Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈએમઆઈ કેલ્ક્યુલેટર એટલે શું?

તમારું લક્ષ્ય ચાહે સપનાંનું ઘર હોય, લકઝરી કાર હોય કે અત્યંત આતુરતાપૂર્વક રાહ જોતા હોવ એ વેકેશન હોય, ઈએમઆઈ કેલ્ક્યુલેટર તમને તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટેનો માર્ગ કંડારવામાં મદદ કરી શકે છે. લોન એ તમારી ખરીદ શક્તિ વધારવાનું એક નાણાંકીય સંસાધન છે. લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર સાથે, તમે ઈએમઆઈની પુન:ચૂકવણીઓ ઝડપથી નિશ્ચિત કરી શકો છો અને આજે જ તમારાં સપનાંની પરિપૂર્ણતાની નજીક જઈ શકો છો.  
 

ઈએમઆઈ એ ઈકવેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટનું સંક્ષિપ્ત રૂપ છે. ઈએમઆઈ  એ એક નિશ્ચિત માસિક રકમ છે જે લોન લેનાર કોઈપણ પ્રકારની લોન ચૂકવવા માટે બેંકને ચૂકવે છે. તમને ઘણા કારણોસર લોન સેવાઓની જરૂર પડી શકે છે. તમે રજાના આવનારા ખર્ચને પહોંચી વળવા અથવા કટોકટી માટે, નવું વાહન ખરીદવા માટે કાર લોન અથવા ઘર ખરીદવા માટે લાંબા ગાળાની લોન માટે અરજી કરી શકો છો. 
 

તમારી જરૂરિયાતના આધારે, તમે લોન મેળવી શકો છો અને ઈએમઆઈ દ્વારા રકમ ચૂકવી શકો છો. સમાન માસિક હપ્તાઓ ધિરાણકર્તાને મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવવાની વ્યવસ્થિત, સુસંગત રીત પ્રદાન કરે છે.

tax cal
Banner

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન

Dropdown Field
Product Description

પ્રોટેક્શન પ્લાન જોઈએ છે?  હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી!  આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.

Product Benefits
  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (આરઓપી)
  • વિવિધ લાઈફ વિકલ્પો 
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ 
  • એ જ પોલિસીમાં તમારા જીવનસાથીને પણ ઈન્શ્યોર કરો.
  • 99 વર્ષની વય સુધી કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન
Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

પગલું 1

મૂળભૂત વિગતો

લોનની રકમ દાખલ કરો.

select-stategy

પગલું 2

મુદત

લોનની એ મુદત પસંદ કરો જે તમે ચોક્કસ સમયગાળામાં ચૂકવવા માંગો છો.

premium-amount

પગલું 3

વ્યાજ દર

લોન પર પસંદીદા વ્યાજ દર દાખલ કરો.

select-stategy

ઈએમઆઈ કેલ્ક્યુલેટરનું મહત્ત્વ શું છે?

લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર તમને કોઈ લોન લેતાં પહેલાં સાચી વિગતો અને આંકડા મેળવવાની એક સરળ રીત પ્રસ્તુત કરે છે.

તે તમને ઝડપી પરિણામો આપે છે

માત્ર થોડી સેકંડોમાં જ, તમે ઈએમઆઈની ચૂકવવાપાત્ર રકમ, લોન પર ચૂકવવાપાત્ર વ્યાજની કુલ રકમ તેમજ લોનની મુદતના અંતે ચૂકવવા માટે તમે જવાબદાર થશો તે કુલ રકમ (મૂળ રકમ + વ્યાજ ) ની માહિતી મળી જાય છે.

calci

તે તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે શું ઈએમઆઈ પોસાય એવો છે કે કેમ.

