સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
આ એક પ્રકારની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે જે નિર્ધારીત અવધિ કે ગાળા માટે કવરેજ આપે છે. કેટલાંક અન્ય પ્રકારના લાઈફ કવરથી વિપરીત, લેવલ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન રોકડા નાણાંનો ઘટક આપતા નથી. તેને બદલે, જો પોલિસીધારક પોલિસી અવધિ દરમ્યાન મૃત્યુ પામે ત્યારે તે પોલિસીધારકના લાભાર્થીને મૃત્યુ લાભ આપે છે. આ ઘટક સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સને કિફાયતી વિકલ્પ બનાવે છે, ખાસ કરીને તેમના માટે જેઓ સ્વ-રોજગાર ધરાવે છે અને સ્થાયી આવક ધરાવતા નથી. તેનો મુખ્ય હેતુ પોલિસીધારકની ગેરહાજરીમાં પણ પોલિસીધારકના આશ્રિતો નાણાંકીય રીતે સુરક્ષિત છે તે નિશ્ચિત કરવાનો છે.
સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સનું મહત્વ
પ્રસ્તુત છે કેટલાંક પ્રમુખ કારણો કે શા માટે સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી મહત્વપૂર્ણ છેઃ
પરિવાર માટે નાણાંકીય સુરક્ષા
ટર્મ ઈન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે તમે તેમનું ભરણપોષણ કરવા હયાત ન હો તો પણ તમારું પરિવાર નાણાંકીય રીતે સ્થિર છે. આ ખાસ કરીને સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે મહત્વપૂર્ણ છે જેઓ નિયોક્તા દ્વારા આપવામાં આવલા લાઈફ ઈન્શ્યોરન્સ લાભ ધરાવતા નથી.
સંપૂર્ણ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનની તુલનામાં ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન સામાન્ય રીતે નીચું પ્રીમિયમ ધરાવે છે. સ્વ-રોજગાર ધરાવતા અને અસ્થાયી આવક ધરાવતા લોકો માટે તે કિફાયતી વિકલ્પ છે.
પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા ઈચ્છતા લોકો માટે લોન જેવી વ્યાપાર સંબંધિત જવાબદારીઓ હોઈ શકે છે. ફ્રીલાન્સર વ્યક્તિગત જવાબદારીઓ ધરાવી શકે છે. સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ એવું કવરેજ આપે છે જે તેમને દેવાની પુનઃચૂકવણી કરવામાં મદદ કરી શકે છે અને તમારી નાણાંકીય જવાબદારીઓનો ભાર તમારા પરિવાર પર નથી તે સુનિશ્ચિત કરે છે.
તમારી કસમયે મૃત્યુની સ્થિતિમાં તમારા પરિવારની સંભાળ લેવાશે તે જાણકારી ખૂબ માનસિક શાંતિ આપે છે. આ ખાસ કરીને સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે જેઓ વધુ નાણાંકીય અનિશ્ચિતતાઓનો સામનો કરી શકે છે.
ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન વિવિધ કવરેજ વિકલ્પો આપે છે, જે સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓને તેમની નિયત જરૂરીયાતોને અનુરૂપ પોલિસી પસંદ કરવાનું શક્ય બનાવે છે. તમારી જીવનશૈલી અને જરૂરીયાતોને આધારે, તમે યોગ્ય સમ એશ્યોર્ડ જેમ કે ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પસંદ કરી શકો છો જો તમે તમારા સંતાનના શિક્ષણ માટે આધાર ઈચ્છતા હો, અથવા વધુ જો તમે તેમને તેમના સપના પૂરા કરવામાં મદદ કરવા ઈચ્છતા હો.
ઉચ્ચ સમ એશ્યોર્ડ સાથે ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ શોધો છો? અમારા ₹2 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન અને વધુ વિશે જાણવા માટે અહીં ક્લીક કરો.
સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સની મુખ્ય ખાસિયતો શું છે?
ટર્મ ઈન્શ્યોરન્સના ધ્યાનમાં લેવા જેવા કેટલાંક મૂળભૂત પાસાઓ છે:
સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટેના ઘણાં ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કસ્ટમાઈઝેબલ વિકલ્પો આપે છે જે પોલિસીધારકને તેમની જરૂરીયાત અને નાણાંકીય સ્થિતિને આધારે તેમનું કવરેજ નક્કી કરવાનું શક્ય બનાવે છે.
