પ્રવેશ સમયે વય
- Answer
-
લઘુતમ
- ઈન્કમ બેનિફીટ લાભ વિકલ્પ માટેઃ 4 વર્ષ
- ઉચ્ચક લાભ વિકલ્પ માટેઃ 8 વર્ષ
મહત્તમ
- ઈન્કમ બેનિફીટ વિકલ્પ માટેઃ 55 વર્ષ
- ઉચ્ચક લાભ વિકલ્પ માટેઃ 60 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
Visualize your Plan
લઘુતમ
મહત્તમ
લઘુતમ
મહત્તમ
લઘુતમ
મહત્તમ
બંને વિકલ્પો અંતર્ગત 5/6/7 વર્ષ
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, મર્યાદિત પ્રીમિયમની એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે જે ટૂંકા 5/6/7 વર્ષના ટૂંકા ચૂકવણી ગાળા આપે છે અને સાથે સાથે એક જ પોલિસીમાં તમને બચત અને સુરક્ષા આપે છે. એટલું જ નહીં, પોલિસી એક પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી ગયા છતાં, તમારો લાઈફ કવર લાભ ચાલુ રહેવાની ખાતરી આપીને, એક વર્ષ માટે તમારા પરિવારને ચાલુ લાઈફ કવરથી સુરક્ષિત રાખે છે. લોન સુવિધા દ્વારા આ પોલિસી તમારી લિક્વિડિટી સંબંધિત જરૂરીયાતોની પણ સંભાળ રાખે છે.
પ્રવર્તમાન ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મેળવેલ લાભ પર ટેક્સ લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.
હા, આ પોલિસી અંતર્ગત તમને લોન સુવિધાનો લાભ મળી શકે છે.
કોઈપણ સમયે તમને મળવાપાત્ર લોનની રકમ સરન્ડર મૂલ્ય પર આધાર રાખે છે. ઉપલબ્ધ સરન્ડર મૂલ્યના 70% સુધીની લોન તમે લઈ શકો છો. લોનની લઘુતમ રકમ રૂ।. 1000 હોવી જરૂરી છે. અમારા દ્વારા વાર્ષિક 9%ના દરે વ્યાજ વસૂલવામાં આવશે જે આઈઆરડીએઆઈ મંજૂરી અનુસાર સમયે સમયે અમારા દ્વારા સુધારવામાં આવી શકે છે. જ્યારે અને જેમ લોનની વાસ્તવિક રકમ અન સંચિત વ્યાજ પેઈડ-અપ કેસોમાં સરન્ડર મૂલ્ય કરતાં વધી જાય તો, પોલિસી ફરજીયાતપણે સરન્ડર કરવાની રહેશે અને બાકી લોન અને સંચિત વ્યાજ સરન્ડરની આવક અથવા પેઈડ-અપ મૂલ્યમાંથી વસૂલવામાં આવશે. અસરમાં રહેલ પોલિસીઓને આ ફરજીયાત સરન્ડર લાગૂપાત્ર નથી. લોન લીધા બાદ ઘટતી પેઈડ-અપ પોલિસીઓ માટે, વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોન સરન્ડર મૂલ્ય કરતાં વધી જાય તો, પોલિસીને ફરજીયાતપણે સરન્ડર કરવામાં આવશે અને સરન્ડરની આવક થવા પેઈડૃઅપ મૂલ્યમાંથી વ્યાજ સાથેની બાકી લોનની રકમ વસૂલવામાં આવશે.
અસરમાં રહેલ પોલિસીઓ માટે ફરજીયાત સરન્ડર લાગૂ પડશે નહીં. દા.ત. કોઈપણ અસરમાં રહેલ પોલિસી આગોતરી બંધ થશે નહીં.