એક ઉપયોગમાં સરળ એવા ઈએમઆઈ ઈન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર સાથે, તમે લોન માટેની મુદત અથવા જો તમે ઈએમઆઈ કેટલા બદલાય છે એ જોવા માટે મુદ્દલની રકમ બદલી શકો છો. ઈએમઆઈ કેલ્ક્યુલેટર તમને એ શોધવામાં મદદ કરે છે કે ઈએમઆઈ ફૉર્મ્યુલાને આધારે તમને કેટલી લોન લેવી પોસાઈ શકે તેમ છે.

calci

તે લોન ખરીદી અને નાણાંકીય આયોજનમાં મદદ કરે છે.

જ્યારે તમે કોઈ લોન લઈ રહ્યા હોવ ત્યારે ઈએમઆઈ ઈન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર એ એક બુદ્ધિશાળી અને ઉપયોગી સાધન છે. તમારા ઈએમઆઈ કેવી રીતે પ્રભાવિત થાય છે તે જોવા માટે તમે વ્યાજ દરોમાં ફેરફાર કરી શકો છો, તેથી તમે તમારા માટે શ્રેષ્ઠ અનુકૂળ હોય તેવી લોન શોધવા માટે બહુવિધ બેંકોની લોનની કિંમતની સરખામણી કરી શકો છો. તમે હોમ લોન કેલ્ક્યુલેટર, પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર અથવા કાર લોન કેલ્ક્યુલેટર તરીકે ઈન્ડિયાફર્સ્ટ લાઈફના લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી રહ્યા હોવ, ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલા એક જ રહે છે, તે સુનિશ્ચિત કરે છે કે તમને દર વખતે ચોક્કસ આંકડા મળે છે.

calci

તે ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલાનો જાતે ઉપયોગ કરવાની જરૂરિયાતને બચાવે છે

ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલા એ સુનિશ્ચિત કરવા માટે ઘડવામાં આવ્યું છે કે તમે લોનની મુદતના પ્રારંભિક વર્ષો દરમિયાન વધુ વ્યાજ અને ઓછા મુદ્દલની ચૂકવણી કરો છો. જેમ જેમ તમે ઈએમઆઈ ચૂકવવાનું અને લોન પરત ચૂકવવાનું શરૂ કરો છો, ત્યારે આ બેલેન્સ ધીમે ધીમે ઉલટાવી દેવામાં આવે છે જેથી ઈએમઆઈનો વધુ નોંધપાત્ર હિસ્સો મુદ્દલની ચૂકવણી તરફ વાળવામાં આવે છે.

લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર સાથે, તમારે આમાંથી કોઈ પણ ગણિત જાતે કરવાની જરૂર રહેતી નથી - તમારે જે જોઈએ છે તે મેળવવા માટે ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો એ જ જાણવું જરૂરી હોય છે. ઈએમઆઈ રકમ કેલ્ક્યુલેટર અને ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલા તમારા માટે કામ કરે છે.

calci

How do Retirement Calculators work?

ઈએમઆઈ કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે?

ઈએમઆઈ કેલ્ક્યુલેટર્સ એ સાધનો છે જે અંતર્નિહિત ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલા પર કામ કરે છે. ઈએમઆઈ ફોર્મ્યુલા છે:

EMI = P X R X (1 + R)N/((1 + R)N - 1)

જ્યાં,

  • P = લોનની રકમ
  • R = વ્યાજનો દર
  • N = મહિનાઓમાં લોનની મુદત

 

ભારતમાં ઈએમઆઈ કેલ્ક્યુલેટર માટે જરૂરી છે કે તમે આ સરળ વિગતો દાખલ કરો અને ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલા તમારા માટે કામ કરશે. ઓનલાઈન ઈએમઆઈ રકમ કેલ્ક્યુલેટર તમને ધિરાણકર્તા દ્વારા નિર્દિષ્ટ વ્યાજ દરે, નિશ્ચિત સંખ્યા માટે, ચોક્કસ લોનની રકમ ઉછીની લેવા માટે ચૂકવણી કરવામાં આવતી ઈએમઆઈ રકમ નક્કી કરવામાં મદદ કરે છે.

bmi-calc-mob
bmi-calc-desktop

ઈએમઆઈ કેલ્ક્યુલેટર્સ કેટલા પ્રકારના હોય છે?

