (લીડ જનરેશન સહિત) અને ઇન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણની દરેક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે: (i) વૉઇસ મોડ, જેમાં ટેલિફોન કૉલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજિંગ સર્વિસ (SMS); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેલ, ઈન્ટરનેટ અને ઇન્ટરેક્ટિવ ટેલિવિઝન (DTH) નો સમાવેશ થાય છે; (iv) ફિઝિકલ મોડ જેમાં ડાયરેક્ટ પોસ્ટલ મેઇલ અને અખબાર અને મેગેઝિન ઇન્સર્ટનો સમાવેશ થાય છે; અને, (v) વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા વિનંતી.
પૉલિસી હેઠળ જોખમ શરૂ થયાની તારીખથી અથવા પૉલિસીના રિવાઇવલ તારીખથી 12 મહિનાની અંદર આત્મહત્યાને કારણે મૃત્યુના કિસ્સામાં, લાગુ પડે તે મુજબ, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરેન્ડર વેલ્યુ, બેમાંથી જે વધારે હોય, પાત્ર હશે પરંતુ પોલિસી અમલમાં હોવી જોઈએ.
પોલિસીની મુદત (પાકતી મુદત) ના અંતે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન નીચેના લાભો આપે છે:
નિશ્ચિત આવકનો વિકલ્પ:
પાકતી મુદતના લાભમાં 20 વર્ષ માટે નિશ્ચિત આવકનો સમાવેશ થાય છે.
પ્રીમિયમના વળતરના Y% આવકના લાભના સમયગાળાના અંતે પ્રદાન કરવામાં આવે છે.
ભાવિ નિશ્ચિત આવકના વર્તમાન મૂલ્ય અને પ્રીમિયમના વળતરના Y%નું પ્રતિનિધિત્વ કરતી, વાર્ષિક 9% ના દરે છૂટ સાથે પ્રાપ્ત રકમ (વ્યાજ દર નિશ્ચિત નથી, આઇઆરડીએઆઈ મંજૂરીને આધીન) મેળવવાનો વિકલ્પ.
સમગ્ર જીવન આવકનો વિકલ્પ:
પાકતી મુદતના લાભમાં 99 વર્ષની ઉંમર સુધી નિશ્ચિત આવકનો સમાવેશ થાય છે.
પ્રીમિયમના વળતરના Y% આવકના લાભના સમયગાળાના અંતે વિતરિત કરવામાં આવે છે.
ભાવિ નિશ્ચિત આવકના વર્તમાન મૂલ્ય અને પ્રીમિયમના વળતરના Y%નું પ્રતિનિધિત્વ કરતી, વાર્ષિક 9% ના દરે છૂટ સાથે પ્રાપ્ત રકમ (વ્યાજ દર નિશ્ચિત નથી, આઇઆરડીએઆઈ મંજૂરીને આધીન) મેળવવાનો વિકલ્પ.
આવકના લાભના સમયગાળા દરમિયાન, વૈકલ્પિક વિકલ્પ પૉલિસીધારકોને ભાવિ આવકના લાભોના વર્તમાન મૂલ્ય અને વાર્ષિક 9%ના દરે ડિસ્કાઉન્ટેડ પ્રિમિયમના Y%નું પ્રતિનિધિત્વ કરતી ભવિષ્યની આવક એકસાથે પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. (વ્યાજ દર નિશ્ચિત નથી, આઇઆરડીએઆઈની મંજૂરીને આધીન). "પ્રીમિયમનું વળતર" એ વાર્ષિક પ્રીમિયમના કુલ સરવાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિગતવાર તપાસ કરવા માટે, કૃપા કરીને પ્લાન બ્રોશરનો સંદર્ભ લો.
ચૂકી ગયેલ પ્રીમિયમ ચૂકવણીના કિસ્સામાં, નીચેની પરિસ્થિતિઓ ઉભી થાય છે:
ગેરેંટીડ સરેન્ડર વેલ્યુ પહેલા લેપ્સ:
જો ગ્રેસ પીરિયડની અંદર પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો પોલિસી લેપ્સ થાય છે.
રિસ્ક કવર બંધ થઈ જાય છે, અને કોઈ વધુ લાભો ચૂકવવાપાત્ર રહેતા નથી.
જો સંપૂર્ણ બે વર્ષથી ઓછા પ્રિમીયમ ચૂકવવામાં આવે તો પોલિસી લેપ્સ થઇ જાય છે.
રિવાઇવલનો વિકલ્પ:
રીવાઈવલના સમયગાળા દરમિયાન પોલિસીને રિવાઇવ કરી શકાય છે.