સ્વ-રોજગાર માટેની ટર્મ ઈન્શ્યોરન્સ પોસિલીઓ ઘણીવાર પ્રમાણમાં ઓછા પ્રીમિયમમાં ઉચ્ચ કવરેજ આપે છે. ઉચ્ચ નાણાંકીય બોજ વગર નોંધપાત્ર સુરક્ષા ઈચ્છતા લોકો માટે આ આકર્ષક ઉપાય છે.
ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન સામે ચૂકવાતા પ્રીમિયમ ઈન્કમટેક્સ એક્ટ,ની કલમ 80સી અંતર્ગત ટેક્સ કપાતને પાત્ર છે, જે અતિરિક્ત નાણાંકીય રાહત આપે છે.
ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીઓ સામાન્ય રીતે વિવિધ રાઈડર જેવા કે ક્રિટીકલ ઈલનેસ રાઈડર અથવા અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર આપે છે, જે સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે કવરેજ વધારી શકે છે.
સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે કેવા ટર્મ ઈન્શ્યોરન્સના કયા પ્રકાર છે
ભારતમાં વૈવિધ્યપૂર્ણ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિકલ્પ ઉપલબ્ધ છે. તેમની ઉપલબ્ધતા ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરને અનુરૂપ બદલાઈ શકે છે, પરંતુ, ગ્રાહકો માટે સૂચિત નિર્ણય કરવા માટે આ પ્રકારોને સમજવા જરૂરી છે.
આ સૌથી સામાન્ય પ્રકારનો ટર્મ ઈન્શ્યોરન્સ છે જેમાં સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન સમ એશ્યોર્ડ અચળ રહે છે. જો તમે સ્વ-રોજગાર ધરાવતા હો તો, આ પ્રકારનો ટર્મ ઈન્શ્યોરન્સ યોગ્ય હોઈ શકે છે કેમ કે તે ઓછા ખર્ચનો છે અને સ્થાયી કવરેજ આપે છે.
આ પ્લાનમાં સમ એશ્યોર્ડ સામાન્ય રીતે પૂર્વ-નિર્ધારીત દરે વધે છે. આ પ્લાન એવા સ્વ-વ્યવસાયિકો માટે યોગ્ય છે જેઓ વેપારની વૃદ્ધિ સાથે નાણાંકીય જવાબદારીઓમાં પણ વૃદ્ધિની અપેક્ષા રાખતા હોય.
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સનો આ પ્રકાર મોર્ગેજ જેવી ઘટતી જવાબદારીઓ ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સમ એશ્યોર્ડ સમય સાથે ઘટે છે, જે ઘટતા કરજ સાથે અનુરૂપ હોય છએ. નોંધપાત્ર લોન ધરાવતા સ્વ-વ્યવસાયિકો માટે આ કિફાયતી વિકલ્પ છે.
રીટર્ન ઑફ પ્રીમિયમ ટર્મ ઈન્શ્યોરન્સ
આ પ્લાન અંતર્ગત, પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવાયેલ પ્રીમિયમ જો પોલિસીધારક પોલિસીની અવધિથી વધુ જીવિત રહે તો તેને પરત કરવામાં આવે છે. લાઈફ કવરેજ અને બચત વચ્ચે સંતુલન ઈચ્છતા સ્વ-વ્યવસાયિકો માટે આ સારો વિકલ્પ બની શકે છે.
સ્વ-વ્યવાસાયિકો માટે યોગ્ય ટર્મ ઈન્શ્યોરન્સ પસંદ કરો?
સ્વ-રોજગાર ધરાવતા વ્યવસાયિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ નિર્ધારીત ગાળા માટે કિફાયતી લાઈફ કવરેજ પૂરું પાડે છે. તેને કિફાયતી માનવામાં આવે છે, પરંતુ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનની ખરીદી આદર્શ રીતે એક લાંબા ગાળાનો નિર્ણય છે જે તમારા પ્રિયજનોને અસર કરી શકે છે.
તમારા માટે યોગ્ય પ્લાન આ રીતે પસંદ કરી શકાય છે.
તમારી નાણાંકીય જરૂરીયાતોનું મૂલ્યાંકન કરો
તમારા આશ્રિતો, લોન અને ભાવિ ખર્ચ સહિત તમારી નાણાંકીય જવાબદારીઓના આધારે તમારે કવરેજ માટે જરૂરી રકમ નક્કી કરો.
ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો
યોગ્ય કવરેજની રકમ અને તમારી આવક અને નાણાંકીય લક્ષ્યાંકોનો અંદાજ લગાવવા માટે ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો.
