₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન શું છે?
લાઈફ ઈન્શ્યોરન્સની પ્રસ્તુતિ, ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ લેવલ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની તમામ લાક્ષણિકતાઓ સાથેનું પોલિસીનું મૂલ્ય છે. આ પોલિસીનું મુખ્ય આકર્ષણ ₹1 કરોડનું સમ એશ્યોર્ડ છે. આ પોલિસી ખરીદવાની કાર્યવાહી અન્ય કોઈપણ ટર્મ લાઈફ પોલિસીની ખરીદી જેવી જ છે.
તમારા ₹1 કરોડ લાઈફ કવરનું પ્રીમિયમ, તમારી વય, જીવનશૈલી, લિંગ, સ્થળ અને બીજા અનેક પરબળો પર આધારીત છે. ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો, ઉપયોગ કરીને પ્રીમિયમ મૂલ્ય કેટલું હશે તેનો તમે અંદાજ લગાવી શકો છો.
₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે કામ કરે છે?
જ્યારે તમે તમારા માટે એક કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો ત્યારે, તમે વય, આરોગ્ય અને જીવનશૈલી જેવા પરિબળોને આધારે પ્રીમિયમ ચૂકવો છો. પોલિસીની અવધિ દરમ્યાન જો તમારું મૃત્યુ થાય તો, ઈન્શ્યોરર તમારા નોમિનેટ કરેલ લાભાર્થીઓને ₹1 કરોડ સમ એશ્યોર્ડ ચૂકવે છે. આ ઉચ્ચક રકમ, તમારા પરવારની નાણાંકીય સ્થિરતાની ખાતરી કરીને તેમને જીવનનિર્વાહનના ખર્ચમાં, દેવાની પુનઃચૂકવણીમાં અને અન્ય નાણાંકીય જવાબદારીઓનું આયોજન કરવામાં મદદ કરે છે.
31 વર્ષ:
31 વર્ષીય કુમારી અંબિકાના ઉદાહરણ સાથે આ નિદર્શન કરીએ. અંબિકા એક કામકાજી વ્યક્તિ છે જે હાલમાં કોઈ આશ્રિત ધરાવતા નથી પરંતુ આગામી વર્ષે લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે. સ્વયંને નાણાંકીય રીતે તૈયાર કરવા માટે તેણી એક કરોડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારી રહી છે.
આ રીતે તે કામ કરશે.
અંબિકા
31 વર્ષ
તમામ ઉપલબ્ધ વિકલ્પો તપાસ્યા બાદ અને ઓનલાઈન કેલ્ક્યૂલેટરના ઉપયોગથી અંદાજ મેળવ્યા બાદ, અંબિકા ₹1 કરોડ ટર્મ પ્લાન ખરીદે છે. તે વાર્ષિક પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કરે છે જે તેણીના મતે, પોતાની આર્થિક સ્થિતિ સમજ્યા બાદ, યોગ્ય વિકલ્પ છે.
32-40 વર્ષ:
અંબિકા લગ્ન કરે છે અને હવે તે બે બાળકોને ઉછેરી રહી છે. તે પોતાનો ઘણો સમય કામમાં અને અન્ય પરિવારજનોની સંભાળ લેવામાં વીતાવે છે, જેઓ ધીરે ધીરે તેના આધારની અપેક્ષા રાખી રહ્યા છે.
58 વર્ષ:
અંબિકા અને તેના જીવનસાથી અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમના બાળકો જીવિત છે. તેણીએ પોતાના બાળકો અને માતાને ₹1 કરોડ લાઈફ કવર માટે નોમિની બનાવે છે.
તેણીના નોમિની દ્વારા કરેલ ક્લેઈમ પ્રોસેસ થયા બાદ, તેણીના બાળકો પોતાના સપનાઓ પૂરા કરવા માટે પૈસાનો ઉપયોગ કરી શકે છે. એજ રીતે, તેની માતા તેની વૃદ્ધાવસ્થામાં પોતાનું ધ્યાન રાખી શકે છે, જે તેની વહાલી દીકરીએ ઈચ્છ્યું હતું.
અંબિકાની જેમ, જો તમે નવો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન, ખરીદવા ઈચ્છતા હો તો, ₹1 કરોડનું ટર્મ ઈન્શ્યોરન્સ આપતા ઈન્ડિયાફર્સ્ટ લાઈફના વિવિધ પ્લાન તમે જોઈ શકો છો.