આ સમયગાળાની અંદર રિવાઇવલ વિના લેપ્સ થઇ ગયેલી પોલિસી,લાભ વિના બંધ થઇ જાય છે.
પેઈડ અપ વેલ્યુ:
ગ્રેસ પીરિયડની સમાપ્તિ પહેલાં ચૂકવણી ન કરવાથી પેઇડ-અપ વેલ્યુવાળી પૉલિસીમાં પરિણમે છે.
મૃત્યુ લાભ:
પ્રથમ અવેતન પ્રીમિયમના એક વર્ષની અંદર: સંપૂર્ણ મૃત્યુ લાભ.
એક વર્ષ પછી: મૃત્યુ પર ઓછી ચૂકવેલ વીમા રકમ.
પાકતી મુદતનો લાભ:
પૉલિસીની મુદતના અંત સુધી જીવિત રહેવાથી પાકતી મુદત પર રિડ્યુસ્ડ પેઈડ અપ વીમાની રકમ મળે છે.
રિડ્યુસ્ડ પેઈડ અપ વીમાની રકમની ગણતરી:
મૃત્યુ લાભ: મૃત્યુ પર વીમાની રકમ x (ચુકવેલ કુલ પ્રિમીયમ / ચૂકવવાપાત્ર કુલ પ્રિમીયમ).
પાકતી મુદતનો લાભ: આવકની ચૂકવણીનું વર્તમાન મૂલ્ય અને ચૂકવેલ પ્રીમિયમના Y%, જેના પર વાર્ષિક 9%ના દરે છૂટ આપવામાં આવે છે x (ચુકવવામાં આવેલ કુલ પ્રિમિયમ / ચૂકવવાપાત્ર કુલ પ્રિમીયમ).
રિવાઇવલની પ્રક્રિયા:
પાંચ વર્ષની અંદર પોલિસી રિવાઇવ કરવા માટે તમામ બાકી પ્રિમીયમ વ્યાજ સાથે ચૂકવવાની જરૂર છે (હાલમાં વાર્ષિક 9%).
સફળ રિવાઇવલ પર મૂળ પોલિસી મુજબ તમામ લાભો પુનઃસ્થાપિત થઇ જાય છે.
રિડ્યુસ્ડ પેઇડ-અપ મોડમાં ચાલુ રાખવું:
જો રિવાઇવલની અવધિ દરમિયાન રિવાઇવ ન થાય, તો પોલિસી મેચ્યોરિટી, મૃત્યુ અથવા સરેન્ડર સુધી રિડ્યુસ્ડ પેઇડ-અપ મોડમાં ચાલુ રહે છે. વિગતવાર તપાસ કરવા માટે, કૃપા કરીને પ્લાન બ્રોશરનો સંદર્ભ લો.
તમામ પરિસ્થિતિઓમાં, મૃત્યુ અથવા પાકતી મુદતે રિડ્યુસ્ડ પેઈડ અપ વીમાની રકમ પૉલિસી હેઠળ ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમ કરતાં ઓછી નહીં હોય. રિવાઇવલ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ વીમા પોલિસીને આધીન છે.
જીવન વીમાધારકના મૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, પોલિસી વ્યાપક મૃત્યુ લાભો પ્રદાન કરે છે.
પોલિસીની મુદત દરમિયાન મૃત્યુ:
નોમિની માટે એક સામટી રકમ અથવા માસિક આવકના વિકલ્પો.
મૃત્યુ પર વીમાની રકમની અથવા કુલ પ્રિમિયમના 105%, બેમાંથી જે વધારે હોઈ, તેના આધારે ચૂકવણીની ગણતરી કરવામાં આવે છે.
પૉલિસી ચૂકવણી પછી બંધ થઇ જાય છે.
હપ્તામાં ચુકવણીની વિકલ્પ:
માસિક ચુકવણી વાર્ષિકી પરિબળ અને SBI સેવિંગ્સ બેંકના વ્યાજ દરે નિર્ધારિત કરવામાં આવે છે.
હપ્તાના સમગ્ર સમયગાળા દરમિયાન સમાન ચૂકવણી.
SBI સેવિંગ્સ બેંકના વ્યાજ દરની વાર્ષિક સમીક્ષા.
આવકના લાભના સમયગાળા દરમિયાન મૃત્યુ:
સમયગાળો પૂરો થાય ત્યાં સુધી નોમિનીને આવકનો લાભ મળતો રહે છે.
આવકના લાભના સમયગાળાના અંતે પ્રદાન કરેલ પ્રીમિયમનું વળતર પ્રાપ્ત થાય છે.