તમને ચોક્કસ વિગતો આપવા માટે અનુકૂલિત કરેલ ઈએમઆઈ કેલ્ક્યુલેટરના ઘણાં વિવિધ પ્રકારો હોય છે. જ્યારે એકંદર ઈએમઆઈ કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા અથવા ઈએમઆઈ ફોર્મ્યુલા સમાન રહે છે, ત્યારે વિવિધ પ્રકારના ઈએમઆઈ કેલ્ક્યુલેટર લોનની રકમને અલગ રીતે કેપ કરી શકે છે.

હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ લોન કેલ્ક્યુલેટર વડે, તમે તમારા હોમ લોન ઈએમઆઈ નક્કી કરવા માટે ઈએમઆઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો.

cover-life

પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર

પર્સનલ લોન અસુરક્ષિત લોન છે. તમારે ચોક્કસપણે જાણવું જોઈએ કે તમે કેવી  નાણાકીય પરિસ્થિતિમાંથી પસાર થશો. પર્સનલ લોન કેલ્ક્યુલેટર તમને જાણકાર નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

wealth-creation

કાર લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર

વાહનો એ મોટાભાગના લોકોની જરૂરિયાત છે. કાર લોન કેલ્ક્યુલેટર તમને એ સમજવામાં મદદ કરે છે કે તમને એક વાહનની કુલ કિંમત (મુખ્ય કિંમત અને વ્યાજ) કેટલી પડશે.

secure-future

ફ્લોટિંગ અને ફ્લેટ ઈએમઆઈ ઈન્ટરેસ્ટ રેટ કેલ્ક્યુલેટર

તમે જે લોન પસંદ કરી છે તેના આધારે, તમારી પાસે કાં તો ફ્લોટિંગ વ્યાજ દર હશે અથવા નિશ્ચિત વ્યાજદર હશે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફના ઈએમઆઈ ઈન્ટરેસ્ટ રેટ  કેલ્ક્યુલેટર સાથે, તમે વ્યાજ દરમાં ફેરફાર થવા પર તમારા પર ચોક્કસ કેટલું દેવું છે તેના વિષે વાકેફ શકો છો.

many-strategies

ઈએમઆઈ કેલ્ક્યુલેટર્સ કેટલા પ્રકારના હોય છે?

તમને ચોક્કસ વિગતો આપવા માટે અનુકૂલિત કરેલ ઈએમઆઈ કેલ્ક્યુલેટરના ઘણાં વિવિધ પ્રકારો હોય છે. જ્યારે એકંદર ઈએમઆઈ કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા અથવા ઈએમઆઈ ફોર્મ્યુલા સમાન રહે છે, ત્યારે વિવિધ પ્રકારના ઈએમઆઈ કેલ્ક્યુલેટર લોનની રકમને અલગ રીતે કેપ કરી શકે છે.

હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ લોન કેલ્ક્યુલેટર વડે, તમે તમારા હોમ લોન ઈએમઆઈ નક્કી કરવા માટે ઈએમઆઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો.

cover-life

પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર

પર્સનલ લોન અસુરક્ષિત લોન છે. તમારે ચોક્કસપણે જાણવું જોઈએ કે તમે કેવી  નાણાકીય પરિસ્થિતિમાંથી પસાર થશો. પર્સનલ લોન કેલ્ક્યુલેટર તમને જાણકાર નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

wealth-creation

કાર લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર

વાહનો એ મોટાભાગના લોકોની જરૂરિયાત છે. કાર લોન કેલ્ક્યુલેટર તમને એ સમજવામાં મદદ કરે છે કે તમને એક વાહનની કુલ કિંમત (મુખ્ય કિંમત અને વ્યાજ) કેટલી પડશે.