અમારા ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન તપાસો
₹1 કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કોણે ખરીદવો જોઈએ?
અલગ અલગ વય અને આવક જૂથના વિવિધ પ્રકારના વ્યક્તિઓ માટે ₹1 કરોડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ યોગ્ય છે. ડેમોગ્રાફિકના કેટલાંક વિભાગો જેઓ ₹1 કરોડ લાઈફ ઈન્શ્યોરન્સ સમ એશ્યોર્ડમાંથી લાભ મેળવી શકે છે તે છેઃ
પરિવારની મુખ્ય કમાતી વ્યક્તિ
પોતાની આવક પર નિર્ભર આશ્રિતો ધરાવતી વ્યક્તિઓએ તેમના પરિવારનાં ભવિષ્યને નોંધપાત્ર લાઇફ કવરની સાથે સુરક્ષિત બનાવવું જોઇએ. હોમ લોન અથવા બાળકોનાં શિક્ષણ જેવી નોંધપાત્ર નાણાકીય ફરજો ધરાવતા લોકોને આ કવરેજમાંથી પણ લાભ મળી શકે છે. ₹ 1 કરોડનો જીવન વીમો જીવન વીમાકૃત્ત વ્યક્તિનાં મૃત્યુ પછી નાણાકીય તણાવ અંગે ચિંતા કર્યા વિના નોમિનીને ઘણી બધી જવાબદારીઓની સંભાળ લેવામાં સહાય કરી શકે છે.
યુવા વ્યક્તિઓએ તેમની કારકિર્દીની શરૂઆતમાં પોલિસી ખરીદીને નીચા પ્રિમિયમ્સ સુરક્ષિત કરી શકે છે, જે વધુ વ્યાજબી દરે લાંબા ગાળાનાં કવરેજને સુનિશ્ચિત કરે છે. આ તેમને તેમના પ્રિયજનો માટે ભવિષ્યમાં તેઓ છોડી શકે એવી કોઇ પણ જવાબદારીઓ અંગેની ચિંતા વિના તેમના સ્વપ્નો પૂર્ણ કરવા સક્ષમ બનાવી શકે છે.
જવાબદારીઓ ધરાવતી વ્યક્તિઓ
વ્યક્તિની જવાબદારીઓ પોતાના પ્રિયજનો પર નાખવી એ આદર્શ બાબત નથી. વ્યક્તિના પરિવારને લોન અથવા અય નોંધપાત્ર દેવાનાં બોજાથી સુરક્ષિત રાખી શકાય છે. નોંધપાત્ર લોનનો બોજો ધરાવતી કોઇ વ્યક્તિ માટે ₹ 1 કરોડનો ટર્મ પ્લાન પરિવારને સુરક્ષિત રાખવામાં સહાય કરી શકે છે.
હાઇ-ને-વર્થ ધરાવતી વ્યક્તિઓ
સંપત્તિનાં ટ્રાન્સફર અને એસ્ટેટ યોજના જેવી બાબતો વારસદારો માટે પર્યાપ્ત કવરેજથી સુરક્ષિત કરી શકાય છે. વ્યક્તિનાં મૃત્યુ પછી તેમના પ્રિયજનોને નાણાકીય ટેકો પ્રાપ્ત થશે
Why Should You Buy ₹1 Crore Term Insurance?
There are several reasons why you may find term insurance for ₹1 crore a suitable option for yourself.
High Coverage at Affordable Premiums
Financial Security for Dependents
Provides a substantial amount to cover daily expenses, education, and future needs.
Ensures your family maintains their lifestyle in your absence.
Customisable Plan
Offers options to add riders for enhanced protection, such as critical illness or accidental death.
Flexible premium payment terms to suit your financial planning.
યોગ્ય 1 કરોડના ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરો?
યોગ્ય પોલિસી અવધિ નક્કી કરો
તમને જ્યારે સૌથી વધારે કવરેજની જરૂર હોય ત્યારે આપતો ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી ગાળો પસંદ કરો. ખાતરી કરો કે પ્લાન તમને સમગ્ર અવધિ માટે આરામદાયક રીતે પ્રીમિયમ ચૂકવવા દે છે.
તમારા પસંદ કરેલ પ્લાન માટે પ્રીમિયમ નક્કી કરવા માટે ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો. પહેલેથી સૂચિત કરેલ નાણાંકીય નિર્ણયો શક્ય બનાવી, સમગ્ર પોલિસી અવધિ માટે પ્રીમિયમ કિફાયતી છે તેની ખાતરી કરો.
