ક્લેઇમની પ્રક્રિયા શું આપ ક્લેઇમ કરવા માંગો છો? તો ચાલો, હેરાનગતિથી મુક્ત 3 સ્ટેપ્સમાં તેની પ્રક્રિયા હાથ ધરીએ!
-
Step 1
ક્લેઇમની નોંધણી કરાવવી -
Step 2
ક્લેઇમનું મૂલ્યાંકન -
Step 3
ક્લેઇમનું સમાધાન
- ઓનલાઇનઃ
આપના ક્લેઇમની નોંધણી ઓનલાઇન કરાવો. - અમને ઈ-મેઇલ કરોઃ
તમામ જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કૉપીની સાથે claims.support@indiafirstlife.com પર. - અમને કૉલ કરોઃ
કૉલ સેન્ટર 1800-209-8700.અમારા પ્રતિનિધિ આપને ક્લેઇમની નોંધણી કરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન પૂરું પાડશે. - અમારી મુલાકાત લોઃ
તમામ જરૂરી દસ્તાવેજોની સોફ્ટ/હાર્ડ કૉપીની સાથે નજીકમા બેંક ઓફ બરોડા અથવા આન્દ્રા બેંક શાખાંક શાખા/એફપીસી ખાતે. નજીકમાં આવેલી શાખાને હમણાં જ શોધો! - ટપાલ/કુરિયરઃ
અમારી હેડ ઑફિસ ખાતે તમામ જરૂરી દસ્તાવેજોની હાર્ડ કૉપી.
- ક્લેઇમની વિગતોની તપાસ અને મૂલ્યાંકન કરવામાં આવશે.
- એક યુનિક ક્લેઇમ નંબર ધરાવતો સ્વીકૃતિપત્ર પૂરો પાડવામાં આવશે, જે ક્લેઇમ નંબરની મદદથી આપ આપના ક્લેઇમની સ્થિતિને ટ્રેક કરી શકશો.
- વધુ કોઈ દસ્તાવેજોની જરૂરી હોવાના કિસ્સામાં તે અંગે આપને જાણ કરવામાં આવશે.
- આપની નોંધણી પામેલી સંપર્ક વિગતો પર આપને તમામ માહિતી પૂરી પાડવામાં આવશે, એટલે કેઃ
- એસએમએસ
- ઈ-મેઇલ
- પત્રો
- જો ક્લેઇમમાં કોઈ તપાસનો આદેશ આપવામાં ન આવે અને તમામ ફરજિયાત દસ્તાવેજો જમા કરાવી દેવામાં આવ્યાં હોય તો, અમે 15 દિવસની અંદર ક્લેઇમની પ્રક્રિયા પૂર્ણ કરી લઇશું.
- આપની નોંધણી પામેલી સંપર્ક વિગતો પર આપને તમામ માહિતી પૂરી પાડવામાં આવશે, એટલે કેઃ
- એસએમએસ
- ઈ-મેઇલ
- પત્રો
ક્લેઇમ સંબંધિત દસ્તાવેજો
ક્લેઇમ દાખલ કરતી વખતે આપે જમા કરાવવાના તમામ જરૂરી દસ્તાવેજોની યાદી આ રહી.
- ઇન્ડિવિડ્યૂઅલ લાઇફ ક્લેઇમ
ઇન્ડિવિડ્યૂઅલ લાઇફ ક્લેઇમ
- સંપૂર્ણપણે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ઇન્ટિમેશન ફૉર્મ.
- પૉલિસીના ઓરિજિનલ દસ્તાવેજ(જો).
- મૃત્યુનું ઓરિજિનલ પ્રમાણપત્ર / મૃત્યુના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
- નોમીનીના આઇડી અને સરનામાના પુરાવાની નકલ.
- નોમીનીના વ્યક્તિગત ખાતાના કેન્સલ કરેલા ચેકની સાથે બેંકની પાસબુકની નકલ.
