તમારી પોલિસીના સંપૂર્ણ લાભનો ફાયદો ઉઠાવવા માટે તમારી પોલિસી ચાલુ રાખવી હિતાવહ છે. તેમ છતાં, અમે સમજીએ છીએ કે કેટલાંક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા ઈચ્છી શકો છો. પ્રથમ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોય તે બાદ પોલિસી સરન્ડર મૂલ્ય ધારણ કરશે. સરન્ડરના સમયે ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અને સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી) જે પણ વધુ હશે તે ચૂકવવાપાત્ર રહેશે. ચૂકવવાપાત્ર સરન્ડર મૂલ્ય પોલિસીની અવધિ અને પોલિસીના સરન્ડર વર્ષને આધારે બદલાશે. સરન્ડર મૂલ્ય એસએસવી અને જીએસવીમાંથી જે વધુ હોય તે રહેશે.
જીએસવી પરિબળો સરન્ડર માટે પોલિસી વર્ષ અને પોલિસી અવધિ પર આધારીત છે અને તે નીચે પ્રમાણે ગણવામાં આવશેઃ
સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ ન કર્યું હોય તોઃ
- જીએસવી પરિબળ પ્રીમિયમ માટે*ચૂકવેલ કુલ પ્રીમિયમ ઓછા પહેલેથી ચૂકવેલ સર્વાઈવલ લાભ
સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ કર્યું હોય તોઃ
• પ્રીમિયમ માટે જીએસવી પરિબળ*ચૂકવેલ કુલ પ્રીમિયમ વત્તા સર્વાઈવલ લાભ પર સંચિત વ્યાજ.
જીએસવી પરિબળ એનેક્સર સીમાં દર્શાવેલા છે.
સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ નીચે અનુસાર ગણવામાં આવશેઃ
• સંપૂર્ણપણે પેઈડ-અપ પોલિસીઓ માટે એટલે કે તમામ ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી પર કે તે પછીઃ
સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ ન કર્યું હોય તોઃ
એસએસવીની ગણતરી આમ કરવામાં આવશેઃ (મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડર વખતે પ્રવર્તમાન એસએસવી પરિબળ વત્તા
ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો.
સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ કરવામાં આવ્યું હોય તોઃ
એસએસવીની ગણતરી આમ કરવામાં આવશેઃ
(મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ વત્તા સંચિત સર્વાઈવલ લાભ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો ટર્મિનલ બોનસ.
• રિડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી માટે
એસએસવીની ગણતરી આ રીતે કરવામાં આવશેઃ
જો સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ ન કરવામાં આવ્યું હોય તો(મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ પેઈડ-અપ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ
વત્તા
ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો. જો સર્વાઈવલ લાભ મોકૂફ રાખવાનું પસંદ કરવામાં આવ્યું હોય તો એસએસવી આ રીતે ગણવામાં આવશેઃ
(મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા તમામ ભાવિ નિશ્ચિત સર્વાઈવલ લાભ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ
વત્તા
સંચિત સર્વાઈવલ લાભ
વત્તા
જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, ટર્મિનલ બોનસ