Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

મુખ્ય ખાસિયતો

અનુકૂળ ચૂકવણી વિકલ્પો

તમારા લાંબા ગાળાના લક્ષ્યાંકોની પૂર્તિ કરવા માટે તમારા ચૂકવણી સમયપત્રકને અનુરૂપ વિકલ્પો સાથે ટૂંકા ગાળા માટે ચૂકવણી કરો.

cover-life

અવરોધરહિત લાઈફ કવરનો આનંદ માણો

પૂરા બે વર્ષનું સંપૂર્ણ પ્રીમિયમ ભર્યા લાગૂપાત્ર એવું એક પ્રીમિયમની ચૂકવણી ચૂકી જવા છતાં, મેળવો ઈન્શ્યોરન્સની સુરક્ષા 

wealth-creation

સંભવિત લાભ

જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો, વાર્ષિક બોનસની સાથે આવકની અપસાઈડનો આનંદ માણો. 

secure-future

સર્વાઈવલ લાભ

સર્વાઈવલ લાભ તરીકે એક વાર્ષિક પ્રીમિયમના 103% પાછા મેળવો

many-strategies

મેચ્યોરિટી લાભ

અવધિના અંતે મેચ્યોરિટી પર સંચિત બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) સાથે સમ એશ્યોર્ડ મેળવો.

secure-future

પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિ (વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર)

અવરોધરહિત પોલિસી લાભ સુનિશ્ચિત કરવા અને કોઈ કમનસીબ ઘટનાને કારણે ભવિષ્યના પ્રીમિયમના બોજથી તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર^ ઉમેરો.

secure-future

સરળ ઓનલાઈન ખરીદી

તમારી સગવડે, સરળતાથી તમારી પોલિસી ઓનલાઈન ખરીદો.

many-strategies

ટેક્સ લાભ

પ્રવર્તમાન ટેક્સ કાયદા અનુસાર પ્રીમિયમ અને લાભ પર બચત કરો.

many-strategies

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ પે પ્લાનની પસંદગી કેવી રીતે કરવી?

પગલું 1

તમારી જાણકારી પૂરી પાડો

તમારું નામ, મોબાઈલ નંબર અને અન્ય મૂળભૂત વિગતો દાખલ કરો.

choose-plan

પગલું 2

કવરેજ અને પોલિસીની અવધિ પસંદ કરો

તમારી ઈચ્છિત સમ એશ્યોર્ડ રકમ અને તમારી જરૂરીયાતોની પૂર્તિ માટે 10 કે 15 વર્ષની પોલિસી અવધિ પસંદ કરો.

premium-amount

પગલું 3

તમારા ક્વૉટનું મૂલ્યાંકન કરો

પસંદ કરેલ કવરેજ માટે તમારું વ્યક્તિગત ક્વૉટ પસંદ કરો અને તેનું મૂલ્યાંકન કરો.

select-stategy

પગલું 4

અમારા નિષ્ણાતો સાથે વાત કરો

અમારા સેલ્સ પ્રતિનિધિ તમારા આગામી પગલાં સમજવામાં તમને મદદ કરશે.

make-payments

પગલું 5

તમારી ખરીદી પૂરી કરો

ચૂકવણી કરીને તમારી અરજી પૂરી કરો.

make-payments

તમારા પ્લાનનો ચિતાર મેળવો

alt

વય 40 વર્ષ

શ્રી કુમારે 8 વર્ષ માટે વાર્ષિક રૂ।. 19,200ના પ્રીમિયમની ચૂકવણી કરીને 15 વર્ષની પોલિસી અવધિ માટે અને રૂ।. 1,50,000ના સમ એશ્યોર્ડ સાથે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ પે પ્લાનની ખરીદી કરી. 

alt

વય 47 વર્ષ

શ્રી કુમારને યોગ્ય સમયે રૂ।. 19,776નો સર્વાઈવલ લાભ એટલે કે તેમના વાર્ષિક પ્રીમિયમના 103% મળે છે જે તેમના પરિવારની જરૂરીયાતોને નાણાંકીય સદ્ધરતા આપે છે.   

alt

વય 53

પોલિસીની અવધિ દરમ્યાન તેઓ મૃત્યુ પામે છે. 

alt

કુમારના નોમિની

તેમના પરિવારના સભ્યો પસંદ કર્યા અનુસાર 4%ના દરે રૂ।. 1,92,000નો અથવા 8%ના દરે રૂ।. 2,70,750નો ઉચ્ચક રકમ રૂપે અથવા 5/10/15 વર્ષ માટે હપ્તારૂપે મૃત્યુ લાભ મેળવશે.  

alt

પાત્રતા માપદંડ

મેચ્યોરિટી સમયે મહત્તમ વય

Answer

65 વર્ષ

પ્રવેશ સમયે વય

Answer

લઘુતમ

  • 10 વર્ષની પોલિસી અવધિ માટે 8 વર્ષ
  • 15 વર્ષની પોલિસી અવધિ માટે 3 વર્ષ

મહત્તમઃ  50 વર્ષ

પોલિસી અવધિ

Answer

10 અને 15 વર્ષ

પ્રીમિયમ ચૂકવણી અવધિ(પીપીટી)

Answer

10 વર્ષની પોલિસી અવધિ માટે

  • 5 વર્ષ

15 વર્ષની પોલિસી અવધિ માટે

  • 5/6/7/8 વર્ષ

સમ એશ્યોર્ડ

Answer

લઘુતમઃ  રૂ।. 1,50,000
 

મહત્તમઃ  અન્ડરરાઈટિંગને આધીન કોઈ મર્યાદા નહીં.