કોઈ સર્વાઈવલ લાભ માટે અથવા ઈન્કમ બેનિફીટ અથવા મેચ્યોરિટી લાભ અથવા સરન્ડર લાભ માટે પોલિસી ડ્યૂ હોય અથવા મૃત્યુ દ્વારા ક્લેઈમ બને તે કિસ્સામાં, ઈન્શ્યોરરને લોનની રકમ અથવા તેનો કોઈપણ હિસ્સો જે બાકી હોય તે, તમામ વ્યાજ સાથે પોલિસીની આવકમાંથી બાદ કરવાનો અધિકાર રહેશે.
અસરમાં રહેલ પોલિસીઓ માટે, વ્યાજ સહિત આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ સરન્ડર મૂલ્યના 90%થી વધુ હોય ત્યારે પોલિસીધારકને લોન અંશતઃ અથવા સંપૂર્ણપણે પુનઃચૂકવવાનું જણાવવામાં આવશે.
અમારા દ્વારા ગ્રેસ ગાળો આપવામાં આવે છે જે જોખમ કવચ સાથે પોલિસી અસરમાં માનવામાં આવતી હોય તે પ્રીમિયમની ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણીનો સમય હોય છે. આ પોલિસીમાં વાર્ષિક, અર્ધવાર્ષિક અન ત્રિમાસિક પુનરાવર્તિતા માટે 30 દિવસનો અને માસિક પુનરાવર્તિતા માટે 15 દિવસનો ગાળો પ્રીમિયમની ડ્યૂ તારીખથી આપવામાં આવે છે. આ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુની તારીખથી ડ્યૂ પ્રીમિયમ બાદ કર્યા બાદનો લાભ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.
આ ગાળા દરમ્યાન, પોલિસી અસરમાં ગણાશે.
જો પોલિસીમાં પેઈડ અપ મૂલ્ય હોય તો, તમારી પોલિસીને લાઈફ કવર ચાલુ રહેવાનો લાભ મળશે. આ લાભ અંતર્ગત; તમારી પોલિસીને પેઈડ અપ મૂલ્ય મળ્યાના એક વર્ષ બાદ; જો એક પોલિસી વર્ષ માટે તમે પ્રીમિયમ ચૂકવવાની ચૂકી જાઓ તો, પોલિસી અંતર્ગત મૃત્યુ લાભ “પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમ”ની તારીખથી એક વર્ષ માટે અસરમાં રહેલ પોલિસી અનુસાર ચાલુ રહેશે.
“પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમ”ની તારીખથી એક વર્ષની અંદર લાગૂપાત્ર વ્યાજ સાથે ડ્યૂ પ્રીમિયમ જો તેના/તેણી દ્વારા ચૂકવવામાં આવે તો, “લાઈફ કવર કન્ટીન્યુઅન્સ બેનિફીટ”નો લાભ વધારવાનો વિકલ્પ પોલિસીધારક પાસે રહેશે. આવી ચૂકવણી કરવા પર, લાઈફ કવર કન્ટીન્યુઅન્સ બેનિફીટ, સુધારેલ “અનપેઈડ પ્રીમિયમ”ની તારીખથી એક વર્ષ માટે લાગૂપાત્ર રહેશે. જો “પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમ”તારીખથી 12 મહિનાની અંદર તમે ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરો તો, પોલિસી રીડ્યૂસ્ડ પેઈડ અપ પોલિસીમાં તબદિલ થઈ જશે.
પ્રથમ ન ચૂકવેલ નિયમિત પ્રીમિયમની ડ્યૂ તારીખથી પાંચ વર્ષની અંદર, પરંતુ મેચ્યોરિટી તારીખ પહેલા નીચેના દ્વારા તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો –
i. ચૂકી ગયેલ પોલિસીના રીવાઈવલ માટે લેખિત વિનંતી જમા કરીને.
ii. વ્યાજ સાથે તમામ ન ચૂકવેલ ડ્યૂ પ્રીમિયમ ચૂકવીને; અને
iii. સારા આરોગ્યનું ડિક્લેરેશન આપીને અને જો જરૂર લાગે તો તબીબી તપાસ કરાવીને(તમારા પોતાના ખર્ચે).
