અમારા ઉત્પાદનો અને સેવાઓ વિશેની જાણકારી વિશે આપને ફોન કૉલ્સ અને એસએમએસના માધ્યમથી માહિતગાર રાખવામાં ઈન્ડિયાફર્સ્ટ લાઈ ઈન્શ્યોરન્સ આનંદ અનુભવે છે.
તેમ છતાં, આપની ગોપનીયતાનું અમે સમ્માન કરીએ છીએ અને જો તમે અમારા તરફથી આ પ્રકારના મેસેજ કે કૉલ્સ મેળવવા નથી ઈચ્છતા તો એનસીપીઆર સાથે નોંધણી કરાવવા માટે 1909(ટૉલ ફ્રી) પર કૉલ કરીને કે એસએમએસ મોકલીને ડૂ નોટ ડિસ્ટર્બ અંતર્ગત તમે તમારો નંબર રજીસ્ટર કરાવી શકો છો.
તમે www.nccptrai.gov.in ખાતે પણ રજીસ્ટર કરાવી શકો છો.
ડૂ નોટ ડિસ્ટર્બ અંતર્ગત નોંધણી કરાવ્યા બાદ પણ જો તમને કોઈ અવાંછિત કૉલ્સ/ઈ-મેઈલ મળે તો, customer.first@indiafirstlife.com પર અમને લખો. જ્યાંથી કૉલ/ઈ-મેઈલ આવ્યો હોય તે ફોન નંબર કે ઈ-મેઈલ આઈડી વિશે માહિતી આપો.
યાદ રાખો કે વર્તમાન ગ્રાહકો ડૂ નોટ ડિસ્ટર્બ સુવિધામાં નોંધણી કરાવ્યા બાદ પણ, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પાસેથી મેળવી રહેલ સેવાઓના સંબંધમાં ટ્રાન્ઝેક્શન્સ અને રીમાઈન્ડર્સના કૉલ્સ અથવા મેસેજ અને ઈ-મેઈલ મેળવવાનું ચાલુ રાખશે જેના માટે તેમણે કથિત ઉત્પાદનો/સેવાઓ માટે એપ્લિકેશનના સમયે અથવા અન્ય રીતે સંમતિ આપી હોય.
અનસોલિસીટેડ કોમર્શિયલ કોલમાં આવા મેસેજનો સમાવેશ કરવામાં આવશે નહીં કેમ કે તે ભારત સરકારના આદેશથી કરવામાં આવી શકે છે.