₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન એક નાણાંકીય ઉત્પાદન છે જે પોલિસીના લાભાર્થીઓને ₹50 લાખના મૂલ્યનું લાઈફ કવર આપે છે. પોલિસી અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં આ હાથ ધરવામાં આવે છે. આ પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સુનિશ્ચિત કરે છે કે આરક્ષિત વ્યક્તિનો પરિવાર નાણાંકીય રીતે સુરક્ષત છે અને આરક્ષિત વ્યક્તિની ગેરહાજરીમાં તેમની જીવનશૈલી જાળવી શકે છે.
₹ 50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે કામ કરે છે?
₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પોલિસી અવધિ દરમ્યાન જો પોલિસીધારક મૃત્યુ પામે તો લાભાર્થીને નોંધપાત્ર મૃત્યુ લાભ આપીને કામ કરે છે.
પ્રસ્તુત છે વિગતવાર સમજૂતીઃ
1. પોલિસીની ખરીદીઃ પોલિસીધારક ₹50 લાખનો ટર્મ પ્લાન ખરીદે છે અને વય, આરોગ્ય, જીવનશૈલી અને પોલિસી અવધિને આધારે પ્રીમિયમ ચૂકવે છે.
2. પ્રીમિયમ ચૂકવણીઃ પોલિસીધારકની પસંદગીના આધારે પ્રીમિયમ વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે ચૂકવી શકાય છે.
3. પોલિસી અવધિઃ પોલિસી અવધિ બદલાઈ શકે છે. સામાન્ય રીતે ટર્મ પ્લાન 99 વર્ષ સુધી કવરેજ આપે છે. પોલિસીધારકના નાણાંકીય લક્ષ્યાંકો અને જવાબદારીઓને આધારે ટર્મ પસંદ કરવામાં આવે છે.
4. મૃત્યુ લાભઃ જો પોલિસી અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિ મૃત્યુ પામે તો, ઈન્શ્યોરન્સ કંપની લાભાર્થીને ₹50 લાખ ચૂકવે છે. આ ઉચ્ચક રકમ દેવું, જીવનનિર્વાહ ખર્ચ અને ભવિષ્યના નાણાંકીય લક્ષ્યાંકોને આવરી લેવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
નવો ટર્મ પ્લાન ખરીદવા વિચારો છો? ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ₹50 લાખ સમ એશ્યોર્ડ પસંદ કરવાના વિકલ્પ સાથે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનની વિસ્તૃત શ્રેણી આપે છે. તમારી જરૂરીયાત સાથે બંધ બેસે તેવો પ્લાન પસંદ કરો.
₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ કોણે પસંદ કરવો જોઈએ?
₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની પસંદગી નાણાંકીય જવાબદારીઓ, આશ્રિતો અને ભાવિ લક્ષ્યાંક જેવા વિવિધ પરિબળો પર આધારીત છે. પ્રસ્તુત છે કેટલાંક પ્રકારના લોકો જેમના માટે ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લાભદાયી છેઃ
1. યુવાન વ્યવસાયિકોઃ કારકિર્દીના પ્રારંભિક પડાવમાં રહેલા અને ઓછી નાણાંકીય જવાબદારી ધરાવતી વ્યક્તિઓ વ્યાજબી પ્રીમિયમે પરિવારની નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ₹50 લાખ ટર્મ પ્લાનની પસંદગી કરી શકે છે.
2. નવપરિણીત દંપતિઓઃ ભાવિ જવાબદારીઓ અને બાળકોનું આયોજન કરતાં નવપરિણીત દંપતિઓએ તેમના જીવનસાથી અને સંભવિત સંતાનોના નાણાંકીય ભવિષ્ય માટે ₹50 લાખ ટર્મ પોલિસી વિશે વિચારવું જોઈએ.
3. નાના બાળકો સાથેના માતાપિતાઃ નાના બાળકો ધરાવતા માતાપિતાને તેમની અકાળ મૃત્યુની સ્થિતિમાં બાળકોના શિક્ષણ અને જીવનશૈલી સાથે સમાધાન નથી કરવું પડતું તે સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર કવરની જરૂર છે.
4. હોમ લોન લેણદારઃ બાકી હોમ લોન ધરાવતી વ્યક્તિઓએ જવાબદારીઓ પૂરી કરવા અને પરિવારને દેવાના બોજથી બચાવવા માટે ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો જોઈએ.
5. વેપારીઓઃ ઉદ્યોગસાહસિકો અને વેપારીઓએ વેપાર સંબંધી જવાબદારીઓ અને વ્યક્તિગત ખર્ચને આવરવા માટે ₹50 લાખ ટર્મ પ્લાન સાથે પરિવારના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવું જોઈએ.
₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેમ ખરીદવો જોઈએ?
₹50 લાખ ટર્મ લાઈફ પોલિસીની ખરીદીના અનેક લાભ છેઃ
કિફાયતઃ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન વ્યાજબી છે અને ઓછા પ્રીમિયમે ઉચ્ચ કવરેજ પૂરું પાડે છે.