secure-future

ફ્લોટિંગ અને ફ્લેટ ઈએમઆઈ ઈન્ટરેસ્ટ રેટ કેલ્ક્યુલેટર

તમે જે લોન પસંદ કરી છે તેના આધારે, તમારી પાસે કાં તો ફ્લોટિંગ વ્યાજ દર હશે અથવા નિશ્ચિત વ્યાજદર હશે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફના ઈએમઆઈ ઈન્ટરેસ્ટ રેટ  કેલ્ક્યુલેટર સાથે, તમે વ્યાજ દરમાં ફેરફાર થવા પર તમારા પર ચોક્કસ કેટલું દેવું છે તેના વિષે વાકેફ શકો છો.

many-strategies

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું લોનની મુદત કાર લોન માટેના મારા ઈએમઆઈને પ્રભાવિત કરે છે?

Answer

લોનની મુદત અને ઈએમઆઈ રકમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી, કાર લોનની મુદત જેટલી લાંબી હશે, તેટલી ઈએમઆઈની રકમ ઓછી હશે. તેનાથી વિપરીત, ટૂંકી લોનની મુદતનો અર્થ વધુ ઈએમઆઈ હશે. એ નોંધવું જરૂરી છે કે ઈએમઆઈમાં મુદ્દલ અને વ્યાજની ચૂકવણીનો સમાવેશ થાય છે. લાંબો સમયગાળો તમને ઈએમઆઈના વ્યાજ ઘટક માટે ચૂકવણી કરવા જરૂરી છે તે રકમમાં વધારો કરશે. કાર લોન ઈએમઆઈ  કેલ્ક્યુલેટર તમને આ બ્રેકડાઉન આપે છે જેથી તમે તમારા માટે શ્રેષ્ઠ પસંદગી કરી શકો.

ઈએમઆઈ દ્વારા મુદ્દલ અને બાકી વ્યાજ કેવી રીતે ચૂકવવામાં આવે છે?

Answer

ઈએમઆઈમાં બે મુખ્ય ઘટકો હોય છે – મુદ્દલ અને વ્યાજ. લોન મુદતની શરૂઆતમાં, મોટાભાગના ઈએમઆઈમાંથી વ્યાજની રકમ ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીનાનો ઉપયોગ મુદ્દલ રકમની ચૂકવણી માટે કરવામાં આવે છે. જેમ જેમ મુદ્દત આગળ વધતી જાય છે, તમે લોન ચૂકવવાનું સમાપ્ત નથી કરતા ત્યાં સુધી તમારા બાકીના તમામ ઈએમઆઈમાંથી મુદ્દલની ચૂકવણી કરવામાં આવે છે 

પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર લોનની પસંદગી નક્કી કરવામાં કેવી રીતે મદદ કરી શકે?

Answer

વ્યક્તિગત લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર તમને વિવિધ ધિરાણકર્તાઓ અને નાણાકીય સંસ્થાઓની લોનની સરખામણી કરવામાં મદદ કરે છે. દરેક બેંક અલગ-અલગ વ્યાજ દર વસૂલે છે, અને લોનની મુદત પણ ધિરાણ આપતી સંસ્થાના આધારે બદલાય છે. પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર માટે તમારે લોનની રકમ, મહિનાઓમાં મુદત અને તમારું ઈએમઆઈ આઉટગોઇંગ નક્કી કરવા માટે માસિક વ્યાજ દર દાખલ કરવાની જરૂર હોય છે.

તમારી હોમ લોન માટે ઈએમઆઈની ચુકવણી તમારી કર જવાબદારી કેવી રીતે ઘટાડે છે?