ચૂકી જવાયેલ પોલિસી તેના તમામ લાભ સાથે, અમારા બોર્ડ દ્વ્રારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર જ રીવાઈવ થશે.
નોંધઃ પ્રીમિયમ ચૂકવણીમાં ચાર્જ કરવામાં આવતો વિલંબ માટે વર્તમાન વ્યાજ દર વાર્ષિક 9.5% છે જેને સમયે સમયે સુધારવામાં આવી શકે છે.
ફ્રી લુક ગાળા દરમ્યાન તમે તમારી પોલિસી પરત કરી શકો છો;
જો તમે કોઈ પોલિસીના નિયમો અને શરતો સાથે સહમત ન હો તો, તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનુ મૂલ્યાંકન કરવાનો વિકલ્પ છે, અને જો તમે કોઈપણ નિયમો અથવા શરતો નામંજૂર કરો તો, પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર રદ કરવાના કારણો દર્શાવીને રદ કરવા માટે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક મોડ અંતર્ગત ખરીદેલ પોલિસી માટેનો ફ્રી-લૂક ગાળો 30 દિવસનો રહેશે.
તમે તમારી પોલિસી રદ કરો તો તમને કોઈ રીફંડ મળે છે?
હા, અમારા દ્વારા નીચે મુજબ રકમ રીફંડ કરવામાં આવશે-
ચૂકવેલ પ્રીમિયમ
ઓછાઃ i પોલિસી અસરમાં હોય તે સમય માટે, પ્રો-રેટા રીસ્ક પ્રીમિયમ અને રાઈડર પ્રીમિયમ જો કોઈ હોય તો.
ઓછાઃ ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી
ઓછાઃ iii. તબીબી પરિક્ષણ પર થયેલ ખર્ચ, જો કોઈ હોય તો
ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના માધ્યમો દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ (i) વોઈસ મોડ, જેમાં ટેલિફોન દ્વારા કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિધન(ડીટીએચ)નો સમાવેશ થાય છે; (iv) ફિઝીકલ મોડ જેમાં ડાયરેક્ટ પોસ્ટલ મેઈલ અને ન્યૂઝપેપર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.
પોલિસી અવધિના અંતે પોલિસીમાં મેચ્યોરિટી લાભ તરીકે તમને મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશયોર્ડ મળે છે. મેચ્યોરિટી લાભની ચૂકવણી પર, પોલિસી સમાપ્ત થશે, અને કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
ઉચ્ચક લાભના કિસ્સામાં, મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ વય અને અવધિઅનુસાર મેચ્યોરિલી લાભ ફેક્ટરને વાર્ષિક પ્રીમિયમ સાથે ગુણીને ગણવામાં આવશે.
ઈન્કમ બેનિફીટના કિસ્સામાં, મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ માસિક આવકના X ગણી હોય છે. અલગ અલગ પ્રીમિયમ ચૂકવણી અવધિઓ માટે X નીચે મુજબ છેઃ
પ્રીમિયમ ચૂકવણી અવધિ(વર્ષો) | ગેપ ગાળો (વર્ષો) | X |
---|---|---|
5 | 5 | 42 |
6 | 6 | 55 |
7 | 7 | 65 |
7 | 8 | 65 |
કૃપા કરીને નોંધો કે, કોઈપણ કિસ્સામાં, વાર્ષિક અને માસિક ઈન્કમ લાભ સહિત મેચ્યોરિટી પર ચૂકવેલ સમ એશ્યોર્ડ આ પોલિસી અંતર્ગત ચૂકવેલ કુલ પ્રીમિયમથી ઓછું હશે નહીં.
હા, પ્રીમિયમ ચૂકવણીની 6 અને 7 વર્ષની અવધિ માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ (ડબલ્યૂઑપી) રાઈડર (યુઆઈએનઃ143બી017વી01)ની પસંદગી કરવાનો તમારી પાસે વિકલ્પ છે. આ રાઈડર જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે, પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, અકસ્માતી સંપૂર્ણ વિકલાંગતા અથવા પસંદ કરેલ રાઈડર વિકલ્પ અંતર્ગત વ્યાખ્યાયિત સંગીન બિમારીના કિસ્સામાં તમારી બેઝ પોલિસીમાંથી તમામ ભાવિ પ્રીમિયમ માફ કરીને તમને આધાર આપે છે. પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિ માટે પસંદ કરેલ વિકલ્પ નીચે મુજબ હોય છે.