પ્રીમિયમ માધ્યમ

Answer

વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક

લઘુતમ પ્રીમિયમ

Answer
  • માસિકઃ  રૂ।. 1,556
  • ત્રિમાસિકઃ  રૂ।. 4,662
  • અર્ધવાર્ષિકઃ  રૂ।. 9,215
  • વાર્ષિકઃ  રૂ।. 18,000

મહત્તમ પ્રીમિયમ

Answer

બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગને આધીન; કોઈ મર્યાદા નહીં

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ પે પ્લાન શું છે?

Answer

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ પે પ્લાન, લાઈફ ઈન્શ્યોરન્સ અને બચત પ્લાનનું સંયોજન.  આ ફક્ત એક સ્માર્ટ ચૂકવણી પ્લાન નથી, પરંતુ ઈન્કમ ટેક્સ – બચત યોજના છે.  આ નાણાં બચત પ્લાન સાથે તમે મર્યાદિત સમય માટે પ્રીમિયમ ચૂકવો છો અને આ ગાળા દરમ્યાન તમે થોડા નાણાં પાછા મેળવો છો.  તમે પ્રીમિયમ ભરવાનું ચૂકી જાઓ છતાં, લાઈફ કવર સક્રિય રહે છે.  ઉપરાંત, જ્યારે આ સ્માર્ટ ટર્મ ચૂકવણી પ્લાન મેચ્યોર થાય છે ત્યારે, તમને બોનસ મળે છે(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો).  આ પ્લાન કોઈ અણધારી ઘટનામાં તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે લાઈફ કવર પણ આપે છે.  વધુ અનુકૂળતા અને સુરક્ષા સાથે આ પ્લાન તમને તમારા નાણાંકીય લક્ષ્યાંકો સુધી પહોંચવામાં સહાય કરવા માટે ઘડવામાં આવ્યો છે.       

તમારી પોલિસીમાં ઉપલબ્ધ ફ્રી-લૂક ગાળો શું છે?

Answer

ફ્રી-લુક ગાળા દરમ્યાન તમે પોલિસી પરત કરી શકો છો;

જો તમે પોલિસીના નિયમો અને શરતો સાથે અસહમત હો તો, તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ છે અને જો તમે તેમાંથી કોઈપણ નિયમો અથવા શરતો નામંજૂર કરો તો, પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર,  તેનું કારણ આપીને તમારી પાસે ઈન્શ્યોરરને પોલિસી કેન્સલ કરવા માટે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે.  ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લીધેલ પોલિસી માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે.

તમારી પોલિસી રદ કરવા માટે શું તમને કોઈ રિફંડ મળે છે?


હા.  અમારા દ્વારા રિફંડ કરવામાં આવશે –
ચૂકવેલ પ્રીમિયમ
બાદઃ   i. પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને પોલિસી અસરમાં હોય તે સમય માટે જો કોઈ હોય તે રાઈડર પ્રીમિયમ
બાદઃ  ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી
બાદઃ   iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ હોય તો

ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ  બાદ:  iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ ડિસ્ટન્સ માર્કેટિંગ હોય તો ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના માધ્યમો દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોનું વેચાણઃ  (i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.

શું આ પોલિસીમાં મને લોન મળી શકે છે?

Answer

હા, આ પ્લાન અંતર્ગત તમને લોન સુવિધાનો લાભ મળી શકે છે.

કોઈપણ સમયે તમને મળવાપાત્ર લોનની રકમ સરન્ડર મૂલ્ય પર આધાર રાખશે.  ઉપલબ્ધ સરન્ડર મૂલ્યના 90% સુધી તમને લોનની રકમ મળી શકે છે.  લઘુતમ લોનની રકમ રૂ।. 1,000 હોવી જરૂરી છે.  અમારા દ્વારા વાર્ષિક 10%ના દરે વ્યાજ વસૂલવામાં આવશે અને આ દર આઈઆરડીએઆઈ મંજૂરીને આધીન સમયે સમયે અમારા દ્વારા સુધારવામાં આવી શકે છે.  જ્યારે સંચિત વ્યાજ સાથેની લોનનુ મૂલ્ય સરન્ડર મૂલ્ય કરતાં વધી જાય તો, પોલિસી ફોરક્લોઝ થશે અને સંચિત વ્યાજ સાથેની આઉટસ્ટેન્ડિંગ લોન સરન્ડરની આવકમાંથી વસૂલવામાં આવશે.  વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોન, જો કોઈ હોય તો તે મૃત્યુ/મેચ્યોરિટીની આવકમાંથી વસૂલવામાં આવશે, જો મૃત્યુ અથવા મેચ્યોરિટીની ઘટના પહેલાં પુનઃચૂકવવામાં ન આવી હોય.

શું તમે પોલિસી સરન્ડર કરી શકો છો?

