અસ્વીકરણ


ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કું. લિ. (કે જે હવે પછીથી અહીં) ‘ઇન્ડિયાફર્સ્ટ લાઇફ’ તરીકે સંદર્ભિત થશે, તે આપની વ્યક્તિગત માહિતી, જાણકારી અને સંદેશાવ્યવહાર માટે આ સાઇટ (‘વેબસાઇટ’)ને જાળવે છે. વેબસાઇટનો ઉપયોગ કરવામાં ખચકાશો નહીં. આપ આ વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવેલ વિષયવસ્તુને ફક્તને ફક્ત બિન-વ્યાવસાયિક અને અંગત ઉપયોગ માટે ડાઉનલૉડ કરી શકો છો, પરંતુ અહીં શરત એ છે કે, આપ આવી સામગ્રીના કૉપીરાઇટ અને તેની અંદર રહેલી માલિકી સંબંધિત અન્ય માહિતીને લગતી તમામ નોટીસ પણ ધરાવતા હો.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફની લેખિતમાં મંજૂરી મેળવ્યાં વગર આપ લખાણ, છબીઓ, ઑડિયો અને વીડિયો (જે હવે પછીથી ‘કન્ટેન્ટ’-‘વિષયવસ્તુ’ તરીકે સંદર્ભિત થશે) સહિતના વેબસાઇટ પરના વિષયવસ્તુનું જાહેર અથવા વ્યાવસાયિક હેતુઓ માટે વિતરણ કરી શકો નહીં, તેમાં ફેરફાર કરી શકો નહીં, તેને પ્રસારિત કરી શકો નહીં, તેને ફરીથી ઉપયોગમાં લઈ શકો નહીં, તેનો રીપોર્ટ કે તેને ઉપયોગમાં લઈ શકો નહીં.

વેબસાઇટ સુધીની આપની પહોંચ અને તેનો ઉપયોગ પણ લાગુ થતાં તમામ કાયદા અને અહીં નીચે જણાવેલ બાબતોને આધિન છેઃ