નોમિની પાસે ભાવિ લાભો એકમ રકમ તરીકે મેળવવાનો વિકલ્પ હોઈ છે, જે અનિશ્ચિત દરે છૂટ સાથે આપવામાં આવે છે.
વ્યાજ દરમાં કોઈપણ ફેરફાર માટે આઇઆરડીએઆઈ ની મંજૂરી જરૂરી છે.
પ્રીમિયમના વળતરની વ્યાખ્યા:
કુલ વાર્ષિક પ્રીમિયમ તરીકે વ્યાખ્યાયિત
મૃત્યુ લાભના વિશિષ્ટ ગુણાંક પરિશિષ્ટ II માં વિગતવાર આપવામાં આવેલ છે
આ સુવ્યવસ્થિત અભિગમ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન હેઠળ મૃત્યુ લાભોની સ્પષ્ટ સમજણ આપે છે. વિગતવાર તપાસ કરવા માટે, કૃપા કરીને પ્લાન બ્રોશરનો સંદર્ભ લો.
જો પૉલિસીએ પેઈડ અપ વેલ્યુ પ્રાપ્ત કરી હોય તો તમારી પૉલિસી પર લાઇફ કવર કન્ટીન્યુઅન્સ લાભ મળશે.
સંપૂર્ણ મૃત્યુ લાભ પ્રથમ અવેતન પ્રીમિયમ (FUP)ની તારીખથી એક વર્ષ (લાઇફ કવર કન્ટિન્યુઅન્સ પીરિયડ) માટે અમલમાં રહેશે.
જો તમે FUP તારીખથી એક વર્ષની અંદર વાર્ષિક 9% ના દરે વ્યાજ સાથે બાકી પ્રીમિયમ ચૂકવશો તો તમારી પાસે "લાઇફ કવર કન્ટિન્યુઅન્સ લાભ" ને વધુ લંબાવવાનો વિકલ્પ હશે. આવી ચુકવણી પર, સુધારેલ “અવેતન પ્રીમિયમ” ની તારીખથી એક વર્ષ માટે જીવન કવર ચાલુ રાખવાનો લાભ લાગુ થશે.
જો તમે FUP તારીખથી 12 મહિનાની અંદર પ્રીમિયમ નહીં ચૂકવો, તો પછી પોલિસી રિડ્યુસ્ડ પેઈડ અપ પોલિસીમાં રૂપાંતરિત થઇ જશે.
લાઈફ કવર કન્ટિન્યુઅસ પિરિયડના અંતે, તમે નીચેના વિકલ્પોનો ઉપયોગ કરી શકશો:
જો તમે પ્રીમિયમની નિયત તારીખના ઓછામાં ઓછા એક મહિના પહેલાં પ્રીમિયમ ચૂકવશો તો જો આ સમયગાળો પ્રીમિયમની નિયત તારીખના સમાન નાણાકીય વર્ષમાં આવે તો અમે રિન્યૂઅલ પ્રીમિયમની રકમ પર ડિસ્કાઉન્ટ આપીશું.
એક નાણાકીય વર્ષમાં બાકી રહેલા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર બનવા માટે પ્રીમિયમ, તેની નિયત તારીખના મહત્તમ ત્રણ મહિના અગાઉના નાણાકીય વર્ષમાં અગાઉથી એકત્રિત કરી શકાય છે.
જો પ્રીમિયમની નિયત તારીખ પહેલાં એક મહિનાની અંદર પ્રીમિયમ ચૂકવવામાં આવે તો કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. આ રીતે અગાઉથી એકત્ર કરાયેલ રિન્યુઅલ પ્રીમિયમ માત્ર પ્રીમિયમની નિયત તારીખે સમાયોજિત કરવામાં આવશે.
પ્રવર્તમાન આવકવેરા કાયદા મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને મળવાપાત્ર લાભો પર કર લાભો ઉપલબ્ધ હોઈ શકે છે. સરકારના કરવેરા કાયદા મુજબ આ સમયાંતરે ફેરફારને પાત્ર છે. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા કર સલાહકારની સલાહ લો.
હા, તમારી પાસે આ પોલિસીમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ વેઇવર ઓફ પ્રીમિયમ રાઇડર (UIN: 143B017V01) અને ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડર (UIN: 143B001V02) નો વિકલ્પ છે.
