લઘુતમ પ્રવેશ વય
- Answer
-
15 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
15 વર્ષ
24 વર્ષ
70 વર્ષ
9/ 12/ 15/ 18 years
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ કેશ બેક પ્લાન નોન-પાર્ટિસિપેટીંગ, નોન-લિંક્ડ, મની બેક ઈન્શ્યોરન્સ પ્લાન છે. જીવનના ઉતારચડાવ વચ્ચે પણ તમારા પરિવાર માટે આ પોલિસી સમયાંતરે પેઆઉટ્સ અને સુરક્ષા આપે છે. આ પોલિસી અંતર્ગત, તમારી જરૂરીયાતના આધારે તમારે સ્વયં માટે કેટલો ઈન્શ્યોરન્સ લેવો છે તે તમે નક્કી કરી શકો છો. અમારી સલાહ છે કે આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુની સ્થિતિમાં નાણાંની સમસ્યાને ટાળવા માટે આ રકમ તમારા પરિવાર માટે પૂરતી છે કે નહીં તે ખાતરી કરી લો.
આ મર્યાદિત પ્રીમિયમ પોલિસી છે જે 9/12/15 વર્ષની પોલિસી અવધિ ધરાવે છે.
આ પોલિસી અંતર્ગત ઉપલબ્ધ પ્રીમિયમ ચૂકવણી અવધિ શું છે?
પોલિસી અવધિ | પ્રીમિયમ ચૂકવણી અવધિ |
9 વર્ષ | 5 વર્ષ |
12 વર્ષ | 7 વર્ષ |
15 વર્ષ | 10 વર્ષ |
18 વર્ષ | 12 વર્ષ |
આરક્ષિત વ્યક્તિ માસિક/ત્રિમાસિક/છમાસિક અને વાર્ષિક ધોરણે ચૂકવણી કરવાનો વિકલ્પ ધરાવે છે.
પોલિસીમાં “આરક્ષિત વ્યક્તિ”, “પોલિસીધારક”, “નોમિની” અને “એપોઈન્ટી” સામેલ હોઈ શકે છે.
લાઈફ એશ્યોર્ડ કોણ છે?
લાઈફ એશ્યોર્ડ(આરક્ષિત વ્યક્તિ) એટલે એવી વ્યક્તિ, જેના જીવન પર પોલિસી આધારીત છે. પોલિસી શરૂ થવાની તારીખથી તરત જ રિસ્ક કવર શરૂ થાય છે. આરક્ષિત વ્યક્તિના મૃત્યુ પર, લાભ ચૂકવવામાં આવે છે અને પોલિસી સમાપ્ત થાય છે. કોઈપણ ભારતીય નાગરિક આરક્ષિત વ્યક્તિ બની શકે છે, નીચેની શરતે -
Policy Term | For other than POSP-LI | |
---|---|---|
Minimum Age at Entry attained | Maximum Age at Entry attained | |
9 Years | 15 Years | 50 Years |
12 Years | 15 Years | 50 Years |
15 Years | 15 Years | 55 Years |
18 Years | 15 Years | 55 Years |
Policy Term | For other than POSP-LI | |
---|---|---|
Minimum Age at Entry attained | Maximum Age at Entry attained | |
9 Years | 15 Years | 50 Years |
12 Years | 15 Years | 50 Years |
15 Years | 15 Years | 50 Years |
18 Years | 15 Years | 47 Years |
Maximum Maturity age (Other than POSP -LI) | 73 years as on the last birthday |
---|---|
Maximum Maturity age (For POSP -LI | 65 years as on the last birthday |
પોલિસીધારક કોણ હોય છે?
પોલિસીધારક એટલે એવી વ્યક્તિ જે પોલિસી ધરાવે છે. પોલિસીધારક આરક્ષિત વ્યક્તિ હોય તે જરૂરી નથી. પોલિસીધારક બનવા માટે પોલિસી માટે અરજી કરવાના સમયે તમારી છેલ્લા જન્મદિવસે તમારી વય કમસે કમ 18 વર્ષ હોય તે જરૂરી છે.
નોમિની(ઓ) કોણ છે?
નોમિની(ઓ) એવી વ્યક્તિ છે જે આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ લાભ મેળવે છે. નોમિની(ઓ), આરક્ષિત વ્યક્તિ દ્વારા નીમાઈ શકે છે. નોમિની(ઓ) સગીર પણ હોઈ શકે છે(દા.ત. 18 વર્ષથી ઓછી વય). નોમિનેશન સમયે સમયે સુધારાને પાત્ર ઈન્શ્યોરન્સ એક્ટ, 1938ની કલમ 39ની જોગવાઈઓ અનુસાર થવું જોઈએ.