- વીમાકૃત વ્યક્તિની ઓળખ અને વયના પુરાવાની નકલો
- અકસ્માત, હત્યા, આત્મહત્યા વગેરે સહિત અપ્રાકૃતિક મૃત્યુના કિસ્સામાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ, પોસ્ટ મોર્ટમ રીપોર્ટ, પંચનામાની પોલીસ અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી નકલો.
- મૃત્યુ માટે જવાબદાર કારણ સંબંધિત કોઈ માંદગી માટે સભ્યની સારવાર કરવામાં આવી હોવાના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ કરવા સંબંધિત દસ્તાવેજો (ડિસ્ચાર્જ સમરી, તપાસ/નિદાન સંબંધિત તમામ રીપોર્ટ)ની નકલ.
*તમામ નકલો સ્વ-પ્રમાણિત થયેલી હોવી જોઇએ.
- પાકતી મુદતના ક્લેઇમ
પાકતી મુદતના ક્લેઇમ
- સંપૂર્ણપણે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ઇન્ટિમેશન ફૉર્મ
- પૉલિસીના ઓરિજિનલ દસ્તાવેજો.
- પૉલિસીધારકના પાન કાર્ડની નકલ.
- ખાતા નંબર અને પૉલિસીધારકનું નામ ધરાવતો કેન્સલ કરેલો ચેક અથવા બેંક પાસબુકની નકલ
- એનઆરઆઈનું જાહેરનામું (એનઆરઆઈ માટે)
*તમામ નકલો બેંકની શાખા દ્વારા પ્રમાણિત થયેલી હોવી જોઇએ.
FAQs
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફની ક્લેઇમની પ્રક્રિયા શું છે?
3 સ્ટેપમાં પૂરી થતી ક્લેઇમની પ્રક્રિયાઃ
- સ્ટેપ 1 - ક્લેઇમની નોંધણી કરાવવી
નોંધણી કરાવવી અને દસ્તાવેજોના જરૂરી સેટને જમા કરાવવા. - સ્ટેપ 2 - ક્લેઇમનું મૂલ્યાંકન
ક્લેઇમના મૂલ્યાંકનકર્તાઓ આપે જમા કરાવેલા દસ્તાવેજોનું મૂલ્યાંકન કરશે અને સમગ્ર પ્રક્રિયામાં આપનું માર્ગદર્શન કરશે. - સ્ટેપ 3 - ક્લેઇમનું સમાધાન
જો ક્લેઇમમાં કોઈ તપાસનો આદેશ આપવામાં ન આવે અને તમામ ફરજિયાત દસ્તાવેજો જમા કરાવી દેવામાં આવ્યાં હોય તો, ચૂકવણી (જો કોઈ હોય તો)ને ફક્ત ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર મારફતે કરવામાં આવશે.
- સ્ટેપ 1 - ક્લેઇમની નોંધણી કરાવવી
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો ક્લેઇમ સેટેલમેન્ટ રેશિયો કેટલો છે?
નાણાકીય વર્ષ 2022-23 માટેનો એકંદર ક્લેઇમ રેશિયો 97.04% છે. અને અમે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે 100% વાસ્તવિક હોય તેવા જ ક્લેઇમ્સનું સમાધાન કરીએ છીએ.
- હું કંપનીમાં ક્લેઇમની નોંધણી કેવી રીતે કરાવી શકું?
આપના ક્લેઇમની નોંધણી અહીં નીચે જણાવેલ કોઇપણ રીતે કરાવોઃ
- ઓનલાઇનઃ
ક્લેઇમન ઓનલાઇન નોંધણી* - અમને ઈ-મેઇલ કરોઃ
તમામ જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કૉપીની સાથે claims.support@indiafirstlife.com પર. - અમને કૉલ કરોઃ
1800 209 8700* પર કૉલ કરો અને અમારા પ્રતિનિધિ આપને ક્લેઇમની નોંધણી કરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન પૂરું પાડશે. - અમારી મુલાકાત લોઃ
તમામ જરૂરી દસ્તાવેજોની સોફ્ટ/હાર્ડ કૉપીની સાથે નજીકમાં આવેલી બેંક ઑફ બરોડા અથવા યુનિયન બેંક ઑફ ઇન્ડિયાની શાખા/એફપીસી ખાતે.