વિકલ્પ | લાભ |
---|---|
મૃત્યુ પર પ્રીમિયમ મુક્તિ | રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોય તો, પોલિસીધારકની મૃત્યુના કિસ્સામાં(ફક્ત ત્યારે જ્યારે આરક્ષિત વ્યક્તિ અને પોલિસીધારક બેઝ પોલિસી અંતર્ગત અલગ વ્યક્તિઓ હોય) બેઝ પોલિસી અંતર્ગત તમામ ભાવિ ચૂકવવાપાત્ર અન્ ડ્યૂ પ્રીમિયમ માફ કરવાનો લાભ આ વિકલ્પ પૂરો પાડે છે. |
અકસ્માતી સંપૂર્ણ વિકલાંગતા અથવા સંગીન બિમારી(ના નિદાન) પર પ્રીમિયમમાં મુક્તિ | નીચેની ઘટનાઓમાંથી કોઈ અથવા પરિણામરૂપે થયેલ કોઈ ઘટના પર બેઝ પોલિસી અંતર્ગત તમામ ભાવિ બાકી અને ચૂકવવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિનો લાભ આ વિકલ્પ પૂરો પાડે છે; રાઈડર આરક્ષિત વ્યક્તિની અકસ્માતી કાયમી સંપૂર્ણ વિકલાંગતા અથવા રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોય તે શરતે, રાઈડર અંતર્ગત આવરેલ કોઈપણ સંગીન બિમારીઓમાંથી રાઈડર આરક્ષિત વ્યક્તિનું પુષ્ટ નિદાન. |
મૃત્યુ અથવા અકસ્માતી કાયમી વિકલાંગતા અથવા સંગીન બિમારી પર પ્રીમિયમમાંથી મુક્તિ | નીચેની કોઈપણ ઘટના વહેલી થવા પર બેઝ પોલિસી અંતર્ગત આ વિકલ્પ તમામ ડ્યૂ અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમમાંથી મુક્તિના લાભનો વિકલ્પ આપે છે – રાઈડર આરક્ષિત વ્યક્તિની મૃત્યુ અથવા રાઈઢર આરક્ષિત વ્યક્તિની અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અને અસરમાં રહેલ બેઝ પોલિસીને આધીન રાઈડર અંતર્ગત આવરીત સંગીન બિમારીઓમાંથી કોઈપણ એકથી રાઈડર આરક્ષિત વ્યક્તિને હોવાનું મંજૂર નિદાન.
આ વિકલ્પ પસંદ કરવા માટે, આરક્ષિત વ્યક્તિ અને પોલિસી ધારક બેઝ પોલિસી અંતર્ગત અલગ વ્યક્તિ હોવા જરૂરી છે |
તમે આ રાઈડર માટે પસંદગી કર્યાના કિસ્સામાં, આ રાઈડર અંતર્ગત પસંદ કરેલ રાઈડર વિકલ્પને આધારે બેઝ પોલિસી અંતર્ગત પ્રીમિયમ 30% કે 100% થી વધવું ન જોઈએ. અતિરિક્ત, આ રાઈડર આપવામાં આવશે નહીં જો રાઈડરની અવધિ બેઝ પોલિસી અંતર્ગત આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ચૂકવણી અવધિ કરતાં વધુ હોય.