Answer

તમારી પોલિસીના સંપૂર્ણ લાભનો ફાયદો ઉઠાવવા માટે તમારી પોલિસી ચાલુ રાખવી હિતાવહ છે.  તેમ છતાં, અમે સમજીએ છીએ કે કેટલાંક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા ઈચ્છી શકો છો.  પ્રથમ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોય તે બાદ પોલિસી સરન્ડર મૂલ્ય ધારણ કરશે.
સરન્ડરના સમયે ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અથવા સ્પેશિયલ સરન્ડર મૂલ્ય(એસએસવી)માં જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહેશે.  ચૂકવવાપાત્ર સરન્ડર મૂલ્ય પોલિસીની અવધિ અને પોલિસીના સરન્ડર વર્ષ અનુસાર બદલાશે.  જીએસવી પરિબળો સરન્ડર માટે પોલિસી વર્ષ અને પોલિસી અવધિ પર આધારીત છે.  જીએસવી ફેક્ટરના બે સેટ હોય છે.  જીએસવી ફેક્ટરનો એક સેટ ચૂકવેલ કુલ પ્રીમિયમ પર લાગૂપાત્ર રહેશે અને બીજો સેટ સરન્ડરની તારીખ સુધી સંચિત કોઈપણ સબસિસ્ટીંગ રીવર્સનરી બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) પર લાગૂપાત્ર રહેશે.
જીએસવી = પ્રીમિયમ માટે જીએસવી ફેક્ટર * લાગૂપાત્ર ટેક્સને બાદ કરતાં ચૂકવેલ કુલ પ્રીમિયમ, રાઈડર પ્રીમિયમ જો કોઈ હોય તો અને અતિરિક્ત પ્રીમિયમ, જો કોઈ હોય તો; વત્તા
જીએસવી ફેક્ટર માટે સિમ્પલ રીવર્સનરી બોનસ*સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ(જો ઘોષત કરવામાં આવ્યું હોય તો); ઓછા
સરન્ડરની તારીખ સુધી ચૂકવેલ એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 103% સર્વાઈવલ લાભ, જો કોઈ હોય તો.
એસએસવી એટલે = ((ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા/પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા) x (પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 103%નો સર્વાઈવલ લાભ વત્તા સમ એશ્યોર્ડ)
ઓછા, સરન્ડરની તારીખ સુધી, ચૂકવેલ એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ, જો કોઈ હોય તો, તેના 103% નો સર્વાઈવલ લાભ; વત્તા સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી ફેક્ટર.
પૂર્વ રેગ્યૂલેટરી મંજૂરીને આધીન સમયે સમયે અમારા દ્વારા નક્કી થતા એસએસવી ફેક્ટર.  જીએસવી ફેક્ટર એનેક્સર Iમાં આપેલ છે

આ પોલિસી કેવી રીતે કામ કરે છે?

Answer

સેમ્પલ રેખાંકન દ્વારા અમે આ પોલિસી કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું છે.

40 વર્ષીય શ્રી કુમાર દ્વારા 15 વર્ષની પોલિસી અવધિ માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ પે પ્લાન ખરીદવામાં આવ્યો.  8 વર્ષની પ્રીમિયમ અવધિ અને મેચ્યોરિટી પર રૂ।. 150,000ની નિશ્ચિત સમ એશ્યોર્ડ માટે તેમણે રૂ।.19,200ની વાર્ષિક પ્રીમિયમ(ટેક્સ સિવાય) ચૂકવ્યો.  છેલ્લા વર્ષના પ્રીમિયમની ચૂકવણી પહેલાં શ્રી કુમાર રૂ।.19,776નો સર્વાઈવલ લાભ મેળવશે જે બીશુ કશું નહીં પરંતુ તેમના વાર્ષિક પ્રીમિયમના 103% છે.  પ્લાન અવધિના અંતે, તેઓ 4%એ રૂ।. 169,776 અને 8%એ રૂ।.248,526નો મેચ્યોરિટી લાભ મેળવશે.  પોલિસી અવધિ દરમ્યાન તેમની મૃત્યુના કિસ્સામાં, તેમના પ્રિયજનો લાઈફકવરથી સુરક્ષિત છે.  શ્રી કુમાર પોલિસીનો આ મૃત્યુ લાભ ઉચ્ચક રકમ તરીકે અથવા 5/10/15 વર્ષના હપ્તા તરીકે મેળવવાનું પસંદ કરી શકે છે.   

આ પોલિસીમાં મૂળભૂત પાત્રતા માપદંડ શું છે?

Answer

 

પાત્રતા માપદંડમાપદંડ
પ્રવેશ સમયે વય


લઘુતમ* - 10 વર્ષની પોલિસી અવધિ માટે 8 વર્ષ;                     
                 15 વર્ષની પોલિસી અવધિ માટે 3 વર્ષ

મહત્તમ – 50 વર્ષ

મેચ્યોરિટી સમયે મહત્તમ વય65 વર્ષ
પ્રીમિયમ ચૂકવણી માધ્યમ – મોડલ ફેક્ટર

10 વર્ષની પોલિસી અવધિ માટે 5 વર્ષ

15 વર્ષની પોલિસી અવધિ માટે 5/6/7/8 વર્ષ

પ્રીમિયમ

લઘુતમ

વાર્ષિક રૂ।. 18,000

અર્ધવાર્ષિક રૂ।. 9,215

ત્રિમાસિક રૂ।. 4,662

માસિક રૂ।. 1,556

મહત્તમ – કોઈ મર્યાદા નહીં; બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન

પ્રીમિયમ ચૂકવણી માધ્યમો – મોડલ ફેક્ટર

વાર્ષિક

અર્ધવાર્ષિક – 0.5119

ત્રિમાસિક – 0.2590

માસિક – 0.0870


*આરક્ષિત વ્યક્તિ સગીર હોવાના કિસ્સામાં, રિસ્ક કવર તરત શરૂ થાય છે.  સગીર આરક્ષિત વ્યક્તિ માટે, માતાપિતા અથવા સગીરના જીવનમાં વીમાસંબંધી હિત ધરાવતા કાનૂની વાલી પ્રપોઝર/પોલિસીધારક બની શકે છે જેઓ પ્રીમિયમ ચૂકવે છે.  જ્યારે આરક્ષિત વ્યક્તિ પુખ્ત બને છે ત્યારે પોલિસી આરક્ષિત વ્યક્તિને મળે છે. 