તપાસ કરો અને લાક્ષણિકતાઓ અને પાત્રતા માપદંડને આધારે ₹1 કરોડ ઈન્શ્યોરન્સ પોલિસી વિકલ્પોનું તુલના કરો. તમારી નાણાંકીય જરૂરીયાતની પૂર્તિ કરતો હોય તેવો પ્લાન પસંદ કરો.
લાક્ષણિકતાઓ, લાભ અને પ્રીમિયમ દરોને આધારે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનનું વિશ્લેષણ કરો અને તુલના કરો. ઉચ્ચ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો ધરાવતા ઈન્શ્યોરર પસંદ કરો જેથી ₹1 કરોડ સમ એશ્યોર્ડ સાથે ટર્મ ઈન્શ્યોરન્સના લાભ તમારા પરિવારને મળશે તેની ખાતરી કરી શકાય.
ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી કસ્ટમાઈઝ કરો
યોગ્ય પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો પસંદ કરીને, અને અતિરિક્ત કવરેજ માટે રાઈડર્સ ઉમેરીને તમારા પ્લાનને કસ્ટમાઈઝ કરો. સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી માધ્યમ પસંદ કરો (જેમ કે માસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક).
રાઈડર્સ કેટલીક નિયત પરિસ્થિતિઓમાં કવરેજ વધારવા માટે, અકસ્માતી મૃત્યુ લાભ જેવા અતિરિક્ત લાભ આપે છે.
યોગ્ય કવરેજ રકમ કેવી રીતે નક્કી કરવી?
જો તમે વિચારતા હો કે ₹1 કરોડ તમારા માટે યોગ્ય સમ એશ્યોર્ડ છે કે નહીં, તો નીચેના કેટલાંક મુદ્દાઓ વિચારોઃ
કવરેજ તમારી વાર્ષિક આવક કરતાં કમ સે કમ 10ગણું હોવું જોઈએ, જેથી તમારા પ્રિયજનો પગભર થાય ત્યાં સુધી નોંધપાત્ર સમય માટે તે તેમને ટકી રહેવામાં મદદ કરે.
જો તમારી કોઈ જવાબદારીઓ હોય તો, સમ એશ્યોર્ડની ગણતરીમાં તે સામેલ કરવું યોગ્ય છે.
તમારી નિયત જવાબદારીઓ જેવી કે, તમારા સંતાનનું શિક્ષણ, પણ ગણતરી માટે ધ્યાનમાં લઈ શકાય છે.
યોગ્ય સમ એશ્યોર્ડ મૂલ્ય પર પહોંચવામાં તમારી સહાય માટે ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો અને ₹1 કરોડનો પ્લાન તમારા માટે યોગ્ય છે કે નહીં તે વિચારો.
શું વિસ્તૃત કવરેજ આપતો ટર્મ પ્લાન પસંદ કરવો હિતાવહ છે?
ચાલો તપાસીએ કે કેવી રીતે ઉંચા સમ એશ્યોર્ડની જેમ કે ₹1 કરોડની પસંદગી તમને કેવી રીતે અસર કરે છે.
₹ 1 કરોડની વીમાની રકમ ઓફર કરતી હોય તે સહિતની ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી ખૂબ વ્યાજબી પ્રિમિયમ પર નોંધપાત્ર કવરેજ પૂરું પાડે છે. ખર્ચ પરવડી શકે એવો હોય છે, પછી ભલે તમે ₹ 50 લાખના પ્લાનનો વિકલ્પ પસંદ કરો કે ₹ 1 કરોડના પ્લાનનો. આ તમને નાણાકીય તણાવ વિના ઉચ્ચ કવરેજમાંથી લાભ મેળવવા સક્ષમ બનાવે છે.
પોલિસી અવધિ દરમિયાન સ્થિર રહે તે સુનિશ્ચિત કરે છે. 30 વર્ષ સુધીના ગાળા માટે ₹ 1 કરોડની પોલિસી પસંદ કરવાનો અર્થ એ થાય છે કે તમે સમાન વાર્ષિક પ્રિમિયમની ચુકવણી કરશો. જીવનમાં ટર્મ ઇન્શ્યોરન્સ વહેલા ખરીદવો, આદર્શ રીતે તમારી 20થી 30 વર્ષની વય દરમિયાન કે 30 વર્ષ પછીની શરૂઆતની વયમાં, લાંબા ગાળાની પોષણક્ષમતા અને નાણાકીય પૂર્વાનુમાન સુનિશ્ચિત કરે છે.