નાણાંકીય સુરક્ષાઃ પ્લાન સુનિશ્ચિત કરે છે કે પોલિસીધારકનો પરિવાર તેમની ગેરહાજરીમાં નાણાંકીય રીતે સુરક્ષિત છે.
દેવાનું કવરેજઃ પોલિસી આઉટસ્ટેન્ડિંગ દેવા જેવા હોમ લોન, કાર લોન અથવા વ્યક્તિગત લોન આવરી શકે છે.
ભાવિ આયોજનઃ ટર્મ આધારીત લાઈફ પ્લાન સંતાનોના શિક્ષણ અને અન્ય લાંબા ગાળાના લક્ષ્યાંકો સંબંધિત નાણાંકીય પરિસ્થિતિમાં મદદ કરી શકે છે.
માનસિક શાંતઃ પ્રિયજનો નાણાંકીય રીતે સુરક્ષિત છે તે જાણ હોવાથી પ્લાન તમને માનસિક શાંતિ આપી શકે છે.
₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સના લાભ શું છે?
₹50 લાખ સમ એશ્યોર્ડનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન વિવિધ લાભ સાથે આવે છેઃ
1. ઓછા પ્રીમિયમે ઉંચુ કવરેજઃ ટર્મ ઈન્શ્યોરન્સના લાભોમાં નો એક પ્રમુખ લાભ એ છે કે તે વ્યાજબી પ્રીમિયમે ઉંચુ કવરેજ આપીને અનેક લોકો માટે લેવા માટે સરળ બને છે.
2. ટેક્સ લાભઃ ₹50 લાખ ટર્મ લાઈફ પોલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ ટેક્સ કપાત માટે માન્ય છે. ઈન્કમટેક્સ એક્ટની કલમ 80સી અંતર્ગત તે છે. આ ઉપરાંત, કલમ 10(10ડી) અંતર્ગત મૃત્યુ લાભ ટેક્સ-મુક્ત છે.
3. નાણાંકીય સુરક્ષાઃ પ્લાન પોલિસીધારકના પરિવારને નાણાંકીય સુરક્ષા આપે છે. તેઓ પોતાની જીવનશૈલી જાળવી શકે છે અને પોલિસીધારકની ગેરહાજરીમાં પણ નાણાંકીય લક્ષ્યાંકોની પૂર્તિ કરી શકે છે તે સુનિશ્ચિત કરે છે.
4. રાઈડર વિકલ્પોઃ ક્રિટીકલ ઈલનેસ, અકસ્માતી મૃત્યુ અને વિકલાંગતા રાઈડર જેવા રાઈડરની પસંદગી દ્વારા પોલિસીધારક તેમનું કવરેજ વધારી શકે છે. આ તમામ અતિરિક્ત નાણાંકીય સુરક્ષા આપી શકે છે.
5. અનુકૂળતાઃ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પોલિસી ટર્મ પસંદ કરવામાં અને પ્રીમિયમ ચૂકવણીની પુનરાવર્તિતા નક્કી કરવામાં અનુકૂળતા આપે છે. પોલિસીધારકો આથી તેમની જરૂરીયાત અનુસાર શ્રેષ્ઠ વિકલ્પો પસંદ કરી શકે છે.
યોગ્ય ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો?
વિવિધ પરિબળોને સાવચેતીથી ધ્યાનમાં લઈને ₹50 લાખ સમ એશ્યોર્ડનો યોગ્ય ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.
1. પ્લાન વચ્ચે તુલના કરોઃ વિવિધ પ્લાન અને વિવિધ ઈન્શ્યોરર દ્વારા આપવામાં આવતા પ્રીમિયમ વચ્ચે તુલના માટે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર નો ઉપયોગ કરો.
2. નાણાંકીય જરૂરીયાતોનું મૂલ્યાંકન કરોઃ પર્યાપ્ત કવરેજની રકમ નક્કી કરવા માટે તમારી વર્તમાન નાણાંકીય જવાબદારીઓ, ભાવિ લક્ષ્યાંકો અને આશ્રિતોની સંખ્યાનું મૂલ્યાંકન કરો.
3. ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો તપાસોઃ સરળ અને અવરોધરહિત ક્લેઈમ કાર્યવાહીની ખાતરી કરવા માટે ઉચ્ચ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો ધરાવતા ઈન્શ્યોરર પસંદ કરો.
4. પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરોઃ નિયમો, શરતો, બાકાતી અને પ્લાનના લાભ સમજવા માટે પોલિસી દસ્તાવેજો સંપૂર્ણપણે વાંચો.
5. રાઈડર્સ વિશે વિચારોઃ નિયત જોખમો સામે અતિરિક્ત સુરક્ષા આપતા રાઈડર્સ પસંદ કરીને તમારું કવરેજ વધારો.
શા માટે ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પાસેથી ખરીદવો?
અમારા ₹50 ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે અમે સ્પર્ધાત્મક ફાયદાઓ આપીએ છીએઃ
કિફાયતી પ્રીમિયમઃ કિફાયતી પ્રીમિયમે ઉચ્ચ કવરેજ, જે તેને અનેક લોકો માટે ઉપલબ્ધ બનાવે છે.