Answer

પોતાના ઘરની માલિકી એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. જો કે, તે મૂડીગત ખર્ચ છે અને હોમ લોન એ જવાબદારી છે જેના માટે તમે સાઇન અપ કરો છો જેથી કરીને તમે ખરીદી કરી શકો. ભારત સરકારે મકાનમાલિકો માટે કર કપાત અને મુક્તિ મેળવવા માટે ઘણા રસ્તાઓ બનાવ્યા છે. હોમ લોન તમારી કર જવાબદારીઓ ઘટાડવા માટે કલમ 80C કપાત મેળવવા માટે પાત્ર છે. 


1) હોમ લોન ઈએમઆઈ વ્યાજની ચૂકવણીનો દાવો ભારતના આવકવેરા અધિનિયમની કલમ 24 હેઠળ કરી શકાય છે

2) તમે પૂર્વ-નિર્માણ દરમિયાન ચૂકવેલ હોમ લોનના વ્યાજ પર કપાતનો દાવો કરી શકો છો

3) કલમ 80C હેઠળ, તમે મુદ્દલની ચુકવણી પર રૂ. 1.5 લાખ સુધીની કર કપાત મેળવી શકો છો

4) તમે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ખર્ચ માટે કલમ 80C કપાતનો દાવો કરી શકો છો

5) તમે કલમ 80EE (રૂ. 50,000 સુધી) અને કલમ 80EEA (રૂ. 1.5 લાખ સુધી) હેઠળ વધારાની કપાતનો દાવો કરી શકો છો.

6) ઘરના સહ-માલિકો બંને તેમના વ્યક્તિગત આવકવેરા રિટર્નમાં કપાતનો દાવો કરી શકે છે

કાર ઈએમઆઈ કેલ્ક્યુલેટર શું છે?

Answer

કાર લોન એ સુરક્ષિત લોન છે જે તમે વાહન ખરીદવા માટે નાણાકીય સંસ્થા અથવા બેંક પાસેથી લઈ શકો છો. કાર લોન ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલા એ જ છે જે વિવિધ પ્રકારના ઈએમઆઈ કેલ્ક્યુલેટરમાં વપરાય છે. ઈએમઆઈ = [P x r (1+r) n] / [(1+r) n-1] જ્યાં P = મુદ્દલ/લોનની રકમ, r = વ્યાજ દર, અને n = મહિનામાં લોનની મુદત. ઈએમઆઈ ફોર્મ્યુલા લાગુ કરવા માટે કાર લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને નક્કી કરો કે તમારે દર મહિને ધિરાણકર્તાને કેટલી ચુકવણી કરવાની જરૂર છે.

હોમ લોન પર ઈએમઆઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

Answer

હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર એક નિશ્ચિત ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે તે નક્કી કરવા માટે કે તમારે દર મહિને ધિરાણકર્તાને કેટલી રકમ ચૂકવવાની છે. હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર માટે પરત ચુકવણીના સમયપત્રકની ગણતરી કરવા માટે મુદ્દલની રકમ અથવા લોન તરીકે ઉછીની લીધેલી રકમ, મહિનાઓમાં લોનની મુદત અને માસિક વ્યાજ દરની જરૂર પડે છે. તમે તમારી હોમ લોન ઈએમઆઈ લેણાં નક્કી કરવા માટે ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો. મેન્યુઅલ ગણતરીઓ સમય માંગી લેતી હોય છે અને માનવીય ભૂલની સંભાવના હોય છે. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર સાથે, તમને એક સ્વયંસંચાલિત હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરની વિશેષજ્ઞતા પ્રાપ્ત થાય છે.

તમારા પર્સનલ લોન ઈએમઆઈ કેવી રીતે ઘટાડવા?

Answer

એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારા પર્સનલ લોન ઈએમઆઈ ઘટાડી શકો છો?

