ગૃહિણી માટે ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન, લાઈફ ઈન્શ્યોરન્સ ક્ષેત્રનો સૌથી મૂળભૂત પ્લાન્સમાંનો એક છે, એક એવી પોલિસી જે લગભગ દરેક વ્યક્તિ પોતાના કે પ્રિયજન માટે ખરીદી શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો, ટર્મ ઈન્શ્યોરન્સમાં એક નિશ્ચિત રકમ સાથે વ્યક્તિને સુરક્ષિત કરવામાં આવે છે(સમ એશ્યોર્ડ) જેનો દાવો જે તે વ્યક્તિના મૃત્યુ બાદ કરી શકાય છે. ગૃહિણી માટે ટર્મ ઈન્શ્યોરન્સની ખરીદીમાં યોગ્ય સમ એશ્યોર્ડ માટે શ્રેષ્ઠ ઉપલબ્ધ પ્લાનનો અને તમામ આવશ્યક એડ-ઑનની સમાવિષ્ટીનો સમાવેશ થાય છે.
ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સનું મહત્વ
ટર્મ પ્લાન્સ, અથવા સામાન્ય શબ્દોમાં કહીએ તો, લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સ, ને સામાન્ય રીતે પરિવારની મુખ્ય કમાઉ વ્યક્તિઓ માટે અથવા માતા-પિતા, સંતાનો કે જીવનસાથી જેવા નાણાંકીય આશ્રિતો ધરાવતી વ્યક્તિઓ માટે સ્વાભાવિક પસંદ છે. તેમ છતાં, પારિવારીક વ્યવસ્થામાં યોગદાનને ફક્ત આવકથી માપી શકાતું નથી.
આથી, પરિવારની યોગદાન આપતી વ્યક્તિઓ સાથે કંઈ અજુગતું બને તો પાછળ રહી ગયેલ અવકાશની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ગૃહિણીની બિનહયાતી પૂરી કરી શકાતી નથી, પરંતુ તેમના ગયા બાદ મળતો નાણાંકીય આધાર પરિવારના સભ્યોને તેમની જરૂરીયાતોની સંભાળ રાખવામાં મદદ કરી શકે છે.
પ્રસ્તુત છે કેટલાંક કારણો કે શા માટે ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારવું જરૂરી છે.
ગૃહિણીઓની પાછળ રહી ગયેલા પરિવારજનો પોતાની સંભાળ રાખવા માટે ટર્મ ઈન્શ્યોરન્સમાંથી મળેલ મૃત્યુ લાભ પર આધાર રાખી શકે છે.
માતાના મૃત્યુ બાદ, ત્યારબાદની વ્યક્તિ બાળકોના ભવિષ્યનું આયોજન કરવા માટે અથવા તેમના શિક્ષણને ફંડ કરવા માટે સમ એશ્યોર્ડનો ઉપયોગ કરી શકે છે.
અકસ્માતી કાયમી વિકલાંગતા અથવા સંગીન બિમારી રાઈડર જેવા રાઈડર સાથે ટર્મ પ્લાન ખરીદવામાં આવ્યો હોય તો, ક્લેઈમ કરેલ લાભનો ઉપયોગ તેમની અણધારી તબીબી જરૂરીયાતો અથવા પ્લાનમાં રહેલાં આવા એડ-ઑન દ્વારા કવર થયેલ કોઈપણ ઓચિંતી ઘટના માટે ઉપયોગમાં લઈ શકાય છે.
શું ગૃહિણી માટે ટર્મ પ્લાન માટે ₹1કરોડ યોગ્ય સમ એશ્યોર્ડ છે? તમારી જરૂરીયાતો માટે યોગ્ય હોય તેવા પ્લાન તપાસો. વધુ જાણવા માટે અહીં ક્લીક કરો.
ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સની મુખ્ય ખાસિયતો
સામાન્ય રીતે, ગૃહિણીઓ માટેના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન અન્ય કોઈ માટે ખરીદવામાં આવતા પ્લાન જેવા જ હોય છે. આ પ્રકારના ઈન્શ્યોરન્સ પ્લાનમાંથી અપેક્ષિત કેટલીક મુખ્ય ખાસિયતો આ મુજબ છે.
ટર્મ પ્લાન શ્રેષ્ઠ પ્રીમિયમ ટુ કવરેજ રેશિયો આપતા પ્લાન્સ માનવામાં આવે છે. પ્રમાણમાં કિફાયતી ખર્ચે તમે ઈચ્છિત સમ એશ્યોર્ડની અપેક્ષા રાખી શકો છો. તમારા ઈચ્છીત પ્લાન માટે પ્રીમિયમના દર સમજવા માટે તમે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.