આરક્ષિત વ્યક્તિ સગીર હોય ત્યારે, પોલિસીધારકની મૃત્યુના કિસ્સામાં, હયાત માતા કે પિતા અથવા સગીરના જીવનમાં વીમાસંબંધી હિત ધરાવતા કાનૂની વાલી પોલિસીધારક બને છે.  જો માતા-પિતા કે કાનૂની વાલી, કોઈ હયાત ન હોય અને પોલિસીએ સરન્ડર મૂલ્ય ધારણ ન કર્યું હોય તો, પોલિસી રદ થાય છે નહીં તો, પોલિસી પેઈડ-અપ પોલિસી તરીકે ચાલુ રહે છે અન પોલિસીના નિયમો અને શરતો અનુસાર આવક ચૂકવવામાં આવશે.

આ પોલિસીમાં ટેક્સ લાભ શું છે?

Answer

પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મળવાપાત્ર લાભ પર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે.  રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

જમા કરાવવામાં આવેલ જાણકારી ખોટી અથવા અચોક્કસ હોય તો શું થશે?

Answer

છેતરપિંડી/ખોટી રજૂઆતમાં સમયે સમયે બદલાતી ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

સમયે સમયે બદલાતી ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45 જણાવે છે કે

  1. પોલિસીની તારીખથી ત્રણ વર્ષની સમાપ્તિ બાદ કોઈપણ કારણોસર લાઈફ ઈન્શ્યોરન્સની કોઈ પોલિસીને પૂછપરછ માટે બોલાવાશે નહીં દા.ત. પોલિસીની ફાળવણીની તારીખ અથવા રિસ્ક શરૂ થવાની તારીખ અથવા પોલિસીના રીવાઈવલની તારીખ અથવા પોલિસીના રાઈડરની તારીખ, જે પણ પછી હોય તે.
  2. છેતરપિંડીના આધાર પર પોલિસીની ફાળવણીની તારીખથી અથવા રિસ્ક શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખ જે પણ પછી હોય તેનાથી ત્રણ વર્ષની અંદર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છે એ શરતે કેઃ ઈન્શ્યોરરે ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિને અથવા કાનૂની પ્રતિનિધિને અથવા ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિના નોમિનીને અથવા એસાઈનીને આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તેનો આધાર અને મટિરીયલ જણાવીને લેખિતમાં જાણ કરવાની રહેશે.
  3. પેટાવિભાગ (2) માં સામેલ કંઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર, કોઈપણ ઈન્શ્યોરર છેતરામણીના આધાર પર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને નકારી શકશે નહીં જો આરક્ષિત વ્યક્તિ દ્વારા સાબિત કરવામાં આવે કે મટિરીયલ સંબંધી ખોટું નિવેદન અથવા તેને દબાવવાનું કૃત્ય  તેમની શ્રેષ્ઠ જાણ અને વિશ્વાસ અનુસાર હોય અથવા તથ્યને દબાવવાનો કોઈ વિચારેલો ઈરાદો ન હોય અથવા આવું ખોટુ નિવેદન અથવા મટિરિયલ સંબંધી તથ્યને દબાવવાનું કૃત્ય ઈન્શ્યોરરની જાણમાં હોયઃ છેતરામણીના કિસ્સામાં જો પોલિસીધારક જીવિત ન હોય તો, જૂઠાણાંને નકારવાની જવાબદારી લાભાર્થીઓની હોય છે.
  4. પોલિસી જેના આધાર પર ફાળવવામાં આવી હોય અથવા રીવાઈવ કરવામાં આવી હોય અથવા રાઈડર ફાળવવામાં આવ્યું હોય તે પ્રપોઝલ અથવા અન્ય દસ્તાવેજમાં આરક્ષિત વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સી વિશે કોઈ નિવેદન અથવા તથ્ય સંબંધી મટિરીયલ દબાવવાનું કાર્ય અયોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો   પોલિસી ફાળવ્યાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ બાદમાં હોય તેનાથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છેઃ  એ શરતે કે ઈન્શ્યોરર દ્વારા આરક્ષિત વ્યક્તિને અથવા તેમના કાનૂની પ્રતિનિધિને અથવા આરક્ષિત વ્યક્તિના નોમિની અથવા એસાઈનીને લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને નકારવાનો નિર્ણય લેવા પાછળની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ વિશે લેખિતમાં જાણ કરવામાં આવેઃ  વધુ એ પણ શરતે કે પોલિસીનો નકારના કિસ્સામાં, તે ખોટુ નિવેદન અથવા તથ્યો દબાવવાના કૃત્યના આધાર પર કરવામાં આવ્યું હોય અને છેતરામણીના આધાર પર ન કરવામાં આવ્યું હોય તો, નકારની તારીખ સુધી પોલિસી પર એકત્ર કરેલ પ્રીમિયમ આરક્ષિત વ્યક્તિ અથવા કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને આ પ્રકારના નકારની તારીખથી 90 દિવસની અંદર ચૂકવવામાં આવશે.
  5. આ વિભાગમાં એવું કંઈપણ નથી જે ઈન્શ્યોરરને, જો તેઓ અધિકાર ધરાવતા હોય તો, કોઈપણ સમયે વયનો પુરાવો માંગતા રોકી શકે, અને પ્રપોઝલમાં આરક્ષિત વ્યક્તિની વય ખોટી જણાવવા આવી છે તેના પુરાવા બાદ પોલિસીની શરતો એડજસ્ટ કરવામાં આવી ફક્ત તેના આધારે પોલિસીને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે તેવું માનવામાં આવશે નહીં.