ગ્રેસ ગાળા અંતર્ગત, પોલિસી અંતર્ગત ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં, પોલિસીમાં નિશ્ચિત સરન્ડર વેલ્યૂ ન મળી હોય તો પોલિસી રદ થશે. જોખમ કવર સમાપ્ત થશે, અને રદ થયેલ પોલિસીના કિસ્સામાં કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
જો બે સંપૂર્ણ વર્ષ કરતાં ઓછા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તો પોલિસી રદ થશે. તેમ છતાં, રીવાઈવલ ગાળા અંતર્ગત તમે તમારી રદ થયેલ પોલિસી રીવાઈવ કરી શકો છો. જો રદ થયેલ પોલિસી રીવાઈવલ ગાળા દરમ્યાન રીવાઈવ ન કરવામાં આવે તો, રીવાઈવલ ગાળાની સમાપ્તિ બાદ કોઈ લાભની ચૂકવણી કર્યા વગર તેને ફોરક્લોઝ કરવામાં આવશે. વધુ જાણકારી માટે રીવાઈવલ વિશે વધુ વિભાગો તમે જોઈ શકો છો.
ગ્રેસ ગાળાની સમાપ્તિ પહેલાં પ્રીમિયમ ન ચૂકવવાના કિસ્સામાં, કમસે કમ બે સંપૂર્ણ વર્ષના પ્રીમિયમ ચૂકવાયા હોય તે શરતે પોલિસી પેઈડ-અપ મૂલ્ય મેળવશે.
નોંધઃ
• ઘટતી પેઈડ-અપ પોલિસી શરતોને આધીન પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી પાંચ વર્ષની અંદર રીવાઈવ કરી શકાય છે(વાસ્તવિક લાભમાં)
• રીવાઈવલ ગાળા દરમ્યાન, જો પોલિસી ઘટતા પેઈડ અપ મોડમાં રીવાઈવ ન કરવામાં આવે તો, મેચ્યોરિટી, અથવા મૃત્યુ અથવા પોલિસી સરન્ડર ન થાય ત્યાં સુધી ઘટતા પેઈડ અપ મોડમાં ચાલુ રહેશે.
• પોલિસીની અવધિ દરમ્યાન તમામ ડ્યૂ પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તે શરતે પોલિસી ફુલ્લી પેઈડ-અપ બને છે અને ચૂકવવાપાત્ર નિયમો અને શરતો અનુસાર લાભ ચૂકવવાપાત્ર બનશે.
• કોઈપણ કિસ્સામાં, મૃત્યુ પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ અથવા નીચે દર્શાવ્યા અનુસાર ચૂકવેલ પેઈડ-અપ બેનિફીટ્સ ઈન્કમ બેનિફીટ્સ સહિત મેચ્યોરિટી પર ઘટતા પેઈડ-અપ સમ એશ્યોર્ડ આ પોલિસી અંતર્ગત ચૂકવેલ કુલ પ્રીમિયમથી ઓછું થશે નહીં.
એક વખત પોલિસી ઉચ્ચક લાભ વિકલ્પમાં પેઈડ-અપ બને એટલેઃ
• ઘટતી પેઈડ-અપ પોલિસી અંતર્ગત મૃત્યુ લાભઃ મૃત્યુ લાભ, મૃત્યુ પર ઘટતો પેઈડ-અપ સમ એશ્યોર્ડ રહેશે.
• જ્યારે મૃત્યુ પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ પોલિસી પેઈડ-અપ બનવાની તારીખના રોજ મૃત્યુ પર સમ એશ્યોર્ડ* તરીકે વ્યાખ્યાયિત થાય(ચૂકવેલા કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર પ્રીમિયમની સંખ્યા)
• ઘટતી પેઈડ-અપ પોલિસી અંતર્ગત મેચ્યોરિટી લાભઃ મેચ્યોરિટી લાભ મેચ્યોરિટી પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ રહેશે.
• જ્યારે મેચ્યોરિટી પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ (મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ* (ચૂકવવામાં આવેલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે
ઈન્કમ બેનિફીટ વિકલ્પમાં એકવાર પોલિસી પેઈડ-અપ બને એટલેઃ
• ઘટતી પેઈડ-અપ પોલિસી અંતર્ગત મૃત્યુ લાભઃ મૃત્યુ લાભ એ મૃત્યુ પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ રહેશે.