₹ 1 કરોડનો ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન મજબૂત નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આ ઊંચી વીમાની રકમ પસંદ કરવાથી તમારા પ્રિયજનોને ભવિષ્યના લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને ઊંચા ફુગાવાના દરોની વચ્ચે પણ તેમના જીવનધોરણ જાળવવામાં સહાય કરી શકે છે.
તમારા વીમાની રકમને વધારવી એ કવરેજ વધારવાની એક માત્ર પદ્ધત્તિ નથી. તમે વધારાના લાભ પૂરા પાડતા રાઇડર્સ સાથે તમારી પોલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. ક્રિટિકલ ઇલનેસ રાઇડર્સ અને લવચિકતા આપતા અન્ય વિકલ્પો, વિશિષ્ટ જરૂરિયાતો અને સંજોગોને બંધબેસે એ રીતે તમારી વીમા પોલિસીને અનુરૂપ બનાવે છે
શા માટે IndiaFirst Life પાસેથી ₹1 કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવો જોઈએ
IndiaFirst Life તેના ₹1 કરોડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સ માટે પોસાય તેવા દરે પ્રીમિયમ આપે છે, જે તેને સમગ્રલક્ષી કવરેજ માટે ખર્ચઅસરકારક પસંદગી બનાવે છે.
તમારા અકાળ મૃત્યુની ઘટનામાં તમારા લાભાર્થીઓ માટે ₹1 કરોડનું ઉચ્ચક પેઆઉટ સુનિશ્ચિત કરીને અમારા પ્લાન નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે. સાથે મળીને, આપણે તેમને તેમની જીવનશૈલી જાળવી રાખવામાં અને નાણાંકીય જવાબદારીઓ પૂરી કરવામાં મદદ કરી શકીએ છીએ.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન અનુકૂળ પોલિસીના નિયમો અને શરતો સાથે આવે છે. તમારી નિયત જરૂરીયાતો અને નાણાંકીય લક્ષ્યાંકોને અનુરૂપ તમારા કવરેજને ગોઠવવાનું અમે શક્ય બનાવીએ છીએ.
અમે અતિરિક્ત લાભ જેવા કે ક્રિટીકલ ઈલનેસ રાઈડર અને એક્સિડેન્ટલ ડેથ રાઈડર્સ આપીએ છીએ, જે વિવિધ અણધાર્યા સંજોગો સામે સઘન સુરક્ષા પૂરી પાડે છે.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ તેની કાર્યક્ષમ ગ્રાહક સેવા અને અંતરાયરહિત ક્લેઈમ કાર્યવાહી માટે જાણીતું છે. કોઈ બિનજરૂરી વિલંબ વગર તમારા પ્રિયજનો મુશ્કેલ સમયમાં નાણાંકીય સહાય મેળવી શકે છે.
₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો
કવરેજ મૂલ્યાંકન પર્યાપ્ત કવરેજ સુનિશ્ચિત કરવા માટે, લોન, ભાવિ ખર્ચ અને જીવનશૈલીની અભિલાષા સહિત તમારા પરિવારની નાણાંકીય જરૂરીયાતોનું મૂલ્યાંકન કરો.
પોલિસી અવધિ લોનની અવધિ, સંતાનોનું શિક્ષણ અને નિવૃત્તિની વયને ધ્યાનમાં લઈ, તમારા નાણાંકીય લક્ષ્યાંકોને અનુરૂપ અવધિ પસંદ કરો.
પોસાય તેવા પ્રીમિયમ તમારા નાણાંકીય પ્લાનને અનુરૂપ ચૂકવણીની પુનરાવર્તિતા સાથે, સમગ્ર પોલિસી ગાળા દરમ્યાન તમારા બજેટને યોગ્ય પ્રીમિયમ પસંદ કરો.
ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો કાર્યક્ષમ પ્રોસેસિંગ અને માનસિક શાંતિ માટે ઈન્શ્યોરરના ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો ની તપાસ કરો.
રાઈડર્સ તમારી જરૂરીયાતોને અનુરૂપ કવરેજ વધારવા માટે ક્રિટીકલ ઈલનેસ રાઈડર અથવા એક્સિડેન્ટલ ડેથ રાઈડર જેવા અતિરિક્ત વિકલ્પો તપાસો.
