Overview

કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (કૉર્પોરેટની સામાજિક જવાબદારીઓ)


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પરિવાર તેના કર્મચારીઓ, એજન્ટો અને વિતરકોના પ્રયાસોને સમાજના વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં નિર્દેશિત કરવા યત્નશીલ રહે છે.


માઇક્રો ઇન્શ્યોરેન્સની મદદથી વ્યાપક બજારને મદદરૂપ થવું
વીમો જનસમુહ સુધી પહોંચે તે માટે ભારતે આર્થિક સમાવેશનના મોડલની જરૂર છે, જે નિષ્પક્ષ, પારદર્શક, પરવડે તેવું, નિયમિત હોય તથા જે વર્તમાન આંતરમાળખાંનો લાભ લઈ શકે તેમ હોય. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ ખાતે અમે યોગ્ય કિંમત ધરાવતા, સરળ, વ્યાપક અને કાર્યક્ષમ સેવા પૂરી પાડનારા વીમાને વ્યાપક બજાર સુધી પહોંચાડવાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમે વીમાઉદ્યોગને પરવડે તેવો બનાવવાની સાથે-સાથે વ્યાપક બજાર માટે સુગમ અને આકર્ષક બનાવવા અમારા પ્રયાસોને કામે લગાડી રહ્યાં છીએ.


આર્થિક રીતે સમાવેશી વીમો (પીએમજેજેબીવાય):
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એ એક એવી વીમા કંપની છે, જે ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી આર્થિક સમાવેશની યોજનાઓમાં સક્રિયપણે ભાગ લે છે. પીએમજેજેબીવાય એ ગ્રૂપ ટર્મ એશ્યોરેન્સ કવર સાથે જોડાયેલ બેંક ખાતું છે, જે આઇએનઆર 330નું નિશ્ચિત પ્રીમિયમ ધરાવે છે અને તેની સામે આઇએનઆર 2,00,000નું વીમાકવચ પૂરું પાડે છે. કંપની આ યોજના સંપૂર્ણપણે સંકલિત અને ઓછાં ખર્ચાળ વિતરણ મોડલ ધરાવતી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના બેંક સહભાગીઓ મારફતે પૂરી પાડે છે.જૂન 2015માં લૉન્ચ થયાં બાદ આ યોજના હેઠળ એક જ વર્ષમાં અંદાજે 25 લાખ લોકોને વીમાકવચ પૂરું પાડવામાં આવ્યું હતું.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ તેના વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર્સ (વીએલઈ-ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો) મારફતે તેના ઉત્પાદનોના વિતરણ માટે એક કરાર કરીને સર્વાંગી વિકાસનો શ્રેય લેવામાં ગર્વ અનુભવે છે. બંને સહભાગીના ટેકનોલોજી પોર્ટલના જોડાણને પગલે આ વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે ખામીરહિત છે. સામાજિક અને આર્થિક વિકાસને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવવવા માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આ ગ્રામ્ય-સ્તરના ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન પૂરું પાડે છે અને સીએસસી ચળવળ મારફતે ગ્રામ્ય ભારતના કૌશલ્યોનેપ્રોત્સાહન આપે છે.


અંતરિયાળ ગામડાંઓમાં વસતા સમુદાયો સુધી વીમાનો પ્રસાર કરવો
ઇન્ડિયાફર્સ્ટ લાઇફની માઇક્રો અને માસ માર્કેટ ઇન્શ્યોરેન્સ વ્યૂહરચનાના ભાગરૂપે તેણે ભારતના અંતરિયાળ ગ્રામ્ય જિલ્લાઓમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સની પૉલિસીઓનું વિતરણ કરવા માટે તેણે ‘આઇએફએમઆર રુરલ ચેનલ્સ’ સાથે જોડાણ કર્યું છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ભારતના તામિલનાડુના પાંચ જિલ્લાને સેવા પૂરાં પાડનારા ચાર કેન્દ્રોમાં ક્ષેત્રીય ગ્રામીણ ફાઇનાન્શ્યિલ સર્વિસિઝ (કેજીએફએસ) મારફતે જીવનવીમા પૉલિસીઓ પૂરી પાડશે.


અમારા કર્મચારીઓ તેમના સમુદાયને કેવી રીતે મદદરૂપ થાય છે
તહેવારોની સીઝન દરમિયાન એક ભારતીય તરીકે અમે અમારી ભેટસોગાદો મારફતે લોકોના ચહેરા પર સ્મિત રેલાવીએ છીએ. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના પરિસરમાં એનજીઓ માટેના સ્ટોલ ઊભા કરીને અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે, અમારા કર્મચારીઓની ઉજવણીને નવા સ્તરે લઈ જઈ શકાય.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના કર્મચારીઓ તેમના પોતાના અને તેમના પરિવારજનો માટે ઉદારતાપૂર્વક ભેટસોગાદો ખરીદને તેમને પ્રિયજનોમાં ખુશાલી ફેલાવવાની સાથે-સાથે નિરાધારો અને ગરીબોના કલ્યાણ માટે કપડાં, બેગ, રમકડાં, પુસ્તકો, સમાચારપત્રો વગેરેના સ્વરૂપે ડોનેશન આપવાનું પણ સુનિશ્ચિત કરે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે સીએસઆર એ એક નિરંતર રોકાણ છે, જે તમામની સંલગ્નતા સુનિશ્ચિત કરે છે અને આમ, તે ફક્ત સંગઠન માટે જ નહીં પરંતુ કંપની સાથે સંકળાયેલ તમામ લોકોમાં ગર્વની ભાવના જન્માવે છે. કહેવત છે ને કે, ‘પરોપકાર ઘરેથી જ શરૂ થાય છે’. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સમાજને સહાયરૂપ થવા અને તેને પરત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી તે નાણાકીય લાભ પૂરો પાડવાનો હોય કે ફક્ત માર્ગદર્શન આપવાનું હોય.


નાણાકીય વર્ષ 2019-20 માટેની સીએસઆર પહેલ

ઇન્ડિયાફર્સ્ટએ નાણાકીય વર્ષ 2019-20 માટેની સીએસઆર પહેલ માટે અહીં નીચે જણાવેલી સંસ્થાઓ સાથે સહભાગીદારી કરી છે.

1.સેવાઃ
સેવા સાથેની સહભાગીદારી અમને મહિલા સશક્તિકરણની પહેલમાં મદદરૂપ થશે.

2.સીએસસી એકેડમીઃ
સીએસસી એકેડમી સાથેની સહભાગીદારી અમને આજીવિકા વધારવાના પ્રોજેક્ટ્સમાં મદદરૂપ થશે.

3. કોવિડ-19 માટે વડા પ્રધાનનો રાષ્ટ્રીય રાહત કોષ:
સમગ્ર વિશ્વ હાલમાં જે અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તે કોવિડ-19 સામેના યુદ્ધમાં ભારતને મદદરૂપ થવાના આશયથી અમે આ રાહત કોષમાં યોગદાન આપ્યું છે.