જો ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ વેઇવર ઓફ પ્રીમિયમ રાઇડર પસંદ કરવામાં આવે તો જો પૉલિસી ધારક/ જીવન વીમાધારક મૃત્યુ, આકસ્મિક સંપૂર્ણ કાયમી અપંગતા અથવા પસંદ કરેલ રાઇડર આવરી લેવામાં આવતી ગંભીર બીમારીઓથી પીડાય છે, તો આ રાઇડર બેઝ પોલિસીના ભાવિ પ્રિમીયમને માફ કરીને તમને મદદ કરે છે. પોલિસીધારક/ જીવન વીમાધારક માટેના વિકલ્પો નીચે દર્શાવેલ છે. પૉલિસીની શરૂઆત વખતે તમે માત્ર એક જ વિકલ્પ પસંદ કરી શકો છો અને એકવાર પસંદ કર્યા પછી પૉલિસીની મુદત દરમિયાન બદલી શકાશે નહીં.
વિકલ્પ | લાભ |
---|---|
મૃત્યુ પર પ્રીમિયમની માફી | આ વિકલ્પ પૉલિસીધારકના મૃત્યુ પર બેઝ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર તમામ ભાવિ પ્રીમિયમ માફ કરી દે છે (માત્ર જ્યારે વીમાધારક અને પૉલિસી ધારક બેઝ પોલિસી હેઠળ અલગ-અલગ વ્યક્તિઓ હોય), પરંતુ રાઇડર અને બેઝ પોલિસી અમલમાં હોવી જોઈએ. |
આકસ્મિક કુલ કાયમી અપંગતા અથવા (નિદાન) ગંભીર બીમારી પર પ્રીમિયમની માફી | આ વિકલ્પ બેઝ પોલિસી હેઠળ નીચેની ઘટનાઓમાંથી એક અથવા વધુ ઘટનાઓ એક સાથે થવા પર તમામ ભાવિ ચૂકવવાપાત્ર પ્રિમીયમને માફ કરી દે છે; રાઇડર વીમાધારકની આકસ્મિક કુલ કાયમી વિકલાંગતા અથવા રાઇડર વીમાધારકના રાઇડર હેઠળ આવરી લેવામાં આવતી કોઈપણ ગંભીર બીમારીથી પીડિત હોવા પર, પરંતુ રાઇડર અને બેઝ પોલિસી અમલમાં હોવી જોઈએ. |
મૃત્યુ અથવા આકસ્મિક કુલ કાયમી અપંગતા અથવા ગંભીર બીમારી પર પ્રીમિયમની માફી | આ વિકલ્પ બેઝ પોલિસી હેઠળ નીચેની ઘટનાઓમાંથી એક અથવા વધુ ઘટનાઓ એક સાથે થવા પર તમામ ભાવિ ચૂકવવાપાત્ર પ્રિમીયમને માફ કરી દે છે; રાઇડર વીમાધારકની મૃત્યુ અથવા આકસ્મિક કુલ કાયમી વિકલાંગતા અથવા રાઇડર વીમાધારકના રાઇડર હેઠળ આવરી લેવામાં આવતી કોઈપણ ગંભીર બીમારીથી પીડિત હોવા પર, પરંતુ રાઇડર અને બેઝ પોલિસી અમલમાં હોવી જોઈએ. આ વિકલ્પ પસંદ કરવા માટે, જીવન વીમાધારક અને પૉલિસી ધારક બેઝ પોલિસી હેઠળ અલગ-અલગ વ્યક્તિઓ હોવા જોઈએ. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો આ રાઇડર હેઠળનું પ્રીમિયમ બેઝ પૉલિસી હેઠળ પ્રીમિયમના 100% કરતાં વધુ હોવું જોઈએ નહીં. |
ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડર એ પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર છે, જે પસંદ કરવામાં આવે ત્યારે તમારા પરિવારને વધારાની સુરક્ષા પૂરી પાડવા માટે બેઝ પોલિસી હેઠળ ઓફર કરાયેલા કવર ઉપરાંત જીવન વીમા કવરને વધારે છે. લાઇફ એશ્યોર્ડની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં, નોમિનીને તમારી બેઝ પોલિસી હેઠળ મૃત્યુ લાભની રકમ સાથે રાઇડર હેઠળ વીમાની રકમ પ્રાપ્ત થશે. જો તમે આ રાઇડરને પસંદ કરો છો, તો આ રાઇડર હેઠળનું પ્રીમિયમ બેઝ પોલિસી હેઠળ પ્રીમિયમના 30% કરતાં વધુ ન હોવું જોઈએ.|
જો રાઇડરની મુદત બેઝ પોલિસી હેઠળ બાકી રહેલી મુદત કરતાં વધી જાય તો રાઇડર્સને ઓફર કરવામાં આવશે નહીં. રાઇડરના નિયમો અને શરતો પર વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ સંબંધિત રાઇડર બ્રોશરનો સંદર્ભ લો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).
નોલેજ સેન્ટર
બધુ જુઓ