એપોઈન્ટી કોણ છે?
એપોઈન્ટી એવી વ્યક્તિ છે જેને આરક્ષિત વ્યક્તિ નોમિનેટ કરી શકે છે. નોમિની(ઓ) સગીર હોવાના કિસ્સામાં અને આરક્ષિત વ્યક્તિની કસમયે મૃત્યુના કિસ્સામાં, એપોઈન્ટી નોમિની(ઓ) વતી પોલિસીના નાણાં મેળવે છે.
આ પોલિસી અંતર્ગત ઈન્શ્યોરન્સ કવરેજ શરૂ થવાની તારીખ રિસ્ક શરૂ થવાની તારીખ છે.
રીસ્ક શરૂ થવાની તારીખ, પોલિસીની ફાળવણીની અથવા પોલિસી શરૂ થવાની તારીખ એક જ હોય છે.
વાર્ષિક પ્રીમિયમ પર લાગૂપાત્ર/ પ્રીમિયમ ચૂકવણી અવધિ | 5 | 7 | 10 | 12 |
માસિક | ||||
ત્રિમાસિક | ||||
અર્ધવાર્ષિક | ||||
વાર્ષિક |
In the IndiaFirst Life Cash Back Plan, you can choose the sum assured between ₹50,000 and no official maximum limit, subject to underwriting. When you pass away, your loved ones will receive the following benefits:
This means the longer you're covered money back life insurance policy, the bigger the potential payout your loved ones receive.
Yes, the policy offers a high sum assured rebate as mentioned below -
Sum Assured Band | Discount in premium per thousand Sum Assured on maturity (in Rs) |
---|---|
Rs 50 thousand to less than Rs 1 lakh | Nil |
Rs 1 lakh to less than Rs 2 lakhs | 6 |
Rs 2 lakhs to less than Rs 5 lakhs | 9 |
Rs 5 lakhs and above | 10 |
આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં અમારા દ્વારા નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસ/એસાઈની/વ્યક્તિને સક્ષમ ન્યાયક્ષેત્ર અંતર્ગતની કોર્ટના આદેશ અનુસાર મૃત્યુ લાભ ચૂકવવામાં આવશે. ચૂકવવાપાત્ર મૃત્યુ લાભ મૃત્યુ પર સમ એશ્યોર્ડ અને મૃત્યુની તારીખ સુધી નિશ્ચિત વધારાનો કુલ સરવાળા જેટલું રહેશે જેમાં, મૃત્યુ પર સમ એશ્યોર્ડને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છેઃ
મૃત્યુની તારીખે લાગૂપાત્ર ટેક્સ, અને જો કોઈ અતિરિક્ત પ્રીમિયમ/રાઈડર પ્રીમિયમ હોય તો તેને બાદ કરતાં, વાર્ષિક પ્રીમિયમના 10 ગણા અથવા ચૂકવેલ કુલ પ્રીમિયમના 105% બેમાંથી જે પણ વધુ હોય તે અથવા મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ. એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ એ મોડલ ફેક્ટર, અતિરિક્ત પ્રીમિયમ કે રાઈડર પ્રીમિયમ જો કોઈ હોય તો તેને બાદ કરતા મળેલ વાર્ષિક પ્રીમિયમ છે.
આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ લાભની ચૂકવણી બાદ, પોલિસી સમાપ્ત થાય છે અને ત્યારબાદ કોઈ સર્વાઈવલ લાભ કે મેચ્યોરિટી લાભ ચૂકવવાપાત્ર રહેતો નથી.
આરક્ષિત વ્યક્તિ સગીર હોય ત્યારે પોલિસીધારકની અકાળ મૃત્યુના કિસ્સામાં જીવિત માતા કે પિતા અથવા કાનૂની વાલી અથવા સગીરના જીવનમાં વીમાસંબંધી હિત ધરાવતી કોઈપણ વ્યક્તિ પોલિસીધારક બનશે.
આ પોલિસી અંતર્ગત કુલ ચૂકવવાપાત્ર લાભ હંમેશા લાગૂપાત્ર ટેક્સ અને જો કોઈ અતિરિક્ત પ્રીમિયમ હોય તો તેને બાદ કરતાં કુલ ચૂકવેલ પ્રીમિયમ કરતાં હંમેશા વધુ જ રહેશે. પોલિસીધારકની મૃત્યુ સમયે જો આરક્ષિત વ્યક્તિ 18 વર્ષ કે તેથી વધુની હોય તો તે પોલિસીધારક બની શકે છે.