આ પોલિસીમાં લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ લાભ શું છે?

Answer

જો પોલિસીએ પેઈડઅપ મૂલ્ય મેળવ્યું હોય તો તમારી પોલિસી લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ લાભ મેળવશે.
આ લાભ અંતર્ગત:  તમારી પોલિસી પેઈડ અપ મૂલ્ય મેળવ્યા બાદ એક પોલિસી વર્ષ માટે જો તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો; “પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમ”ની તારીખથી એક વર્ષ માટે અસરમાં રહેલ પોલિસી અનુસાર પોલિસી અંતર્ગત મૃત્યુ લાભ ચાલુ રહેશે.  આ સમયગાળા દરમ્યાન વર્ષ માટે કોઈ સિમ્પલ રીવર્સનરી બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય) ચૂકવવામાં આવશે નહીં જેમાં તે વર્ષ માટે ડ્યૂ વાર્ષિક પ્રીમિયમ ચૂકવવામાં ન આવ્યું હોય.
જો ગ્રાહક “પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમ’ની તારીખથી એક વર્ષની અંદર લાગૂપાત્ર વ્યાજ સાથે પ્રીમિયમ ચૂકવે તો, તેમની પાસે ‘લાઈફ કવર કન્ટીન્યુઅન્સ લાભ’નો લાભ વધુ લંબાવવાનો વિકલ્પ રહેશે.  આવી ચૂકવણી પર, લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ લાભ સુધારેલ ‘ન ચૂકવેલ પ્રીમિયમ’થી એક વર્ષ માટે લાગૂપાત્ર રહેશે.  તમે ડ્યૂ પ્રીમિયમ ચૂકવ્યુ હોય તે વર્ષ માટે જો કોઈ હોય, તો તે રીવર્સનરી બોનસ પણ તમને મળશે.
જો તમે “પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમ”ની તારીખથી 12 મહિનાની અંદર પ્રીમિયમ ન ચૂકવો તો, ઘટેલ પેઈડ અપ પોલિસી અનુસાર મૃત્યુ લાભ પણ ઓછો થશે.

આ પોલિસીમાં મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ શું છે?

Answer

પોલિસીમાં મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ પોલિસીની શરૂઆતમાં તમારા દ્વારા પસંદ કર્યા અનુસારની હોય છે અને જે મેચ્યોરિટી પર ચૂકવવાપાત્ર લઘુતમ લાભ હોય છે.
 

લઘુતમ બેઝિક સમ એશ્યોર્ડલઘુતમ બેઝિક સમ એશ્યોર્ડ
1,50,000કોઈ મર્યાદા નહીં, બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસીને આધીન


બહેતર લાભ માટે તમે પ્રીમિયમ રાઈડરની મુક્તિ માટે પસંદગી કરી શકો છો.  કથિત રાઈડર પર વધુ માહિતી માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર બ્રોશર જુઓ.

શું ચૂકવેલા પ્રીમિયમ માટે ગ્રેસ ગાળો હોય છે?

Answer

રીસ્ક કવર સાથે પોલિસી અસરમાં હોય તે ગાળા દરમ્યાન પ્રીમિયમ ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણી માટે આપવામાં આવેલ સમયગાળો અમે આપીએ છીએ જે ગ્રેસ ગાળો કહેવાય છે.  આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પુનરાવર્તિતા માટે 30 દિવસનો ગ્રેસ ગાળો હોય છે અને માસિક પુનરાવર્તિતા માટે પ્રીમિયમ ડ્યૂ તારીખથી 15 દિવસનો ગ્રેસ ગાળો હોય છે.   આ ગાળા દરમ્યાન, લાઈફ એશ્યોર્ડની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ થવાની તારીખ પહેલાં ડ્યૂ પ્રીમિયમને બાદ કરીને રહેતો મૃત્યુ લાભ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.  આ ગાળા દરમ્યાન, પોલિસી અસરમાં ગણાશે.

શું આ પોલિસીમાં કોઈ ઉંચુ સમ એશ્યોર્ડ ડિસ્કાઉન્ટ હોય છે?

Answer

હા, જો નીચેના કોષ્ટક અનુસાર જો તમે ઉંચુ સમ એશ્યોર્ડ પસંદ કરો તો પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ હોય છે.
 

મેચ્યોરિટી લાભ પર સમ એશ્યોર્ડપ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ%
1,50,000 થી < 2,00,000શૂન્ય
2,00,000 થી <3,00,0001%
3,00,000 થી <5,00,0002%
5,00,000 થી <10,00,000 3%
10,00,000 અને વધુ4% 

શું આ પોલિસીમાં કોઈ રાઈડર ઉપલબ્ધ છે?