જરૂરીયાતો ખરીદો વય અને કવરેજ રકમને આધારે કોઈપણ તબીબી પરિક્ષણની જરૂરીયાતો સમજો.
પોલિસી બાકાતી તમારા કવરેજની સીમા વિશે સ્પષ્ટતા મેળવવા માટે પોલિસી દ્વારા આવરીત ન હોય તેવી નિયત શરતોનું મૂલ્યાંકન કરો અને સમજો.
ક્લેઈમ કાર્યવાહી પારદર્શક અને કાર્યક્ષમ સેટલમેન્ટ માટે ઈન્શ્યોરરની ક્લેઈમ કાર્યવાહી સાથે સ્વયંને પરિચિતતા કેળવો.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ તરફથી ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે ખરીદવો?
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ તરફથી ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદી શકાય છે. તમારી પસંદનો પ્લાન પસંદ કરો અને ખરીદીના પેજ પર જાઓ.
પ્લાનની વિગતો પસંદ કરો અને તમારા વ્યક્તિગત વિગતો દાખલ કરો.
પ્લાનનું મૂલ્યાંકન કરો અને વિગતોની પુષ્ટિ કરો.
તમારે ત્યારબાદ સંબંધિત દસ્તાવેજો જમા કરાવવાનું અને પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
તમને તમારા પોલિસી દસ્તાવેજની નકલ મળશે.
યોગ્ય લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવામાં મદદ જોઈએ છે? અમને 8828840199 પર હમણાં કોલ કરો અથવા અહીં કોલ બુક કરો.
અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?
₹1 કરોડનો ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે કેટલી લઘુતમ આવક જરૂરી છે?
આવક માટે કોઈ કડક જરૂરીયાત નથી. તેમ છતાં, તમારી આવક અને જવાબદારીઓને આધારે અન્ડરરાઈટિંગ ટીમ મંજૂરી મોકૂફ કરી શકે છે. કેમ કે આ દરેક પરિસ્થિતિ અનુસાર અલગ હોવાથી, આ પાસાને સમજવા માટે ઈન્શ્યોરરનો સંપર્ક કરવો યોગ્ય છે.
₹1 કરોડ ટર્મ પ્લાન માટે કોણ માન્ય છે?
અંતિમ મંજૂરી અન્ડરરાઈટિંગ ટીમ આપે છે, તેમ છતાં, રેગ્યુલર ટર્મ પ્લાન માટે માન્ય કોઈપણ વ્યક્તિ ₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન માટે અરજી કરી શકે છે.
₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી માટે સરેરાશ પ્રીમિયમ મૂલ્ય શું છે?
ટર્મ ઈન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ વિવિધ પરિબળો જેવા કે વય, લિંગ, અને જીવનશૈલી પર આધારીત છે. તમારી વ્યક્તિગત વિગતોને આધારે અંદાજ મેળવવા માટે તમે કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.
₹1 કરોડ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ઓનલાઈન કેવી રીતે ખરીદી શકાય છે?
પ્લાન ખરીદવા માટે તમે ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરની વેબસાઈટ પર જઈ શકો છો. તમારી ખરીદી પૂરી કરવા માટે તમારે સંબંધિત દસ્તાવેજોની ડિજીટલ નકલો જમા કરાવવું અને ઓનલાઈન પ્રીમિયમની ચૂકવણી કરવું જરૂરી છે.
શું ઉચ્ચ કવરેજ માટે બે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકાય છે?
એક કરતાં વધુ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવા સામે કોઈ નિયમ નથી. તેમ છતાં, તમે અન્ય પોલિસીમાં તમારા નાણાં રોકો તે પહેલાં તમારી તમામ જરૂરીયાતોનું મૂલ્યાંકન કરવું અને તમારી તમામ જરૂરીયાતોને અનુરૂપ તમારા વર્તમાન પ્લાનને બદલી શકાય છે કે કેમ તે જોવું હિતાવહ છે.
શું એનઆરઆઈ ₹1 કરોડ સમ એશ્યોર્ડ સાથેનો ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદી શકે છે?
હા, ₹1 કરોડ સમ એશ્યોર્ડ સાથેનો એનઆરઆઈ માટેનો ટર્મ ઈન્શ્યોરન્સ, ખરીદી માટે ઉપલબ્ધ હોઈ શકે છે.