*અહીં કૃપા કરીને એ વાત નોંધો કે, હેડ ઑફિસ ખાતે ક્લેઇમ સંબંધિત તમામ અનિવાર્ય દસ્તાવેજો પ્રાપ્ત થયાં પછી જ ક્લેઇમની ઔપચારિક રીતે નોંધણી થશે.
- ઓનલાઇનઃ
- કેટલા સમયગાળાની અંદર કંપનીને ક્લેઇમ અંગે જાણ થઈ જવી જોઇએ?
આદર્શ રીતે જોવા જઇએ તો, પૉલિસીધારકના નિધનની તારીખથી 30થી 60 દિવસની અંદર ક્લેઇમની જાણ થઈ જવી જોઇએ. તેનાથી આપના ક્લેઇમનું સમાધાન શક્ય એટલું વહેલું કરવામાં અમને મદદ મળી રહેશે.
- ક્લેઇમની પ્રક્રિયા હાથ ધરવા માટે કયા દસ્તાવેજો જમા કરાવવા જરૂરી છે?
દસ્તાવેજોની યાદી જોવા માટે ઉપરની તરફ સ્ક્રોલ કરો.
- નોમની પાસે જો પૉલિસીના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો આ સ્થિતિમાં શું થઈ શકે?
પૉલિસીનેખોવાઈ ગયેલા દસ્તાવેજોને સ્થાને ક્ષતિપૂર્તિ સંબંધિત પત્રને જમા કરાવવાનો રહે છે. આ પ્રકારના વળતર સંબંધિત પત્રને સ્ટેમ્પ પેપર પર લખીને તૈયાર કરવાનો અને યોગ્ય રીતે નોટરી કરાવવાનો રહે છે. સ્ટેમ્પ પેપરનું મૂલ્ય જે-તે રાજ્યમાં લાગુ દર મુજબ હોય છે.
- ક્લેઇમના લાભ મેળવવા માટે કોણ હકદાર ગણાય છે?
ક્લેઇમના લાભ આ લોકો મેળવી શકે છેઃ
- નોમીની અથવા તો, વાલી (નોમીની સગીર હોવાના કિસ્સામાં), આપ જો જીવન વીમાધારક હો તો
- આપ જો વીમાકૃત વ્યક્તિ ન હો તો, પ્રસ્તાવકર્તા
- પૉલિસીને જો સોંપવામાં આવી હોય તો, મુખત્યાર
- પાકતી મુદતનો ક્લેઇમ, વિકલાંગતા હેઠળનો ક્લેઇમ વગેરે જેવા જીવિત રહેતા પ્રાપ્ત થતાં ફાયદાના કિસ્સામાં વીમાકૃત વ્યક્તિ
- નોમિનેશન કરવામાં આવ્યું ન હોય અથવા તો મૃત્યુનો ક્લેઇમ કરતી વખતે નોમીનીનું નિધન પહેલેથી જ થઈ ચૂક્યું હોય તો આવી સ્થિતિમાં શું થઈ શકે?
આ પ્રકારની પરિસ્થિતિમાં કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ હક/ઉત્તરાધિકારી સંબંધિત પ્રમાણપત્રના પુરાવાની જરૂર પડે છે. ત્યારબાદ ક્લેઇમની ચૂકવણી ઉક્ત પુરાવામાં સ્પષ્ટ કરવામાં આવેલ વ્યક્તિને ચૂકવવામાં આવે છે.
- મારા ક્લેઇમનું સમાધાન કરવામાં કંપનીને કેટલો સમય લાગે છે?