સરળ ક્લેઈમ કાર્યવાહીઃ ઉચ્ચ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો સાથે અવરોધરહિત અને કાર્યક્ષમ ક્લેઈમ સેટલમેન્ટ કાર્યવાહી.
અતિરિક્ત રાઈડરઃ અતિરિક્ત સુરક્ષા માટે ટર્મ રાઈડર અને પ્રીમિયમના વેઈવર જેવા વિવિધ રાઈડર.
શું ₹50 લાખ મારા પરિવાર માટે પર્યાપ્ત ટર્મ ઈન્શ્યોરન્સ કવરેજ છે?
તમારી નાણાંકીય જરૂરીયાતો, આશ્રિતો અને ભાવિ લક્ષ્યાંકોના આધાર ₹50 લાખ પર્યાપ્ત કવરેજ છે કે નહીં તે નક્કી કરો.
પ્રસ્તુત છે કેટલાંક વિચારવાલાયક પરિબળોઃ
નાણાંકીય જવાબદારીઓઃ કવરેજની રકમ આ જવાબદારીઓ માટે ચૂકવણી કરી શકશે કે નહીં તેની ખાતરી કરવા માટે હોમ લોન, કાર લોન અને વ્યક્તિગત લોન સહિત તમારા આઉટસ્ટેન્ડિંગ દેવાની ગણતરી કરો.
જીવનશૈલીનો ખર્ચઃ તમારા પરિવારના માસિક જીવનનિર્વાહ ખર્ચનો અંદાજ લગાવો અને તેનો જેટલાં વર્ષ માટે તમને નાણાંકીય સહાય જોઈતી હોય તેટલાં વર્ષ સાથે ગુણાકાર કરો.
શૈક્ષણિક ખર્ચાઃ શાળાની ફી, કોલેજ ટ્યૂશન અને અન્ય સંબંધિત ખર્ચ સહિત, તમારા બાળકના ભાવિ શૈક્ષણિક ખર્ચને ધ્યાનમાં લો.
ફુગાવોઃ ભાવિ ખર્ચ પર ફુગાવાની અસરને ધ્યાનમાં લો અને તે મુજબ કવરેજની રકમ એડજસ્ટ કરો.
અતિરિક્ત લક્ષ્યાંકોઃ નિવૃત્તિનું આયોજન અને કટોકટી ફંડ જેવા અન્ય નાણાંકીય લક્ષ્યાંકો સામેલ કરો.
તમારા પરિવારની જરૂરીયાતો માટે ₹50 લાખ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન પર્યાપ્ત છે કે નહીં તે નક્કી કરવા માટે આ પરિબળોનું મૂલ્યાંકન કરો.
યોગ્ય લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવામાં મદદ જોઈએ છે? અમને 8828840199 પર હમણાં કોલ કરો અથવા અહીં કોલ બુક કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. ₹50 લાખ ટર્મ પ્લાન ખરીદવા માટેનો પાત્રતા માપદંડ શું છે?
₹50 લાખ ટર્મ પ્લાન ખરીદવા માટેના પાત્રતા માપદંડમાં સામાન્ય રીતે પોલિસીધારકની વય(સામાન્ય રીતે 18થી 65 વર્ષની વચ્ચે), આવક અને આરોગ્ય સ્થિતિનો સમાવેશ થાય છે.
2. ₹50 લાખ કવરેજ આપતા ટર્મ પ્લાન માટે પ્રીમિયમની રકમ શું છે?
₹50 લાખ કવરેજ આપતા ટર્મ પ્લાન માટે પ્રીમિયમની રકમ પોલિસીધારકની વય, આરોગ્ય, જીવનશૈલી, અને પોલિસી ટર્મને આધારે બદલાય છે.
3. જો હું પોલિસી અવધિ સુધી જીવિત રહું તો શું થશે?
જો તમે પોલિસી અવધિ સુધી જીવિત રહો, તો કોઈ પેઆઉટ મળશે નહીં, કેમ કે ટર્મ પ્લાન મેચ્યોરિટી લાભ આપતા નથી.
4. ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીને કયા રાઈડર લાગૂ પડી શકે છે?
₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીને લાગૂપાત્ર રાઈડરમાં ક્રિટીકલ ઈલનેસ રાઈડર, અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર, અને પ્રીમિયમના વેઈવર રાઈડરનો સમાવેશ થાય છે.
5. ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનને ટેક્સ લાભ લાગૂપાત્ર છે?
હા, ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી અને કલમ 10(10ડી) અંતર્ગત ₹50 લાખ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનને ટેક્સ લાભ લાગૂપાત્ર છે.
6. ઉચ્ચ કવરેજ માટે શું હું બે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકું છું?
હા, ઉચ્ચ કવરેજ માટે તમે અનેક ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. કુલ કવરેજની રકમ તમારી નાણાંકીય જરૂરીયાતો અને ઈન્શ્યોરરની માર્ગદર્શિકાઓ સાથે સુસંગત છે તેની ખાતરી કરો.