તમારી પોલિસીના સંપૂર્ણ લાભનો ફાયદો ઉઠાવવા માટે તમારી પોલિસી ચાલુ રાખવી હિતાવહ છે. તેમ છતાં, અમે સમજીએ છીએ કે કેટલાંક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા ઈચ્છી શકો છો. પ્રથમ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોય તે બાદ પોલિસી સરન્ડર મૂલ્ય ધારણ કરશે.
પોલિસીએ સરન્ડર મૂલ્ય ધારણ કર્યા બાદ કોઈપણ સમયે લેખિત વિનંતી જમા કરીને તમે પોલિસીની અવધિ દરમ્યાન આ પોલિસી સરન્ડર કરી શકો છો. યાદ રાખો કે, એકવાર સરન્ડર કર્યા બાદ પોલિસી રીવાઈવ થઈ શકતી નથી.
સરન્ડર પર ચૂકવવાપાત્ર રકમ ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અને સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી) જે પણ વધુ હશે તેટલી રહેશે.
ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી)
જીએસવી પરિબળો સરન્ડરના પોલિસી વર્ષ અને પોલિસી અવધિ પર આધારીત છે અને નીચે પ્રમાણે ગણવામાં આવે છે.
પ્રીમિયમ માટે જીએસવી પરિબળ*ચૂકવેલ કુલ પ્રીમિયમ+નિશ્ચિત ઉમેરા માટે જીએસવી પરિબળ*સંચિત નિશ્ચિત ઉમેરો
સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી)
સંપૂર્ણપણે પેઈડ-અપ પોલિસી એટલે કે તમામ ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી પર કે ચૂકવ્યા બાદ:
એસએસવી નીચે અનુસાર ગણવામાં આવશેઃ
(મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ) ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ + સંચિત નિશ્ચિત ઉમેરો ગુણ્યા સરન્ડર સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ રીડ્યૂસ્ડ પેઈડ-અપ પોલિસી માટેઃ
એસએસવી નીચે અનુસાર ગણવામાં આવશેઃ
મેચ્યોરિટી પર પેઈડ-અપ સમ એશ્યોર્ડ ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ + સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી પરિબળ ગુણ્ચા સંચિત નિશ્ચિત ઉમેરો.
આઈઆરડીએઆઈની પૂર્વમંજૂરીને આધીન રોકાણ પરિસ્થિતિના સંદર્ભમાં સમયે સમયે કંપની દ્વારા એસએસવી પરિબળ નક્કી કરવામાં આવશે.
નિશ્ચિત સરન્ડર મૂલ્ય પરિબળો વિશે વધુ વિગતો માટે જુઓ, એનેક્સર 1 અથવા અમારી વેબસાઈટ, www.indiafirstlife.com ની મુલાકાત લો અથવા તમારા નાણાંકીય સલાહકારનો સંપર્ક કરો.
ગ્રેસ ગાળાની સમાપ્તિ અંતર્ગત પ્રીમિયમની ચૂકવણી ન કરવામાં આવે અને પોલિસીએ કોઈ સરન્ડર મૂલ્ય ધારણ ન કર્યું હોય તો, પોલિસી રદ થશે. તમામ લાભ સમાપ્ત થશે અને પોલિસી અંતર્ગત કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.