ડૉ. પૂનમ ટંડન
ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર
ડૉ. પૂનમ ટંડન અમારી કંપનીના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર છે. તેઓ યુનિવર્સિટી ઑફ દિલ્હીમાંથી વાણિજ્ય ક્ષેત્રે સ્નાતક(ઓનર્સ)ની પદવી ધરાવે છે અને ઝેવિયર્સ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ, જમશેદપુર ખાતેથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને મુંબઈની નરસી મોનજી ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી ડોક્ટરેટ ઑફ ફિલોસોફઈ ઈન મેનેજમેન્ટની પદવી ધરાવે છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ બેંકર્સમાં પ્રમાણિત એસોસિયેટ છે. ફેબ્રુઆરી 25, 2010થી તેઓ અમારી કંપની સાથે જોડાયા છે. આ પહેલાં તેઓ મેટલાઈફ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં ચીફ મેનેજર(ઈન્વેસ્ટમેન્ટ્સ)ના પદે કાર્યરત રહી ચૂક્યા છે. અન્ય બાબતો સાથે, અમારી કંપનીમાં રોકાણ સંબંધિત કાર્યભાર સંભાળવાની જવાબદારી તેમની છે.
વિરાજ એમ નાડકર્ણી
ફંડ મેનેજર – ઈક્વિટી
વિરાજ સિમ્બોઈસીસ, પૂના ખાતેથી કંપની સેક્રેટરી, એમબીએ(ફાયનાન્સ)ની પદવી ધરાવે છે અને તેઓ પૂને યુનિવર્સિટીમાંથી કોમર્સના અનુસ્નાતક છે. ફાયનાન્સ ક્ષેત્રે, ખાસ કરીને ઈક્વિટીમાં તેઓ એક દાયકાથી પણ વધુનો અનુભવ ધરાવે છે. એનાલિટીક્સનો તેમને અનુભવ છે અને ઈક્વિટી માર્કેટની ગતિવિધિઓને તેઓ સારી રીતે સમજે છે. આ પહેલાં, તેઓ એન્જલ બ્રોકિંગ, ફોર્ચ્યૂન ફાયનાન્સિયલ્સ સાથે સીનિયર રીસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે જ્યાં તેમને ઈન્સ્ટિટ્યૂશનલ ક્ષેત્રે મૂળભૂત સંશોધનનું કાર્ય સંભાળ્યું છે અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ હતા. અહીં વિરાજ ઈક્વિટી માટેના ફંડ મેનેજર છે.
સંદીપ શિરસાત
ફંડ મેનેજર – ફિક્સ્ડ ઈન્કમ
સંદીપ કોમર્સના સ્નાતક છે અને ક્વૉલિફાઈડ કોસ્ટ એકાઉન્ટન્ટ(આઈસીડબલ્યૂએ) છે. તેઓ બે દાયકાથી પણ વધુ સમયથી મ્યુચ્યૂઅલ ફંડ, બેંકિંગ, પીએમએસ તેમ જ ઈન્શ્યોરન્સના ક્ષેત્રે કાર્યરત છે. આ પહેલાં તેઓએ, મલ્ટી-એક્ટ ઈક્વિટી રીસર્ચ (પીએમએસ), મેટ્રીક્સ એએમસી, એચએસબીસી(ઈન્સ્ટિટ્યૂશનલ ફંડ સર્વિસીઝ), અને યુટીઆઈ એએમસી પ્રા.લિ.(યુટીઆઈ એમએફ)માં કામ કરી ચૂક્યા છે. તેઓ ફંડ મેનેજમેન્ટ-ડેટ્ટ અને બેલેન્સ્ડ ફંડ્સ, ટ્રેઝરી મેનેજમેન્ટ, ફંડ એકાઉન્ટિંગ, ઈન્વેસ્ટમેન્ટ ઑપરેશન્સ, મ્યૂચ્યુઅલ ફંડ કોમ્પ્લાયન્સ અને ડોમેઈન નિષ્ણાત તરીકે ઈન્વેસ્ટમેન્ટ કાર્યો સંબંધિત આઈટી પ્રોજેક્ટ્સનો અનુભવ ધરાવે છે. આજે તેઓ ફિક્સ્ડ ઈન્કમના ફંડ મેનેજર તરીકે કંપની સાથે જોડાયેલા છે.