Answer

હા, તમારી પાસે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ(ડબલ્યૂઓપી) રાઈડર(યુઆઈએનઃ143બી017વી01) પસંદ કરવાનો વિકલ્પ છે.  આ રાઈડર જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે, પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિની મૃત્યુ, અકસ્માતી કાયમી સંપૂર્ણ વિકલાંગતા અથવા પસંદ કરેલ રાઈડર વિકલ્પના આધારે રાઈડર અંતર્ગત વ્યાખ્યાયિત સંગીન બિમારીની સ્થિતિમાં તમારી બોઝ પોલિસીમાંથઈ ભાવિ પ્રીમિયમ મુક્ત કરીને તમને આધાર આપે છે.  પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિ માટે ઉપલબ્ધ વિકલ્પો નીચે મુજબ છે.

 

વિકલ્પલાભ
મૃત્યુ પર પ્રીમિયમમાંથી મુક્તિરાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોય તો, પોલિસી ધારકની મૃત્યુ પર બેઝ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર અને તમામ ભાવિ ડ્યૂ અને  પ્રીમિયમ મુક્ત કરવાનો લાભ આપે છે (બેઝ પોલિસી અંતર્ગત  આરક્ષિત વ્યક્તિ અને પોલિસીધારક અલગ વ્યક્તિ હોય ત્યારે જ)
અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા સંગીન બિમારી(ના નિદાન) પર પ્રીમિયમમાંથી મુક્તિઆ વિકલ્પ નીચેની ઘટનામાંથી કોઈ અથવા પરિણામી અસર પર બેઝ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર અને તમામ ભાવિ ડ્યૂ પ્રીમિયમમાંથી મુક્તિનો વિકલ્પ આપે છે; રાઈડર આરક્ષિત વ્યક્તિની અકસ્માતી કાયમી સંપૂર્ણ વિકલાંગતા અથવા રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોય તે શરતે રાઈડર અંતર્ગત આવરીત કોઈપણ સંગીન બિમારીથી રાઈડર આરક્ષિત વ્યક્તિ પીડાતો હોવાની પુષ્ટિ.
મૃત્યુ અથવા અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા સંગીન બિમારી પર પ્રીમિયમમાંથી મુક્તિ

નીચેની ઘટનામાંથી કોઈપણ પહેલાં થવાની ઘટનામાં ભવિષ્યમાં તમામ ડ્યૂ અને બેઝ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર  ભાવિ પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિનો લાભ આપે છે – રાઈડર આરક્ષિત વ્યક્તિની મૃત્યુ અથવા રાઈડર આરક્ષિત વ્યક્તિની અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોય તે શરતે રાઈડર અંતર્ગત આવરેલ કોઈપણ સંગીન બિમારીઓથી આરક્ષિત વ્યક્તિ પીડાતી હોવાના નિદાનની પુષ્ટિ.  આ વિકલ્પની પસંદગી કરવા માટે, બેઝ પોલિસી અંતર્ગત આરક્ષિત વ્યક્તિ અને પોલિસીધારક અલગ વ્યક્તિ હોવી જરૂરી છે.

આ પોલિસી અંતર્ગત ઘોષિત બોનસ કયા છે?

Answer

કંપનીની ઘોષિત બોનસ પોલિસી અંતર્ગત આ પોલિસીમાં સિમ્પલ રીવર્સનરી બોનસ(એસઆરબી) અને ટર્મિનલ બોનસ(ટીબી)નો સમાવેશ થાય છે.

  • સિમ્પલ રીવર્સનરી બોનસ(એસઆરબી): આ બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો, તે મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ પણ ગણવામાં આવે છે.  એસઆરબી દરો નિશ્ચિત નથી હોતા, અને બદલાઈ શકે છે, પરંતુ એકવાર ઘોષિત થયા બાદ તે નિશ્ચિત બની જાય છે.  જો કે, જો પોલિસી પેઈડઅપ મોડમાં હોય તો, કોઈ ભાવિ એસઆરબી તેમાં ઉમેરાતું નથી.
  • ટર્મિનલ બોનસ(ટીબી): ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો તો, કંપનીના રોકાણ અનુભવ અને કંપનીની મુનસફીને આધારે આપવામાં આવે છે.  પોલિસીની શરતો અનુસાર તે મૃત્યુ પર, મેચ્યોરિટી પર અથવા સરન્ડર પર આપવામાં આવે છે.  જો પોલિસી પેઈડ-અપ મોડમાં હોય તો કોઈ ટર્મિનલ બોનસ આપવામાં આવતું નથી.

તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો શું થાય છે?

Answer

પોલિસી અંતર્ગત ગ્રેસ ગાળામાં ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરવામાં આવે અને પોલિસીએ કોઈ નિશ્ચિત સરન્ડર મૂલ્ય ધારણ ન કર્યું હોય તો, પોલિસી રદ થશે.  રિસ્ક કવર સમાપ્ત થશે, અને કોઈ વધુ લાભ રદ થયેલ પોલિસીના કિસ્સામાં ચૂકવવામાં આવશે નહીં.
જો બે સંપૂર્ણ વર્ષ કરતાં ઓછા માટે પ્રીમિયમ ભરવામાં આવ્યું હોય તો પોલિસી રદ થશે.
તેમ છતાં રીવાઈવલ ગાળા અંતર્ગત તમે તમારી રદ થયેલ પોલિસી રીવાઈવ કરી શકો છો.  વધુ જાણકારી માટે તમે રીવાઈવલ વિશે વધુ વિભાગો જોઈ શકો છો.
જો કમ સે કમ (2) પૂર્ણ વર્ષોના પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય અને ત્યારબાદનું કોઈ ડ્યૂ પ્રીમિયમ ચૂકવવામાં ન આવ્યું હોય તો, પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી ગ્રેસ ગાળાની સમાપ્તિ બાદ પોલિસી પેઈડ-અપ મૂલ્ય ધારણ કરશે.