જ્યારે મૃત્યુ પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ પોલિસી પેઈડ-અપ બનવાની તારીખે મૃત્યુ પર નિશ્ચિત સમ એશ્યોર્ડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે* (ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસી અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
પોલિસી ઘટતી પેઈડ-અપ સ્થિતિમાં હોય ત્યારે આવકના ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ લાભને પેઈડ-અપ માસિક આવક અને પહેલેથી ચૂકવેલી કોઈ પેઈડ-અપ વાર્ષિક આવકની સીમા સુધી ઘટાડવામાં આવશે નહીં.
• ઘટતી પેઈડ-અપ પોલિસી અંતર્ગત સર્વાઈવલ લાભઃ પોલિસી ઘટતા પેઈડ-અપ સ્થિતિમાં હોય ત્યારે, આરક્ષિત વ્યક્તિના સર્વાઈવલના કિસ્સામાં, આવકના ગાળા દરમ્યાન નીચેના લાભ ચૂકવવાપાત્ર બનશે જે ગેપ ગાળાની સમાપ્તિ બાદ શરૂ થશે.
i. પેઈડ-અપ માસિક આવક – પેઈડ-અપ માસિક આવક, આવક ગાળા દરમ્યાન પ્રત્યેક પોલિસી મહિનાની શરૂઆતમાં માસિક ધોરણે ચૂકવવાપાત્ર રહેશે.
જ્યાં પેઈડ-અપ માસિક આવક માસિક આવક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ત્યાં* (ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
ii. પેઈડ-અપ વાર્ષિક આવક – આવક ગાળા દરમ્યાન પ્રત્યેક પોલિસી વર્ષના અંતે પેઈડ-અપ વાર્ષિક આવક પોલિસીધારકને ચૂકવવાપાત્ર રહેશે(મેચ્યોરિટી પહેલાં આવે ત્યારે) પોલિસી અવધિને અંતે એટલે કે મેચ્યોરિટી પર પેઈડ-અપ વાર્ષિક આવક ચૂકવવાપાત્ર રહેશે નહીં.
જ્યાં પેઈડ-અપ વાર્ષિક આવક, વાર્ષિક આવક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે* (ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/(પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
• ઘટતી પેઈડ-અપ પોલિસી અંતર્ગત મેચ્યોરિટી લાભઃ મેચ્યોરિટી લાભ, મેચ્યોરિટી પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ રહેશે.
જ્યાં મેચ્યોરિટી પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ આ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે (મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ* (ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા)/ (પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)
આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં પોલિસીમાં મૃત્યુ પર સમ એશ્યોર્ડ નોમિની(ઓ)ને ચૂકવવામાં આવશે.
મૃત્યુ પર લઘુતમ સમ એશ્યોર્ડ | મૃત્યુ પર મહત્તમ સમ એશ્યોર્ડ |
---|---|
રૂ. 5,00,000 | બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર |
ઉચ્ચક લાભના કિસ્સામાં, મૃત્યુ પર સમ એશ્યોર્ડ વાર્ષિક પ્રીમિયમની 10 ગણી હોય છે. ઈન્કમ લાભના કિસ્સામાં, મૃત્યુ પર સમ એશ્યોર્ડ વાર્ષિક પ્રીમિયમના 11 ગણું હોય છે.
લાભ ચાલુ રાખવા માટે તમે પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિ પણ પસંદ કરી શકો છો. કથિત રાઈડર પર વધુ વિગતો માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડ બ્રોશર જુઓ.
પોલિસીની અવધિ દરમ્યાન, આરક્ષિત વ્યક્તિના દુર્ભાગ્યવશ મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ લાભ નોમિની(ઓ)ને ઉચ્ચક અથવા માસિક આવક તરીકે આવનારા 5, 10 અથવા 15 વર્ષમાં ચૂકવવામાં આવશે.