તમામ જરૂરી અનિવાર્ય દસ્તાવેજો પ્રાપ્ત થઈ જવા પર અમે સમાધાન અને અંતિમ નિર્ણય અંગે 15 કેલેન્ડર દિવસોની અંદર જાણ કરી દઇએ છીએ. અમારા દ્વારા તમામ ચૂકવણી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જ થાય છે.
ક્લેઇમના સમાધાનનો ઘટનાક્રમઃ
ઇન્શ્યોરેન્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઈ) દ્વારા આદેશિત કાર્ય પૂર્ણ કરવાનો સમય મૃત્યુ સંબંધિત ક્લેઇમ્સ ક્લેઇમ સંબંધિત જરૂરિયાતો ઉપસ્થિત કરવી ક્લેઇમ પ્રાપ્ત થયાંના 15 દિવસની અંદર જેમાં તપાસની જરૂર ન હોય તેમાં ક્લેઇમનું સમાધાન કરવું કે અસ્વીકાર કરવો કે તેને નામંજૂર કરવો લ્લો આવશ્યક દસ્તાવેજ પ્રાપ્ત થયાંની તારીખથી 30 દિવસની અંદર જેમાં તપાસની જરૂર હોય તેમાં ક્લેઇમનું સમાધાન કરવું કે અસ્વીકાર કરવો કે તેને નામંજૂર કરવો ક્લેઇમની જાણ કર્યાની તારીખથી 90 દિવસની અંદર તપાસ પૂર્ણ થઈ જવી જોઇએ અને ત્યારપછીના 30 દિવસમાં ક્લેઇમનું સમાધાન થઈ જવું જોઇએ - ક્લેઇમની રકમ મને કેવી રીતે પ્રાપ્ત થશે?
ક્લેઇમની રકમ ઇલેક્ટ્રોનિક ક્લીયરન્સ સિસ્ટમ મારફતે સીધી જ નોમીનીના બેંક ખાતામાં જમા થઈ જશે.
- શું તમામ ક્લેઇમ માટે એનઇએફટી ફરજિયાત છે?
હા. 13 ફેબ્રુઆરી, 2014ની તારીખના આઇઆરડીએઆઈના પરિપત્ર નં. IRDA/F&A/CIR/GLD/056/02/2014 મુજબ, ગ્રાહકને કરવામાં આવતી તમામ પ્રકારની ચૂકવણી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ થવી જોઇએ. આથી, ક્લેઇમની ચૂકવણી માટે ગ્રાહકની એનઇએફટીની વિગતો અનિવાર્યપણે પૂરી પાડવી પડે છે.
- જો ક્લેઇમ અસ્વીકાર/નામંજૂર થઈ જાય તો, આ અંગે જાણ કેવી રીતે કરવામાં આવે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની ક્લેઇમના અસ્વીકાર/નામંજૂર થવાના વિગતવાર કારણો ધરાવતા અસ્વીકાર/નામંજૂર થવા સંબંધિત પત્રને આપના નોંધણી પામેલા સરનામે મોકલી આપશે. તેની જાણ આપના નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર પર પણ કરવામાં આવશે.
- ક્લેઇમના નિર્ણય સંબંધિત મારી ચિંતાઓને હું કેવી રીતે જણાવી શકું?
અમે ફરિયાદ નિવારણ સમિતિ ધરાવીએ છીએ. આપ જો અમારા નિર્ણયથી સંતુષ્ટ ન હો અને અને આપના કેસને રજૂ કરવા માંગતા હો તો, આપ અહીં જણાવેલા સરનામે આ સમિતિને સંબોધીને એક પત્ર મોકલી શકો છોઃ
ફરિયાદ નિવારણ અધિકારી
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.,
301, ‘બી’ વિંગ, ધી ક્યુબ,
ઇન્ફિનિટી પાર્ક, દિન્ડોશી - ફિલ્મ સિટી રોડ
મલાડ (પૂર્વ)
મુંબઈ - 400097