પોલિસીની અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિને સમયાંતરે ચૂકવણી મળશે. પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ મેચ્યોરિટી સમયે સમ એશ્યોર્ડના આધારે પેઆઉટની રકમ બદલાઈ શકે છે. પેઆઉટની ફ્રીકવન્સી અને રકમ નીચે મુજબ છે -
વર્ષ/પોલિસી અવધિ | 9 વર્ષ | 9 વર્ષ | 9 વર્ષ |
---|---|---|---|
3 | મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડના 20% | - | - |
4 | - | મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડના 20% | - |
5 | - | - | મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડના 20% |
6 | મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડના 20% | - | - |
8 | - | મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડના 20% | - |
10 | - | - | મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડના 20% |
મેચ્યોરિટી પર આરક્ષિત વ્યક્તિને સમ એશ્યોર્ડના 60% વત્તા પોલિસીની અવધિ અનુસાર નિશ્ચિત ઉમેરો મેચ્યોરિટી લાભ તરીકે મળે છે. પોલિસી અવધિના અંતે લાભ ચૂકવવાપાત્ર રહેશે
પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.
આરક્ષિત પાસે માસિક/ત્રિમાસિક/છમાસિક કે વાર્ષિક ચૂકવણીનો વિકલ્પ ઉપલબ્ધ છે.
પેઈડ અપ મૂલ્ય ધારણ કર્યા પહેલાં
જો પહેલાં બે પોલિસી વર્ષ દરમ્યાન તમે પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરી દો તો, કોઈ પેઈડઅપ મૂલ્ય ધારણ કર્યા પહેલાં જ પોલિસી સમાપ્ત થાય છે. અમારા દ્વારા પાંચ વર્ષનો રીવાઈવલ ગાળો આપવામાં આવે છે જે દરમ્યાન તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો. આ ગાળા દરમ્યાન કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
પોલિસી અવધિ | પેઈડ અપ મૂલ્ય ધારણ કરવા માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમના વર્ષોની સંખ્યા |
---|---|
9/ 12/ 15 years | 2 Years |
પેઈડ અપ મૂલ્ય ધારણ કર્યા બાદ
ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર સંપૂર્ણ બે વર્ષ બાદ, પોલિસી નિશ્ચિત પેઈડઅપ મૂલ્ય ધારણ કરે છે. એક વખત પોલિસી પેઈડઅપ બને પછી સર્વાઈવલ બેનિફીટ અને નિશ્ચિત ઉમેરો ચૂકવવાપાત્ર રહેશે નહીં.
મેચ્યોરિટી પર ચૂકવવાપાત્ર પેઈડઅપ મૂલ્ય | મૃત્ય પર ચૂકવવાપાત્ર પેઈડઅપ મૂલ્ય |
---|---|
મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ X (ચૂકવેલ પ્રીમિયમની સંખ્યા/ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા) + નિશ્ચિત ઉમેરો – ચૂકવેલ સર્વાઈવલ લાભ, જો કોઈ હોય તો | મૃત્યુ પર ચૂકવવાપાત્ર સમ એશ્યોર્ડ X ચૂકવેલ પ્રીમિયમની સંખ્યા/ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા) + નિશ્ચિત ઉમેરો |
પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?
નિર્ધારીત ગાળામાં નીચેના દ્વારા તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો –
i. રદ થયેલ પોલિસીના રીવાઈવલ માટે લેખિત વિનંતી આપીને;
ii. વ્યાજ સાથે તમામ ન ચૂકવેલ ડ્યૂ પ્રીમિયમ ચૂકવીને; અને
iii. જો જરૂર લાગે તો તમારા ખર્ચે તબીબી પરિક્ષણ કરાવીને અને સારા આરોગ્યનું ડિક્લેરેશન આપીને.
પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખના પાંચ વર્ષ અંદર પરંતુ મેચ્યોરિટી તારીખ પહેલાં તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો. મૃત્યુની સ્થિતિમાં, આ ગાળા દરમ્યાન, જો કોઈ પેઈડ અપ મૂલ્ય હોય તો તેના સિવાય અન્ય કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં. રીવાઈવલ ગાળા દરમ્યાન તમારી પોલિસીના રીવાઈવલ પર, પોલિસી પેઈડઅપ બની ગઈ હોય તો, તમે કોઈપણ સર્વાઈવલ લાભને પાત્ર રહેશો.