પોલિસી વિકલ્પ | કેવી રીતે અને ક્યારે લાભ ચૂકવવાપાત્ર છે | આવા લાભનું કદ |
---|---|---|
ઉચ્ચક લાભ | પોલિસી પૂર્ણ અસરમાં હોય અથવા સંપૂર્ણ પેઈડ-અપ હોવાની શરતે, પોલિસીની અવધિ દરમ્યાન, આરક્ષિત વ્યક્તિના મૃત્યુ પર ચૂકવવાપાત્ર | મૃત્યુ લાભ મૃત્યુ પર સમ એશ્યોર્ડ અથવા મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમ જે પણ વધુ હોય તે હોય છે. જેમાં મૃત્યુ પર સમ એશ્યોર્ડ વાર્ષિક પ્રીમિયમના 10 ગણા હોય છે. |
આવક લાભ | પોલિસી સંપૂર્ણ અસરમાં હોય અથવા સંપૂર્ણ પેઈડ-અપ હોય તે શરતે પોલિસીની અવધિ દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર ચૂકવવાપાત્ર | મૃત્યુ પર સમ એશ્યોર્ડ અથવા મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 105% જે પણ વધારે હોય તે જ્યાં મૃત્યુ પર સમ એશ્યોર્ડ વાર્ષિક પ્રીમિયમના 11 ગણા હોય છે. આવક ગાળામાં આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પહેલેથી પોલિસી અંતર્ગત ચૂકવેલ કોઈ માસિક અથવા વાર્ષિક આવક બાદ કર્યા વગર ચૂકવવામાં આવશે. |
નોંધઃ કોઈ માસિક આવક/પેઈડ-અપ માસિક આવક દ્વારા મૃત્યુ લાભ/પેઈડ-અપ મૃત્યુ લાભ અને અનુક્રમે અસરમાં રહેલ પોલિસી અને/અથવા પેઈડ-અપ પોલિસી અંતર્ગત પહેલેથી ચૂકવે વાર્ષિક આવક/પેઈડઅપ વાર્ષિક આવક લાભ ઘટાડવામાં આવશે નહીં
મૃત્યુ લાભ ઉચ્ચક રકમ તરીકે અથવા પોલિસીના ગાળામાં કોઈપણ સમયે અથવા આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં પોલિસીધારક/નોમિની(ઓ) દ્વારા પસંદ કર્યા અનુસાર 5, 10 અથવા 15 વર્ષના ગાળામાં માસિક હપ્તા રૂપે ચૂકવવામાં આવશે. મૃત્યુ લાભ હપ્તામાં મેળવવાના કિસ્સામાં, માસિક હપ્તાની રકમ એન્યૂઈટી ફેક્ટરને મૃત્યુ લાભ સાથે ગુણીને ગણવામાં આવશે જેમાં મૃત્યુની તારીખે પ્રવર્તમાન એસબીઆ સેવિંગ્સ બેંક વ્યાજ દરના આધારે એન્યૂઈટી ફેક્ટર ગણવામાં આવશે. એક વખત હપ્તાની ચૂકવણી શરૂ થાય એટલે, સમગ્ર હપ્તાના ગાળા દરમ્યાન ચૂકવણી સમાન રહે છે. પ્રત્યેક નાણાંકીય વર્ષને અંતે પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દર મૂલ્યાંકનને આધીન હોય છે. પ્રત્યેક વર્ષે પ્રવર્તમાન વ્યાજ દર 31 માર્ચના રોજ ગણવામાં આવશે.
પોલિસી અંતર્ગત જોખમ શરૂ થવાની તારીખથી 12 મહિનાની અંદર અથવા લાગૂ પડ્યા અનુસાર પોલિસીના રીવાઈવલની તારીખથી 12 મહિનાની અંદર આત્મહત્યાને કારણે આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પોલિસી અસરમાં હોય તે શરતે, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરન્ડર મૂલ્ય જે પણ વધારે હોય તે મેળવવાને પાત્ર બનશે
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે? ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.
Knowledge Center
બધુ જુઓ