તમે લોનની મુદત વધારી શકો છો. પર્સનલ લોનની મુદત ઈએમઆઈની રકમને વ્યસ્ત પ્રમાણમાં સંબંધિત હોય છે, એટલે કે, લાંબી મુદત માટે ઓછા ઈએમઆઈ ચુકવણીની જરૂર પડે છે કારણ કે પુન:ચુકવણી શેડ્યૂલ વધુ વિસ્તૃત અવધિમાં ફેલાય છે.  


સ્ટેપ-ડાઉન ઈએમઆઈ ચુકવણી શેડ્યૂલ પસંદ કરો. આવા શેડ્યૂલમાં, તમે પ્રારંભિક સમયગાળા દરમિયાન મોટી ઈએમઆઈ  રકમ ચૂકવો છો.  

તમે વર્તમાન ધિરાણકર્તા સાથે વાટાઘાટો કરીને અથવા એવા ધિરાણકર્તા પર સ્વિચ કરીને તમારી પર્સનલ લોન ઈએમઆઈ  ઘટાડી શકો છો જે તમને ઓછા વ્યાજ દર ઓફર કરે છે.

શું કાર લોનના ઈએમઆઈ નિશ્ચિત હોય છે, કે ભવિષ્યમાં તે બદલાઈ શકે છે?

Answer

તમને જે લોનની જરૂર છે અને ધિરાણકર્તા તમને ઓફર કરે છે તેના આધારે, તમારી લોનમાં ફ્લોટિંગ અથવા નિશ્ચિત વ્યાજ દર હોઈ શકે છે. લાક્ષણિક રીતે, ઓટો લોન નિશ્ચિત વ્યાજ દર સાથે આવે છે જે કાર લોનના સમગ્ર સમયગાળા દરમિયાન સમાન રહે છે. કેટલીક બેંકો અને સંસ્થાઓ ફ્લોટિંગ વ્યાજ દર ઓફર કરે છે જે બજારની વધઘટથી પ્રભાવિત થાય છે, જે તમારા ઈએમઆઈનો કેટલો હિસ્સો મુદ્દલ અને વ્યાજની ચુકવણી તરફ જાય છે તેના પર અસર કરે છે. જ્યારે વ્યાજ દર ફ્લોટિંગ હોય ત્યારે પણ, તમારી ઈએમઆઈ ફાળવણી બદલાય છે પરંતુ કાર લોનની ઈએમઆઈ રકમ નિશ્ચિત રહેવાની શક્યતા છે.

કાર લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરના લાભ કયા કયા છે?

Answer

કાર લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર એ તમને સમજવામાં મદદ કરવા માટેનું એક સરળ સાધન છે કે તમે કાર માટે કેટલા સમય માટે અને કયા દરે ચૂકવણી કરશો. ઈએમઆઈ  ફોર્મ્યુલા ગણતરી પ્રક્રિયાને ઝડપી, સરળ અને સચોટ બનાવવા માટે કાર લોન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. કાર લોન ઈએમઆઈ  કેલ્ક્યુલેટર તમને તમારા બજેટની યોજના બનાવવામાં અને તમારી કાર લોન માટે ચૂકવવાની વાસ્તવિક રકમને બ્રેક ડાઉન કરવામાં મદદ કરે છે.

પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરના લાભ કયા કયા છે?

Answer

પર્સનલ લોન એ ભારતની સૌથી લોકપ્રિય લોન પ્રોડક્ટ્સમાંની એક છે કારણ કે તે અસુરક્ષિત અને કોલેટરલ ફ્રી લોન છે. પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી તમને ઘણા લાભ મળે છે:

તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે જે ઈએમઆઈ રકમ નક્કી કરો છો તે એવી હોવી જોઈએ જે તમે આરામથી ચૂકવી શકો છો.  

પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર તમને વિવિધ લોનની રકમ, મુદત અને વ્યાજ દરો સાથે પ્રયોગ કરવામાં મદદ કરે છે તે જોવા માટે કે આ પરિબળો તમારી વ્યક્તિગત લોનની ચૂકવણીને કેવી રીતે અસર કરે છે.  