મૂળભૂત રીતે, ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ફક્ત લાઈફ કવરનું ઘટક આપે છે. લેવલ ટર્મ પ્લાનમાંથી કોઈ અન્ય વળતર કે લાભ અપેક્ષિત નથી, જે આ પ્લાનનું સૌથી પાયાનું સ્વરૂપ છે, તે છતાં, પ્લાનના અન્ય પ્રકારો છે જે અન્ય મૂળભૂત લાભ આપી શકે છે.
ગૃહિણીઓ માટે તમારા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનનો વ્યાપ બહેતર બનાવવા, તમે પ્લાન સાથે ઉપલબ્ધ રાઈડર તપાસી શકો છો. કેટલાંક સામાન્ય રાઈડરમાં પ્રીમિયમનું વેઈવર, અકસ્માતી મૃત્યુ લાભ, અકસ્માતી કુલ અને કાયમી વિકલાંગતા અને આવક લાભનો સમાવેશ થાય છે. આ વૈકલ્પિક છે અને તેમનો ખર્ચ તમારું કુલ પ્રીમિયમનો ખર્ચ બદલી શકે છે.
ગૃહિણીઓ માટેના ટર્મ પ્લાન શું લાભ આપે છે?
જો તમે માનતા હો કે ગૃહિણીઓ માટેના ટર્મ પ્લાન કોઈપણ વાસ્તવિક લાભ આપવા માટે અતિશય સરળ છે તો, કેટલાંક લાભ તપાસોઃ
ભવિષ્યની સુરક્ષા – ગૃહિણી માટે લાઈફ કવર ગોઠવવાનો અર્થ છે તેણીના આશ્રિતો માટે નાણાંકીય ભવિષ્યની સુરક્ષા. પ્રિયજનોના આધાર વગર તેમને ભવિષ્યની ઓછી ચિંતાઓ હોઈ શકે છે.
અવધિની પસંદગી – ટર્મ પ્લાન સામાન્ય રીતે મર્યાદિત અવધિ માટે આપવામાં આવે છે જેમાં સમયગાળો ઉપલબ્ધ વિકલ્પોમાંથી પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવે છે. તમારે જરૂર હોય ત્યાં સુધી જ કવરેજ તમે પસંદ કરી શકો છો.
રીટર્ન(વળતર) – ગૃહિણી માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે જો તમે પ્રીમિયમના વળતરનો વિકલ્પ પસંદ કર્યો હોય તો, પ્લાન મેચ્યોરિટી પર પહોંચે ત્યારે તમે પ્રીમિયમની રકમ પરત મેળવવાની આશા રાખી શકો છો.
ટેક્સનો લાભ – પ્રવર્તમાન ટેક્સ કાયદા અનુસાર, ટેક્સદાતા જેણે જૂની ટેક્સ પ્રણાલી પસંદ કરી હોય તેઓ ચૂકવેલ પ્રીમિયમ પર ટેક્સ બાકાતી મેળવવાનું પસંદ કરી શકો છો. જો નોમિનીએ એજ પ્રણાલી પસંદ કરી હોય તો તેઓ પર મળેલ મૃત્યુ લાભ પર બાકાતીનો દાવો કરી શકે છે.
માનસિક શાંતિ – ગૃહિણી માટે લાઈફ કવર, આરક્ષિત વ્યક્તિ અને તેમના મુખ્ય આશ્રિતો સહિત અનેક લોકો માટે મનની શાંતિ નિશ્ચિત કરે છે.
ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો
ગૃહિણીઓ માટે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિચારતી વખતે, જાણો કે વિકલ્પોની અનેક શ્રેણી ઉપલબ્ધ છે. ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈપણ પ્લાન પસંદ કરતાં પહેલાં તમારી જરૂરીયાતો વિશે વિચારો.
પ્રસ્તુત છે કેટલાંક સામાન્ય પ્રકારો.
લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન
આ પ્લાન પોલિસી અવધિ દરમ્યાન પોલિસીધારકની મૃત્યુના કિસ્સામાં નોમિનીને નિશ્ચિત સમ એશ્યોર્ડ આપે છે. કોઈપણ મેચ્યોરિટી લાભ વગર તે આવશ્યક નાણાંકીય સુરક્ષા પૂરું પાડે છે.
પ્રીમિયમના રીટર્ન સાથે ટર્મ ઈન્શ્યોરન્સ
ટીઆરઓપી તરીકે પણ જાણીતા, આ પ્લાન પોલિસી અવધિના અંત સુધીમાં જો પોલિસીધારક જીવિત રહે તો તેમને તમામ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા છે તે સુનિશ્ચિત કરે છે. સુરક્ષા અને બચતનું પરિબળ એમ બંની ઈચ્છતી ગૃહિણી માટે આ પ્લાન યોગ્ય છે.