  • વેબસાઇટ પર પહોંચીને અને તેનો ઉપયોગ કરીને આપ તેના સંબંધિત નિયમો અને શરતોને કોઇપણ પ્રકારની મર્યાદા અથવા પાત્રતા વગર સ્વીકારો છો.
  • આ વેબસાઇટ અન્ય વેબસાઇટ, વેબ પેજ અને સેવાઓની લિંક ધરાવતી હોઈ શકે છે. અન્ય કોઈ વેબસાઇટ કે વેબ સેવા પર રહેલી આવી પ્રત્યેક વેબસાઇટ, વેબ પેજ અને સેવાઓનો આપના દ્વારા થતો ઉપયોગ જે-તે વેબસાઇટ અથવા વેબ સર્વિસના જો કોઈ નિયમો અને શરતો હશે તો તેને આધિન રહેશે.
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફ અન્ય વેબસાઇટ, વેબ પેજ અને સેવાઓ પર રહેલા ઇન્ડિયાફર્સ્ટ લાઇફના વિષયવસ્તુની જવાબદારી સ્વીકારશે નહીં અને તેને આ માટે જવાબદાર પણ ઠેરવી શકાશે નહીં.
  • ઉત્પાદન/પ્લાનનું નામ કોઇપણ રીતે વીમાકરારની ગુણવત્તા, તેની ભવિષ્યની સંભાવનાઓ કે વળતરને સૂચવતું નથી. જોખમકારક પરિબળો, નિયમો અને શરતો અંગે વધુ માહિતી મેળવવા માટે કૃપા કરીને વેચાણની કામગીરીનું સમાપન કરતાં પૂર્વે સેલ્સ બ્રોશરને કાળજીપૂર્વક વાંચો. રાઇડર્સ (અનુવૃદ્ધિ) ફરજિયાત નથી અને તે નજીવી વધારાની કિંમતે ઉપલબ્ધ છે. નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને રાઇડરના સંબંધિત બ્રોશરને વાંચો.
  • યુનિટ લિંક્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્રોડક્ટ્સ એ પરંપરાગત વીમા ઉત્પાદનોથી અલગ છે અને તે બજારના જોખમોને આધિન છે. કૃપા કરીને તેની સાથે સંકળાયેલા જોખમો અને લાગુ થતાં ચાર્જિસને આપના સેલ્સ પ્રતિનિધિ અથવા મધ્યસ્થી અથવા તો વીમાકંપની દ્વારા જારી કરવામાં આવેલા પૉલિસીના દસ્તાવેજો મારફતે જાણો. યુનિટ લિંક્ડ લાઇફ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓ માટે ચૂકવવામાં આવતું પ્રીમિયમ કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટના એનએવી ફંડના કાર્યદેખાવ તથા કેપિટલ માર્કેટને પ્રભાવિત કરતા પરિબળો પર આધાર રાખી ઉપર અથવા નીચે જઈ શકે છે અને વીમાકૃત વ્યક્તિ તેણે/તેણીએ લીધેલા નિર્ણય માટે જવાબદાર ગણાય છે.
  • યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ કરાર હેઠળ પૂરાં પાડવામાં આવતાં વિવિધ ફંડ એ ફંડના નામ છે અને તે કોઇપણ પ્રકારે આ પ્લાનની ગુણવત્તા, તેની ભવિષ્યની સંભાવનાઓ કે વળતરને સૂચવતા નથી. યુનિટ લિંક્ડ ફંડ્સ એ બજારના જોખમોને આધિન છે અને ઇન્વેસ્ટમેન્ટ ફંડના ઉદ્દેશ્યો પાર પડે જ તેની કોઈ ખાતરી કે બાંયધરી આપવામાં આવતી નથી. આવા રોકાણ ફંડનો ભૂતકાળનો કાર્યદેખાવ એમ જરાય સૂચવતો નથી કે, તેનો ભવિષ્યનો કાર્યદેખાવ પણ આ જ મુજબનો રહેશે.
  • કર સંબંધિત લાભ ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 સહિતના આવકવેરાના પ્રવર્તમાન કાયદાઓ મુજબ રહેશે અને તે સમયાંતરે બદલાવાને આધિન છે.
  • બેદરકારીમાંથી ઉદભવેલા પરંતુ તેના સુધી મર્યાદા ન હોય તેવા કોઇપણ સંજોગોમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ અથવા તેના ડિરેક્ટરો અથવા કર્મચારીઓ આ સાઇટ અથવા તેમાં રહેલા વિષયવસ્તુના ઉપયોગ અથવા ઉપયોગની અક્ષમતામાંથી કથિત રીતે પરિણમેલા કોઇપણ વિશેષ અથવા પરિણામરૂપી નુકસાનો માટે જવાબદાર ગણાશે નહીં, ભલે પછી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ અને/અથવા તેના કર્મચારીઓ કે ડિરેક્ટરોને આવી સંભવિત હાનિ કે નુકસાન અંગે જાણ કરવામાં આવી હોવાની શક્યતા હોય.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફને જાહેર ક્ષેત્રની બે મોટી બેંકો, બેંક ઑફ બરોડા (44% હિસ્સો) અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયા (30% હિસ્સો) દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેના પદચિહ્નો અને અનુભવ તમામ હિતધારકોને પ્રદાન કરવામાં આવનારા મૂલ્ય પ્રસ્તાવને સતત સુદ્રઢ બનાવે છે. મોરેશિયસના કાયદાઓ હેઠળ સંસ્થાપિત થયેલી અને વૉરબર્ગ પિનકસ એલએલસી દ્વારા સંચાલિત થતાં પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સની માલિકીની બૉડી કૉર્પોરેટ કાર્મેલ પોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ લિ. દ્વારા સંસ્થાપિત થયેલી કાર્મેલ પોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પણ ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાં 26 ટકા હિસ્સો ધરાવે છે.

રજિસ્ટર્ડ ઑફિસઃ 
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ
12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4, નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,
પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063. 

આઇઆરડીએઆઈ રજિસ્ટ્રેશન નં: No. 143 સીઆઇએન: U66010MH2008PLC183679

અહીં ઉપર દર્શાવવામાં આવેલ ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો ટ્રેડ લૉગો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ બ્રાન્ડ્સ લિમિટેડની માલિકીનો છે અને લાઇસેન્સ હેઠળ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ દ્વારા તેને ઉપયોગમાં લેવામાં આવે છે.