રીવાઈવલ સંતોષકારક તબીબી અને નાણાંકીય અન્ડરરાઈટિંગને આધીન છે. રીવાઈવલ ગાળાને અંતે જો તમારા દ્વારા પોલિસી રીવાઈવ ન કરવામાં આવે અને જો તમારા દ્વારા બે વર્ષથી ઓછા સમય માટે રેગ્યુલર પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તો, પોલિસી કોઈ પેઈડઅપ મૂલ્ય ધારણ કરતી નથી અને પોલિસી રદ થાય છે.
અમારા દ્વારા ગ્રેસ ગાળો આપવામાં આવે છે જે પ્રીમિયમની ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણી માટે આપવામાં આવતો ગાળો છે જે દરમ્યાન પોલિસી રિસ્ક કવર સાથે અસરમાં હોવાનું ગણાય છે. પ્રીમિયમની ડ્યૂ તારીખથી પોલિસી વાર્ષિક, અર્ધવાર્ષિક અને ત્રિમાસિક પુનરાવર્તિતાઓ માટે 30 દિવસનો અને માસિક પુનરાવર્તિતા માટે 15 દિવસનો ગ્રેસ ગાળો ધરાવે છે. આ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુની તારીખ સુધી ડ્યૂ પ્રીમિયમ બાદ કરીને મૃત્યુ લાભ, નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.
આ ગાળા દરમ્યાન પોલિસી અસરમાં ગણાશે.
વહેલું ટર્મિનેશન મૂલ્યઃ
સરન્ડર મૂલ્યઃ
ફ્રી-લૂક ગાળામાં તમે તમારી પોલિસી પરત કરી શકો છો;
જો તમે પોલિસીના નિયમો અને શરતો સાથે અસહમત હો તો, તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ છે અને જો તમે તેમાંથી કોઈપણ નિયમો અથવા શરતો નામંજૂર કરો તો, પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર, તેનું કારણ આપીને તમારી પાસે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લીધેલ પોલિસી માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે.
પોલિસી કેન્સલ કરો ત્યારે તમને કોઈ રિફંડ મળે છે?
હા. અમારા દ્વારા રિફંડ કરવામાં આવશે – ચૂકવેલ પ્રીમિયમ
બાદઃ i. પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને પોલિસી અસરમાં હોય તે સમય માટે જો કોઈ હોય તે રાઈડર પ્રીમિયમ
બાદઃ ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી
બાદઃ iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ હોય તો
ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને વોઈસ મોડ, એસએમ ઈલેક્ટ્રોનિક મોડ, ફિઝીકલ મોડ(પોસ્ટલ મેઈલ જેવું) અથવા વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમનો સમાવેશ થાય છે.
આ પોલિસી અંતર્ગત લોન સુવિધા ઉપલબ્ધ નથી
જો આરક્ષિત વ્યક્તિ દ્વારા રિસ્કની શરૂઆત થવાની તારીખથી 12 મહિનાની અંદર આત્મહત્યા કરવામાં આવે તો, અમારા દ્વારા નોમિનિ(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને કુલ ચૂકવેલ પ્રીમિયમના 80% ચૂકવવામાં આવશે. આરક્ષિત વ્યક્તિ મૃત્યુ સમયે માનસિક રીતે સ્વસ્થ હોય કે અસ્વસ્થ હોય, તેને ધ્યાનમાં લીધા વગર આ આપવામાં આવશે.
જો આરક્ષિત વ્યક્તિ દ્વારા રીવાઈવલ/પુનઃસ્થાપનની તારીખથઈ 12 મહિનાની અંદર આત્મહત્યા કરવામાં આવે તો, ચૂકવવાપાત્ર લાભ સરન્ડર મૂલ્ય અથવા ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% જે પણ વધારે હોય તેના જેટલો રહેશે.
એક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન જે નિયમિત આવકની ખાતરી આપે છે અને ઉત્કૃષ્ટ નિશ્ચિત બચત પ્લાન બને છે.
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).
નોલેજ સેન્ટર
બધુ જુઓ
ડિસ્ક્લેમર
#તમામ ડ્યૂ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોય ત્યારે લાભ નિશ્ચિત હોય છે.
*ચૂકવેલા પ્રીમિયમ પર અને મેળવેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર સમયાંતરે બદલાવને આધીન છે. આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.