સંયુક્ત ટર્મ ઈન્શ્યોરન્સ કવર
જો તમે બેવડા લાઈફ કવરેજ સાથેનો પ્લાન ઈચ્છતા હો તો, તમે સંયુક્ત ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો. બેમાંથી એક જીવનસાથીની મૃત્યુના કિસ્સામાં, જીવિત જીવનસાથીને સમ એશ્યોર્ડ મળે છે. આ પ્લાન પરિવાર માટે સઘન કવરેજ આપે છે.
વધતો ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન
ફુગાવો અને બદલાંતી નાણાંકીય જરૂરીયાતો સાથે કદમ મિલાવવા વૃદ્ધિત કવરેજ આપીને તેમાં સમ એશ્યોર્ડ વાર્ષિક રીતે વધે છે.
ઘટતો ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન
ગૃહિણીઓ માટે ઘટતો ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ નિશ્ચિત કવર રકમ આપે છે જે સમયાંતરે પૂર્વ-નિર્ધારીત દરે ઘટે છે. જો તમને તમારી નાણાંકીય અને અન્ય જવાબદારીઓ સમયાંતરે નાબૂદ થવાની આશા હોય તો આ યોગ્ય વિકલ્પ છે.
ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ સાથે ઉપલબ્ધ રાઈડર
રાઈડર વૈકલ્પિક હોય છે અને તે અતિરિક્ત ખર્ચ સાથે આવતા હોવા છતાં, રાઈડર તમને તમારા ટર્મ ઈન્શ્યોરન્સમાંથી વધુ ફાયદો મેળવવામાં મદદ કરે છે. દા.ત જો તમારી પાસે ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ, કે વધુ ઉંચુ સમ એશ્યોર્ડ હોય તો, મળવાપાત્ર લાભ સીધો મૃત્યુલાભ છે. રાઈડર સાથે, વધુ શક્યતાઓ માટે વધુ કવરેજની આશા રાખી શકાય છે.
પ્રસ્તુત છે કેટલાંક સામાન્ય રાઈડર વિકલ્પો જેમાંથી પસંદગી કરી શકાય છે.
અકસ્માતી મૃત્યુ લાભ રાઈડરઃ જો પોલિસીધારક અકસ્માતમાં મૃત્યુ પામે તો અતિરિક્ત સમ એશ્યોર્ડ આપે છે.
ક્રિટીકલ ઈલનેસ રાઈડરઃ નિયત સંગીન બિમારીઓ જેવી કે કેન્સર કે હૃદય રોગના નિદાન પર ઉચ્ચક રકમ આપે છે.
પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિઃ પોલિસીધારક વિકલાંગ અથવા સંગીન રીતે બિમાર થાય તો ભાવિ પ્રીમિયમમાંથી મુક્તિ આપે છે.
વિકલાંગતા આવક રાઈડરઃ જો પોલિસીધારક કાયમી રીતે વિકલાંગ થઈ જાય તો નિયમિત આવક આપે છે.
ગૃહિણીઓ માટે યોગ્ય ટર્મ ઈન્શ્યોરન્સની પસંદગી
યોગ્ય ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન તમારી જરૂરીયાતો પર આધારીત હોવો જોઈએ. તમારા ધ્યાનમાં પહેલો આવ્યો હોય તે પ્રથમ ઉપલબ્ધ પ્લાન ખરીદવાની ઉતાવળ ન કરો.
ટર્મ પ્લાન દીર્ઘકાલીન જવાબદારી છે અને તમારા નાણાંકીય આયોજનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. વધારે પ્રચલિત કયો વિકલ્પ છે તે પસંદ કરવાને બદલે તમારા માટે જે સૌથી અનુકૂળ હોય તે પસંદ કરો.
તમે સમ એશ્યોર્ડનું મૂલ્ય નક્કી કરીને શરૂ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે વિચારો કે ₹5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ તમારા માટે કિફાયતી વિકલ્પ છે. પરંતુ તમારા માટે જરૂરી કવરેજ વધુ કે ઓછું હોઈ શકે છે. તમે હ્યુમન લાઈફ વેલ્યૂ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો અથવા આ પાસાને સારી રીતે સમજવા માટે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.
તે પછી, તમારી ઈચ્છિત સમ એશ્યોર્ડ માટે પ્રીમિયમનો અંદાજ મેળવવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો. તમારા પ્રીમિયમની રકમને રાઈડર કેવી રીતે બદલે છે તે પણ તમે તપાસી શકો છો. તમારી જરૂરીયાત અને બજેટના આધારે તેમેન ઉમેરવાનું પસંદ કરો.
ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલાં વિચારવાલાય પરિબળો
તમે ગૃહિણી હો કે ગૃહિણી માટે લાઈફ કવર ખરીદનાર કોઈ વ્યક્તિ, ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
તમારી જરૂરીયાતને આધારે યોગ્ય સમ એશ્યોર્ડ પસંદ કરો. તમે ₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદો કે લાખના ગુણાંકમાં સમ એશ્યોર્ડ સાથેનો પ્લાન હોય, રકમ તમારા માટે યોગ્ય છે તે સુનિશ્ચિત કરો.
તમારી જવાબદારી વિશે તમારા અંદાજ અનુસાર યોગ્ય ટર્મની અવધિ પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો તમારા બાળકો આગામી 15-20 વર્ષમાં તેમનું ધ્યાન રાખે તેવી તમે આશા રાખતા હો તો, 20 વર્ષની અવધિ પર્યાપ્ત છે. તેમ છતાં, તમારે તમારા માતાપિતાની સંભાળ રાખવાની હોય તો, તમારે ઉચ્ચ કવરેજની જરૂર પડી શકે છે.
ઉચ્ચ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો અને વિશ્વસનીય ગ્રાહક સેવા ધરાવતા ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરો. તમારા માટે તેમજ તમારા લાભાર્થી માટે તે કોઈપણ સમસ્યાને રોકવામાં મદદ કરશે.
યોગ્ય રાઈડરની પસંદગી પણ ટર્મ ઈન્શ્યોરન્સની ખરીદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખરીદી કરતાં પહેલાં, રાઈડર શું છે અને તે કેવી રીતે લાભદાયી થઈ શકે છે તેની સ્પષ્ટ સમજણ મેળવવાની ખાતરી કરો.
ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદતા પહેલાં, અંદાજ મેળવવા માટે ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો. તમે પસંદ કરેલ પ્લાન માટે અંદાજીત પ્રીમિયમની રકમ તે તમને જણાવશે જેથી તમારા નાણાંકીય આયોજનમાં મદદ કરશે. ત્વરીત, અવરોધરહિત ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર નો અનુભવ કરવા માટે અહીં ક્લીક કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યૂ)
શું ગૃહિણીઓ માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ મોંઘો છે?
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન બજારમાં ઉપલબ્ધ સૌથી કિફાયતી લાઈફ ઈન્શ્યોરન્સ વિકલ્પોમાંના એક છે. પ્રીમિયમ સામાન્ય રીતે સમ એશ્યોર્ડનો એક હિસ્સો હોય છે. તમારા ઈચ્છીત પ્લાનની કિંમત કેટલી હોઈ શકે છે તે સમજવા માટે ઓનલાઈન કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.
શું ગૃહિણીઓ તેમના જીવનસાથી સાથે સંયુક્ત ટર્મ પ્લાન ખરીદી શકે છે?
જો તમે ગૃહિણી છો તો, તમારા જીવનસાથી સંયુક્ત ટર્મ પ્લાન મેળવી શકે છે અને તેના લાઈફ કવર હેઠળ તમને ઉમેરી શકે છએ. તેમ છતાં, જો તમારા જીવનસાથી કમાઉ ઉમેદવાર હોય તો, તમે પોતાના માટે આ ખરીદી કરી શકશો નહીં.
શું બિન-પગારદાર વ્યક્તિ ટર્મ પ્લાન ખરીદી શકે છે?
શક્ય છે કે ગૃહિણીઓને આવકનો સ્થાયી સ્ત્રોત ન હોઈ શકે કે બિલકુલ આવક ન હોય. તેમ છતાં, જો તેઓ ટર્મ પ્લાન મેળવવા ઈચ્છતાં હોય તો, તેમને આવકનો પુરાવો આપવો જરૂરી છે. આ માટે, તેઓ તેમના જીવનસાથીની આવકનો પુરાવાનો ઉપયોગ કરી શકે છે.
ગૃહિણીઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સની ખરીદી માટે વય મર્યાદા શું છે?
વય મર્યાદા સહિત, ટર્મ ઈન્શ્યોરન્સ, ખરીદવા માટેનો પાત્રતા માપદંડ, અન્ય ગ્રાહકોની જેમ ગૃહિણીઓ માટે પણ સમાન જ હોય છે. પ્લાન અનુસાર આ વિગતો બદલાતી હોવાથી, તમને રસ હોય તે પ્લાન માટે તમે પાત્રતા માપદંડ તપાસી શકો છો.
ગૃહિણીઓના કિસ્સામાં માન્ય મહત્તમ સમ એશ્યોર્ડ શું હોય છે?
સામાન્ય રીતે, ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ સમ એશ્યોર્ડ માટે કોઈ મહત્તમ મર્યાદા હોતી નથી. તમે તમારા માટે યોગ્ય રકમ પસંદ કરી શકો છો. તેમ છતાં, અંતિમ રકમ પ્લાન આપતી ઈન્શ્યોરન્સ કંપનીની મંજૂરીને આધીન હોઈ શકે છે.