કવરેજ, પ્રીમિયમ અને રાઈડર જેવા અતિરિક્ત લાભનું શ્રેષ્ઠ સંયોજન આપે તેવી પોલિસી શોધવા માટે વિવિધ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીઓ વચ્ચે તુલના કરો.
ઈન્શ્યોરરની પ્રતિષ્ઠા તપાસો
ખાતરી કરો કે તમે પસંદ કરેલ ઈન્શ્યોરર સારો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો અને મજબૂત નાણાંકીય સ્થિતિ ધરાવે છે.
પોલિસીની અવધિ ધ્યાનમાં લો
તમારા નાણાંકીય લક્ષ્યાંકો જેવા કે કોઈ ખાસ કરજની પૂર્તિ કે સંતાનોના શિક્ષણ વગેરે સાથે એકરૂપ પોલિસી અવધિ પસંદ કરો.
સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે ટર્મ ઈન્શ્યોરન્સની ખરીદી માટે જરૂરી દસ્તાવેજ
લાઈફ ઈન્શ્યોરન્સની ખરીદી તે પણ ખાસ કરીને સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે કરતી વખતે ઓળખ, સરનામું, આવક અને વ્યક્તિના વેપારની સ્થિતિની ખરાઈ કરવા દસ્તાવેજો જરૂરી છે.
દસ્તાવેજના પ્રકાર
| ઉદાહરણ
|
ઓળખનો પુરાવો
| પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ
|
સરનામાનો પુરાવો
| યુટિલીટી બિલ, આધાર કાર્ડ, પાસપોર્ટ
|
આવકનો પુરાવો
| ઈન્કમ ટેક્સ રીટર્ન, બેંક સ્ટેટમેન્ટ
|
વ્યવસાયનો પુરાવો
| બિઝનેસ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, જીએસટી સર્ટિફિકેટ
|
વયનો પુરાવો
| જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, આધાર કાર્ડ
|
યોગ્ય ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન બેંક ખાલી કરવાની જરૂર વગર યોગ્ય કવરેજ આપવો જોઈએ. અમારા વપરાશમાં સરળ ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટર દ્વારા કોઈપણ મુશ્કેલી વગર ત્વરીત તમારા પ્રીમિયમનો અંદાજ મેળવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યૂ)
1.5 કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે ઓછામાં ઓછી કેટલી આવક જરૂરી છે?
લઘુતમ આવકની જરૂરીયાત ઈન્શ્યોરરને આધારે બદલાય છે. સામાન્ય રીતે, ₹1.5 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે કમ સે કમ ₹6-7 લાખની વાર્ષિક આવક હોવી જરૂરી છે.
શું ટર્મ ઈન્શ્યોરન્સથી સ્વ-વ્યવસાયિકોને ટેક્સ લાભ મળી શકે છે?
હા, ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી સામે ચૂકવાયેલા પ્રીમિયમ માટે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી અંતર્ગત સ્વ-વ્યવાસિયોક ટેક્સ લાભ મેળવી શકે છે.
શું ટર્મ ઈન્શ્યોરન્સ સ્વ-વ્યવસાયિકો માટે વ્યાપારિક કરજને કવર કરી શકે છે?
હા, ટર્મ ઈન્શ્યોરન્સનો ઉપયોગ વેપારી કરજને કવર કરવા માટે કરી શકાય છે, જેથી તમારી બિનહયાતીમાં તમારો પરિવાર નાણાંકીય બોજથી લદાયેલો નથી તેની ખાતરી કરી શકાય.
સ્વ-વ્યવસાયિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન માટે હું કેવી રીતે અરજી કરી શકું છું?
આવકનો પુરાવો અને બિઝનેસ રજીસ્ટ્રેશન જેવા જરૂરી દસ્તાવેજો આપીને તમે ઓનલાઈન અથવા ટર્મ ઈન્શ્યોરન્સ એજન્ટ દ્વારા ટર્મ ઈન્શ્યોરન્સ માટે અરજી કરી શકો છો.
સ્વ-વ્યવસાયિક તરીકે મારા માટે ટર્મ ઈન્શ્યોરન્સની કિંમત કેટલી રહેશે?
સ્વ-વ્યવસાયિકો માટે ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસીની કિંમત સમ એશ્યોર્ડ, પોલિસીની અવધિ, વય, આરોગ્ય અને પસંદ કરેલ પ્લાન જેવા પરિબળો પર આધાર રાખે છે.