પર્સનલ લોન કેલ્ક્યુલેટરની મદદથી ઈએમઆઈની ગણતરી કરીને તમારો સમય અને શક્તિ બચાવો, જે તમને થોડીક સેકન્ડોમાં ચોક્કસ પરિણામો આપે છે.

હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરના લાભ કયા કયા છે?

Answer

હોમ લોન કેલ્ક્યુલેટર તમને લોનની રકમ, ચૂકવવાના વ્યાજ દર, ખરીદીની કુલ કિંમત, વ્યાજ અને માસિક પરત ચુકવણી અથવા ઈએમઆઈની રકમ બતાવે છે. હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર તમારા માટે ઈએમઆઈ ગણતરી ફોર્મ્યુલાનો ઉપયોગ સરળ અને ઝડપી બનાવે છે. એકવાર તમે ઈએમઆઈની રકમ જોઈ લો, પછી તમે તમારા માટે પુનઃચુકવણીને આરામદાયક બનાવવા માટે મુદતમાં ફેરફાર કરી શકો છો. હોમ લોન કેલ્ક્યુલેટર વડે, તમે સચોટ ઈએમઆઈ ફોર્મ્યુલા ગણતરીઓ પર આધાર રાખી શકો છો, જેનાથી લોનની જુદી જુદી ઓફરોની સરખામણી કરવાનું અને તેમાંથી તમારા માટે શ્રેષ્ઠ પસંદ કરવાનું સરળ બને છે. જો તમે તમારી લોન પર આંશિક ચુકવણી કરવાનું નક્કી કરો છો, તો હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર તમને બતાવી શકે છે કે પૂર્વ ચૂકવણી તમારી લોનને કેવી અસર કરશે.

જો તમારી લોનની મુદત દરમિયાન વ્યાજ દર વધે કે ઘટે તો શું થાય?

Answer

નિશ્ચિત દર ધરાવતી લોનમાં, વ્યાજ દર લોનની સમગ્ર મુદત દરમિયાન નિશ્ચિત રહે છે. ફ્લોટિંગ દર ધરાવતી લોનના કિસ્સામાં, તમારા વ્યાજ દર લોનની મુદત દરમિયાન ઉપર-નીચે જઈ શકે છે કારણ કે આ વ્યાજ દર બજાર દરો પર આધારિત હોય છે. મોટાભાગની બેંકો એ સુનિશ્ચિત કરે છે કે વ્યાજ દર બદલાય ત્યારે પણ ચૂકવવામાં આવતી ઈએમઆઈની રકમ સમાન રહે. જ્યારે દર વધે છે, ત્યારે ઈએમઆઈ ફોર્મ્યુલા ઈએમઆઈનો વધુ નોંધપાત્ર હિસ્સો વ્યાજની ચુકવણી માટે ફાળવે છે. જ્યારે દર ઘટે છે, ત્યારે મોટી રકમ મુદ્દલની ચૂકવણી માટે ફાળવવામાં આવે છે.

જો તમે તમારો ઈએમઆઈ ચૂકવવાનું ચૂકી જાવ છો તો શું થાય છે?

Answer

માસિક ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે તમે અગાઉથી જાણો છો કે દર મહિને લોનની ચુકવણી માટે કેટલા નાણાંનું બજેટ કરવાની જરૂર છે. ઈએમઆઈ ચૂકી જવું અથવા છોડી દેવું એ તમારા નાણાકીય સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તમારા ક્રેડિટ સ્કોરને અસર થવાની સંભાવના છે અને તમારી બેંક નોંધપાત્ર વિલંબિત ચુકવણી ફી વસૂલશે. તમાર ઈએમઆઈ પર ચૂક થવાથી ભવિષ્યમાં વધુ ભારે ઈએમઆઈ  પણ આવી શકે છે. ભારતમાં ઈએમઆઈ કેલ્ક્યુલેટર વડે તમારા નાણાંની યોજના બનાવો જેથી તમે ચૂકવણી કરવાનું ચૂકી ન જાઓ.