નોંધઃ

શરતોને આધીન પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી પાંચ વર્ષની અંદર પેઈડ-અપ પોલિસીને રીવાઈવ કરી શકાય છે(મૂળ લાભ પર)જો રીવાઈવલ ગાળા દરમ્યાન, પેઈડ-અપ મોડમાં પોલિસીને રીવાઈવ કરવામાં ન આવી હોય તો, તે મેચ્યોરિટી અથવા મૃત્યુ અથવા પોલિસીના સરન્ડર સુધી ઘટતા પેઈડ-અપ માધ્યમમાં ચાલુ રહેશે.  પોલિસીની અવધિ દરમ્યાન જ જો તમામ ડ્યૂ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તો પોલિસી સંપૂર્ણ પેઈડ-અપ રહે છે અને ચૂકવવાપાત્ર તમામ લાભ પોલિસીના નિયમો અને શરતો અનુસાર રહેશે.

એકવાર પોલિસી પેઈડ-અપ બને પછીઃ

  • મૃત્યુ લાભઃ

    • પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી એક વર્ષની અંદર – ઉપરોક્ત મુદ્દા 14માં દર્શાવ્યા અનુસાર પોલિસી અંતર્ગત મૃત્યુ લાભ અસરમાં રહેલ પોલિસીની જેમ ચાલુ રહેશે.
    • પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી એક વર્ષ બાદ જો મૃત્યુ થાય તો – મૃત્યુ લાભ એ મૃત્યુ પર રીડ્યુસ્ડ સમ એશ્યોર્ડ વત્તા સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) વત્તા રીડ્યૂસ્ડ પેઈડઅપની તારીખ સુધી જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો* ટર્મિનલ બોનસ જેટલો રહેશે, જ્યાં મૃત્યુ પર રીડ્યૂસ્ડ પેઈડ-અપ સમ એશ્યોર્ડને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છેઃ

      પોલિસી પેઈડ-અપ બનવાની તારીખે મૃત્યુ પર સમ એશ્યોર્ડ*(ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા/પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
       
  • મેચ્યોરિટી લાભઃ 

પોલિસી અવધિના અંતે, તમને મેચ્યોરિટી પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા ઘોષિત કરવામાં આવેલ સિમ્પલ રીવર્સનરી બોનસ, વત્તા રીડ્યૂસ્ડ પેઈડ-અપની તારીખ સુધી ઘોષિત કરવામાં આવેલ ટર્મિનલ બોનસમાંથી જો કોઈ સર્વાઈવલ લાભ ચૂકવવામાં આવ્યો હોય તો તે બાદ કરીને મળશે.

જ્યાં મેચ્યોરિટી પર રીડ્યુસ્ડ પેઈડ-અપ સમ એશ્યોર્ડરને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છેઃ

(મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ વત્તા સર્વાઈવલ લાભ) x (ચૂકવેલ પ્રીમિયમની કુલ સંખ્યા)/(પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
 

પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?
 

પોલિસી અવધિની સમાપ્તિ પહેલાં પરંતુ પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી 5 વર્ષમાં તમે નીચેના દ્વારા તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો-
વ્યાજ સાથે તમામ ન ચૂકવેલ ડ્યૂ પ્રીમિયમ ચૂકવીને; અને
બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર જો જરૂર હોય તો આરોગ્યના સંતોષકારક પૂરાવા આપીને.  તબીબી પરિક્ષણનો ખર્ચ, જો કોઈ હોય તો, પોલિસીધારક દ્વારા ભોગવવાનો રહેશે.
રદ થયેલ પોલિસી તેના તમામ લાભ સાથે, અમારી બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસી અનુસાર જ રીવાઈવ કરવામાં આવશે.   અસરમાં રહેલ પોલિસી માટે પોલિસી રીવાઈવ કરવામાં આવે તો, પોલિસીના નિયમો અને શરતો અનુસાર તમામ લાભ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
નોંધઃ  પ્રીમિયમ ચૂકવણીમાં વિલંબ માટે ચાર્જ કરવામાં આવતો પ્રવર્તમાન વ્યાજ દર વાર્ષિક 9% છે જે પ્રત્યેક નાણાંકીય વર્ષમાં આઈઆરડીએઆઈની પૂર્વ મંજૂરીને આધીન બદલાઈ શકે છે.

આરક્ષિત વ્યક્તિ દ્વારા આમત્મહત્યા કરવામાં આવે તો શું થાય છે(આત્મહત્યા કલમ)?

Answer

પોલિસી અંતર્ગત રિસ્ક શરૂ થવાની તારીખથી 12 મહિનાની અંદર અથવા પોલિસીની રીવાઈવલની તારીખથી 12 મહિનાની અંદર જે પણ લાગૂ હોય ત્યારે આત્મહત્યા દ્વારા મૃત્યુના કિસ્સામાં, પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખ સુધી ઉપલબ્ધ સરન્ડર મૂલ્ય જે પણ વધુ હોય તે મેળવવાને પાત્ર છે.

પોલિસી અવધિના અંતે તમને શું મળે છે?(મેચ્યોરિટી લાભ)

Answer

મેચ્યોરિટી પર તમને નીચે પ્રમાણે મળવાપાત્ર છે:-

  • મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ; વત્તા
  • સંચિત સરળ રીવર્સનરી બોનસ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો; વત્તા
  • ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો

આને પણ પોલિસીમાં મેચ્યોરિટી લાભ તરીકે ઓળખવામાં આવે છે.
મેચ્યોરિટી લાભની ચૂકવણી પર, પોલિસી રદ થશે અને કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

આ પોલિસીમાં આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં શું થાય છે(મૃત્યુ લાભ)?

Answer

પોલિસીની અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, નોમિનીને મૃત્યુ લાભ ઉચ્ચક રકમ રૂપે અથવા 5/10/15 વર્ષ માટે માસિક આવક રૂપે ચૂકવવામાં આવે છે.  બે વિકલ્પોમાંથી જે ઉંચું હોય તે પ્રમાણે મૃત્યુ લાભ નક્કી થાય છેઃ

  1. મૃત્યુ પર સમ એશ્યોર્ડ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તે સંચિત બોનસ, અથવા
  2. ટેક્સ, રાઈડર પ્રીમિયમ અને અન્ડરરાઈટિંગ અતિરિક્ત પ્રીમિયમને બાદ કરતાં મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 105%

મૃત્યુ પર સમ એશ્યોર્ડ નીચેમાંથી જે મહત્તમ હોય તે અનુસાર ગણવામાં આવે છેઃ

  • એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 10ગણાં
  • મૃત્યુ પર ચૂકવવાપાત્ર નિશ્ચિત ચોખ્ખી રકમ,
  • અથવા મેચ્યોરિટી પર લઘુતમ નિશ્ચિત સમ એશ્યોર્ડ.

જો મૃત્યુ લાભ હપ્તામાં ચૂકવવાનો હોય તો, મૃત્યુ સમયે પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંકના વ્યાજ દરના આધારે એન્યૂઈટી ફેક્ટર અને મૃત્યુલાભના ગુણાકાર દ્વારા હપ્તાની રકમ નક્કી થાય છે.  સમગ્ર હપ્તાના ગાળા દરમ્યાન આ રકમ સમાન રહે છે.  પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દર પ્રત્યેક નાણાંકીય વર્ષના અંતે મૂલ્યાંકનને આધીન હોય છે, જેનો નિર્ણય 31 માર્ચના રોજ લેવામાં આવે છે.

આ પોલિસી અંતર્ગત સર્વાઈવલ લાભ શું છે?

Answer

નીચેના કોષ્ટક અનુસાર તમને સર્વાઈવલ લાભ પ્રાપ્ત થશેઃ

 

પ્રીમિયમ ચૂકવણી અવધિ
પેઆઉટ વર્ષ
(આ પોલિસી વર્ષને અંતે ચૂકવેલ એક એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 103%)
5 વર્ષ4થું વર્ષ
6 વર્ષ 5મું વર્ષ
7 વર્ષ6ઠું વર્ષ
8 વર્ષ સાતમું વર્ષ


તમારી પાસે પોલિસીના પ્રીમિયમ ચૂકવવા માટે સર્વાઈવલ લાભનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે.  શરૂઆતથી તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ સર્વાઈવલ લાભ બાદ પર નિશ્ચિત રહેશે અને તમને પરત ચૂકવવામાં આવેલ રકમ જેટલી ઘટાડવામાં આવશે નહીં.  આ વિકલ્પ તમારે શરૂઆતમાં જ પસંદ કરવો જરૂરી છે.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Fortune Plus Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન

Dropdown Field
સેવિંગ્સ
Product Description

આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).

Product Benefits
  • 6, 7, 8, 9 અથવા 10 વર્ષની ટૂંકી ચૂકવણીનું વચન
  • મેળવો નિશ્ચિત સર્વાઈવલ લાભ
  • વ્યાજ સાથે લાભ એકઠું કરો
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો.
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

ડિસ્ક્લેઈમર

Linked Insurance Products are different from the traditional insurance products and are subject to risk factors. The Premium paid in unit-linked life insurance policies are subject to investment risks associated with capital markets and NAVs of the units may go up or down, based on the performance of fund and factors influencing the capital market and the insured is responsible for his/her decisions. IndiaFirst Life Insurance Company Limited is only name of the Insurance Company and does not in any way indicate the quality of the contract, its future prospects, or returns. 

 

Please know the associated risks and the applicable charges from your Insurance Agent or the Intermediary or policy document issued by the Insurance Company. The various funds offered under this contract are the names of the funds and do not in any way indicate the quality of these plans, their future prospects and returns. Past performance may or may not be sustained in future and is not a guarantee of future performance. Some of the contents of this document may contain statements / estimates / expectations / predictions, which may be 'forward looking'. 

 

The actual outcomes could differ materially from those expressed /implied in this document.These statements, do not intend to provide personal recommendation to any specific individual or any investment needs of an individual. The recommendations / statements / estimates / expectations / predictions are of general in nature and may not take into account the specific investment needs or risk appetite or financial situations of individual policyholder / clients. For more details on risk factors and terms and conditions, please read the sales brochure carefully before concluding the sale. Tax benefits are subject to changes in the tax laws.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail