નિયમો અને શરતો
ઉપયોગની શરતો
આ નિયમો અને શરતો એ આપના દ્વારા થતાં અમારી વેબસાઇટના ઉપયોગને નિયંત્રિત કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને આપ આ નિયમો અને શરતોને સંપૂર્ણપણે સ્વીકારો છે. આપ જો આ નિયમો અને શરતોથી અથવા તો તેના કોઈ હિસ્સાથી અસંમત હો તો આપે અમારી વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ નહીં. આ વેબસાઇટનો ઉપયોગ કરતાં પહેલા કૃપા કરીને તેના તમામ નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો.
વેબસાઇટના ટ્રેડમાર્ક્સનો ઉપયોગ કરવાનો પરવાનો અને કૉપીરાઇટ્સ
જ્યાં સુધી સૂચવવામાં ન આવે ત્યાં સુધી અમે અને અમારા પરવાનાદારો આ વેબસાઇટમાં અને વેબસાઇટ પર રહેલા વિષયવસ્તુમાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (બૌદ્ધિક સંપદા અધિકારો) ધરાવીએ છીએ. આ વેબસાઇટમાં રહેલ કોઇપણ બાબતને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ. (જે હવે પછીથી અહીં ‘ઇન્ડિયાફર્સ્ટ લાઇફ’ તરીકે સંદર્ભિત થશે) અથવા તો આ વેબસાઇટ પર દર્શાવવામાં આવેલ ટ્રેડમાર્ક્સની માલિકી ધરાવતી થર્ડ પાર્ટીની લેખિતમાં મંજૂરી મેળવ્યાં વગર નિહિતાર્થ, પ્રતિરોધ કે અન્ય કોઈ રીતે મંજૂરીને પાત્ર માનવામાં આવશે નહીં. વેબસાઇટ પર પ્રદર્શિત છબીઓનો કોઇપણ પ્રકારે થતો અનધિકૃત ઉપયોગ કૉપીરાઇટ સંબંધિત કાયદા, ટ્રેડમાર્ક સંબંધિત કાયદા, ગુપ્તતા અને આઇઆરડીએઆઈ એડવર્ટાઇઝિંગ નિયમો અને કમ્યુનિકેશન નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન ગણાઈ શકે છે.
આથી વિશેષ, વેબસાઇટમાં રહેલા તમામ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (બૌદ્ધિક સંપદા અધિકારો) અને વેબસાઇટ પર રહેલ વિષયવસ્તુ અહીં નીચે જણાવેલ પરવાનાને આધિન સંરક્ષિત છે. ‘આપ અહીં નીચે અને આ નિયમો અને શરતોમાં અન્યત્ર નિર્ધારિત કરવામાં આવેલા પ્રતિબંધોને આધિન તેને જોઈ શકો છો, ફક્ત કામચલાઉ સંગ્રહિત કરવાના હેતુથી ડાઉનલૉડ કરી શકો છો અને ફક્ત આપના અંગત ઉપયોગ માટે વેબસાઇટ પરના પેજની પ્રિન્ટ કાઢી શકો છો.’
આપ આ બાબતો કરી શકો નહીં:
- આ વેબસાઇટ પરના વિષયવસ્તુને ફરીથી પ્રકાશિત કરી શકો નહીં (અન્ય વેબસાઇટ પર પુનઃપ્રકાશન સહિત);
- વેબસાઇટ પરથી લેવામાં આવેલા વિષયવસ્તુને વેચી, ભાડે આપી કે તેનો પેટા-પરવાનો આપી શકો નહીં;
- વેબસાઇટ પરથી લેવામાં આવેલા કોઇપણ વિષયવસ્તુને જાહેરમાં દર્શાવી શકો નહીં;
- વ્યાવસાયિક હેતુ માટે અમારી વેબસાઇટ પર રહેલા વિષયવસ્તુને પુનઃઉત્પાદિત કરી શકો નહીં, તેની નકલ કરી શકો નહીં, પ્રતિલિપિ કરી શકો નહીં કે પછી આવા વિષયવસ્તુને અન્ય કોઈ રીતે ઉપયોગમાં લઈ શકો નહીં;
- વેબસાઇટ પરના કોઇપણ વિષયવસ્તુમાં સુધારોવધારો કે ફેરફાર કરી શકો નહીં; અથવા
- આ વેબસાઇટ પરથી લેવામાં આવેલા વિષયવસ્તુને પુનઃવિતરિત કરી શકો નહીં
સ્વીકાર્ય ઉપયોગ
આપે અમારી વેબસાઇટનો એવી કોઈ રીતે ઉપયોગ કરવો જોઇએ નહીં, જે વેબસાઇટને નુકસાન પહોંચાડે અથવા તો પહોંચાડી શકે તેમ હોય કે વેબસાઇટની ઉપલબ્ધતા કે ઉપયોગીતાને ક્ષતિ પહોંચાડે કે પછી જે કોઇપણ રીતે ગેરકાયદે, ગેરકાનૂની, પ્રપંચી કે હાનિકારક પ્રવૃત્તિ હોય.
આપે અમારી વેબસાઇટનો ઉપયોગ અમારી વેબસાઇટ કે કંપનીના સંબંધમાં રહેલ માલસામાન કે સેવાઓની જાહેરખબર કરવા કે તેના વેચાણ (ખરીદવા અને/અથવા વેચવા)ની રજૂઆત કરવા માટે કરી શકશો નહીં.
આપ અમારી અગાઉથી લેખિતમાં મંજૂરી લીધા વગર થર્ડ પાર્ટીની માલિકીની અથવા તો ગુપ્ત માહિતીને આ વેબસાઇટ પર શૅર, સબમિટ, ઉજાગર, પોસ્ટ કે જાહેર કરી શકશો નહીં.
આપ અમારી અગાઉથી લેખિતમાં મંજૂરી લીધા વગર અમારી વેબસાઇટ મારફતે, તેની પર કે તેના સંબંધમાં કોઈ સ્પર્ધા યોજી શકશો નહીં.
વિષયવસ્તુનું ડાઉલૉડિંગ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ અમારી વેબસાઇટ મારફતે ડાઉનલૉડ કરવા માટે ઉપલબ્ધ ફાઇલો સોફ્ટવૅર વાઇરસ કે અન્ય કોઈ હાનિકારક કમ્પ્યૂટર કૉડ, ફાઇલો કે પ્રોગ્રામોના ચેપથી મુક્ત હશે તેની કોઈ બાંયધરી કે ખાતરી આપતી નથી.
પ્રતિબંધિત ઉપયોગ
અમારી વેબસાઇટના કેટલાક હિસ્સાઓ ઉપયોગ માટે પ્રતિબંધિત છે. અમે અમારી મુનસફી મુજબ, અમારી વેબસાઇટના અન્ય હિસ્સાઓને અથવા તો ચોક્કસપણે અમારી સમગ્ર વેબસાઇટને પણ ઉપયોગ માટે પ્રતિબંધિત કરવાનો પણ અધિકાર ધરાવીએ છીએ.
અમે જો આપને અમારી વેબસાઇટના પ્રતિબંધિત હિસ્સાઓ અથવા તો અન્ય વિષયવસ્તુ કે સેવાઓનો ઉપયોગ કરવા માટે યુઝર આઇડી અને પાસવર્ડ આપ્યાં હોય તો આપે આપના આવા યુઝર આઇડી અને પાસવર્ડ ગુપ્ત રહે તે એ સુનિશ્ચિત કરવાનું રહેશે.
અમે આપના યુઝર આઇડી અને પાસવર્ડને અગાઉથી જાણ કર્યા કે ખુલાસો આપ્યાં વગર અમારી મુનસફી મુજબ નિષ્ક્રિય રકી શકીએ છીએ.
વપરાશકર્તા દ્વારા સર્જવામાં આવેલ વિષયવસ્તુ
આ નિયમો અને શરતોમાં ‘આપના વપરાશકર્તા વિષયવસ્તુ’નો અર્થ છે, આપના દ્વારા કોઇપણ હેતુસર અમારી વેબસાઇટ પર સબમિટ કરવામાં આવેલ વિષયવસ્તુ (જેમાં કોઇપણ મર્યાદા વગર લખાણ, છબીઓ, ઑડિયો સામગ્રી, વીડિયો સામગ્રી અને ઑડિયો-વિડીયો સામગ્રીનો સમાવેશ થાય છે).
આપનું વપરાશકર્તા વિષયવસ્તુ કોઇપણ પ્રકારે બદનક્ષીભર્યું, અભદ્ર, અશ્લીલ, અપમાનજનક, નિંદાત્મક, નાલેશીજનક અથવા ગેરકાયદે કે ગેરકાનૂની ન હોવું જોઇએ અને તે થર્ડ પાર્ટી સંબંધિત કોઇપણ અધિકારોનું ઉલ્લંઘન કરતું ન હોવું જોઇએ તથા તે આપના અથવા અમારા કે થર્ડ પાર્ટીની સામે કાયદાકીય પગલાંને જન્મ આપનારું ન હોવું જોઇએ (પ્રત્યેક કેસમાં કોઈ પણ લાગુ કાયદા હેઠળ).
આપે વેબસાઇટ પર એવા કોઈ વિષયવસ્તુને સબમિટ કરવું ન જોઇએ, જે કોઈ તવાઈ કે વાસ્તવિક કાયદાકીય કાર્યવાહી કે તેના સમકક્ષ અન્ય ફરિયાદનો વિષય હોય કે ક્યારેય રહેલ હોય.
અમે અમારી વેબસાઇટ પર સબમિટ કરવામાં આવેલ કે અમારા સર્વર પર સંગ્રહિત કરવામાં આવેલ કે અમારી વેબસાઇટ પર હોસ્ટ કે પ્રકાશિત કરવામાં આવેલ કોઇપણ વિષયવસ્તુને અગાઉથી જાણ કર્યા વગર કે તેના અંગે ખુલાસો આપ્યાં વગર ફેરફાર કરવાનો કે તેને દૂર કરવાનો અધિકાર ધરાવીએ છીએ.
વપરાશકર્તાના વિષયવસ્તુના સંબંધમાં રહેલા નિયમો અને શરતો હેઠળ અમારા અધિકારો હોવા છતાં અમે આવા વિષયવસ્તુની અમારી વેબસાઇટ પર રજૂઆત કે આવા વિષયવસ્તુના અમારી વેબસાઇટ પર પ્રકાશન પર નજર રાખવાનું કામ કરતા નથી.
મર્યાદિત બાંયધરીઓ
અમે આ વેબસાઇટ પર પ્રકાશિત થયેલ માહિતીની સંપૂર્ણતા કે સચોટતાની કોઈ બાંયધરી સ્વીકારતા નથી; તેમજ અમે એવી પણ કોઈ પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા નથી કે આ વેબસાઇટ ઉપલબ્ધ જ રહેશે કે વેબસાઇટ પરનું વિષયવસ્તુ અદ્યતન રાખવામાં આવશે. વેબસાઇટ પરના કાર્યો અવિરત અથવા ત્રુટિરહિત હશે, આવી ત્રુટિઓને સુધારી લેવામાં આવશે કે તેને ઉપલબ્ધ કરાવનારા સર્વર વાઇરસ કે અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત હશે તેની પણ અમે કોઈ બાંયધરી આપતા નથી.
આ વેબસાઇટ પર રહેલ તમામ માહિતી અને વિષયવસ્તુને ‘જેમ છે તેમ’ના આધારે પૂરાં પાડવામાં આવ્યાં છે. અમે યથાર્થતા, સચોટતા, સંપૂર્ણતા, પર્યાપ્તતા, વિશ્વસનીયતા કે અન્ય કોઈ સંદર્ભમાં આ વેબસાઇટ પર રહેલા વિષયવસ્તુના ઉપયોગ કે તેના ઉપયોગમાંથી નીપજતા પરિણામો સંબંધે કોઈ બાંયધરી લેતા નથી કે કોઈ રજૂઆતો (વ્યક્ત કે નિહિત) કરતા નથી. તેમાં રહેલ માહિતી અને વર્ણનો ઉત્પાદનો અને સેવાઓ પર લાગુ થતી તમામ શરતો, બાકાતીઓ અને પરિસ્થિતિઓનું સંપૂર્ણ વર્ણન કરવાનો ઇરાદો ધરાવતા નથી પરંતુ તેને ફક્ત સામાન્ય માહિતી આપવાના હેતુથી પૂરાં પાડવામાં આવેલ છે.
લાગુ થતાં કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલ મહત્તમ મર્યાદા સુધી અમે આ વેબસાઇટ અને આ વેબસાઇટના ઉપયોગ સંબંધિત તમામ રજૂઆતો, બાંયધરીઓ અને શરતોને બાકાત રાખીએ છીએ (સંતુષ્ટીજનક ગુણવત્તા, હેતુ માટેની યોગ્યતા અને/અથવા યોગ્ય કાળજી અને કૌશલ્યના ઉપયોગની કાયદા દ્વારા નિહિત મર્યાદાઓ, કોઇપણ બાંયધરીઓ સહિત અથવા તેના વગર).
આ વેબસાઇટ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા જાળવવામાં આવતી ન હોય તેવી અન્ય વેબસાઇટ સાથે જોડાયેલી હોઈ શકે છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આવી વેબસાઇટના વિષયવસ્તુ માટે જવાબદાર નથી.
જવાબદારીની મર્યાદાઓ અને અપવાદો
અમે આ વેબસાઇટ પર સચોટ અને અદ્યતન માહિતીનો સમાવેશ કરવાના વાજબી પ્રયત્નો કર્યા હોવા છતાં ક્યારેક ભૂલ-ચૂક થઈ શકે છે. અમે આ વેબસાઇટના વિષયવસ્તુની યથાર્થતા, સચોટતા, સંપૂર્ણતા, પર્યાપ્તતા, વિશ્વસનીયતા કે અન્ય કોઈ રીતે કોઇપણ પ્રકારની બાંયધરી લેતા નથી કે તેની રજૂઆત કરતા નથી. બેદરકારીમાંથી ઉદભવેલા પરંતુ તેના સુધી મર્યાદા ન હોય તેવા કોઇપણ સંજોગોમાં ઇન્ડિયાફર્સ્ટ લાઇફ કે વેબસાઇટના સર્જન, ઉત્પાદન કે તેને પૂરી પાડવા સાથે સંકળાયેલ અન્ય કોઈ થર્ડ પાર્ટીને આ સાઇટ પર રહેલા વિષયવસ્તુના ઉપયોગ અથવા ઉપયોગની અક્ષમતામાંથી આપને થતાં કોઇપણ પ્રત્યક્ષ, આકસ્મિક, પરિણાસ્વરૂપી, અપ્રત્યક્ષ નુકસાન કે દંડાત્મક નુકસાન માટે જવાબદાર ઠેરવી શકાશે નહીં, ભલે પછી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ કે અમારા અધિકૃત પ્રતિનિધિઓને આવી સંભવિત હાનિ કે નુકસાન અંગે સલાહ આપવામાં આવી હોય.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ કે તેના પ્રતિનિધિઓને કે તેના કર્મચારીઓ કે તેના ડિરેક્ટરોને આ વેબસાઇટના ઉપયોગને કારણે આપને થતાં નુકસાન, હાનિ અને આપે ભોગવવી પડતી કાર્યવાહી માટે કોઇપણ સંજોગોમાં જવાબદાર ઠેરવી શકાશે નહીં. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આપના બદનક્ષીભર્યા, અભદ્ર, અશ્લીલ, અપમાનજનક, નિંદાત્મક, નાલેશીજનક કાર્યો અથવા ગેરકાયદે કે ગેરકાનૂની આચરણો માટે કોઇપણ સંજોગોમાં જવાબદાર ગણાશે નહીં.
આપના દ્વારા આ વેબસાઇટ પર પહોંચવાના, તેનો ઉપયોગ કરવાને કે તેમાં બ્રાઉઝિંગને કારણે અથવા તો આ વેબસાઇટ પરથી કોઈ વિષયવસ્તુ, ડેટા, લખાણ, છબીઓ, વીડિયો અથવા ઑડિયોને ડાઉનલૉડ કરવાને પરિણામે આપના કમ્પ્યૂટર ઉપકરણ અથવા અન્ય કોઈ સંપત્તિને થતાં નુકસાન કે વાઇરસનો ચેપ લાગવા સંબંધે અમે કોઈ જવાબદારી સ્વીકારતા નથી અને આ માટે અમને જવાબદાર ઠેરવી શકાશે નહીં.
અમારા વાજબી નિયંત્રણની બહાર હોય તેવી કોઈ ઘટના કે ઘટનાઓમાંથી ઉદભવતા કોઈ નુકસાનના સંબંધમાં અમે આપના પ્રત્યે જવાબદાર ગણાઇશું નહીં.
આ નિયમો અને શરતોનું ઉલ્લંઘન
આ નિયમો અને શરતો હેઠળના અમારા અન્ય અધિકારો માટે પૂર્વગ્રહ વગર, આપ જો કોઇપણ પ્રકારે આ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરો છો, તો અમે આ ઉલ્લંઘન સાથે કામ પાર પાડવા અમને યોગ્ય જણાતી કાર્યવાહી હાથ ધરી શકીએ છીએ, જેમાં વેબસાઇટ સુધીની આપની પહોંચને સ્થગિત કરવી, આપને વેબસાઇટનો ઉપયોગ કરતા અટકાવવા, વેબસાઇટ સુધી પહોંચવા આપના આઇપી એડ્રેસનો ઉપયોગ કરનારા કમ્પ્યૂટરોને અવરોધવા, આપના ઇન્ટરનેટ સર્વિસ પ્રોઇડરનો સંપર્ક કરી તેમને અમારી વેબસાઇટ સુધીની આપની પહોંચને અવરોધવા માટે વિનંતી કરવી અને/અથવા આપના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ક્ષતિપૂર્તિ
આપ એ સમજો છો અને સંમત થાઓ છો કે, આપ આપની વર્તણૂક અને વેબસાઇટ પર રહેલા આપના વપરાશકર્તા વિષયવસ્તુ માટે આપ પોતે વ્યક્તિગત રીતે જવાબદાર અને ઉત્તરદાયી છો. આપ ક્ષતિપૂર્તિ કરવા માટે સંમત થાઓ છો તથા આપના દ્વારા થતાં વેબસાઇટના ઉપયોગ સંબંધિત કોઇપણ દાવા, કિંમત, ખર્ચ, માંગ, ચુકાદા, નિર્ણય કે અન્ય કોઈ નુકસાન માટે ઇન્ડિયાફર્સ્ટ અને તેના સહયોગીઓને નિર્દોષ ગણો છો.
ફેરફાર
આ નિયમો અને શરતોને આ પોસ્ટિંગને અદ્યતન બનાવી કોઇપણ સમયે સુધારવામાં આવી શકે છે. આવા સુધારેલા નિયમો અને શરતો તેના પ્રકાશનની તારીખથી અમારી વેબસાઇટના ઉપયોગને લાગુ થઈ જશે. આપ આવા કોઇપણ સુધારાથી બાધ્ય છો અને આપ જેની સાથે બાધ્ય છો તેવા વર્તમાન નિયમો અને શરતોની સમીક્ષા કરવા માટે આપે સમયાંતરે આ પેજની મુલાકાત લેવી જોઇએ. અમે આ પોસ્ટિંગના અપડેશનમાં થતાં કોઇપણ વિલંબ માટે જવાબદાર ગણાઇશું નહીં અથવા તો અમને આ માટે જવાબદાર ઠેરવી શકાશે નહીં.
થર્ડ પાર્ટીના અધિકારોનો નિષેધ
આ નિયમો અને શરતો આપના લાભ માટે છે અને કોઈ થર્ડ પાર્ટીને લાભ પહોંચાડવાનો ઇરાદો ધરાવતા નથી કે પછી કોઈ થર્ડ પાર્ટી દ્વારા તેને લાગુ કરી શકાય તેમ નથી. આ નિયમો અને શરતોના સંબંધમાં અમારા અને આપના અધિકારોનો ઉપયોગ કોઇપણ થર્ડ પાર્ટીની સંમતિને આધિન નથી.
સમગ્ર કરાર
આ નિયમો અને શરતો અમારી ગુપ્તતા સંબંધિત નીતિ (જે પણ અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે) સાથે ભેગા મળીને આપના દ્વારા અમારી વેબસાઇટના ઉપયોગના સંદર્ભમાં આપની અને અમારી વચ્ચેના સમગ્ર કરારની રચના કરે છે અને આપના દ્વારા અમારી વેબસાઇટના ઉપયોગના સંદર્ભમાં અગાઉના તમામ કરારોને રદ કરે છે.
અધિકારક્ષેત્ર
અમારી વેબસાઇટ સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ છે. આપ જો ભારતમાં વસી ન રહ્યાં હો અને આપ અમારી વેબસાઇટનો ઉપયોગ કરતા હો તો, આપ આ નિયમો અને શરતો સાથે બાધ્ય છો અને સૂચનાના આંતરરાષ્ટ્રીય હસ્તાંતરણ માટે વિશેષરૂપે સંમત હોવાનું ગણાઓ છો. અહીં અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું ન હોય ત્યાં સુધી અમે એવી કોઈ રજૂઆત કરતા નથી કે આ વેબસાઇટ પરનું વિષયવસ્તુ યોગ્ય અથવા તો કોઇપણ સ્થળે ઉપયોગ માટે ઉપલબ્ધ છે. જેઓ આ વેબસાઇટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે તેઓ તેમની જાતે આમ કરે છે અને તેઓ સ્થાનિક કાયદાના અનુપાલન માટે જવાબદાર ગણાય છે.
વીમો એ વિનંતીને આધિન બાબત છે. આથી, અહીં વિશેષ રીતે નિર્ધારિત કરવામાં આવ્યાં સિવાય આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી કોઈ બાંયધરી, વીમા ઉત્પાદન કે અન્ય કોઈ ઉત્પાદન કે સેવાના વેચાણની રજૂઆત કરતી નથી અથવા તો કર સંબંધિત, કાયદાકીય કે અન્ય કોઈ સલાહ આપતી નથી. એવા કોઈ અધિકારક્ષેત્ર કે જેમાં જામીનગીરીઓ, વીમા કે અન્ય કાયદાઓ હેઠળ બાંયધરીઓ, વીમા ઉત્પાદનો કે અન્ય કોઈ ઉત્પાદનો કે સેવાઓ પૂરાં પાડવા કે લેવા માટે વિનંતી કરવી, ખરીદી કે વેચાણ કરવું ગેરકાયદે ગણાતું હોય તેવા કોઇપણ અધિકારક્ષેત્રમાં આ પ્રકારની બાંયધરીઓ, વીમા ઉત્પાદનો કે અન્ય કોઈ ઉત્પાદનો કે સેવાઓ પૂરાં પાડવામાં આવતા નથી કે વેચવામાં આવશે નહીં. કેટલાક ઉત્પાદનો અને સેવાઓ તમામ અધિકારક્ષેત્રોમાં ઉપલબ્ધ હોઈ શકે નહીં.
આ નિયમો અને શરતોમાંથી અથવા તો અમારી વેબસાઇટના ઉપયોગના સંબંધમાં ઉદભવતા તમામ વિવાદો અને મતભેદો ભારતીય કાયદાને તથા મુંબઈની કોર્ટોના એકમાત્ર અધિકારક્ષેત્રને આધિન ગણાશે.
માહિતીની ગુપ્તતા અને માલિકી
અહીં અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું ન હોય ત્યાં સુધી આપના દ્વારા આ વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવતી કોઇપણ માહિતી, સંદેશાવ્યવહાર કે વિષયવસ્તુ કે જેમાં ડેટા, પ્રશ્નો, ટિપ્પણીઓ કે સૂચનોનો સમાવેશ થાય છે, તે તમામને બિન-ખાનગી અને બિન-માલિકીના માનવામાં આવશે તથા તે આપમેળે જ ઇન્ડિયાફર્સ્ટ લાઇફની માલિકીના બની જશે. ઉપર જણાવ્યાં મુજબની કોઇપણ માહિતી, સંદેશાવ્યવહાર કે વિષયવસ્તુને આ વેબસાઇટ પર સબમિટ કરીને અને/અથવા પ્રસારિત કરીને આપ કોઇપણ અધિકારક્ષેત્ર હેઠળ આવી કોઇપણ માહિતી, સંદેશાવ્યવહાર કે વિષયવસ્તુના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (બૌદ્ધિક સંપદા અધિકારો) સહિત પરંતુ તેના સુધી મર્યાદિત નહીં તેવા માલિકી હકોને મંજૂર કરશો.
આવી માહિતી, સંદેશાવ્યવહાર અથવા વિષયવસ્તુનો ઉપયોગ (અમારી ગુપ્તતા સંબંધિત નીતિને આધિન) પુનરુત્પાદન, વિનંતી, પ્રગટીકરણ, પ્રેષણ, પ્રકાશન, પ્રસારણ અને પોસ્ટિંગ સહિત પરંતુ તેના સુધી મર્યાદિત નહીં તેવા કોઇપણ હેતુ માટે થઈ શકે છે. આથી વિશેષ, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ આપના દ્વારા આ વેબસાઇટને મોકલવામાં આવેલ કોઇપણ સંદેશાવ્યવહારમાં રહેલા કોઇપણ આઇડિયા, વિભાવનાઓ, જાણકારીઓ કે ટેકનિકોનો ઉપયોગ કરવા માટે મુક્ત છે, જેમાં આવી માહિતીનો ઉપયોગ કરી ઉત્પાદનો વિકસાવવા અને તેના માર્કેટિંગ કરવાનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી.
સોફ્ટવેરના લાઇસેન્સ
આપ એ સ્વીકારો છો કો, આ વેબસાઇટ પર ઉપલબ્ધ કે પૂરાં પાડવામાં આવેલ કોઇપણ સોફ્ટવેર ભારતના વિવિધ નિયમો અને વિનિયમોના ચુસ્ત નિયંત્રણોને આધિન હોઈ શકે છે. અને આથી સંમત થાઓ છો કે, આપ ભારતીય કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરીને આવા સોફ્ટવેરોને ભારતમાંથી બહાર (ઉદાહરણ તરીકે ભારતમાં કોઈ વિદેશી વ્યક્તિ કે એન્ટિટીને આવા સોફ્ટવેર પૂરાં પાડવા સહિત) સ્થાનાંતરિત કે નિકાસ કરશો નહીં અથવા તો ભારતમાંથી આવા સોફ્ટવેરોની ફરીથી નિકાસ કરશો નહીં. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ભારતીય કાયદા અને નિયમો દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ કોઇપણ અધિકારક્ષેત્રમાં આ વેબસાઇટ પરથી કોઇપણ સોફ્ટવેર કે ટેકનિકલ ડેટાને ડાઉનલૉડ કરવાની કે નિકાસ કરવાની પ્રવૃત્તિને અધિકૃત કરતી નથી.
અમારી વિગતો
આ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડની સત્તાવાર વેબસાઇટ છે, જેની કૉર્પોરેટ ઓફિસ અહીં નીચે જણાવેલ સરનામે આવેલ છેઃ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ,
12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર, પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે,
ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.
આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા પૂરાં પાડવામાં આવતાં ઉત્પાદનો અને સેવાઓ તથા આપની જરૂરિયાતો સાથે તેની યોગ્યતા અંગેની વિગતો પ્રાપ્ત કરવા માટે આપના આર્થિક સલાહકાર કે વીમા એજન્ટનો સંપર્ક કરી શકો છો.