પર્સનલ લોન ઋણમુક્તિ શેડ્યૂલ શું છે?

Answer

ઋણમુક્તિ એ ચુકવણી શેડ્યૂલ સમાપ્ત થાય અને લોન સંપૂર્ણપણે ચૂકવી દેવામાં ન આવે ત્યાં સુધી નિશ્ચિત ચૂકવણીની શ્રેણીમાં લોનને વિભાજીત કરવાની નાણાકીય પ્રક્રિયા છે. પર્સનલ લોન ઋણમુક્તિ શેડ્યૂલ એ એક ટેબલ છે જે સૂચિબદ્ધ કરે છે કે દર મહિને કેટલી ઈએમઆઈ રકમ ચૂકવવાની જરૂર છે અને દરેક ઈએમઆઈમાંથી કેટલી રકમ વ્યાજ અને મુદ્દલની ચુકવણી તરફ નિર્દેશિત કરવામાં છે. જ્યારે તમે પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો, ત્યારે તમને પર્સનલ લોન ઋણમુક્તિ શેડ્યૂલની ઍક્સેસ મળે છે જે શેડ્યૂલ કરેલ ચૂકવણીઓ, મુદ્દલની ચુકવણી અને વ્યાજ ખર્ચની યાદી આપે છે.

તમારા ઈએમઆઈ પર આંશિક ચુકવણીની શું અસર થાય છે?

Answer

આમ તો લોન એ એક સરળ નાણાકીય સાધન છે, મોટાભાગના લોકો શક્ય તેટલી વહેલી તકે દેવાંમાંથી મુક્ત થવા ઈચ્છે છે. જો દેવાં-મુક્ત થવું એ તમારું પ્રાથમિક લક્ષ્ય છે, તો તમારી પાસે લોન પર આંશિક ચુકવણીઓ  કરવાનો વિકલ્પ છે. તમે તમારી લોનની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી કરવાનું પસંદ કરી શકો છો. તમારી લોનની આંશિક રીતે પૂર્વચુકવણી કરીને, તમે ચૂકવવાના ભાવિ ઈએમઆઈ હપ્તાઓની રકમ ઘટાડી શકો છો. નોંધ: બેંકો પાસે લોન લીધા પછી પૂર્વચૂકવણી પેનલ્ટી અથવા અમુક વર્ષોની નિશ્ચિત સંખ્યા હોઈ શકે છે, જે દરમિયાન પૂર્વચુકવણીની મંજૂરી નથી. તમારી બેંકમાં  તપાસ કરો અને લોનની રકમ આંશિક રીતે ચૂકવ્યા પછી તમારા ઈએમઆઈ કેવી રીતે બદલાશે તે સમજવા માટે કાર લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

હું ઈએમઆઈ ક્યારે અને કેવી રીતે ચૂકવી શકું?

Answer

એકવાર લોનનું વિતરણ થઈ જાય પછી, ઈએમઆઈ અથવા સમાન માસિક હપ્તાઓ દર મહિનાની ચોક્કસ તારીખે ચૂકવવાના હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, ઈએમઆઈ  તમારા ખાતામાંથી ધિરાણકર્તાને ઓટો-ડેબિટ કરવામાં આવે છે. ઈએમઆઈ ચૂકવણીને આવરી લેવા માટે તમારે પોસ્ટ-ડેટેડ ચેક્સ આપવાની જરૂર પડી શકે છે. ડોટેડ લાઇન પર સહી કરતાં પહેલાં તમારા માટે હપ્તાની રકમ પરવડે તેવી છે તેની ખાતરી કરવા માટે માસિક ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

અમારા કેલ્ક્યૂલેટર્સ સાથે તમારા નાણાંકીય ભવિષ્યને આકાર આપો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail